________________
કલિકાલસર્વજ્ઞ
૧૦૧
તરફ આવે તો... પાછલી ડેલીએથી બહાર નીકળી... મારો કાળિયો દેવ દેખાડે ઈ દિશામાં નાસી છૂટજો...' કહેતાં આલિંગની આંખોમાં આંસુ છલકાઈ ગયાં. દેથલી ગામના ધણીની આ હાલત જોઈ એ દુઃખી થઈ ગયો. આલિંગ... કોચવા મા. અહીં સુધી તું મને લઈ આવ્યો... એ કાંઈ ઓછું છે... તું તારે હવે જા... હું મારો રસ્તો કરી લઈશ... તારો આ ઉપકાર હું ક્યારેય ભૂલીશ નહીં.... ' કહેતાં કુમારપાળે આલિંગને ખભે હાથ મૂકી વિદાય આપી અને નિંભાડામાં ત્રણેક કલાક કાઢ્યા.
નાનકડા દેથલી ગામને સિદ્ધરાજ જયસિંહના સૈનિકોએ ધમરોળી નાંખ્યું. ધીમે ધીમે વાતાવરણમાં શાંતિ પ્રસરતાં કુમારપાળ નિંભાડામાંથી બહાર નીકળી, ભૂખ્યોતરસ્યો, પાછલી ડેલીએથી ગામના પાદરે રસ્તા પર ચાલવા માંડ્યો.
ગુલાબી સંધ્યાના રંગોથી આકાશ શોભી રહ્યું હતું... કુમારપાળ સાવધ થઈ આજુબાજુ નજર ફેરવતો... આગળ વધતો હતો... ત્યાં જ આલિંગના ઘર તરફથી સૈનિકો એની જ દિશામાં આવતા હોય એવા અવાજો સંભળાવા માંડ્યા. કશુંક વિચારે ત્યાં તો રસ્તાની બાજુમાં કાંટાની ઘટાટોપ ઝાડી પાછળથી એક યુવાન ખેડૂત બહાર આવીને બોલી ઊઠ્યો, મહારાજ પાય લાગું !'
‘કુણ છો અલ્યા ?” કુમારપાળે શંકિત નજરે યુવાન ખેડૂત સામે જોતાં પ્રશ્ન કર્યો.
મહારાજ... ચોંપ રાખો.... રાજના ઘોડેસ્વારો આવી રહ્યા છે તમને પકડવા.. ઝટ મારા ખેતરમાં આવી જાવ...' ખેડૂત બોલ્યો.
કુમારપાળને અવાજ પરિચિત લાગ્યો. એક નજર નાંખતા જ કુમારપાળ બોલી ઊઠ્યો,
‘અલ્યા તું હુડો તો નહીં ?”
આઠેક દિવસ પહેલાં પાટણ જતાં દેથલીના આ ખેડૂતના ખેતરમાં ભૂખ્યા ડાંસ કુમારપાળે – પટલાણીના હાથના રોટલા ખાધા હતા. એ યાદ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org