________________
કલિકાલસર્વજ્ઞ
૧૭૫
થોડોક કુતૂહલતાનો – શંકાનો – પ્રશ્નોનો ભાવ દર્શાવતો હેમચન્દ્રાચાર્યને લાગ્યો.
મનોમન બને શિષ્યોના આગમનથી રાજી થયા અને કાવ્યશાસ્ત્ર વિનોદેનના શ્લોકનું મનોમન રટણ કર્યું.
મહારાજ આપ પણ પ્રશ્નોની મંજૂષા સાથે તો નથી આવ્યા ને ? હસીને હેમચન્દ્રાચાર્યે કુમારપાળને પ્રશ્ન કર્યો.
એવું પણ ખરું ગુરુદેવ...” કુમારપાળે હસીને જવાબ આપ્યો.
‘રામચન્દ્ર” સાધુએ... અરે સાધુએ જ શા માટે હરેક મનુષ્ય જીવ્યું સાર્થક કરવું હોય તો... લૌકિકથી સારું એવું અંતર રાખવું જોઈએ... વત્સ ” તારા પ્રશ્નો શા છે ?’ હેમચન્દ્રાચાર્ય થોડા સમય પહેલાં પોતે સપડાઈ ગયેલા લૌકિક પ્રશ્નને યાદ કરતાં બોલ્યા.
‘ગુરુદેવ. દેવબોધજી...' આગળ બોલતા રામચન્દ્ર અટકી ગયો.
આજકાલ એના સ્વભાવ પ્રમાણે ધનનો દુર્વ્યય કરતાં થાકતા નથી એ જ તારે કહેવું છે ને રામચન્દ્ર...”
“હા પ્રભુ, સાધુજીવન ગાળતા દેવબોધજીના આશ્રમમાં ભૌતિક આનંદનો દરિયો ઊછળી રહ્યો છે... એ તો કહે છે કે સંગ્રહ કરનેકા કામ કપણકા, ઔર પલ પલ ધર્મકી, અહિંસાકી, વીતરાગકી બાત કૂટના વો કામ મુરખકા હૈ.' ગુરુદેવ આટલા મોટા પ્રખર વિદ્વાન ઋષિ સમા દેવબોધજી પતનના પંથે તો નથી જઈ રહ્યાને ? એમનો આ વ્યર્થ ધનવ્યય, રાજ્ય, ધર્મ અને ગુજરાતની અસ્મિતા પર અસર તો નહીં કરેને રાજનું ? • રામચન્દ્ર ચર્ચામાં કુમારપાળને ઘસડતાં કહ્યું.
ગુરુદેવ, રામચન્દ્રસૂરિની વાતમાં તથ્ય તો છે... સાધુઓ જ્યારે ધર્મને નામે આવું વૈભવી જીવન ગુજારવા માંડ્યા છે ત્યારે મનમાં પ્રશ્નો જાગે છે. કે ધર્મ કયો? દેવ કયા મોટ ?” કુમારપાળે પણ છેલ્લા કેટલાય સમયથી દૈવદ્રવ્ય, ગુરુદ્રવ્ય, શંકર મોટા કે મહાવીર, કૃષ્ણ મોટા કે બુદ્ધ. જેવા પ્રશ્નો - મૂંઝવણ સર્જતા હતા – એના ઉકેલ લાવવા એણે પણ ચર્ચામાં
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org