________________
કલિકાલસર્વજ્ઞ
૧૮૫.
હેમચન્દ્રાચાર્યજીના નામનો જયજયકાર થયો...
પાટણમાં ભારે ચર્ચા ચાલી રહી હતી...
ભગવાન સોમનાથ મંદિરના નવનિર્માણના કાર્યના આખરી ટાંચણા મરાઈ રહ્યા હતા. ચૌલુક્યવંશના રાજવીઓની શિવભક્તિ અને પ્રતિષ્ઠાને ચાર ચાંદ લાગી જાય તેવું ભવ્ય મંદિર પ્રભાસપાટણના ઉદધિતરંગોથી પ્રક્ષાલિત થતું તૈયાર થઈ રહ્યું હતું – આખરી સ્પર્શ દેવાઈ રહ્યો હતો ત્યારે પાટણમાં ભારે ચર્ચા ચાલી રહી હતી.
‘આપણા જૈનમુનિ કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય સોમનાથ પાટણ જઈ રહ્યા છે.'
અરે જૈનમુનિથી તે વળી શિવમંદિરમાં જવાતું હશે”
હેમચન્દ્રાચાર્યજી સોમનાથના મંદિરના પ્રાણપ્રતિષ્ઠાના પ્રસંગે જશે તો જૈનસમાજમાંથી એનું માન ઊતરી જશે... તો બીજી બાજુથી...
રખે સંભાળજો.. એ જૈનસાધુ - ભગવાન સોમનાથના મંદિરમાં ઘૂસી મંદિરની પવિત્રતા ન અભડાવે...”
કહેવાય છે કે મહારાજ કુમારપાળ સોમનાથ નથી જવાના...”
એણે તો જવું જોઈએ... સમગ્ર ગુર્જરભોમના પ્રતિનિધિ તરીકે એમણે તો જવું જ જોઈએ. ગૌબ્રાહ્મણ પ્રતિપાળ મહારાજ કુમારપાળે આ બાબતમાં હેમચન્દ્રાચાર્ય કે અન્ય જૈનમુનિની સલાહ માનવાની ન હોય.”
અદ્દાઓનું વાતાવરણ પાટણના રાજકારણને ડહોળી રહ્યું હતું. શંકા આશંકા અને અદ્દાની ભરમાળ વચ્ચે એક દિવસ મૂંઝાયેલા ગુજરશ્વર - ગુરુ હેમચન્દ્રાચાર્ય પાસે પહોંચી ગયા.
પધારો રાજર્ષિ. આપનું સ્વાગત છે.”
ગુરુદેવ. આપનાં દર્શન, આપણી વાણીનો ધર્મલાભ અને આપના અપાસરાનું પવિત્ર વાતાવરણ... હૃદયમાં સર્જાતી રહેતી દ્વિધાઓનું શમન કરી દે છે. એટલે અહીં દોડી આવું છું....”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org