________________
હંતમે કહ્યું ભાઈ... અમારો ચાંગ... પાહિનીદેવી હર્ષની મારી આગળ બોલી ન શકી.
“અરે ભાઈ, તમે તો ઉંબરામાં જ ઊભા છો... અંદર આવો. અને અમને વિગતે સમાચાર આપો... અમારો ચાંગ... – હર્ષઘેલો ચાંચ પણ આગળ કશું બોલી ન શક્યો.
ઉંબરો ઓળંગી સ્તંભતીર્થના ઉદયન મંત્રીના કાસદને લઈ પતિપત્ની દીવાનખાનામાં આવ્યાં.
બેસો ભાઈ... બેસો... હું આપને માટે જલપાન લઈ આવું. આપ આ સુખાસન પર બેસો.” ગાંડીઘેલી પાહિનીદેવીએ આંગણે આવેલા અતિથિનું સ્વાગત કરતાં કહ્યું.
હા ભાઈ... વિરામ કરો.... લાંબી ખેપ કરીને આવ્યા છો...” ‘આપનું નામ ?” ચાંચે પૂછ્યું.
જીવો... મંત્રીશ્વરની સેવામાં વર્ષોથી છું.” જીવાએ ટૂંકો જવાબ આપતાં કહ્યું.
પાહિનીદેવીએ જલપાન આદિથી મહેમાનનો સત્કાર કરી... ઉત્સુકતા સાથે જીવા કાસદને પ્રશ્નો કર્યા.
“તેં હે જીવાભાઈ... તમને મંત્રીશ્વરે ખાસ મોકલ્યા... અપાસરે ગુરુદેવ દેવચન્દ્રસૂરિને વંદના કરવા ગયા હતા ? સૂરિજીએ શું કહ્યું?'
“હા જીવાભાઈ તમે અમને સોમચન્દ્રને આચાર્યપદથી વિભૂષિત કરવાના સમાચારની વાત વિગતેથી કરો....'
“શું કહું શ્રેષ્ઠિરત્ન.. પાહિનીદેવી... મારા સદ્દભાગ્ય કે હું મંત્રીશ્રી સાથે અપાસરામાં હતો.'
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org