SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ કુમારપાળના રાજ્યારોહણ પછીના પ્રારંભના વર્ષો રાજ્યની આંતરિક ખટપટો દૂર કરવામાં ગયાં. શાકંભરીનો અર્ણોરાજ - કુમારપાળની બહેન દેવળદેવીને પરણ્યો હતો, એ નવા નવા નબળા કુમારપાળ સામે - ગુજરાતની પશ્ચિમના પ્રદેશોના રાજાઓનો સાથ લઈ પાટણ પર ચડી આવ્યો. માળવાના બલ્લાલ રાજાની પણ દાઢ સળકી તે એણે અણરાજ સાથે ચર્ચા કરી, જુદી જ દિશામાંથી ગુજરાત પર ચઢાઈ કરી. તળ પાટણમાં પણ કુમારપાળ ગુજરશ્વર બન્યો એની વિરુદ્ધમાં અનેક નાનામોટા અમલદારો, સામંતો, સેનાધિકારીઓથી માંડી અનેક લોકો ગુપ્ત મંત્રણાઓ દ્વારા કુમારપાળને પદભ્રષ્ટ કરવાની પેરવી કરતા હતા. કાન્હડદેવનો ગર્વ ક્યાંય માતો નહોતો. કુમારપાળને ગાદી પર બેસાડવાનું માન એ ખાટી જવા માંગતો હતો, એટલું જ નહીં પણ કુમારપાળ ગાદીનશીન થયો ત્યારથી કાન્હડદેવ કુમારપાળને અપમાનિત કરવાની એક તક પણ ચૂકતો નહોતો, અને આ બધો વૈભવ એનો પોતાનો છે, પાટણ મારું છે અને ગુજરાતનો રણીધણી તો હું જ છું એવો હુંકાર કરી કુમારપાળની માનહાનિ કર્યા કરતો હતો. પાટણ, ગુજરાત અને ખુદ કુમારપાળ પણ એના બનેવીથી કંટાળી ગયો હતો... આવા વાતાવરણના કારણે કુમારપાળનો હેમચન્દ્રાચાર્યજીનો સંપર્ક ઓછો થઈ ગયો હતો. આ બાજુ કુમારપાળ એની કુશાગ્રબુદ્ધિથી એક પછી એક અરિનો સંહાર કરતો યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરતો જતો હતો, તો હેમચન્દ્રાચાર્યજીનો. અપાસરો ત્રણસો ત્રણસો લહિયાઓ વડે વિદ્વાન આચાર્યના શિષ્યોના મધુર કંઠે ઊઠતા સ્તવનો થકી પ્રવૃત્તિઓથી ધમધમતો હતો. સિદ્ધહેમશબ્દાનુશાસન' ગ્રંથની રચના સાથે સાથે હેમચન્દ્રાચાર્યે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005290
Book TitleKalikal Sarvagna
Original Sutra AuthorN/A
AuthorJashvant Mehta
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy