________________
૬૬
કલિકાલસર્વજ્ઞ
વધારો.... અમે સમયાનુસાર જરૂર આવી પહોંચીશું.” હેમચન્દ્રાચાર્યે કહ્યું.
મહારાજ આપને માનભેર લઈ જવા. સુખાસન સાથે હું જ અપાસરે લેવા આવીશ.” ઉદયન મંત્રીએ તક ઝડપી લેતાં કહ્યું.
ઉદયન મંત્રીના આનંદનો પાર નહોતો....
વર્ષો પહેલાં ચાંગના સ્વરૂપે દેવચંદ્રસૂરિના અપાસરામાં આવેલા પાંચ વર્ષનો બાળક આજે આચાર્ય હેમચન્દ્રાચાર્યના રૂપે – એક મહાન આચાર્ય રૂપે – એના ગુરુ દેવચંદ્રસૂરિના આશીર્વાદ સાથે... બાવન બજાર અને ચોર્યાસી ચૌટાથી શોભતી ગુજરાતની રાજધાની અણહિલપુર પાટણની રાજ્યસભામાં લઈ આવવાના પુણ્યકાર્યને એ ગુમાવવા નહોતા માંગતા. જે રીતે સિદ્ધરાજ જયસિંહ એક વિજેતા તરીકેના બધા જ આવરણો ખંખેરી દુકાનના એક ઓટલા પર સામાન્ય જનસમાજના પ્રતિનિધિ રૂપે ઊભેલા જૈનસાધુને વંદન કરવા અંબાડીમાંથી નીચા ઊતરી હેમચન્દ્રાચાર્ય પાસે ગયા એ પ્રસંગે જ મુત્સદી ઉદયન મહેતાને સમગ્ર ગુજરાતમાં જિનશાસનનો ડંકો વગાડવાના એના સ્વપ્નને સાકાર થતું દેખાયું. ઉદયનને વર્ષો પહેલાં ચાંગના પિતા ચાંચદેવને મનાવી – સોમચન્દ્રસૂરિથી આચાર્ય હેમચન્દ્રાચાર્યસૂરિ સુધીની ચાંગની આધ્યાત્મિક યાત્રામાં એનું યોગદાન સાર્થક થતું લાગ્યું.
મંત્રીશ્વર. આપને તકલીફ લેવાની જરૂર નથી. સાધુઓને સુખાસનોની નહીં પણ સુખાસનોને પાઠવનારા – પ્રેમાળ, શ્રદ્ધાળુ - મહારાજ, મહાઅમાત્ય અને તમારા જેવા રાજ્યની પ્રજાના સુખ, દેશની સંસ્કૃતિ અને માનવીય ધર્મની ખેવના કરનારાની જરૂર વધારે છે. અમે નિશ્ચિત સમયે રાજ્યસભામાં હાજરી આપવા આવી પહોંચશું.” કહેતાં હેમચન્દ્રાચાર્યે એના શિષ્યો સાથે અપાસરા તરફ પ્રયાણ આદર્યું - ત્યારે એકત્રિત જનસમૂહમાંથી જયઘોષ ઊઠ્યા.
મહારાજ હેમચન્દ્રાચાર્યજીની જય...” ગુર્જરેશ્વર - મહારાજા સિદ્ધરાજ જયસિંહની જય...”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org