________________
‘ગુરુદેવ” બોલો મહારાજ.”
જિંદગીની યાત્રાના પાંસઠમા વર્ષમાં આજે પ્રવેશ કરું છું ત્યારે જિવાયેલી જિંદગીનું સરવૈયું કાઢતાં કેટલાક પ્રશ્નો અંતરમાં ઊઠે છે.’ કુમારપાળે કહ્યું.
પચાસમાં વર્ષે ગુજદેશની રાજ્યધૂરા સંભાળનારા કુમારપાળ – છેલ્લા કેટલાક દિવસોથી અંતરમાં મથામણ અનુભવી રહ્યા હતા.
રાજ્યશાસનના પ્રારંભનાં વર્ષો અંદરના અને બહારના અનેક શત્રુઓને વશ કરવામાં ગયાં. અજમેર, માળવા, શાકંભરી જેવા રાજાઓને એની શક્તિનો – શૌર્યનો પરિચય આપવા ત્રણ ત્રણ લોહિયાળ યુદ્ધો ખેલવાં પડ્યાં. ચૌલુક્ય વંશના – મૂળરાજથી માંડી સિદ્ધરાજ સુધીની પરંપરાના રાજવીઓના રક્તમાં શૌર્ય, સામર્થ્ય અને આત્માભિમાનના ગુણોની સાથે સાથે એમના દેહમાં વહેતા લોહીના કણોમાં ગુણ પ્રમાણે વિરક્તિ, ધર્માનુરાગ.... અને અજોડ ત્યાગનો લય પણ ભળ્યો હતો... મૂળરાજે પાછલી અવસ્થામાં સંન્યાસ ધારણ કર્યો હતો – ભીમદેવ રાજા થયો, પણ રાજ્યધૂરા સંભાળવાની કોઈ પ્રબળ ઇચ્છા નહોતી, વીતરાગી જીવ હતો – ક્ષેમરાજે તો નિવૃત્તિ પહેલેથી જ ગાદીત્યાગ કરી લઈ લીધી હતી. યુદ્ધ, ધર્મ, સાહિત્ય, અને કલાના માહોલ વચ્ચે જિંદગીનાં મોટા ભાગનાં વર્ષો ખર્ચી નાખનારા મહારાજા સિદ્ધરાજ જયસિંહ, એમના પાછલાં વર્ષોમાં શાંતિની શોધમાં ગાળ્યાં હતાં. મહાકવિ કાલિદાસનો “વા નિવૃત્તિનાં થોળનાન્ત તનુનવેમ્' નો રઘુવંશી આદર્શ ચૌલુક્યવંશી રાજવીઓએ એના જીવનમાં સાંગોપાંગ ઉતાર્યો હતો આ આદર્શ સિદ્ધ કરવામાં – સિદ્ધરાજ અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org