________________
૧૩૬
કલિકાલસર્વજ્ઞ
કુમારપાળને કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યજી મળી ગયા હતા.
મથામણો ? શેની મથામણો ? મહારાજ – હવે તો મથામણોની શાંતિનો સમય તમારી પાસે પાંસઠમાં વર્ષના પ્રવેશદિને આવ્યો છે. શી મૂંઝવણ અનુભવી રહ્યા છો... રાજસ્...?” હેમચન્દ્રાચાર્યે પ્રશ્ન કર્યો.
“મહારાજ, જીવનની સિદ્ધિ શામાં?” કુમારપાળ પ્રશ્ન કરી શાંત થઈ ગયા.
હેમચન્દ્રાચાર્યજી જિજ્ઞાસુ શિષ્ય સામે કેટલીય પળો સુધી જોઈ રહ્યા...
હેમચન્દ્રાચાર્યજીને સિદ્ધરાજ જયસિંહ યાદ આવી ગયા. કુમારપાળના આ કાકાએ પણ કાંઈક જુદા જ સંદર્ભમાં મહારાજ - સત્યધર્મ કયો? માનવીને એની જિંદગીમાં કયું દર્શન સત્યપંથ બતાવે - કયો ધર્મ સત્યપંથનો પ્રહરી છે ? - નો પ્રશ્ન કર્યો હતો ત્યારે હેમચન્દ્રાચાર્યે – જૈનધર્મના એક આચાર્ય સ્વરૂપે નહીં પણ ભારતીય સંસ્કૃતિના એક પ્રખર તત્ત્વચિંતક તરીકે સિદ્ધરાજને એના જગતમાં કયો ધર્મ સાચો ?” ના પ્રશ્નનો ઉત્તર એમણે એક પૌરાણિક કથા દ્વારા આપ્યો હતો.
શંખપુર નામના ગામમાં એક વેપારી રહેતો હતો. પત્નીનું નામ યશોમતી... પતિએ કોઈક કારણસર એક બીજી સ્ત્રી સાથે લગ્ન કરી લીધાં. યશોમતીને આઘાત લાગ્યો. પોતાના પતિને વશમાં રાખવા દોરા, ધાગા, જાદુટોના, બધું જ કરી જોયું - કેટલાય યોગીઓ, ભૂવાઓ, તાંત્રિકોનો સહારો લીધો પણ સફળતા ન મળી – એવામાં એક સિદ્ધ પૂરુષે પતિને પશુ બનાવવાનો મંત્ર આપ્યો. ઘરે જઈને એ મંત્રની શક્તિથી પતિને બળદ બનાવી દીધો. લોકોની નિંદાથી એ અકળાઈ ગઈ. બળદમાંથી પાછો માણસ બનાવવાનો મંત્ર એ જાણતી નહોતી – એટલે એ એના પતિ બળદને જંગલમાં ચારો ચરાવવા લઈ જતી અને વૃક્ષ નીચે બેસીને કલ્પાંત કરતી. એક દિવસ આકાશમાર્ગે શિવ-પાર્વતી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે પાર્વતીએ શિવજીને સ્ત્રીના રુદનનું કારણ પૂછ્યું.
એનો પતિ બળદ થઈ ગયો છે – પાસે ઊભેલો બળદ એનો પતિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org