SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ કલિકાલસર્વજ્ઞ વહેલી સવારે “શ્રીધઆસાદના ગવાક્ષમાં ઊભો ઊભો સરસ્વતીના જલપ્રવાહને એ પ્રસન્નચિત્તે નીરખી રહ્યો હતો. મનમાં મલકાતો હતો. રતનપોળના નાકે આવેલા એક બીજા ભત્રમહાલય "કુબેરપ્રાસાદ પર એની નજર ફરી ફરીને સ્થિર થતી જતી હતી અને અંતરમાં અભિમાન ઊછળી આવતું હતું. આગલા દિવસે ભર મધ્યાલે ગામમાં સોપો પડી જાય તેવા સમાચાર આવ્યા હતા. સમાચાર મળતાં જ પાટણનાં બાવન બજારો ટપોટપ બંધ થવા માંડ્યાં હતાં. વ્યાપારીઓના ચહેરાઓ પર વિષાદની કાલિમાં પ્રસરી જતી હતી. દેશાવરથી પાછો ફરેલો સ્તંભતીર્થનો જીવો માલમ સમાચાર લાવ્યો હતો કે કુબેરશ્રેષ્ઠિના માલસામાનથી ભરેલાં બે જહાજો સમુદ્રના તોફાનમાં ડૂબી ગયાં હતાં... અને જહાજો સાથે જ કુબેરશ્રેષ્ઠિ અને એના દીકરા શ્રેણી કે જળસમાધિ લીધી હતી. જીવો માલમ – એક જહાજનો કપ્તાન હતો – અને તોફાનો સામે ઝઝૂમતો – બચીને સ્તંભતીર્થ – બીજાં જહાજમાં આવ્યો હતો. કુબેરપ્રાસાદમાં રોકકળનું શોકમય વાતાવરણ જામી ગયું. ગામ આખું ગમગીન હતું, ત્યારે શ્રીધર પંચોલીને ત્યાં આનંદની છોળો ઊડતી હતી. કુબેરશ્રેષ્ઠિ શ્રીધર પંચોલીનો પ્રતિસ્પર્ધી હતો. વ્યાપારમાં, સમાજમાં, રાજકારણમાં – તેમ જ ધર્મમાં બન્ને અવારનવાર ચડસાચડસીમાં ટકરાતા રહેતા, શ્રીધર પંચોલીએ કુમારપાળ પાસેથી રૂદત્તિવિત્ત ઉઘરાવવાનો ઠેકો બોંતેર લાખ દ્રમ આપીને લીધો હતો. સમસ્ત ગુજરાતમાં ઘરનો વડીલ - નિર્વશ મૃત્યુ પામે – એની પાછળ એનો વંશ ચાલુ ન રહેતો હોય – એ પરિવારનું ધન, ઝવેરાત, આભુષણો, અલંકારો – ટૂંકમાં બધી જ સંપત્તિ રાજ્યભંડારમાં જાય - રૂદતિવિર એકત્રિત કરવાનો આ વરસનો ઠેકો – આ વર્ષે શ્રીધર પંચોલીએ ટોચના રાજકારણીઓના ગાઢ સંપકને વટાવી, મહારાજ કુમારપાળ પાસેથી લીધો હતો. કુબેરશ્રેષ્ઠિ અને એના એકના એક દીકરાની જલસમાધિના સમાચાર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005290
Book TitleKalikal Sarvagna
Original Sutra AuthorN/A
AuthorJashvant Mehta
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy