________________
કલિકાલસર્વજ્ઞ
૧૩૧
મળતાં જ શ્રીધર પંચોલીએ આથમતી સાંજે કુબેરપ્રાસાદ’ ૫૨ એના માણસો મોકલી કુબે૨શ્રેષ્ઠિની બધી જ માલમિલકત જપ્ત કરી રાજ્યની વખારો ભરી દીધી હતી. અને સાસુવહુ શરમનાં માર્યાં કાળીકાંબલી શરીર પર નાંખતાં જંગલમાં જઈ કલ્પાંત કરતાં વૃક્ષ નીચે બેઠાં હતાં.
શ્રીધર પંચોલીના સિંહદ્વાર પર વહેલી સવારે આનકને પહેરગીરોએ અટકાવ્યો. આનકે પોતાનો પરિચય કરાવતાં જ પહેરેગીરો આનકને શ્રીધ૨ પાસે લઈ ગયા.
પધારો આનકદેવ.... આજ કાંઈ વહેલી સવારે શ્રીધરની ઝૂંપડી પાવન કરી... મહારાજા તો શાતામાં છે ને ?”
‘શ્રીધરજી – મહારાજ સાચા અર્થમાં શાતામાં નથી, એમણે જ મને તમારી પાસે મોકલ્યો છે.’ આનક બોલ્યો.
મારી પાસે... મને સંદેશો મોકલાવ્યો હોત તો હું મહારાજા પાસે આવી જાત.’ ઠાવકા શ્રીધરે વિવેક કર્યો આનકના વહેલી સવારના અણધાર્યા આગમને શ્રીધરને ચિંતિત તો કરી દીધો હતો.
મહારાજે આજ્ઞા કરી છે કે કુબેરશ્રેષ્ઠિનું રૂદત્તિવિત્તનું ધન જે કાંઈ એના અવસાન પછી ગઈકાલે સાંજે જપ્ત કરી તમારી વખારોમાં રાજ્યવતી ભર્યું છે – એ ‘કુબેરપ્રાસાદ'માં પાછું કરી દો.' આનકે ઠંડે કલેજે કહ્યું.
હૈં... હૈં... શું... શું...’ શ્રીધર પંચોલી માંડ માંડ આટલું બોલી શક્યો. મહારાજનો હુકમ છે...' આનકે કુમારપાળની આજ્ઞા શ્રીધર પંચોલીને સંભળાવી અને એ ચાલી નીકળ્યો.
શ્રીધર પંચોલીને આશ્ચર્ય થયું. આઘાત લાગ્યો. અને ઉદ્યાનમાં આવી બરાડા પાડવા માંડયો...
*
*
*
કુમારપાળ મહારાજ અપાસરે પહોંચ્યા ત્યારે હેમચન્દ્રાચાર્ય વૃક્ષ નીચેના ચોતરા ૫૨ બેઠા બેઠા લહિયાઓને કેટલાક શ્લોકો લખાવી રહ્યા હતા. અપાસરાનું વાતાવરણ ભક્તિ અને જ્ઞાનમય હતું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org