SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ co કલિકાલસર્વજ્ઞ “અરે મંત્રીશ્વર... તમે અહીંયાં... હજી ગયા નથી ?” ઓચિંતી મુંજાલની નજર થાંભલા પાછળથી બહાર નીકળેલા ઉદયનને જોઈને એ બોલ્યા. પાટણના – ગુજરાતના સિંહાસન પરના ઉત્તરાધિકારી વિષે જ્યાં વિચારાઈ રહ્યું હોય - ત્યાં પાટણના સિંહાસનના આ વફાદાર સેવકને ચેન ક્યાંથી પડે.” ‘તમારી વાત સાચી છે ઉદયનજી... આ જુવોને આજે વળી મહારાજને શું સોલો ચડ્યો કે એના ઉત્તરાધિકારીની વાત કાઢીને બેઠા.. મુંજાલ બોલ્યા. મહારાજની આ એક સતત ચિંતા રહી છે. પરંતુ જુવોને... ત્રિભુવનપાલના દીકરાઓ આજે હયાત હોય... પછી... એ બાબતની ચિંતા મહારાજે શું કામ રાખવી જોઈએ. મહિપાલ, કીર્તિપાલ હું કબૂલ કરું છું કે આટલા મોટા સામ્રાજ્યને સાચવી કે વિસ્તારી શકવાની તાકાત વગરના છે, પણ કુમારપાળનું શું ? આજે મહારાજની ખફા દૃષ્ટિમાંથી છટકતા રહેવામાં કોને ખબર ક્યાં રખડતા હશે... એ પ્રતાપી રાજકુમારને વારાંગનાપુત્ર તરીકે નવાજી એનો તો કાંકરો જ મહારાજે કાઢી નાખ્યો.” ઉદયન મંત્રી બોલ્યા. મહારાજના ત્રિભુવનપાલજીના ત્રણેય કુમારો માટેનો તિરસ્કાર જગજાહેર છે” મુંજાલ બોલ્યા. ખાસ કરીને કુમારપાળ પ્રત્યેની મહારાજની ધૃણા – એ યુવાન રાજકુમારની હત્યા કરાવવા સુધી પહોંચી છે. મુંજાલજી... તમે એ ક્યાં નથી જાણતા ?” મંત્રીશ્વર એ નિર્દોષ રાજકુમાર પાછળ મારાઓ મોકલનારો પણ એક વખતનો હું જ મહાઅમાત્ય હતો ને?” મુંજાલ દર્દભર્યા અવાજે બોલી ઊઠ્યા. “અને ભાણેજ સોમેશ્વર પ્રત્યેની લાગણીનો અતિરેક પણ એટલો જ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005290
Book TitleKalikal Sarvagna
Original Sutra AuthorN/A
AuthorJashvant Mehta
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy