________________
૧૪૪
કલિકાલસર્વજ્ઞ
સાંજના સાતના ટકોરે મંદિરના રાજમાર્ગ પરથી ગુર્જરેશ્વર કુમારપાળ એના કલહનાન હાથી પર બિરાજમાન થઈ મંદિરની તરફ આવી રહ્યો હતો. ડંકાનિશાનનો અવાજ કાને પડતાં ભવાની રાશિના ચહેરા પર વિજયી સ્મિત ફરી વળ્યું.
વહેલી સવારે ભવાની રાશિ એના સુખાસનમાં બેસી રાજમહેલમાં આવી નિમંત્રણપત્રિકા ખાસ મહારાજા કુમારપાળ તેમ જ મહારાણી ભૂપાલદેવીને સ્વહસ્તે આપી આવ્યા હતા. ઉદયન મંત્રીની હવેલી અને હેમચન્દ્રાચાર્યના અપાસરાને પણ ભવાનીરાશિ ભૂલ્યા નહોતા. અને બધે હવનાષ્ટમીની સાંજે થનારા હવનમાં ભવાની માતા કટેશ્વરીને પરંપરા મુજબ માતાજીને ભોગ ધરાવવાનો છે.” નો મોઘમમાં “મમરો મૂકતા આવ્યા હતા.
ઉદયન મંત્રી ઊકળી ઊઠ્યા હતા. . હવનઅષ્ટમીના દિવસે બકરાના બલિદાન – જીવ હિંસા - માતાજીના ભોગને નામે હવન વખતે કરવાની તૈયારી ભવાની રાશિ કરી રહ્યા હતા. પાટણની ભોળી પ્રજા સમક્ષ છેલ્લા કેટલાક દિવસથી ધાર્મિક પ્રવચનો અને દેવી ભાગવતના પારાયણના બહાને ભવાનીરાશિ પહોંચીને નવરાત્રીના તહેવારોમાં જો માતાજીને ભોગ નહીં ધરાય તો ગુજરાતનું – પાટણનું ધનોતપનોત થઈ જશે – નો ડર બતાવી લોકલાગણીને ઉશ્કેરી રહ્યા હતા. ભવાનીરાશિ જૈનધર્મ પર ઢળી રહેલા કુમારપાળ તરફ દ્વેષભાવ રાખતા હતા. આચાર્ય દેવબોધને હેમચન્દ્રાચાર્યના વધતા જતા પ્રભાવ સામે વાંધો હતો. ભાવબૃહસ્પતિ સોમનાથના મહંત એક એવી વ્યક્તિ હતી જેને હેમચન્દ્રાચાર્યના જ્ઞાન માટે – સર્વધર્મ સમભાવનાની ભાવના માટે માન હતું.
કેટેશ્વરી માતા... ચૌલુક્યોની કુળદેવી હોવાના કારણે કુમારપાળ મહારાજ. સંપૂર્ણ ભક્તિભાવ સાથે માતાજીના દર્શને મહારાણી સાથે એના કલ્હનન હાથી પર બેસીને આવ્યા હતા. રાજમહેલમાં ઉદયન મંત્રીએ જઈને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org