________________
કલિકાલસર્વજ્ઞ
ભવાનીશિ હવન અષ્ટમીની રાત્રે માતાજીને ભોગ ધરવાનો છે – ની વાત કુમારપાળને કરી ત્યારે એ ગુસ્સામાં ‘હું જોઉં છું. રાજ્યના કાયદાનું ભવાનીરાશિ કેમ ઉલ્લંઘન કરે છે. ‘જીવહિંસા' ગુજરાતભરમાં વર્જ્ય છે.... બોલી ઊઠ્યા હતા.
કુમારપાળનો ક્રોધ જોઈ મંત્રીશ્વર ગભરાઈ ગયા. મહારાજ.... આજે પાટણનો જૈનેતર સમાજ ભવાનીરાશિની મોહમયી ભય પ્રેરીત વાણીમાં આવી ગયો છે. માતાજીના કોપ ઊતરવાની વાત પર પ્રજા ધ્રૂજી ઊઠી છે... અને ભવાનીરાશિ પાછળ એક થઈ ગઈ છે... આવા સમયે બળથી નહીં પણ કળથી કામ લેવાની જરૂર છે...' ઉદયને કહ્યું.
મંત્રીશ્વર, આ બાબતમાં ગુરુદેવની સલાહ લઈએ તો કેવું ?' અતી ઉત્તમ, મહારાજ......
કુમારપાળ અને ઉદયન મંત્રી સુખાસનમાં બેસી હેમચન્દ્રાચાર્યજીને અપાસરે પહોંચી ગયા અને સામે ખડા થયેલા પ્રશ્નનું નિરાકરણ માંગ્યું. હેમરાન્દ્રાચાર્યજી પણ ભવાનીરાશિના નિયંત્રણ અને માતાજીના નામે ભોગ ધરાવવાની વાતથી વિહ્વળ હતા ચિંતિત ખરા.
મહારાજ... મામલો ખૂબ જ નાજુક છે. નવરાત્રીના દિવસોમાં માતાજીની ભક્તિનો એવો તો જુવાળ આવ્યો હશે કે... લોકોના એ પ્રવાહ સામે ટકવું ભારે પડશે.....'
૧૪૫
-
}
Jain Educationa International
‘પરંતુ મહારાજ.... ‘જીવહિંસા' હું એક ક્ષણ પૂરતી પણ નહીં સહી શકું. ‘અહિંસા પરમો ધર્મ'ના ઉપાસકો ની શાન બાનની રાજ્યના કાયદાની ધજ્જીઓ ઊડે એ એક રાજા તરીકે સહન નહીં કરી શકું.’
રાજ..... ધીરજથી કામ લ્યો. કંટેશ્વરી માતા – ચૌલુક્યવંશના કુળદેવીની પૂજાઅર્ચન આજે તમારે કરવાના... ખૂબ જ શાંતિથી ઠંડા દિમાગ સાથે આપણે આજે તો કામ પાડવું જ પડશે. મહારાજ ચિંતા ન કરશો... હું... ‘જીવહિંસા' થવા નહીં દઉં... રક્તનું એક ટીપું પણ પાડ્યા વગર માતા કંટેશ્વરીને પ્રસન્ન કરી લઈશ. આપણે સાંજના મંદિરમાં મળીશું. હું
For Personal and Private Use Only
www.jainelibrary.org