________________
કલિકાલસર્વજ્ઞ
૪૯
દેવચન્દ્રસૂરિના આગમન સાથે કાર્યક્રમ શરૂ થયો.
દેવચન્દ્રસૂરિના ચહેરા પર પ્રસન્નતા પથરાયેલી જોઈ ધંધુકાથી આવેલા ચાંચદેવ અને પાહિનીદેવીની છાતી ગજગજ ફૂલવા માંડી.
મંત્રોચ્ચારથી ગુંજી ઊઠેલા મંડપના મંચ પર દેવચન્દ્રસૂરિ ઉપસ્થિત થતા... જનસમૂહમાંથી “દેચન્દ્રસૂરિ મહારાજનો જય.' નો જયઘોષ ઊઠ્યો. સોમચન્દ્ર... વા... મંચ પર પધારો.... દેવચન્દ્રસૂરિના ગંભીર અવાજે વાતાવ૨ણમાં શાંતિનું સામ્રાજ્ય સ્થાપી દીધું.
સોમચન્દ્રમુનિએ એના આસન પરથી ઊભા થઈ, એક નજ૨ સભામંડપમાં પથરાયેલા માનવમહેરામણ પર નાંખી, ઉદયન મંત્રીની બાજુમાં બેઠેલા દંપતી પર નજર સ્થિર થઈ. એક ક્ષણ પૂરતા વીતરાગી જીવના હૈયામાં હલચલ મચી ગઈ. ઝડપથી નજર ઘુમાવી, મંચ પર બિરાજમાન ગુરુદેવ પર આંખો સ્થિર કરી...
ગુરુદેવના ચહેરા પરની પ્રસન્નતાએ એના હૈયામાં ૫૨મ શાંતિનો અનુભવ કરાવ્યો.... એણે ધીમા પગલે મંચ પર ઊભેલા દેવચન્દ્રસૂરિ મહારાજ તરફ જવા ડગલાં માંડ્યાં... ચિત્ત શાંત, હૈયા અને હોઠેથી ઊઠતા... ‘નવકારમંત્ર’નો એક એક શબ્દ સોમચન્દ્રના હૈયામાં આ ક્ષણોમાં-શાંતિનો ઉજાસ પાથરી રહ્યો હતો. ધીમાં ડગ ભરતા સોમચન્દ્રમુનિ ગુરુદેવ પાસે પહોંચતાં જ એના ચરણોમાં ઢળી પડ્યા... દેવચન્દ્રસૂરિએ સોમચન્દ્રમુનિને એમના બન્ને બાહુમાં ઝીલી લીધા અને... પ્રેમથી હૃદયસરસા ચાંપી દીધા.... અને કશા જ શબ્દના ઉચ્ચારણ વગર એમની કંથા સોમચન્દ્રમુનિને ઓઢાડી દીધી.... અને એક ક્ષણની પરમ શાંતિ પછી બોલી ઊઠ્યા.
સોમચન્દ્ર મુનિ... માટે વર્ષો પહેલાં - એના જન્મ પહેલાં - અને પછી મેં ભવિષ્ય ભાખ્યું હતું કે આ બાળક એક મહાન આચાર્ય બનશે અને જિનશાસનને ગૌરવ બક્ષનારો મહાપુરુષ બનશે... આજે મારું એ સ્વપ્ન સાકાર બને છે. સંવત ૧૧૫૦માં સ્તંભતીર્થ ખાતે ચાંગ’ નામના પાંચ વર્ષના બાળકને દીક્ષિત કરી એનું નામ ‘સોમચન્દ્ર' રાખ્યું હતું, તે સોમચન્દ્ર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org