________________
૫૦
કલિકાલસર્વજ્ઞ
આજે સંવત ૧૧૬ ૬ના અક્ષયતૃતિયાના દિને - આપણા ધર્મનું - આપણા સાધુ સમાજનું સાચું હેમ” હેમચન્દ્રાચાર્યસૂરિ સ્વરૂપે દીક્ષિત થઈ રહ્યા છે.... આજે મારી કંથા મેં એમને ઓઢાડી છે... અને મારા આચાર્યપદથી હું એને સકળસંઘ સમક્ષ નવાજું છું.... બોલો ભગવાન મહાવીર સ્વામીનો જય... હેમચન્દ્રાચાર્યસૂરિનો જય...”
ગુરુદેવ ધન્ય થયો... જીવ્યું જગતે સાર્થક થયું..” કહેતાં – ક્ષણ પહેલાનાં સોમચન્દ્રમુનિ, હેમચન્દ્રાચાર્યજી - ગુરુદેવને પ્રણામ કરવા નીચા નમ્યા, ત્યાં જ દેવચંદ્રસૂરિએ એના હાથ પકડી લીધા અને બોલી ઊઠ્યા... આચાર્ય દેવો ભવ...”
સોમચન્દ્રમાંથી હેમચન્દ્રાચાર્ય બનેલા સાધુએ ઉદયન મંત્રીની બાજુમાં બેઠેલા આધેડ વયના દંપતી સામે નજર કરી પતિ-પત્નીની આંખોમાંથી હર્ષનાં આંસુની ધારા વહી રહી હતી. હેમચન્દ્રાચાર્યજી એનાં માતા-પિતાને ઓળખી ગયા... એક ડગલું આગળ વધ્યા, ત્યાં જ માંયલાનો. વીતરાગી જીવ બોલી ઊઠ્યો...... “સાધુ માટે કોણ મા... કોણ બાપ.... મોહનાં બંધનોથી મુક્ત માણસ માટે - સાધુ માટે તો વસુધૈવ કુટુંબકમ્....”
ચાંચદેવ અને પાહિનીદેવી ઊભા થઈ ગયા. હેમચન્દ્રાચાર્યજીના મનમાં સારી એવી ગડમથલ સર્જાઈ ગઈ હતી. પાહિનીદેવીને મંચ તરફ આવતા જોઈ, હેમચન્દ્રાચાર્યથી રહેવાયું નહીં. એ લથડતી ચાલે એના તરફ આવતી સંસારી માતા તરફ ધસી ગયા. અને “અરે મા...... - કહેતાં પાહિનીદેવીને ભેટવા જતા હતા ત્યાં જ પાહિનીદેવીનો ઘેઘૂર અવાજ વાતાવરણમાં ફરી વળ્યો : “ના...ના...ના... આચાર્ય હેમચન્દ્રસૂરિ... આ મહામૂલા માનવદેહને ક્ષણિક મોહ અને માયામાં ઝબોળી તમારા તમને, જ્ઞાનને, ધર્મ અને કર્મને ના અભડાવશો....”
નહીં મા... તમારા આગમને આપણા પ્રથમ તીર્થકર ઋષભદેવને નિહાળતા જેમ એની માતાનાં પ્રજ્ઞાચક્ષુ ખૂલી ગયાં હતાં એમ મા તમારાં પ્રજ્ઞાચક્ષુ ખૂલી રહ્યાં છે. ક્ષણેક માટે ભગવાન તથાગત જેવાને પણ પત્ની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org