________________
કલિકાલસર્વજ્ઞ
દેવી... આજન્મ યોગી થવા સર્જાયેલા બાળક ચાંગને તમારી ક્ષણભંગુર મમતાના બંધનમાંથી મુક્તિ આપી જીનપ્રભુને શરણે ધરી, તમે જ દીધેલો “કોલ નિભાવી, તમારું જીવતર ધન્ય કરી દ્યો. રાજમાતા મીનળદેવીની વાત તો તમે સાંભળી હતી ને ?” દેવચન્દ્રસૂરિજી બોલ્યા.
“ગુરુદેવ... તમે મારા એકના એક લાડલા દીકરાને – અમારા એકના એક જીવનાધારને – આટલી નાની કુમળી ઉમરે તપશ્ચર્યાની કપરી વિકટયાત્રાનો યાત્રિક બનાવવા ઇચ્છો છો ” કકળતી આંતરડીનો પડઘો પાહિનીદેવીના શબ્દોમાં પડતો હતો.
દેવી, યોગી થવા, સાધુ થવા જન્મેલા – જગતના સંસારી જીવોનું કલ્યાણ કરવા જન્મેલા આ “આત્માની બાળકની પ્રતિભાને તમે ઓળખો દેવી, પ્રતિભાને ઓળખો.” દેવચન્દ્રસૂરિ બોલ્યા.
“ગુરુદેવ... ચાંગના હોઠ પર હજી તો માતાના થાનેલાના દૂધનાં ટીપાં પણ સુકાણાં નથી – હજી તો હૈયેથી માનું વાત્સલ્ય મારા લાડલા પર ઝરી રહ્યું છે. ત્યાં ત્યાં તમે એને સાધુના સ્વાંગે મઢી લેવા માંગો છો ?” પાહિનીદેવીની અંદરની “માતાના વલોપાતે ક્ષણ ભર તો સાધુ - દેવચન્દ્રસૂરિજીના હૈયામાં પણ થોડીક ક્ષણો માટે ખળભળાટ સર્જી દીધો.
દેવી જેવી તમારી ઈચ્છા... મને દુખ એ વાતનું રહેશે કે જગતના મહાન ધર્મનો પ્રહરી થવા સર્જાયેલો આત્મા’ – ક્ષણભંગુર લૌકિક વ્યવહાર જગતમાં ખૂંપી એના આત્માનું કલ્યાણ ખોઈ બેસવાનો....” દેવચન્દ્રસૂરિના. નિરાશાજનક સ્વરે પાહિનીદેવીના હૈયાને પણ ક્ષણ પૂરતું ખળભળાવી મૂક્યું.
એક નજર ચાંગ પર નાંખી....
ચાંગ દેવન્દ્રસૂરિના આસન પાસે પડેલા ધાર્મિક ગ્રંથને સમજ્યા કર્યા વગર આમથી તેમ ઊથલાવી રહ્યો હતો.
‘ગુરુદેવ. આજે એના પિતા પરદેશમાં છે. ચાંગ એને ખૂબ જ વહાલો છે, પરદેશથી પાછા ફરતાં જ એના પ્રેમાળ પિતા દીકરા પર વ્હાલની હેલી વરસાવતા એના પ્યારમાં ડૂબી જાય છે. બાળક ચાંગને તમારે ચરણે ધરી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org