________________
કલિકાલસર્વજ્ઞ
૧૭
દઉં તો પછી એને શો જવાબ આપું ? ભૌતિક સુખ, મોહ અને ધનના ઢગલામાં રાચતા પિતાને હું કેમ કરીને ચાંગની ધાર્મિક પ્રતિભા, શક્તિ અને ધર્મની ધજા લહેરાવનારા આવતીકાલના આચાર્ય તરીકે રજૂ કરી શકું? ધર્મ કરતાં ચાંગ એના પિતાને વધુ વહાલો છે, ગુરુદેવ.'
દેવચન્દ્રસૂરિ મનમાં હરખાયા. પાહિનીદેવી એના વલણમાં થોડીક ઢીલી પડી હતી. અને એટલે હવે એના પતિ - ચાંગના પિતાને આગળ કરતી. દલીલો કરવા માંડી હતી.
દેવી, જગતના સાંસારિક જીવોનું આ જ તો દુઃખ છે. દીકરાની ધર્મશ્રદ્ધા પર તમારા વાત્સલ્યનો વિજય કરાવવા તમે મથતા રહો છો, ભક્તિ મોહના પૂરમાં તણાતી રહી છે. આ ક્ષણિક સંસાર તપને સાધુત્વ – સાધુધર્મથી વધારે પ્યારો લાગે છે. દેવી આ લાગણી, આ સંસાર, આ મોહ ક્ષુલ્લક છે, અલ્પજીવી છે. અસાર છે. આત્માના કલ્યાણ માટે બાધક છે. દેવી વિચાર કરો. યાદ કરો કે આ બાળક - સ્વપ્નમાં તમે અનુભવેલા તેજવલયનું ફળ છે. આ તેજોવલય - સાંસરિક દાંપત્યજીવનના પરિપાકનું ફળ નથી....દૈદીપ્યમાન – તેજોમય - પરમાત્માનો એક અંશ તેજોવલયના સ્વરૂપે તમારે ત્યાં “ચાંગના નામે આવ્યો છે. પ્રભુનો સંદેશ જગતના ખૂણે ખૂણે પ્રસરાવવા આવ્યો છેધર્મની સ્થાપના કરવા – ધર્મને જીવંત રાખવા પ્રભુએ આ જીવને પૃથ્વીના પાટલે પાઠવ્યો છે. ત્યારે એની શક્તિ, પ્રતિભા, ભક્તિ અને ધર્મ પ્રત્યેની અખૂટ શ્રદ્ધા અને અનુપમ અનુરાગ પર ક્ષણિકમોહના આવેશમાં આવી – એના જીવનને ઊર્ધ્વગામી બનાવવામાં અવરોધરૂપ ન બનો દેવી.”
દેવચન્દ્રસૂરિની વાણીએ પાહિનીદેવીને વિચાર કરતા કરી દીધી... ગુરુદેવની વાણીમાંથી જીવનની ક્ષણભંગુરતાનું સત્ય નીતરતું હતું.
એક દૈવી જીવના ઊર્ધ્વગમનના અવરોધરૂપ ન બનવાની લાગણીભરી વિનંતી હતી.
પાહિનીદેવીએ એક નજર ચાંગદેવ પર નાંખી. એ તો એની મસ્તીમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org