________________
કલિકાલસર્વજ્ઞ.
૧૩૩
‘હા મહારાજ, પરંતુ આપના હુકમથી એ ખૂબ ભડક્યો છે. એના ઉદ્યાનમાં લોકોના સમૂહ આગળ બરાડા પાડતો ‘હું લૂંટાઈ ગયો... બરબાદ થઈ ગયો... મારા ઠેકાના પટ્ટાનું શું ?”
અચ્છા.... અને લોકો વચ્ચે કેવા મારા નિર્ણય માટેના પ્રત્યાઘાતો પડ્યા છે આનક.. ”
લોકો. તમારો યજ્યકાર બોલાવે છે પરંતુ ધર્માચાર્યો, રાજપુરુષો, વિદ્યાપીઠના આચાર્યો, યોદ્ધાઓને ચિંતા એક જ વાતની છે કે દર વર્ષે બોંતેરલક્ષ દ્રમ મહારજા હવે ક્યાંથી મેળવશે... આ ધનમાંથી તો પ્રજાનાં લોકોપયોગી કાર્યો, યુદ્ધના શસ્ત્રસરંજામ, મંદિરોનાં નિર્માણો... માટેની ધનરાશિ ક્યાંથી મેળવશે....’
કુમારપાળ એક ક્ષણ માટે તો આનકની વાત પર વિચારમાં પડી ગયો. આનક દ્વારા પ્રજાના ઉન્નતભ્રૂ સમાજના માણસોના પ્રતિભાવોમાં પણ તથ્ય તો હતું જ કુમારપાળે આનકને કંઈક અનોખા આત્મવિશ્વાસ સાથે કહ્યું,
આનક... માનવસેવાનાં કાર્ય માટે જાતને કુરબાન કરવાની ક્ષણો હજી જિંદગીમાં નથી આવી, પરંતુ ધનના સદુપયોગ માટેની પળ તો આવીજ છે તો એનો ઉપયોગ કરી લેવો... બાકી પ્રજાનાં કલ્યાણકાર્યો માટે.. પ્રજા પણ એનો સહયોગ દે એ જરૂરી છે....’
કુમારપાળે જ્યારે હેમચન્દ્રાચાર્યજીના અપાસરામાં પગ મૂક્યો ત્યારે અંતરમાં એક વિચાર રણઝણી ઊઠ્યો. અને એ વિચાર હેમચન્દ્રાચાર્ય પાસે મૂકવાની તક શોધતો હતો ત્યાં જ હેમચન્દ્રાચાર્યજી હર્ષન્વિત સ્વરે બોલી ઊઠ્યા....
ધન્ય ધન્ય મહારાજ, ધર્મના પંથે કર્તવ્ય દ્વારા આપનું આ મંગલ પ્રસ્થાન સરાહનાને પાત્ર • અભિનંદનને પાત્ર છે. સમગ્ર ધર્મ દર્શનનાં મૂળતત્ત્વોનો સમન્વય સાધવામાં આવે તો સત્ય અને અહિંસા એ બે જીવનાધારના મૂળ આજના આપના નિર્ણયમાંથી મળી આવે છે.’
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org