________________
૧૭૦
કલિકાલસર્વજ્ઞ
તો વાર શેની છે. ગુરુદેવ... આપ તો સર્વ શાસ્ત્રના જ્ઞાતા છો. વનસ્પતિશાસ્ત્રનાં પુસ્તકોમાંથી આ સુવર્ણવેલની શોધ કરી આ કાર્યક્રમ શરૂ કરી દઈએ તો કેવું.” રામચન્દ્રસૂરિએ કહ્યું.
“વત્સ એ સુવર્ણવેલની વિગત મારા ગુરુદેવ દેવચન્દ્રસૂરિ પાસે છે...” હેમચન્દ્રાચાર્ય બોલ્યા.
અને પાટણના મહારાજની આગેવાની નીચે દેવચન્દ્રસૂરિજીને પટ્ટણીઓ પાટણ પધારવા વિનંતી કરવા ગયા. આચાર્ય દેવચન્દ્રસૂરિ, હેમચન્દ્રાચાર્યજીના અપાસરે આવ્યા છે -- ના સમાચાર સાંભળી કલહનન હાથી પર બેસી. હેમચન્દ્રાચાર્યજીના અપાસરે આવ્યા. - ઉદયન મંત્રી, દેવચંદ્રસૂરિને વંદના કરવા અપાસરે આવ્યા ત્યારે ચર્ચાનો ઝોક જામ્યો હતો.
મંત્રીશ્વર... ઈન્દ્રની કોઈ અપ્સરાના લાવણ્યસમા હજારો કનકકળશોથી – વિદ્વત્તાસભર વાડુમયથી સત્ય, અહિંસા, જીવદયા અને મનિષેધ જેવા ધર્માચરણથી શોભતી ભવ્ય પાટણનગરીમાં વર્ષો પછી આવતાં આનંદ અનુભવું છું.'
મહારાજ. આ બધાં સત્કર્મોના અધિકારી તો ગુરુદેવ... આપના શિષ્ય અને મારા ગુરુદેવ હેમચન્દ્રાચાર્યજી છે. અમારી બધી જ પ્રવૃત્તિના પ્રેરણાસ્ત્રોત તેઓ છે... કુમારપાળે કહ્યું.
દેવચન્દ્રસૂરિએ એની પ્રેમાળ નજર એના પટ્ટશિષ્ય હેમચન્દ્રાચાર્ય પર નાંખી. વર્ષો પહેલાં ધંધુકાના નગરશ્રેષ્ઠિને ત્યાં ગોચરી વહોરવા જતાં ભાખેલું ભવિષ્ય - આજે ચાંગમાંથી હેમચન્દ્રાચાર્ય જેવા વિદ્વાન શિષ્ય બનેલામાં સાચું પડેલું જોતાં હૈયે હરખ નહોતો સમાતો.
‘ગુરુદેવ... પાટણ માટે આ નવું નથી... આવી અલકાપુરી જેવી નગરી, પરદુઃખભંજન વિક્રમને પણ ભૂલાવી દે તેવા રાજર્ષિ ઋષિ જેવું સરળ જીવન ગાળતા સમર્થ મહારાજા કુમારપાળ અને...'
‘અમારા હેમચન્દ્રાચાર્ય જેવા ગુરુ મહારાજ પાટણની નગરીને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org