________________
કલિકાલસર્વજ્ઞ
૧૬૧
શિષ્યોના ચહેરા ગુરુદેવની હાલત અને વર્તનના કારણે શરમથી ઝૂકી ગયા હતા. ભવાનીરાશિ – જે વર્ષો પહેલાં આશ્રમમાં આવ્યો હતો એ પણ મંદિરનું પવિત્ર વાતાવરણ શરાબની બદબૂથી ખરડાઈ ગયાનો અફસોસ કરતા સમસમીને બેસી રહ્યા હતા.
દેવબોધજી. કુમારપાળના કરડા અવાજે સૌ કોઈને એક ક્ષણ માટે તો ધ્રુજાવી દીધા.
“આજ્ઞા મહારાજ... કલિકાલસર્વશજી...” આચાર્ય દેવબોધ લથડિયાં ખાતાં હેમચન્દ્રાચાર્ય પાસે જતાં બોલી ઊઠ્યો.
‘દેવબોધજી... હોશમાં આવો... મહાશિવરાત્રી જેવા પવિત્ર દિવસે, આપના આરાધ્ય દેવનો તો મલાજો રાખો. ઊકળી ઊઠેલા ઉદયન મંત્રી બોલ્યા,
મહારાજ. મંત્રીશ્વર... આ તમારા બડાજોગી કહે છે ને એ.. આ સૂરા... તો મુક્તિમાર્ગે... અરિહંત પાસે પહોંચવાનું મહાદ્વાર છે. અરે ભૈયા મહારાજ કે લીયે સુવર્ણપાત્રમાં સૂરા લાવોઆજ તો મેરે આંગનમેં... બડો મહેમાન આયો હૈ... રાજાધિરાજ. ગુજરશ્વર... ચૌલુકય કુલવંશી... મહર્ષિ કુમારપાળજી” આચાર્ય દેવબોધના બોલવાનાં ઠેકાણા નહોતાં. • દેવબોધજી...' કુમારપાળ લગભગ ત્રાડ પાડી ઊઠ્યો.
મારે તમને યાદ કરાવવું પડે છે કે પાટણનગરી અને ગુર્જપ્રદેશમાં મદ્યપાન પર કડક પ્રતિબંધ છે. આ ઘડીએ જ તમારો આ તમાશો બંધ કરાવો... શરાબનાં પીપો... નજીકના ખેતરોમાં ઠાલવી દ્યો...” કુમારપાળે કહ્યું.
- “આચાર્યજી... આપ જેવા વિદ્વાન આચાર્યને આ શોભે છે? ઉદયન મંત્રી નમ્ર સ્વરે કહ્યું
મંત્રીશ્વર, સૂરા માનવીને સ્વર્ગમાં પહોંચાડી દે છે. આચાર્ય દેવબોધ બોલ્યા.
એ જ વખતે આચાર્ય દેવબોધના બે શિષ્યો સોનાના તાસકમાં
૧૧.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org