________________
કલિકાલસર્વજ્ઞ
ઉપરથી ઊતરતા કુમારપાળને સાવ સામાન્ય જનતાના અદના સેવક હોય એવી રીતે ઊતરી પાયત્રાણ ઉતારી મંદિરની દિશામાં ગતિ કરતાં જોઈ રહ્યો.
૧૬૦
પધારો પરમાહર્ત રાજર્ષિ ચૌલુક્યવંશના શિરોમણિ મહારાજ કુમારપાળજી... ભૃગુકચ્છ અને કાન્યકુબ્જના શિવસેવક આચાર્ય દેવબોધજી... એના આશ્રમમાં આપનું ભાવભર્યું સ્વાગત કરે છે.’ કહેતાં આચાર્ય દેવબોધ લથડતા પગલે, ધ્રૂજતા હાથે કુમારપાળજીનો હાથ પકડી સુખાસન તરફ દોરી ગયા. શિવાલયના પરિસરમાંથી આરતી કરતી નૃત્યાંગનાઓએ કુમારપાળનું સ્વાગત કર્યું.
દેવબોધજી... આપ જેવા ભરતખંડના ચારે દિશાઓનાં પ્રખ્યાત એવા આચાર્ય ઊઠીને આજના પવિત્રદિને શરાબનું સેવન જાહેરમાં કરી રહ્યા છો ?' કુમા૨પાળે આચાર્ય દેવબોધનો હાથ છોડી, મંદિરના પરિસરનાં પગથિયાં ચડવાનું શરૂ કર્યું. કુમારપાળની આંખો ચોતરફ ફરી વળી, ઉદયન મંત્રી ક્યાંય દેખાતા નહોતા. ગુરુવર્ય હેમચન્દ્રાચાર્ય આવી રહ્યા છે – ના સમાચાર મળતાં કુમારપાળે નિરાંત અનુભવી. આચાર્ય દેવબોધે ઉદયનને આશ્રમમાં પ્રવેશતો જોઈ... એ ડોલતા ડોલતા એના તરફ ધસ્યા...
“આઈએ... પધારીએ મહાન ગુર્જર પ્રદેશના મંત્રીશ્વર ઉદયન... આઈએ.... પધારીએ... બૈઠીએ....
કુમારપાળ સામે નજર કરતાં ઉદયન મંત્રીએ એના સ્થાને બેઠા ત્યાં જ... આચાર્ય દેવબોધનો પહાડી અવાજ ગાજી ઊઠ્યો.
આઈએ... આઈએ.... મેરા યુવા જોગી.... આઈએ...' કહેતાં આચાર્ય દેવબોધ આશ્રમમાં એના શિષ્યો સાથે પ્રવેશતા હેમચન્દ્રાચાર્યજીનો હાથ પકડી એના આસન તરફ લઈ જવા પ્રયત્ન કરતો હતો ત્યારે હેમચન્દ્રાચાર્યજી હાથનો હળવો ઝટકો મારી આચાર્ય દેવબોધની પક્કડમાંથી છૂટી એના નિયત સ્થાન પર જઈને બેસી ગયા. એમના શિષ્યો ગુરુની પાછળ જઈને એમના આસન પાથરી બેઠા.
સમારંભનો માહોલ બદલાઈ રહ્યો હતો. આચાર્ય દેવબોધના
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International