________________
કલિકાલસર્વજ્ઞ
અને એ સપનાંમાં જ આ પળ પર્યત ઝૂલી રહી હતી.... હૈયાની આ વાત કહેવા એ અધીરી થઈ ગઈ હતી. પરંતુ એ વાતનો સાંભળનારો પિયુ પરદેશ જઈને બેઠો હતો. વિશાળ મહાલયનો એકાંત પાહિનીદેવીના દિલને ડંખી રહ્યો હતો, વ્યાકુળ કરી રહ્યો હતો. - ઝરૂખામાં સુખાસન પર બેઠેલી પાહિનીની આંખોમાં અણધારી ચમક ઊપસી આવી. હૈયું આનંદવિભોર થઈ ગયું. શ્વેતવસ્ત્રધારી ભગવંત આચાર્ય દેવચન્દ્રસૂરિ મહારાજ એના વિશાળ પ્રાસાદમાં પ્રવેશી રહ્યા હતા... પાહિની દોડીને મુખ્ય દ્વાર પાસે પહોંચી ગઈ, અને દરવાજો ખોલતાં જ આચાર્ય દેવચન્દ્રસૂરિજીને વંદના કરતી બોલી ઊઠી.
પધારો ભગવત્ત... શ્રાવિકા પાહિનીદેવીના પાયલાગણ સ્વીકારો. ગુરુદેવ....'
ચાળીસેક વર્ષના પ્રતિભાવંત વ્યક્તિત્વ ધરાવતા શ્વેતવસ્ત્રધારી મુનિ દેવચન્દ્રસૂરિ એક ક્ષણ પૂરતાં પાહિનીદેવી સામે જોઈ રહ્યા. પાહિનીના ચહેરા પર અનોખું તેજ પ્રસરેલું હતું. આંખોમાં શ્રદ્ધા અને ભક્તિનો સમંદર એકી સાથે ઊછળી રહ્યો હતો.
દેવી... શ્રાવક ચાંચ હાલમાં અહીં નથી કે શું ?' પરદેશની ખેપે ગયા છેગુરુદેવ’ – પાહિની બોલી. બધું ક્ષેમકુશળ તો છે ને ?
આપની કૃપા છે... ગુરુદેવ પાહિની બોલીને અટકી ગઈ. હૈયામાં ગડમથલ સર્જાતી જતી હતી... ફરી પેલો અજંપો એના તન અને મન પર ફરી વળ્યો.
ભગવત્ત.” પાહિની બોલી. ને અટકી ગઈ.
દેવી શી વાત છે... અટકી કેમ ગયાં? ક્ષોભ ન રાખશો. બાકી આજકાલ... તમારા ચહેરા પર મૂંઝવણની જગ્યાએ આનંદની લહર ઊડતી હોવી જોઈએ.” દેવચન્દ્રસૂરિ પાહિનીના ચહેરા પર એની નજર સ્થિર કરતાં બોલ્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org