SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ કલિકાલસર્વજ્ઞ ૬૩ એમને નજીક આવી રહેલા પાટણના પ્રજાજનો ૫૨ દૃષ્ટિ કરતાં બોલી ઊઠ્યા. આચાર્ય હેમચન્દ્રાચાર્યનો જય'ના નાદ સાથે ઉદયન મંત્રી, વાગ્ભટ્ટ, કવિ શ્રીપાલ, ભાવબૃહસ્પતિ ઇત્યાદિ સાથે હેમચન્દ્રાચાર્ય સામે ઊભા રહી ગયા. ગુજરાતની અસ્મિતાના કર્ણધાર હેમચન્દ્રાચાર્ય મહારાજશ્રી, આપના પાવન પગલા - ગૂર્જરગિરાના પાટનગર અણહિલવાડ પાટણમાં થતા... ભારતીય સંસ્કૃતિનાં અણમોણ રત્નશા હેમચન્દ્રાચાર્યજી આપનું સ્વાગત છે....’ કહેતા ઉદયન મંત્રીએ હેમચન્દ્રાચાર્યજીનું પાટણની પ્રજાવતી ભાવભીનું સુગંધી પુષ્પોથી સ્વાગત કર્યું. એની સાથે આવેલા બન્ને શિષ્યોનું પણ પાટણના નગરશ્રેષ્ઠિઓએ સ્વાગત કર્યું. અને બરોબર એ જ સમયે બર્બરકજિષ્ણુ - માલવવિજેતા - ગુર્જરેશ્વરના આગમનની છડી પોકારાઈ.... વિદ્યા અને વિદ્યાધરના સન્માન પછી શૌર્ય અને શૂરવીરનું સ્વાગત કરવા પાટણના પ્રજાજનો તલપાપડ થઈ ગયા હતા. મહારાજના આગમનની પોકારાયેલી છડી સાથે પટ્ટણીઓમાં પણ સ્વાગતઘોષ વાતાવરણમાં ફરી વળ્યો. માલવા જીતી સિદ્ધરાજ ગુર્જરેશ્વર પોતાની સાથે અવંતી, ઉજ્જૈનના ગ્રંથભંડારોમાંથી અનેક ગ્રંથો લાવી રહ્યા હતા. હેમચન્દ્રાચાર્યજીને આનંદ થયો. ધૂળની ડમરીઓ, ડંકા-નિશાન અને રણભેરીના નિનાદથી વાતાવરણ ધમધમી ઊઠ્યું. રામચન્દ્ર... બાલચન્દ્ર... આ માનવમહેરામણમાં આપણે ક્યાંક હડફેટે આવી જઈએ એ પહેલાં... સામે દેખાતી બંધ દુકાનના ઓટલા પર જઈને શાંતિથી ઊભા રહી જઈએ....' હેમચન્દ્રાચાર્ય બોલી ઊઠ્યા. ‘ગુરુદેવ જેવી આશા.’ કહેતાં ગુરુ અને શિષ્યો બંધ દુકાનના ઓટલા ૫૨ ચડી ગયા. ઓટલો મોટો અને સહજ ઊંચો હતો. રસ્તા પરની ગતિવિધિ, દોડધામ અને ધમાલ જોઈ શકાતી હતી. સિદ્ધરાજ જયસિંહને એના માનીતા હાથી શ્રીકરણ પર આરૂઢ થઈને ધીમેધીમે.. તેની તરફ આવતો જોયો. હેમચન્દ્રાચાર્યે એક નજર ગુર્જરેશ્વ૨ પર નાંખી. ચહેરો સ્પષ્ટપણે For Personal and Private Use Only www.jainelibrary.org Jain Educationa International
SR No.005290
Book TitleKalikal Sarvagna
Original Sutra AuthorN/A
AuthorJashvant Mehta
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy