________________
જ0
કલિકાલસર્વજ્ઞ
આહંતધર્મ, અરિહંતધર્મ, અને અનેકાન્ત દર્શન' એકથી વધુ દૃષ્ટિકોણથી જોવા - વિચારવાની વિશદ્ ચિંતનધારા અને વીતરાગધર્મ - રાગ અને દ્વેષ વિનાના પરમાત્માનો ધર્મ ગુરુદેવ આ ત્રણ આધારશિલાના આધારે “પરમેષ્ઠિનો પરમપદ મોક્ષની પ્રાપ્તિ થાય છે.” સોમચન્દ્ર કશોય ખચકાટ અનુભવ્યા વગર અનોખા આત્મવિશ્વાસ સાથે જવાબ આપ્યો.
દેવચન્દ્રસૂરિ મનોમન શિષ્યના જવાબથી ખુશ થયા.
“જીવ કેવળદર્શીનું પરમપદ ક્યારે પામે છે ? દેવચન્દ્રસૂરિનો પ્રશ્ન હવામાં ઊછળ્યો.
‘ગુરુદેવ સત્ય, અહિંસા અને તમામ જીવમાત્ર પદાર્થ અને પર્યાયને, વિચાર અને વૃત્તિને જોનાર કેવળદર્શીનું પરમપદ પામે છે.”
સોમચન્દ્રની આજુબાજુ બેઠેલા સાધુઓ, ભગવત્તો, શિષ્યો... સોમચન્દ્રના જવાબો સાંભળી ઝૂમી ઊઠ્યા. ગુરુદેવ દેવચન્દ્રસૂરિ પણ મનોમન - જગતને ચોતરે - એક પ્રતિભાસંપન યુગાવતાર - ભગવન્તને સાધુને મૂકી જવાના છે. એના પર ગૌરવ અનુભવતા સંતોષનું સ્મિત વેરી રહ્યા હતા.
સોમચન્દ્ર “આજ્ઞા ગુરુદેવ.” ધર્મમાત્રનું અંતિમ ધ્યેય - સાધ્ય કર્યું ? મુક્તિ.... મોક્ષ. નિર્વાણ...” મુક્તિ પ્રાપ્ત કરવાનાં સાધનો કયાં ?” ગુરુ-
શિષ્ય વચ્ચે વિષદ - ગંભીર સવાલ-જવાબોની રમઝટ બોલી રહી હતી અને શિષ્યગણ તેમ જ ભગવન્તો, સાધુઓ, મુમુક્ષુઓ અને અપાસરામાં દર્શનાર્થે આવેલા શ્રાવકો - સંસારીજનો રંગાઈ રહ્યા હતા. સૌ કોઈને લાગતું હતું કે જિંદગીમાં જ્ઞાનપ્રાપ્તિની આવી પળો ક્યારેક જ સાંપડતી હોય છે.
‘ગુરુદેવ મુક્તિ પ્રાપ્ત કરવાનાં સાધનો, મારી સમજ મુજબ અહિંસા,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org