________________
કલિકાલસર્વજ્ઞ
૭૧
રાજનું આપ અટકી કેમ ગયા ? મહાઅમાત્ય વાત શી છે ?” હેમચન્દ્રાચાર્યે પૂછવું.
આચાર્યશ્રી, મહારાજે બાર બાર વર્ષના રાતદિનના ભીષણ યુદ્ધ પછી માલવદેશ પર વિજય તો મેળવ્યો, પરંતુ માળવા અને માલવનરેશની વિદ્વત્તા, જ્ઞાન, સંસ્કારિતા અને અભ્યાસ પર વિજય ન મેળવી શક્યા એનો એને રંજ છે.” મુંજાલે કહ્યું.
“આચાર્યશ્રી, ભોજ અને મુંજની નગરીમાં જ્ઞાન અને વિદ્યાનું જે વર્ચસ્વ છે, સંસ્કારિતાનો આભને આંબતો ઊંચો આંક છે, એની સામે આપણા લોહિયાળ વિજયનું મૂલ્ય કેટલું ? આપણી આ વિજયી વૈભવી સૃષ્ટિમાં મા સરસ્વતીનું – મા સંસ્કારિતાનું સ્થાન ક્યાં ? દર્દભર્યા સ્વરે સિદ્ધરાજ જયસિંહે હૈયાની વાત રજૂ કરી.
“રાજન, તમારા હૃદયમાં તમારી ભાવના, તમારું ગૌરવ, સાહિત્ય, સંગીત અને કલાઓ વિદ્યાઓ પ્રત્યેનો આદર અને એ ક્ષેત્રોમાંના વિકાસ માટેની દિલચસ્પી અને સંસ્કારવિહોણા આપણા ગુજરાત....”
આચાર્યશ્રી....અધવચ્ચેથી જ હેમચંદ્રાચાર્યની વાતને કાપી નાંખતાં સહજ અસ્વસ્થ થયેલા મહાઅમાત્ય મુંજાલ બોલ્યા.
હેમચન્દ્રાચાર્યજીના મુખેથી સરી પડેલા સંસ્કારવિહોણા શબ્દ પર અનેક સભાસદોનાં ભવાં પણ ઊંચકાયાં.
આચાર્યશ્રી, અવિનય થતો હોય તો ક્ષમા કરજો પણ આપણું ગુજરાત અભણ હશે પરંતુ સંસ્કારવિહોણું તો નથી જ... પાટણના શ્રેષ્ઠિઓ, ગુજરાતભરના કવિઓ, સુભટો, શૂરવીરો અને મૂળરાજ સોલંકીથી આજસુધીના ચૌલુક્વેશ્વરોએ તો પાટણની - ગુજરાતની ગૌરવગાથા રચવાનું કાર્ય કર્યું છે.”
મહાઅમાત્યજી... પાટણ ગુજંપ્રદેશ સોલંકીકુળના ગુજરશ્વરોની વતનપરસ્તી, શ્રેષ્ઠિઓની વ્યાપારકુશળતા અને જાન હથેળીમાં રાખી જંગ ખેલતા જવાંમર્દોનો લાડીલો ગરવો પ્રદેશ છે, પરંતુ આપણી માતૃભાષા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org