________________
કલિકાલસર્વજ્ઞ
સાનંદ દોરી ગયા... અને સંસ્કૃત શ્લોકોની રમઝટ વચ્ચે રાજ્યસિંહાસન ૫૨ કુમારપાળે સ્થાન લીધું... ત્યારે એનું હૃદય ગદિત થઈ ગયું.
આંખો સામે આલિંગ કુંભાર, હુડો ખેડૂત, શ્રીદેવી ઉદયન મંત્રી, હેમચન્દ્રાચાર્ય... ખડા થઈ ગયા... એના રઝળપાટ દરમિયાન ભૂખ્યા તરસ્યા, ચૌલુક્યવંશના રાજકુમારને આ બધાનો સ્નેહભર્યો સથવારો, નિઃસ્વાર્થ પ્રેમ, અને હૂંફ મળ્યાં હતાં. હેમચન્દ્રાચાર્ય પર નજર સ્થિર થઈ ગઈ... ગુરુસમા હેમચન્દ્રાચાર્યજીના ચહેરા પર સ્મિત રમતું હતું. કુમારપાળ હેમચન્દ્રાચાર્યજી ત૨ફ વળ્યો અને વંદન કર્યાં....
૧૧૬
મહારાજ... આજે માગશર વદ ૪ ને રવિવાર સંવત ૧૧૯૯ ના શુભ દિવસે મહારાજ સિદ્ધરાજ જયસિંહની ગરવી ગુજરાતના વિશાળ સામ્રાજ્યની ધૂરા સંભાળી રહ્યા છો ત્યારે આ સામ્રાજ્યની લાગણીભરી ગુર્જરપ્રજાની સુખાકારી, સંભાળવાનું પ્રથમ કર્તવ્ય તમારું બની રહે છે. મારા આપને આશીર્વાદ છે – આ ગુર્જર પ્રદેશની જનતાના યોગ્ય રાહબર બની પ્રજાની અમીરાઈ, ચતુરાઈ અને ખમીરાઈની શાનના મશાલચી બની રહો.' હેમચન્દ્રાચાર્યે આશીર્વાદ આપતાં કહ્યું.
કુમારપાળે રાજસિંહાસન પરથી ઊતરી, એ જ વખતે રાજમુગુટ હેમચન્દ્રાચાર્યજીના ખોળામાં ધરી કીધું. ગુરુદેવ, આ પાટણ – આ ગુર્જપ્રદેશ, આ રાજ્ય આપનું છે. આપની ગોચરી”માં હું સમર્પિત કરું છું.'
સભામાં સન્નાટો પ્રસરી ગયો. શૈવપંથી ધર્માચાર્યોની આંખો ફાટી
ગઈ.
મહારાજ આ શું કર્યું ?” ભાવબૃહસ્પતિ ધ્રૂજતા સ્વરે બોલી ઊઠ્યા. ‘રાજન્...' હેમચન્દ્રાચાર્યનો ઘેઘૂર અવાજ વાતાવરણમાં ગાજી ઊઠ્યો. “અમે સાધુઓ તો ધર્મના પ્રતિહરી.... ધર્મના રક્ષક, પંચમહાવ્રતધારી છીએ. સાધુની જિંદગીમાં ક્યારેય ચીજવસ્તુ, દ્રવ્ય, સોગાદોનો પરિગ્રહ હોતો નથી. તો આ રાજ્યની તો વાત જ ક્યાં આવી ? આજે તમે આ અકિંચન
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International