________________
કલિકાલસર્વજ્ઞ
૧૪૭
“હા મંત્રીશ્વર પશુવધ... ‘જીવહિંસા ઠંડા કલેજે ભવાનીરાશિ બોલ્યા.
એ જ વખતે આચાર્ય દેવબોધ તેમ જ સોમનાથ મંદિરના મહંત ભાવબૃહસ્પતિની પાલખીઓ આવી પહોંચી. એટલે ભવાનીરાશિ એનું સ્વાગત કરવા ચોગાનમાં ધસી ગયા. અને ધર્માચાર્યો પાલખીમાંથી ઊતર્યા એટલે ત્રિપુટીએ એક ખુણામાં જઈ થોડીક ગુફતેગો કરી લીધી. ત્રણેના ચહેરા પર આવી પડનારી આફત પહેલાંની તોફની શાંતિ હતી જે ઉદયન મંત્રીને મૂંઝવતી હતી.
ભવાનીરાશિ અને મહાનુભાવોને રાજા તરફ દોરી જતાં બોલી ઊઠ્યા.
મહારાજ વેદવેદાંતના અઠંગ ઉપાસક આચાર્ય દેવબોધ અને ભાવબૃહસ્પતિ પણ આવી પહોંચ્યા છે... કલિકાલસર્વજ્ઞ પણ આવી રહ્યાના સમાચાર મળ્યા છે. મહારાજ એ આવે એટલે આપણે હવનમાં....” ભવાનીરાશિ આગળ બોલતાં અટકી ગયા. કુમારપાળની આંખોમાં અંગારા ભભુક્તા હતા.
“ભવાની રાશિ... “જીવહિંસા એ કુમારપાળના રાજ્યમાં ગુનો ગણાય છે, મહંતજી એ વાત તો તમે જાણો છો ને ?” કુમારપાળના અવાજમાં ધ્રુજારી હતી. શરીર કંપતું હતું.
“હા મહારાજ, થોડા દિવસ પહેલાં જ ‘અમારિની ઘોષણા થઈ ચૂકી છે. આજે હવન અષ્ટમીના દિવસે પશુભોગ આરોગવાની માતાજીની ઈચ્છા આપણે ટાળી કેમ શકીએ ? અને આ તો વૈદિક યુગથી પરંપરાગત વિધિ ચાલ્યો આવે છે...” ભવાનીરાશિ બોલ્યા.
મહારાજ, આજના હવનમાં આ નિર્દોષ અબોલ પ્રાણીઓનો ભોગ નહીં દેવાય.” ચારો નીરી તાજામાજા કરી એના યથાસ્થાને મોકલી દ્યો...” ઉદયન મંત્રીએ કહ્યું.
મહારાજ.... મંત્રીશ્વર...” આચાર્ય દેવબોધ ચર્ચામાં ઝંપલાવ્યું બોલો આચાર્ય..” કુમારપાળ બોલ્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org