________________
કલિકાલસર્વજ્ઞ
મહારાજના ગુપ્તચરોએ આપની પાટણમાંની હાજરી જાણી લીધી છે.”
મંત્રીશ્વર આચાર્યશ્રી, મારા ચરણમાંના રાજસી ચિલો ખુદ કાકાજી - અન્ય બ્રાહ્મણોની સાથે મારા પગનું પાદપ્રક્ષાલન કરી રહ્યા હતા ત્યારે જોઈ ગયા હતા – અને મને પારખી લીધો હતો.”
“અને તમને જીવતા યા મૂવા પકડવા માટે ગુપ્તચરો, અને સૈનિકોને છોડી મૂક્યા છે.” ઉદયન મંત્રી બોલી ઊઠ્યા.
મંત્રીશ્વર, હવે અહીંથી છૂટવાનો રસ્તો વિચારો... આચાર્યશ્રી અપાસરો ધર્મની ધંજા ઉન્નત રાખતા સંતોનો અપાસરો છે... મારા જેવા રાજ્યના દુશમનોનો સલામતીનો દુર્ગ નથી... તમે કાંઈક છટકબારી શોધો મંત્રીશ્વર
મહારાજ હું એ માટે જ આવ્યો છું. સૌથી પહેલાં તો તમારો આ પહેરવેશ ત્યજી, કુંભારનો વેશ પહેરી લ્યો. હું દેથલીના આલિંગ કુંભારના કપડાં લઈ આવ્યો છું – એ પહેરી અપાસરાના પાછલા બારણેથી નીકળી જાવ. આલિંગ કુંભાર એના ગધેડાઓ સાથે ચાંપાનેરી દરવાજે ઊભો હશે તો એની સાથે સાથે ભડભાંખળું થતાં દરવાજો ખૂલે એટલે નીકળી જાવ.' ઉદયન મંત્રીએ બગલમાં દબાવેલી કપડાની થેલી કુમારપાળના હાથમાં આપી. થોડી વારમાં જ હાથમાં ડાંગ સાથે ભરવાડનો પહેરવેશ પહેરી, મૂછો પર તાવ દેતો કુમારપાળ બહાર નીકળ્યો ત્યારે...
અરે વાહ... તમે તો ખરા રૂડા કુંભાર લાગો છો ને શું.” હેમચન્દ્રાચાર્ય બોલ્યા.
લ્યો, મહારાજ... તમારું તો નામ પણ પડી ગયું ને શું રૂડા કુંભાર....” ઉદયન મંત્રી બોલ્યા અને પછી....
મહારાજ ચોંપ રાખજો હજી અંધારું છે ત્યાં ચાંપાનેરી દરવાજે પહોંચી જાવ. તમારી પાછળ પાછળ હું પણ વેશપલટો કરીને આવું છું.' ઉદયન મંત્રી બોલ્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org