SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ કલિકાલસર્વજ્ઞ તારો વિચાર અનોખો છે. તું પ્રસ્થાનની તૈયારી કરી દેવચન્દ્રસૂરિની આજ્ઞા મળતાં સોમચન્દ્ર નાચી ઊઠ્યો. અને બે સાધુ સાથે પ્રયાણ આદર્યું. મા શારદાય નમઃ મા સરસ્વતી નમ:ના જપ સાથે સોમન્દ્રસૂરિએ કાશમીર તરફ પ્રયાણ આદર્યું. સોમનાથના દરિયામાં સ્નાન કર્યું. અને જૂનાગઢ પહોંચ્યો. ગરવા ગિરનારને વાદળથી વાતો કરતો જોઈ. અંતરમાં અભરખો જાગ્યો. અને શબ્દો સરી પડ્યા. વાહ જ્ઞાનવૃધ્ધ ગિરનાર... આભમાં - બ્રહ્માંડમાં બિરાજતી માતા સરસ્વતીની મારી આરાધના પૂરી કરવાનું મને બળ આપ પર્વતરાજ...” - અને વહેલી પરોઢે.. ગિરનારની પ્રાર્થના કરતા - સરસ્વતી માને યાદ કરતાં મુનિ સોમચન્દ્ર ધ્યાનસ્થ દશામાં બેઠા હતા. એ જગ્યા પ્રકાશથી ઝળહળા થઈ ગઈ. વીણાના મધુર સૂરોથી વાતાવરણ ગુંજી ઊઠવું અને અંતરના ઊંડાણમાંથી જ અવાજ ઊઠ્યો હોય તેમ મુનિ સોમચન્દ્રના અંતરમાં જ અવાજ ઊઠ્યો. વત્સ સોમચન્દ્ર, તમારે સાધના માટે - વિદ્યા માટે ક્યાંય જવાની જરૂર નથી, તમે જ્યાં હશો ત્યાં તમે તમારી ઇચ્છાનુસાર વિદ્યા પ્રાપ્ત કરી શકશો.” સોમચન્દ્ર મુનિ સફાળા જાગી ગયા, અને જોયું તો હજી પણ પેલું વિવાદન ચાલુ હતું.... અને ધીમે ધીમે પૂર્વાકાશની ક્ષિતિજેથી અવનિ પર ઊભરાતાં રવિકિરણોમાં ઓગળી રહ્યું હતું..... ગુરુદેવ.” બોલો વત્સ સોમચન્દ્ર આપ ક્યાંય વિહાર કરી રહ્યા છો ?” હા વત્સ, પાટણની વિદ્વત્તસભામાં જ્ઞાનચર્ચા થઈ રહી છે... કર્ણાટકના દિગંબર પંથના આચાર્ય કુમુદચન્દ્ર અનેક દેશોમાં જ્ઞાનચર્ચાઓ કરી વિજયને વરી, પાટણ પધાર્યા છે. મહારાણી મીનળદેવીએ ગોઠવેલી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005290
Book TitleKalikal Sarvagna
Original Sutra AuthorN/A
AuthorJashvant Mehta
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy