Page #1
--------------------------------------------------------------------------
________________
31હસ્થ ધરી
લેખક :- પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજયકેસર સરિશ્વરજી મ. સા.
: કાકાયાના વિશા| L]. પૂ. હેડાવાટાક્રિશ્નાજી ].હા..
Page #2
--------------------------------------------------------------------------
________________
|| શ્રી અજાહરા પાર્શ્વનાથાય નમઃ ॥
શ્રી મણિ-બુદ્ધિ-મુક્તિ-કમલ-કેશર-ચંદ્ર પ્રભવચંદ્રસૂરીશ્વરજી સદ્ગુરુભ્યો નમઃ શ્રી કેશર-ચંદ્ર-પ્રભવ-ગિરિવિહાર ગ્રંથમાળા ચન્દ્રપુષ્પ
ગૃહસ્થ થમ
: લેખક : યોગનિષ્ઠ ૫.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય કેશરસૂરીશ્વરજી મ.સા.
: પ્રેરક
215
શાંતમૂર્તિ ૫.પૂ. આ. શ્રી વિજયપ્રભવચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ. આ. શ્રી વિજય હેમપ્રભસૂરીશ્વરજી મ.સા.
-: પ્રકાશક :-}
શ્રી વિજયકેશર ચંદ્રસૂરીશ્વરજી ફાઉન્ડેશન ગિરિવિહાર ટ્રસ્ટ ગિરિવિહાર, તળેટી રોડ, પાલીતાણા. - ૩૬૪૨૭૦, ફોન : (૦૨૮૪૮) ૨૨૫૮
Page #3
--------------------------------------------------------------------------
________________
સિંપર્ક સૂત્રો)
|| ભીખુભાઈ સી. ચોકસી, [] અશોકભાઈ એમ. મહેતા
૨/એ, દેવકીનંદન સોસાયટી, clo. ગુજરાત બુક સ્ટોર્સ, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ રોડ, લુહારની પોળ, મદનગોપાલ નવરંગપુરા, અમદાવાદ-૯. હવેલી રોડ, માણેકચોક, અમદાવાદ-૧. ફોનઃ ૭૪૫૨૫૯૫ ફોનઃ ૨૧૪૯૩૧૭ પ્રવિણભાઈ લીલાચંદ શાહ | | પ્રવિણકુમાર મફતલાલ ૬૦૬, શાલીભદ્ર કોમ્પલેક્ષ, ૨૦૨, પૃથ્વી એપાર્ટમેન્ટ, નાનપુરા, ટીમલીયાવાડ, ઘોડાદોડ રોડ, પાર્લે પોઈન્ટ, અંબર પેલેસ સામે, સુરત. સુરત-૩૯૫૦૦૧. ફોનઃ ૪૭૧૧૪
ફોનઃ ૬૬૬૮૯૮ [] મુક્તિ ચંદ્ર શ્રમણ આરાધના ટ્રસ્ટ | ચંપક ભાઈ ડી. મહેતા મુક્તિનગર, ગિરિવિહાર,
૫૦૩, અભિષેક, એસ. વી. રોડ, પાલિતાણા - ૩૬૪૨૭૦.
- અંધેરી (વેસ્ટ), મુંબઈ-પ૬.
ફોનઃ (૦૨૨) ૬૨૪૮૧૩૭ ફોનઃ (૦૨૮૪૮) ૨૨૫૮
| ૬૨૧૧૩૫૬ Jપ્રતાપચંદજી રાઠોડ [] નલીનભાઈ વોરા રાઠોડ સ્ટીલ સેન્ટર
૧૫-એ માધવ ચેટરજી લેન, ૪૪/૪૦, ઈ. કે. અગ્રવાલ પડ્ડપા લેન પાસે, ભોવારીપુર, મહાવીર માર્કેટ, ચેન્નાઈ-૩. કલકત્તા-૨૦. છે ફોન: ૫૮૭૨૬૦, ૫૬૭૦૨૭. ફોનઃ ૪૭૪૭૧૯૨, ૪૭૪૭૯૫૭
ચોથી આવૃત્તિ : ૩,000
પુન: મુદ્રણ : ૫-૮-૨૦૦૧
: મુદ્રક : ગુજરાત બુક સ્ટોર્સ ૫૧, ન્યુ ગ્રેઈન માર્કેટ ગાયત્રી ડેરીની બાજુમાં, ખોખરા, અમદાવાદ-૮ ફોન : ૨ ૧ ૩૧ ૯૩૯
કિંમત : રૂ. ૬0-00 (રૂપિયા સાઈઠ પૂરા)
Page #4
--------------------------------------------------------------------------
________________
| ૩
મર્દ નમ: ||
'ગૃહસ્થ ધર્મની પ્રસ્તાવના
આ ગ્રંથ નીતિમય જીવન પછીનો છે. ઘરમાં રહેનાર તે ગૃહસ્થ કહેવાય છે. અને તેમનો ધર્મ, તેમનું કર્તવ્ય, તેમની ફરજો તે ગૃહસ્થનો | ધર્મ છે. ધર્મનો ખરો અર્થ તો વસ્તુનો સ્વભાવ તેજ ધર્મ છે. અહીં આત્મા Hએ વસ્તુ છે, ત્યારે તેનો જે શુદ્ધ સ્વભાવ તે આત્મધર્મ છે. આ વ વસ્તુસ્વભાવરૂપ ધર્મનો પૂર્ણ વિકાસ તો આત્મસ્વભાવમાં સ્થિરતા
કરવાથી જ પ્રગટ થાય છે. છતાં પણ આ ગૃહસ્થ ધર્મમાં તે ધર્મની | શરૂઆત થાય છે. વૃક્ષરૂપે અહીં નથી પણ અંકુરારૂપે છે અને આ અંકૂરાની શરૂઆત તે પણ ભવિષ્યમાં વૃક્ષપણાના પૂર્ણ સ્વરૂપને પામનાર છે. એટલે ધર્મની વસ્તુ સ્વભાવરૂપ ધર્મની શરૂઆત પણ આ ગૃહસ્થ ધર્મમાં થાય છે. તેને પણ ધર્મ કહેવામાં કાંઈ અડચણ નથી. કર ઓઘ સંજ્ઞાએ અથવા સેજસાજ આત્મજાગૃતિ એ પણ આ ગૃહસ્થ ધર્મની શરૂઆત છે. છતાં રાજપંથ તો એ જ છે કે આત્માને સમ્યક પ્રકારે જાણીને સમજીને પછી વિશુદ્ધિ મેળવવા માટે ગૃહસ્થ ધર્મના વ્રત, તપ, જપ, નિયમો વગેરેનો આદર કરવો. સમ્યક જ્ઞાન થયા પછીથી જ સમ્યફ ચારિત્રની શરૂઆત થાય છે. આ ગૃહસ્થધર્મ તે પણ દેશથી સમ્યફ ચારિત્ર, એ સમ્યક દર્શન જ્ઞાનપૂર્વક હોય તો જ ખરી રીતે કર્મનિર્જરા કરવામાં હેતુભૂત થાય છે, તે સિવાયનું દેશ કે સર્વચારિત્રા એ આશીભાવવાળું સંસારની વિવિધ વાસનાના સંસ્કાર કે લાગણીવાળું હોવાથી ભવભ્રમણના હેતુભૂત થાય છે. ક્વચિત એવા દાખલાઓ પણ બને છે કે સમ્યક્રશનજ્ઞાન વિના ઓઘે પણ આ ચારિત્રમાં પ્રવૃત્તિ કરતાં
Page #5
--------------------------------------------------------------------------
________________
ઓ આ સ
સમ્યક્દર્શનજ્ઞાનની પ્રાપ્તિ થવા સાથે સમ્યક્ ચારિત્ર પ્રાપ્ત થાય છે, છતાં પણ તે રાજમાર્ગ નથી. સર્વ કોઈને એમ જ થાય તે નિર્ણય કરી શકાય તેમ નથી. ઘણાઓ આ સમ્યક્દર્શન જ્ઞાન વિના દેશથી કે સર્વથી ચારિત્ર પાળીને થોડો વખત દેવ મનુષ્યાદિનો વૈભવ ભોગવીને નરક નિગોદમાં ગયેલા શાસ્ત્રોમાં બતાવ્યા છે. અર્થાત્ સમ્યક્દર્શનજ્ઞાન વિનાનું ચારિત્ર ભવભ્રમણના હેતુભૂત થાય છે. અહીં કહેવાનું રહસ્ય એ છે કે ખરેખર યોગ્યતા વિનાનું ચારિત્ર તે પરિણામે દુઃખરૂપ થાય છે, ત્યારે ખરી યોગ્યતાવાળું થોડું પણ ચારિત્ર મહાન આત્મસંપત્તિના, આત્માનંદના હેતુભૂત થાય છે.
આ યોગ્યતા તે આત્મા અને જડ પદાર્થને સમ્યક્ રીતે સમજીને, દરેકના પૃથક પૃથક્ સ્વભાવનો નિશ્ચય કરીને આત્માએ જ ગ્રહણ કરવા યોગ્ય છે એમ જાણીને, તેને જ સંપૂર્ણ પ્રીતિનું પાત્ર બનાવવો તે છે તથા તેના સિવાય દુનિયામાં કોઈ પણ પ્રાપ્તવ્ય નથી. અધિક પ્રીતિનું સ્થાન કોઈપણ નથી. વ્હાલા પ્રેમપાત્રના વિયોગથી જેમ પુરુષ કે સ્ત્રીઓ તેને દર ક્ષણે યાદ કરે છે, તેને માટે ઝૂરે છે, અને પ્રીતિની અધિકતાને લઈ સર્વ વસ્તુમાં તેને નિહાળે છે, તેને જ જુએ છે તેમ તે યોગ્યતાવાળો જીવ પોતાના શુદ્ધ સ્વરૂપ આત્માને પ્રગટ કરવા માટે દુનિયાના બધા પદાર્થો તરફથી મનને ખેંચી લઈ એક આત્મા સન્મુખ મનના પ્રવાહને જોડી દઈ પ્રત્યેક ક્ષણે તેને જ સંભારવો, તેને માટે ઝુરવું અને સર્વ દેશ કાળમાં તેને જ નિહાળવો; તન્મય થવું. આવો વિચાર જયારે હ્રદયમાં શુદ્ધ આત્મા માટે જાગે છે ત્યારે ખરેખર આત્મસ્વરૂપ પ્રાપ્તિની યોગ્યતા આવે છે અને પછી તેને માટે જે જે પ્રયત્નો; પ્રવૃત્તિ કરાય છે તે તે સર્વમાંથી આત્મા જ ઉન્નત ભાવનો પામતો અને પોતે જ તે પવિત્રતા શુદ્ધતાના સ્વરૂપે બનતો અનુભવાય
Page #6
--------------------------------------------------------------------------
________________
છે. આ જ જીવન ચારિત્ર છે, ચારિત્રની છેલ્લી હદમાં જ પૂર્ણ પરમાત્માસ્વરૂપ પોતાનો આત્મા થઈ ને રહે છે.
આ ચારિત્રનું પ્રાપ્તવ્ય છે અને તેની શરૂઆત ઘણા જ નાના પાયા ઉપર આ ગૃહસ્થ ધર્મમાં કરવામાં આવેલી છે. ત્યાગમાર્ગમાં તેની શરૂઆત વધારે વિસ્તારથી થાય છે. અપ્રમત્તદશાસ્વરૂપ દશામાં તેની પૂર્ણાહુતી થાય છે.
આ ઉપરથી કહેલી પ્રાપ્તવ્યવાળી દિશા ધ્યાનમાં રાખીને તે માર્ગની અહીંથી શરૂઆત કરવામાં આવે છે. ત્યાગમાર્ગમાં તેની શરૂઆત વધારે વિસ્તારથી થાય છે. અપ્રમત્તદશા-સ્વરૂપ દશામાં તેની પૂર્ણાહુતી થાય છે.
આ ઉપર કહેલી પ્રાપ્તવ્યવાળી દિશા ધ્યાનમાં રાખીને તે માર્ગની અહીંથી શરૂઆત કરવામાં આવે છે. શરૂઆતમાં પોતાના લક્ષ પ્રાપ્તવ્ય સામી આંતરદૃષ્ટિ રાખીને આ ગ્રંથમાં બતાવેલી દરેક ક્રિયા પોતાની યોગ્યતાના પ્રમાણમાં કરવા માટે લાગણીપૂર્વક પ્રયત્ન કરવો. આ ભૂમિકામાં ઘણા અંતરાયો દૂર કર્યા પછી. ઘણી મલીન વાસનાઓ ઓછી કર્યા પછી અને શુભ સંસ્કારનો વધારો કર્યા પછી અપ્રમત્તતાવાળી શુદ્ધ દશામાં પ્રવેશ કરી શકશે. અને સર્વ કર્મનો નાશ તેવી દશા-લાયકાત પ્રાપ્ત થયાથી કરી શકાશે.
આ કહેવા ઉપરથી ગ્રંથના અધિકારી કોણ છે તે વાત કહી બતાવી છે. આ ગ્રંથનો ઉદ્દેશ પણ મલીન વાસનાનો ત્યાગ કરવાપૂર્વક સાધકોએ અપ્રમત્ત દશાને લાયક થવું તે જ છે તે બાબતનાં સાધનોનો ઉલ્લેખ આ નાનાંસરખા ગ્રંથમાં બન્યો તેટલો કરવામાં આવેલ છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
ક્રમ એવો રાખવામાં આવેલ છે કે ગૃહસ્થોએ પ્રાતઃકાળમાં જાગૃત થતાં જ નમસ્કાર મંત્રનું સ્મરણ કરવું. તે સ્મરણના ઉત્તમ, મધ્યમ, જઘન્ય ભેદો બતાવ્યા છે. પોતાના કર્તવ્યસંબંધી વિચારો કરવાનું સૂચવ્યું છે. ઉમેદવાર અને વ્રતધારી માટે પ્રતિક્રમણ (આવશ્યક) કરવાનું બતાવ્યું છે. દેવદર્શન કરવાનો વિધિ સમજાવ્યો છે. ઉપાશ્રય જવાનો હેતુ વિધિ અને વ્યાખ્યાન શ્રવણના હેતુઓ દર્શાવ્યા છે. શ્રવણના ફળરૂપ વિરતિ માટે ગૃહસ્થધર્મના બાર વ્રતો બતાવ્યા છે. સુંદર રહસ્યો સાથે અષ્ટપ્રકારી પૂજા અને દેવમંદિર સંબંધી વિધિ કહી છે. આ પ્રસંગે અશક્ત અને જરૂરિયાતવાળા પ્રસંગને | ઉદ્દેશીને માનસિક પૂજા કરવાનું જણાવ્યું છે તે સાથે ભાવપૂજાના | સંબંધમાં શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાયજીનું ભાવપૂજા વિશે એક અર્થ સાથે સ્તવન આપેલ છે. ત્યાર પછી રાક્ષસી, માનવ અને દેવી
ભોજનનો વિધિ બતાવ્યો છે. ભક્ષ્યાભઢ્યનો વિવેક પણ સાથે કહ્યો હી છે. બપોરના નવરાશના વખતે ઘરના આગેવાન ગૃહસ્થ પોતાના
કુટુંબને ઉદ્દેશીને વિવિધ પ્રકારની હિતશિક્ષાઓ આપવી અને વિવિધ સદ્ગુણો પોતામાં ખીલવવા તે સંબંધી કેટલીક શિખામણો અને સદ્ગુણોની દિશા બતાવી છે. ત્યાર પછી દૈવ ઉપર આધાર રાખી બેસી ન રહેતાં ધન કમાવવાનો પ્રયત્ન કરવાનું સૂચન કરેલ છે. અને છેવટે સંધ્યા વખતની ક્રિયા નિદ્રાવશ થાય ત્યાં સુધીની બતાવી છે.
[ આ પ્રમાણે બતાવીને નિત્યનું કર્તવ્ય સમાપ્ત કરેલ છે. ત્યાર પછી કાયમના કર્તવ્ય તરીકે ગર્ભની શરૂઆત થાય ત્યારે ગર્ભવાળી સ્ત્રીઓએ કેવા નિયમો પાળવા ? કેવા વિચારો કરવા ? તે પ્રસંગે પતિનું કર્તવ્ય, બાળકોને ઉછેરવાની સમજ, માતા પિતાની બાળકો પ્રત્યેની ફરજ , સાસુઓની વહુ પ્રત્યે ફરજ, વહુઓની સાસુ તથા કુટુંબ
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રત્યે ફરજ, સ્ત્રીઓનો પતિ પ્રત્યેનો ધર્મ, પત્નીઓની પતિ પ્રત્યે ફરજ, છોકરાઓની માબાપો પ્રત્યેની ફરજ વગેરે બતાવી ગૃહસ્થાશ્રમ કેમ સુખરૂપ વ્યવસ્થાસર ચાલે તે બતાવ્યું છે.
ત્યાર પછી પરમાર્થ તરફ પ્રવૃત્તિ કરાવવા ગૃહસ્થોએ પોતાના દ્રવ્યનો સાત ક્ષેત્રમાં કેવી રીતે ઉપયોગ ખરચ કરવો તે બતાવ્યું છે. સાધારણ દ્રવ્યની જરૂરિયાત અને ખરા સ્વામીવચ્છલને સમજાવવા પ્રયત્ન કર્યો છે. તીર્થયાત્રાએ જવાનો ઉદ્દેશ અને ત્યાં જઈ શું કરવું તે બતાવ્યું છે. છેવટની અંતિમક્રિયા બતાવી, કાળજ્ઞાનથી પોતાના આયુષ્યનો નિર્ણય કરી ખરી સમાધિવાળી સ્થિતિમાં આ મદદગાર મિત્ર-દેહનો ત્યાગ કરવાનું બતાવી ગ્રંથની સમાપ્તિ કરવામાં આવી છે.
આ દેશચારિત્ર પાળીને આગળ વધવા ઇચ્છનારને માટે ત્યાર પછી સમ્યક્દર્શન અને ધ્યાનદીપિકા નામના ગ્રંથો લખવામાં આવેલ છે તે સાધનો દ્વારા તે પછીની ભૂમિકામાં આગળ વધવું એ સાધકોને ભલામણ કરવામાં આવે છે.
આ ગ્રંથ પેથાપુર નિવાસી મહેતા શકરચંદ કાલીદાસની પ્રેરણાથી લખવા માંડયો હતો પણ બીજા કેટલાક કારણસર આ ગ્રંથ છ વર્ષ સુધી અધૂરો જ રહી ગયો હતો. જે આ ઓગણીસો બહોતેરના ગોધાવીના ચોમાસામાં પૂર્ણ ક૨વામાં આવ્યો છે. આ ગ્રંથને લખનાર અને વાંચનાર બન્નેને પરમ શાંતિ પ્રાપ્ત થાઓ એ પરમાત્મા પ્રત્યે પ્રાર્થના કરી આ ગ્રંથ સમાપ્ત કરવામાં આવે છે.
વિક્રમ સંવત ૧૯૭૩ ના પોષ સુદ ૧ સોમવાર.
લિ. પં. કેશરવિજયજી ગણિ.
Page #9
--------------------------------------------------------------------------
________________
બે બોલ
भवजलहिम्मि अपारे, दुलहं मणुयत्तणंपि जंतूणं । તસ્થવિ મનસ્થર , સુન્નદં સદ્ધર્મવરરયf I (ધર્મરત્ન પ્રકરણ)
અગાધ એવા સંસાર સમુદ્રમાં પડેલા જીવોને મનુષ્યભવ અતિ દુર્લભ હોય છે. કદાચ પુણ્યોદયે મનુષ્ય ભવ તો મળી જાય પણ અનર્થને હરનાર શ્રેષ્ઠ ધર્મરત્ન મળવું તો અતિ દુર્લભ છે.
અનંત કરૂણાલું શ્રી અરિહંત પરમાત્મા સંયમ ગ્રહણ કરી, ઘોર તપશ્ચર્યા કરી, કઠોર ઉપસર્ગ - પરિષહોને સહન કરી, ચાર ધાતી કર્મોનો નાશ કરીને કૈવલ્ય રત્નની પ્રાપ્તિ કરે છે. ત્યાર બાદ સંતાપને હરનારી, કલેશ નાશીની તથા અનંત - અવ્યાબાધ સુખને આપનારી દેશના વડે સર્વ વિરતિ ધર્મ તથા દેશ વિરતિ ધર્મનો પ્રતિપાદન કરે છે.
સત્વશાલી જીવો સર્વ વિરતિ ધર્મનો આચરણ કરી પોતાનું કાર્ય સિદ્ધ કરે છે. ત્યારે અલ્પ સત્વવાળા જીવો સર્વ વિરતિપણાને ઝંખતા થતાં દેશ વિરતિ ધર્મ એટલે ગૃહસ્થ ધર્મનો આચરણ કરતાં હોય છે.
પરમ કૃપાળું પરમાત્માએ પ્રરૂપેલ વિરતિ ધર્મ (સર્વ વિરતિ તથા દેશ વિરતિ ધર્મ)નો વારસો આપણને પૂ. આચાર્ય ભગવંતોના માધ્યમથી મળ્યું છે. આ વારસાગત સંપત્તિનો પરિચય તથા લાભ ભવિ જીવો લઈ શકે તે હેતુથી બાલ બ્રહ્મચારી પૂ. આ. શ્રી વિજય કમલસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર શિષ્ય રત્ન યોગનિષ્ઠ પ.પૂ. આ. શ્રી વિજય કેશરસૂરીશ્વરજી મ.સા.એ સર્વ પ્રથમ સર્વ વિરતિ ધર્મના
Page #10
--------------------------------------------------------------------------
________________
આચારને દર્શાવતું વિવરણ એટલે શ્રી દશવૈકાલિક સૂત્રનો સરલ, સુંદર અને સુગમ ભાષામાં ભાષાંતર કરેલ છે.
ત્યારબાદ દેશ વિરતિના આચારને દર્શાવતા આ ગ્રંથનો (ગૃહસ્થધર્મનો) આલેખન કરેલ છે. લેખક શ્રીની શૈલી બહુ જ મનોહર, સરલ તથા શીધ્ર બોધ આપનારી હોવાથી વાચક વર્ગને અત્યંત ઉપયોગી છે.
આ ગ્રંથમાં શ્રાવકોના ૧૨ વ્રત, આચાર તથા વ્રતોને લાગતાં અતિચારોનો સુંદર વર્ણન કરેલ છે.
આચાર પરિચય, દોષ ક્ષય, આચાર શુદ્ધિ આદિ અનેકવિધ ઉપયોગી આ ગ્રંથની અત્યાર સુધીમાં શ્રી કમલ કેશર ગ્રંથમાલાએ અનેક આવૃત્તિઓ બહાર પાડીને ભવી જીવોના જીવનમાં વિશિષ્ઠ પ્રકાશ પાથરેલ છે.
તેની ઉપયોગીતા તથા ઉપાદેયતાનો ખ્યાલ રાખીને પૂ. ગુરૂદેવશ્રીએ શ્રી કેશર ચંદ્ર-પ્રભવ ગિરિવિહાર ગ્રંથમાલાના માધ્યમથી આ ગ્રંથ પુનઃ પ્રકાશિત કરેલ છે. તે સહુ કોઈ ભવી જીવો આ ગ્રંથરત્નનો સ્વાધ્યાય કરી આચાર શુદ્ધિ વડે સ્વ-પરના હિતને સાધીને શીધ્ર સિદ્ધિને પામે એજ મંગલ કામના સાથે. પૂજ્ય પાદ શ્રી વિજય હેમપ્રભસૂરીશ્વરજી મ.સા.
નો પાદ પઘરેણું મુ. વિજ્ઞાન પ્રભ વિજય.
Page #11
--------------------------------------------------------------------------
________________
૦૦૧
અનુક્રમણિકા ૧. ગુહન પ્રભાત
* નમસ્કાર મંત્રનું સ્મરણ * ચાલુ સ્વર પ્રમાણે પગ નીચે મૂકવો * સ્થળ અને વસ્ત્રો શા માટે પવિત્ર રાખવાં ? * ઉત્તમ પ્રકારનો જાપ * મધ્યમ પ્રકારનો જાપ * ત્રીજા પ્રકારનો જાપ * આવશ્યક * પ્રતિક્રમણની ઉમેદવારી * દેવદર્શન વિધિ * સાથિઓ અને અંતરની લાગણી
* ઉપાશ્રય – વ્યાખ્યાન શ્રવણ વિધિ ૨. ગૃહસ્થ ઘર્મ બાર વ્રત
* બાર વ્રતના નામ (૧) પ્રથમ સ્થૂલ અહિંસા વ્રતની જરૂરિયાત * ગૃહસ્થ ધર્મ પહેલું વ્રત
સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત-૧ (૨) બીજું સત્ય વ્રત
મૃષાવાદ વિરમણ વ્રત - ૨ * બીજાં વ્રતના પાંચ અતિચાર (૩) ત્રીજું વ્રત
અદત્તાદાન વિરમણ વ્રત – ૩
૪૮
Page #12
--------------------------------------------------------------------------
________________
૫૩
૫૫.
૫૫.
૫૬
૫૮.
૬O
* ત્રીજું વ્રત – ૩ * ત્રીજા વ્રતમાં લાગતા અતિચારો રાખો. * શીયલ વ્રત – સ્વદારી સંતોષ (૪) ચોથું વ્રત કરવાની કારી, * વેશ્યાગમનનો ત્યાગ કરી * ચોથું શિયલ વ્રત - ૪ * શીયલ વ્રતમાં પાંચ અતિચાર ન લગાડવા (૫) પાંચમું પરિગ્રહ વિસ્તણ વ્રત - ૫ * ધનની કાળી બાજુ * નવ પ્રકારના પરિગ્રહનો નિયમ * પાંચના વ્રતના પાંચ અતિચારો ના (૬) દિશા પરિમાણ છઠું વ્રત
છે. * છઠ્ઠા વ્રતના પાંચ અતિચાર (૭) સાતમું ભોગોપભોગ વ્રત જ * મદિરા * માંસ * માખણ તથા મધ * અનંત કાયાદિ * રાત્રી ભોજન * ઉપભોગ * પંદર કર્માદાન * સાતના વ્રતના અતિચારો (૮) આઠમું અનર્થ દંડ વિસ્તણ વ્રત * દુધ્ધન – ૧
૬
૭૫
Page #13
--------------------------------------------------------------------------
________________
( ૯૧
* પાપોપદેશ - ૨ * હિંસા પ્રદાન - ૩ * પ્રજ્ઞાદ આવરણ – ૪ * આઠના વ્રતના પાંચ અતિચાર (૯) નવમું સાત્ત્વિક વ્રત * સાત્ત્વિકના પાંચ અતિચારો (૧૦) દશમું દેશાવકાશિક વ્રત * દશમા વ્રતના અતિચારો (૧૧) પૌષધ વ્રતના પાંચ અતિચારો (૧૨) બારમું અતિથિ સંવિભાગ વ્રત
* અતિથિ સંવિભાગ વ્રતના લાગતા પાંચ અતિચાર૯૩ ૩. ગૃહસ્થના ચૌદ નિયમ
૯૪ ४. हेवपून हरवानी विधि अने तेनो आशय ८६ ૧. અષ્ટપ્રકારી પૂજા અને તેનું રહસ્ય
પ્રથમ જળપૂજા બીજી ચંદન પૂજા ત્રિીજી પુષ્પ પૂજા
૧૦૧ ચોથી ધૂપ પૂજા
૧૦૨ પાંચમી દિપક પૂજા.
૧૦૩ છઠ્ઠી અક્ષત પૂજા
૧૦૫ સાતમી નૈવેદ્ય પૂજા આઠમી ફળપૂજા
૧૦૮ ૨. ભાવપૂજા સંબંધી
શ્રીમાન યશોવિજયજી ઉપાધ્યાયના વિચારો ૧૦૯
૧૦૬
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૨૯ ૧૩૫
૩. શ્રીમાન યશોવિજયજી સ્તવનનો | અક્ષરાર્ય જેટલો ભાવાર્થ
૧૧૧ ૪. માનસિક પૂજન
૧૧૫ ૫. ભોજન ભસ્યા - ભસ્યનો વિવેક
૧૧૯ * રાક્ષસી ભોજન
૧૧૯ * માનવ ભોજન
૧૨૧ * ઉત્તમ દૈવી ભોજન
૧૨૨ * ભોજન જમતી વખતે પાળવા યોગ્ય સૂચનો ૧૨૩ ૬. ગૃહસ્થ ઘન કમાવવાનો પ્રયત્ન કરવો ૧૨૬ ૭. સંધ્યા વખતની ગૃહસ્થની ક્રિયા ૮. પુત્રાદિકને શિખામણ
, * વિવિધ સગુણો
૧૩૭ * ગંભીરતા
૧૩૭ * શાંત પ્રકૃતિ
૧૩૮ * અક્રૂરતા
૧૪૦ * લોકપ્રિય થવું
૧૪૦ * ભીરું
૧૪૧ * અશકતા
૧૪૨ * દાક્ષિણ્યતા પ્રાર્થના ભંગ નહિ કરનાર ૧૪૩ * લજજાવાન – અકાર્યનો ત્યાગ કરનાર ૧૪૪ * દયાળું
૧૪૪ * મધ્યસ્થ
૧૪૫ * ગુણાનુરાગ ગુણનો પક્ષપાત
: ૧૪૬ * શુભ અને શુદ્ધકથા
૧૪૭
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૫૩
૧૫૮
૧૬૦ ૧૬૮
5- S
15
૧૭૦
८. उत्तभ परिवार
૧૪૯ ૧૦. વૃદ્ધ પુરુષોની સેવા કરવી.
૧૫૧ ૧૧. વ્યવહારિક શિક્ષા ૧૨. ગર્ભવતી સ્ત્રીઓએ ધ્યાનમાં राजवानी आजत
૧૫૮ - ગર્ભવાળી સ્ત્રીઓનું કર્તવ્ય
- ગર્ભવાળી સ્ત્રી માટે સાવચેતીના ઉપાયો ૧૫૯ ૧૩. બાળકો ઉછેરવાની કાળજી ૧૪. સાસુની વહુ પ્રત્યે ફરજ છે. ૧૫. વહુઓનો સાસુ તથા કુટુંબીઓ પ્રત્યે થર્મ૧૬૯ ૧૬. સ્ત્રીઓનો પતિ પ્રત્યે થર્મ ૧૭. પતિનો પત્ની પ્રત્યે થર્મ
૧૭૩ ૧૮. છોકરાંઓની મા-બાપ પ્રત્યેની ફરજ ૧૭૭ ૧૯. દ્રવ્યનો સદુપયોગ (સાત ક્ષેત્ર) ૧૮૦ સાધુ - સાધ્વીજી
૧૮૦ શ્રાવક - શ્રાવિકા
૧૮૧ પ્રતિમાજી અને દેરાસર
૧૮૫ ૨૦. સાધારણ દ્રવ્ય
૧૮૭ ૨૧. સ્વામી વચ્છલા ૨૨. તીર્થયાત્રી ૨૩. અંતિમ કર્તવ્ય
૧૯૫ ૨૪. કાળજ્ઞાન
૧૯૮
૧૮૩
જ્ઞાન
૧૮૮
૧૯૦
Page #16
--------------------------------------------------------------------------
________________
' મકિત કોમળ કૅશ વાટીકા
संघ रघुवीर प. पू. બુદ્ધિ વિજયજી મ. સા. (ગુટેરાયજી મ. સા.)
- પ. પુ. ચણજી આચાર્ય
પ. પૂ. આચાર્ય વિજય શ્રી કમલ રીશ્વરજી મ. સા.
શ્રી વિજયૅ કૅશર સૂરીશ્વરજી મ. સા.
तपागच्छाधिरा१ प.पू. શ્રી મુક્તિવિજયજી (ગણિ.) મૂલચંદજી મ. સા.
- પ. પુ. આચાર્ય શ્રી વિજય ચન્દ્ર સુરીશ્વરજી મ. સા.
પ. પૂ. આચાર્ય શ્રી વિજય પ્રભવચંદ્ર સુરીશ્વરજી મ. સા.
- પ. પૂ. આચાર્ય શ્રી વિજય હેમપ્રભસુરીશ્વરજી મસા.
Page #17
--------------------------------------------------------------------------
Page #18
--------------------------------------------------------------------------
________________
ગર્દનઃ |
ગૃહસ્થ ધર્મ
ગૃહસ્થી પ્રભાત
નમસ્કારમંત્રનું સ્મરણ મનુષ્યોએ રાત્રિના છેલ્લા પ્રહરે નિંદ્રાનો ત્યાગ કરવો. તેટલું વહેલું ન ઉઠાય તો પાછલી ચાર ઘડી રાત રહે ત્યારે તો જરૂર જાગવું જોઈએ, વધારે ઊંઘવું તે તો અજ્ઞાનને વધારનારું કામ છે. આળસપ્રમાદ વધવાથી દારિદ્રમાં પણ વધારો થાય છે. ખોરાક અને નિંદ્રા જેટલા વધારીએ તેટલા વધે છે અને ઓછા કરીએ તેટલાં ઓછાં થાય છે.
આંખોમાંથી ઊંઘ ઉડી જતાં તરત પથારીમાં પથારીમાં જ નવકારમંત્ર ગણવા શરૂ કરી દેવા. આ વખતે શરીર કે લુગડાં ચોખ્ખાં ન હોય તો પણ મનમાં હોઠ ન હાલે તેવી રીતે નવકારમંત્ર ગણવામાં જરાપણ ઢીલ ન કરવી. કેમ કે ઊંઘ ઉડી જાય કે તરત જ નવકાર મંત્ર ગણવામાં ન આવે તો બીજા વિચારો મનમાં આવી જાય છે.
તમને એ વાતની તો ખબર જ હશે કે કોરા વાસણમાં જે વસ્તુ ભરવામાં આવે છે તેની વાસ તે વાસણમાં બેસી જાય છે. જો લસણ, ડુંગળી, વઘારણી કે તેવી જ વસ્તુ કોરા વાસણમાં ભરી હોય તો પછી તે વસ્તુ કાઢી લીધા પછી પણ તે વાસણમાંથી તેની વાસ જતી નથી. આ જ પ્રમાણે જો તે કોરા વાસણમાં કેશર, બરાસ, કસ્તુરી કે તેવી જ કોઈ ઉત્તમ વસ્તુ ભરી કે મૂકી હોય તો તે વાસણમાંથી તે વસ્તુ
Page #19
--------------------------------------------------------------------------
________________
[ 2 ]
ગૃહસ્થ ધર્મ કાઢી લીધા પછી પણ તેવી જ વાસ આવશે.
આ જ ન્યાયે આપણે જ્યારે ઊંઘી ગયા હોઈએ ત્યારે આપણું મન નિદ્રા આવવાથી શાંત થઈ ગયું હોય છે. તે વખતે બીજા વિચારો સ્થિર થઈ ગયા કે દબાઈ ગયા હોય એટલે મન કોરું થયા જેવું થઈ જાય છે. પાછા જ્યારે આપણે જાણીએ છીએ ત્યારે તે ભૂલાઈ ગયેલા કે ઠરી ગયેલા વિચારો પાછા યાદ આવે છે પણ તે વિચારો આપણે યાદ કરીએ તો જ આવે છે. પોતાની મેળે ચાલ્યા આવે છે તેમ આપણને લાગે છે પણ ખરી રીતે તો આપણને વિચાર કરવાની ઘણી ટેવ પડી ગયેલી હોવાથી એમ લાગે છે કે વિચાર કર્યા વિના એની મેળે જ ચાલ્યા આવે છે પણ તેમ નથી. આપણે યાદ ન કરીએ તો કાંઈ યાદ ન જ આવે. .
આપણને આપણા સંસાર વ્યવહારના અને વિશેષે કરી જે આપણને વધારે પ્રિય હોય તેના વિચારો વધારે આવે છે. આ વિચારો વધારે અને તરત યાદ આવે છે. તેનું કારણ એ છે કે આપણે વારંવાર તેવી વાતોને યાદ કરીએ છીએ. કાંઈ પણ ધર્મના વિચારો કે તેવા જ બીજા સારા વિચારો તરત આવતા નથી. અરે ! નવકારમંત્ર ગણવાનું પણ ઉઠીને તરત આપણે ભૂલી જઈએ છીએ તેનું કારણ એ જ છે કે તેને આપણે વારંવાર યાદ કરતા નથી. જો વારંવાર યાદ કરીએ તો પછી તેની પણ ટેવ પડી જાય છે તો પછી તે પણ જરા જરા વારમાં - અને આપણે ધારીએ તે વેળાએ પણ યાદ આવે છે.
અહીં તમને એમ વિચાર થાય કે ઉઠતાં વેત બીજા વિચાર થાય તો આપણને શું નુકસાન થાય? આનો ઉત્તર એ છે કે આપણા વ્યવહારમાં તમે ઘણીવાર કેટલાક માણસોને બોલતાં સાંભળો છો કે ભાઈ ! આજે ફલાણા માણસનું મોટું જોયું કે નામ લીધું તેથી હજી સુધી ખાવાનું મળ્યું નથી. અથવા આજે મને અમુક નુકસાન થયું છે અને એક દિવસ ફલાણાનું
Page #20
--------------------------------------------------------------------------
________________
ગૃહસ્થની પ્રભાત અને એક દિવસ ફલાણાનું મોઢું જોયું હતું કે નામ લીધું હતું તેથી તે આખો દહાડો મને આનંદમાં ગયો હતો અને અમુક લાભ પણ થયો હતો.
આ વાત તદ્દન કાઢી નાખવા જેવી નથી. ઉઠતાવેંત આપણે સારા-નઠારા માણસનું મોઢું જોયું હોય કે નામ લીધું હોય તો આપણી તેવી સારી કે નઠારી ભાવના બંધાય છે અને ભાવનાના પ્રમાણમાં આપણું મન મજબૂત કે નબળું થાય છે, અથવા પવિત્ર કે અપવિત્ર; મજબૂત કે નબળી થયેલી ભાવનાના પ્રમાણમાં આપણું વર્તન થાય છે. અને સત્તામાં રહેલાં સારાં કે નઠારાં કર્મો તે આપણી ભાવનાના પ્રમાણમાં બહાર આવી આપણને સુખ કે દુઃખ આપે છે.
આ ઉપરથી આપણે સમજવાનું કે ઊંઘમાંથી જાગતાવેંત જ પરમાત્માનું નામ લેવા મંડી જવું અને મનરૂપી કોરા વાસણમાં ખરાબ વિચારોરૂપી હલકાં પદાર્થ ભરાવા પામે તે પહેલાં સારા વિચારરૂપી ઉત્તમ પદાર્થ ભરી દેવા, તેથી આપણો આખો દિવસ આનંદમાં જાય અને નુકસાન ન થાય. પરમાત્માનું નામ લેવાથી પુણ્ય બંધાય છે અને તેથી આપણે સુખી થઈએ છીએ.
આ પરમાત્માનું નામ કેટલી વાર લેવું તેનો કાંઈ નિયમ નથી. લેવાય તેટલી વાર લેવું. જેમ વધારે વાર લઈએ તેમ વધારે ફાયદો થાય છે. કોઈ પાઠ વધારે વાર ધ્યાનપૂર્વક ગોખ્યો હોય કે કોઈ વાત ઘણીવાર યાદ કરી હોય તો તે ઘણીવાર યાદ આવે છે, અથવા તરત યાદ આવે છે તેમ ભગવાનનું નામ ઘણીવાર ધ્યાનપૂર્વક એટલે બીજા કોઈ ઠેકાણે મનને ન પરોવતાં કે બીજી કોઈ વાત યાદ ન કરતાં તેમાં જ મન લગાડીને લીધું હોય તો આખો દિવસ વ્યવહારના કામકાજ કરતાં હોઈએ તો પણ તે પવિત્ર નામ યાદ આવે છે અને તે વધારે વાર યાદ આવતા તે વધારે વાર આપણે ગણીએ-જપીએ
Page #21
--------------------------------------------------------------------------
________________
[ ૪ ]
તો ફાયદો પણ વધારે થાય છે.
ગૃહસ્થ ધર્મ
કુંભાર જેમ વાસણ બનાવવાનું ચક્કર વધારે જોરથી ફેરવે છે તેમ તે ચક્કર ફેરવી રહ્યા પછી પોતાની મેળે કેટલીક વાર સુધી ફર્યા કરે છે. જો ધીમેથી ફેરવ્યું હોય તો ફેરવી રહ્યા પછી થોડી જ વારમાં બંધ પડે છે. તેમ તમે જેટલી લાગણીથી અને જેટલી વાર પરમાત્માનું નામ લીધું હશે, તેટલી વાર ત્યાર પછી પણ વ્યવહારના કામમાં પણ તે યાદ આવ્યા કરશે. આ બાબતનો મનમાં મજબૂત સંસ્કાર પાડવાથી માણસોના ઘણાં અશુભ કર્મ ઓછાં થતાં તેમનું મન નિર્મળ થઈ જાય છે. અને તેમને આગળ વધવામાં મુશ્કેલી નડતી નથી. આ જિંદગીમાં જ તેઓ ધારે તો મહાત્મા પુરુષ પણ બની શકે છે. જુઓ કે કેટલી વાર સુધી ભગવાનનું નામ લેવું તેવો નિયમ નથી. તથાપિ વધારે વાર ભગવાનનું નામ લેવાને જેઓ આળસુ છે તેમણે નિયમ એવો રાખવો કે સાત કે એકવીસવાર તો અવશ્ય ભગવાનનું નામ ઊંઘ ઉડે કે તરત જ લઈ લેવું.
જેમને આખો દિવસ કે દરેક પ્રસંગમાં ભગવાનનું નામ કે પોતાનું કર્તવ્ય યાદ રાખવાની ઇચ્છા હોય તેમણે એક કોઈ પદ કે સ્તવન યા જેમાં પોતાનું કર્તવ્ય વર્ણવેલું હોય યા વૈરાગ્ય ભાવને સૂચવતું હોય તેવું કોઈ પદ લઈને ઉઠતાવેંત જ ધીમેધીમે મધુર રાગે પણ લંબાવીને, તેના અર્થમાં ધ્યાન આપીને, વારંવાર ઊંચે સ્વરે બોલવું તેનો એટલો બધો દૃઢ સંસ્કાર બંધાશે કે દિવસના કોઈ પણ ભાગમાં અને કોઈ પણ કામના પ્રસંગમાં તે પદનું અમુક વાક્ય તેના મુખમાંથી સ્વાભાવિક રીતે જ નીકળ્યા કરશે. એટલું જ યાદ રાખવાનું છે કે તે પદ કે વાક્યનો જેટલો મજબૂત સંસ્કાર મન ઉપર પડ્યા હશે તેટલી જ ઉતાવળથી તે યાદ આવશે. જો સંસ્કાર દઢ પડયો ન હશે તો વારંવાર યાદ નહિ આવે. તે પદ બોલતી વેળાએ બીજા વિચારો
Page #22
--------------------------------------------------------------------------
________________
ચાલુ સ્વર પ્રમાણે પગ નીચો મૂકવો
[ પ ] મનમાં હશે નહિ તો જ મજબૂત સંસ્કાર મન ઉપર પડશે એ વાત ખાસ ધ્યાનમાં રાખવી. મન ઉપર મજબૂત સંસ્કાર પાડવા માટે દિવસના ભાગમાં હાલતાં, ચાલતાં, સુતાં, બેસતાં કે હરકોઈ કામકાજ કરતાં નિરંતર મનમાં નવકારમંત્ર ગણવાની ટેવ રાખવી, રસ્તે ચાલવું તેમાં પગનું કામ છે. પગ ચાલવાનું કામ કરશે તે વેળાએ મન તો વિચારો કરવાનું પોતાનું કામ ચાલુ રાખશે જ. તે વેળાએ વિના પ્રયોજનના સારા-નઠારા વિચાર કરવા તેના કરતાં પરમાત્માનું નામ મનમાં લેવાય તો શી હરકત છે? કાંઈ જ નહિ. આવી જ રીતે નવરા બેઠા હોઈએ, કાંઈ કામકાજ ન હોય તે અવસરે પણ આડાઅવળા નિરૂપયોગી વિચારો કરવા તેના કરતાં ભગવાનનું નામ લઈએ તો આપણને કાંઈ પણ નુકસાન ન થતાં ઊલટું પુણ્ય બંધાય છે. તેમજ રાત્રિએ પથારીમાં સુતા હોઈએ અને ઊંઘ આવતી ન હોય, તો ઊંઘ લાવવા માટે પથારીમાં આમતેમ આળોટો અને ઊંઘ લાવવા માટે આર્તધ્યાન કરતા હો, તેને બદલે ઊંઘ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી પરમેશ્વરનું નામ લીધા કરો તો કેટલો બધો ફાયદો થાય? ભગવાનનું નામ લેતાં લેતાં ઘણીવાર તરત ઊંઘ આવી જાય છે. આપણું ધ્યાન ઈશ્વરના નામમાં હોવાથી રાત્રિએ સ્વપ્ન પણ સારાં સારાં આવે છે અને તેટલા વખત માટે પાપનો માર્ગ પણ બંધ થાય છે. માટે નિરંતર પરમાત્માનું નામ લેવાની ટેવ રાખવાથી તે અભ્યાસ મજબૂત થાય છે.
भनभां होठ न हलावतां परमात्मानुं नाम हातांथालतां गमे तेवा स्थणे लेवामां आवे तो पाश गेरायटो થતો નથી પણ ઊલટો સારો ફાયદો થાય છે. (ચાલુ સ્વર પ્રમાણે પગ નીચો મૂક્યો)
ત્યાર પછી પથારીનો ત્યાગ કરવા, પથારીમાં બેઠા થવું અને
Page #23
--------------------------------------------------------------------------
________________
[ ૬ ]
ગૃહસ્થ ધર્મ
નીચા ઊતરવું, આપણી નાસીકાનાં બે છિદ્રો છે, જેમાંથી શ્વાસ બહાર નીકળે છે, અને અંદર લેવાય છે. તે બન્ને છિદ્રોમાં એકસાથે પવન તો કોઇક જ વખત ચાલે છે. ઘણી વખત તો એક જ છિદ્રમાંથી પવન ચાલે છે. જે નાસિકાના છિદ્રમાંથી પવન ચાલતો હોય તે પગ પથારીમાંથી પહેલો હેતો મૂક્યો. જો બન્ને નાસિકાના છિદ્રમાંથી પવન સાથે ચાલતો હોય તો પગ નીચા મૂકતાં પહેલાં પથારીમાં બેસીને પરમાત્માનું નામ લીધા કરવું. બન્ને નાસિકાનો પવન સાથે ચાલતો હોય તે વેળાએ નીચા ઉતરવાથી કે કોઈ પણ કામની શરૂઆત કરવાથી તેમાં લાભને બદલે નુકસાન થાય છે. માટે તેટલા વખત માટે તો પરમાત્માનું નામ લેવું કે ધ્યાન કરવું તેથી મન પણ સ્થિર થાય છે. બન્ને નાસિકામાં પવન વધારે વખત સાથે ચાલતો નથી. થોડી જ વારમાં બીજી નાસિકાના છિદ્રમાં પલટાઇ જઇ એક નાસિકામાં ચાલુ થાય છે.
थे नासिमांथी भवन थालतो होय ते पग हेठो મૂકવાથી કે કોઈ કામ કરવું હોય તે વખતે તે પગ પ્રથમ ઉપાડી આગળ ધરી પછી બીજો પગ ઉપાડીને ચાલવાથી हाथ ते अभ सिद्ध न थाय तो पा नुसान तो धतुं नथी. ઘણે ભાગે તો ધારેલ કામ સિદ્ધ થાય છે.
પછી સુતી વખતનાં પહેરેલા વસ્ત્રો બદલાવીને બીજા વસ્ત્રો પહેરવાં અને સારા પવિત્ર ઠેકાણે બેસી નવકારમંત્રનું સ્મરણ કરવું. સ્થળ અને વસ્ત્રો શા માટે પવિત્ર રાખવાં ?
આપણે કાંઈ સારા કે ખોટા વિચારો કરીએ છીએ, કે સંસાર વ્યવહાર ચલાવવાની જે ક્રિયાઓ કરીએ છીએ તેની આપણાં પહેરેલાં વસ્ત્રો ઉપર થોડી ઘણી અસર થાય છે. તેના મલિન પરમાણુઓ તે
Page #24
--------------------------------------------------------------------------
________________
સ્થળ અને વસ્ત્રો શા માટે પવિત્ર રાખવા
[ 9 ] વસ્ત્રમાં પરિણમી જાય છે, ભરાઇ રહે છે. તે વિચારોવાળા મનના કે શરીર દ્વારા કરેલી ક્રિયાનાં પરમાણુઓ તે સ્થળમાં-મુકામમાં કે ઓરડા, પ્રમુખમાં પણ ભરાઇ રહે છે. તેથી તે પ્રદેશનું વાતાવરણ તે પરમાણુવાળું થઈ જાય છે, અને તે મુકામમાં આવનાર માણસના મન ઉપર થોડી કે વધારે અસર પણ કરે છે. તેના મલિન વિચારથી વાસિત થયેલા મુકામમાં બેસી ધાર્મિક ક્રિયા કરનારના વિચારોમાં સારો સુધારો થતો નથી. મન ઠરતું નથી પણ આડાઅવળા હલકા વિચારો કરતું રહે છે. પોતાના અપવિત્ર મનની સાથે આ અપવિત્ર સ્થળ એક કારણ છે તેથી મન પવિત્ર રહેતું નથી.
આપણા અનુભવની જ આ વાત છે કે એક સ્થળે કજીયો કે મારામારી થતી હોય ત્યાં ઊભા રહેનારના મન ઉપર પણ તેની અસર થયા વિના રહેતી નથી. અને બેમાંથી કોઈના પક્ષમાં પોતે ઊભો રહી છેવટે મનથી પણ એકનો જય અને બીજાનો પરાજય થાય તેવી ઇચ્છા કર્યા સિવાય રહી શકાતું નથી.
એક માણસ લડાઈનાં છાપા વાંચે છે, તેટલાથી પણ મન ઉપર એકના જયની કે પરાજયની લાગણી થઈ આવે છે. એકનો જય થતો જોઇ હર્ષ થાય છે, બીજાના પરાજયથી નારાજ થવાય છે. અથવા એક વેશ્યાના ઘરમાં જઇ ઊભા રહો. તમે ગમે તેવા દઢ મનના હશો તો પણ ત્યાંનું વાતાવરણ એટલું મલિન-વિષયવાસનાથી ભરપુર હોય છે કે, તેની સહજ પણ મન ઉપર અસર થયા સિવાય રહેતી નથી.
કદાચ તમે કોઇ શાંત સ્વભાવી, આત્મરમણતા કરનાર અને દયાની કેવલ મૂર્તિ જ હોય તેવા મહાત્મા પુરુષના સમાગમમાં આવશો ત્યાંના પવિત્ર વાતાવરણના કારણથી એક ઘડીભર પણ તમારા ખરાબ વિચારો શાંત થઈ જશે. વિવિધ પ્રકારની ઉત્તમ ભાવનાઓ તમારા હૃદયમાં સ્ફુરવા માંડશે. આત્મસાધન કરવાનું કે દયાની લાગણીવાળું
Page #25
--------------------------------------------------------------------------
________________
[ ૮ ]
ગૃહસ્થ ધર્મ મન થઈ આવશે. તમારા ખરાબ કર્તવ્યનો પશ્ચાત્તાપ થશે અને નિર્દોષ જીવન ગાળવાની ઇચ્છા થશે. તે મહાત્મા પુરુષ ભલે તમને કાંઇ પણ ન કહે, છતાં તમારું હૃદય ધર્મની લાગણીવાળું થશે. આમ થવાનું કારણ તમે શોધશો તો તમને જણાશે કે પવિત્ર વિચારોથી ત્યાંનું સ્થળ અને વાતાવરણ શુદ્ધ-પવિત્ર બનેલું છે.
આ જ રીતે તમે કોઇ તીર્થસ્થાનમાં કે પ્રાર્થના કરવાના દેવમંદિરમાં જશો તો ત્યાં પણ તમારું મન સંસાર વ્યવહારના વિચારો બંધ કરી, પરમાત્માના સ્મરણમાં કે કોઈ તેવા જ ભક્તિના માર્ગમાં જ પ્રવેશ કરવાની ઇચ્છા કરશે. આ સર્વનું કારણ એજ છે કે, સારા કે ખોટા વિચારો કે ક્રિયાઓ જે સ્થળે કરાયેલી હોય છે ત્યાંના સ્થળ કે વાતાવરણમાં તેની અસર થયા સિવાય રહેતી નથી.
જ
શાસ્ત્રમાં પણ કહ્યું છે કે સ્ત્રીઓનાં ધાર્મિક ક્રિયા કરવાનાં વસ્ત્રો પુરુષોએ પહેરવાં નહિ. તેમ જ જે સ્થળે સ્ત્રી કે પુરુષ બેઠાં હોય તે સ્થળે બ્રહ્મચારી પુરુષ કે સ્ત્રીઓએ બે ઘડી થયા સિવાય બેસવું નહિ. આનું કારણ પણ તે જ છે કે વસ્ત્રમાં કે ભૂમિ ઉપર તેમના વિચાર કે ક્રિયાની અસર થયા સિવાય રહેતી નથી. માટે જ કહેવામાં આવ્યું છે કે વસ્ત્ર શુદ્ધ પહેરવાં અને સુવાની જગ્યાથી અલગ धरना हो पड़ा लागमां धार्मिङ डिया डरवा भाटे नियमित કરેલી જગ્યા હોય ત્યાં જઇ બેસી પરમાત્માનું ચિંતન કરવું. नमस्कार मंत्रनो भय उरखो.
પરમાત્માનું સ્મરણ કરવા માટે ઉત્તર દિશા તરફ કે પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેસવું. ધર્મધ્યાન માટે આ બે દિશાઓને શાસ્ત્રમાં પવિત્ર માનવામાં આવી છે.
આથી એ નિશ્વય થયો કે વસ્ત્ર શુદ્ઘ પહેરવાં, સ્થળ પવિત્ર હોવું જોઈએ, શરીર પવિત્ર હોય અને ઉત્તત્તર કે પૂર્વ
Page #26
--------------------------------------------------------------------------
________________
ઉત્તમ પ્રકારનો જાપ
[ ૯ ] दिशा तरभुज राजी स्थिर थित्ते परमात्मानुं स्मराश उर.
અહીં કોઈ શંકા કરે કે શરીર પવિત્ર ન હોય, વસ્ત્ર શુદ્ધ ન હોય અને મુકામ અલગ ન હોય તો શું પરમાત્માનું સ્મરણ ન કરવું?
આનો ઉત્તર એ છે કે બધી સગવડ હોય તો તેમ જ કરવું, પણ તેવી સગવડ ન હોય તો પછી ગમે તેવી રીતે પણ પરમાત્માનું સ્મરણ તો અવશ્ય કરવું જ જોઈએ, લુગડાં સારાં ઊંચા ન હોય તો પછી હલકાં પણ પહેરવાં જ જોઈએ. સારું ખાવાનું ન મળે તો પછી સાદું ભોજન પણ કરવું. ભૂખ્યા તો નજ મરવું જોઇએ. આજ ન્યાયે તેવી સગવડ ન હોય તો પછી ગમે તેમ પણ સ્મરણ તો કરવું જ. શાસ્ત્રમાં કહ્યું પણ છે કે,
अपवित्रः पवित्रोवा सुस्थितो दुःस्थितोऽपिवा
ध्यायन्यंचनमस्कारं सर्वः : पापैः प्रमुच्यते. १ (ઉપર કહેલ સાધનની સગવડતા ન હોય તો) અપવિત્ર હોય કે પવિત્ર હોય. નિરોગી હોય કે રોગી હોય, પંચનમસ્કારનું ધ્યાન કરતાં સર્વ પાપથી મુક્ત થવાય છે. કોંધ: વિશેષ એ છે અપવિત્ર વસ્ત્રો કે શરીરવાળાએ તે જાપ હોઠ ન ચાલે તેમ મનમાં કરવો.
ઉત્તમ પ્રકારનો જાપ
જાપ ત્રણ પ્રકારે થાય છે : ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય. પાની વિધિ વડે જાપ કરવો તે ઉત્કૃષ્ટ-ઉત્તમ જાપ કહેવાય છે. કેમ કે તેમાં ચિત્તની એકાગ્રતા થાય છે. મન ઠરે છે. હલકા વિચારો આવી શકતા નથી. તેથી તેનો લાભ પણ વધારે મળે છે.
તે જાપ આ પ્રમાણે કરાય છે. તમારા હૃદયમાં એક આઠ પાંખડીનું કમળ ચિંતવો અને તેની અંદરના ભાગમાં બરાબર સિદ્ધચક્ર આવેલાં છે તેમાં નવપદોને સ્થાપન કરો એટલે વચમાં અરિહંત, ઉપર
Page #27
--------------------------------------------------------------------------
________________
______હસ્થ થમ
[ ૧૦ ]] સિદ્ધ, પડખે આચાર્ય, નીચે ઉપાધ્યાયજી, પડખે સાધુ, અને ચારે ખૂણા ઉપર અનુક્રમે દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ, આ ચાર પદ મૂકો. આમ કરવાથી બરાબર સિદ્ધચક્રના મંડળ જેવું મંડળ થશે. હવે તે નવપદોનો જાપ એક એક પદ ઉપર ધ્યાન રાખી ચાલુ કરો. આ ચાલુ જાપ વખતે બની શકે તો ડાબો પગ જમણા સાથળ ઉપર અને જમણો પગ ડાબા સાથળ ઉપર મૂકવારૂપ પદ્માસન કરો. વાંસાની કરોડનો ભાગ સિધો ટટ્ટાર રાખો. મસ્તક પણ સીધું જ રાખો. આંખો મીંચી લો અને અંદરની દૃષ્ટિ હદયમાં રાખો.
નમો અરિહંતાણ' – આ પદ તે હૃદયમાં રહેલા આઠ પાંખડીના કમળની વચમાં રહેલી અરિહંત ભગવાનની મૂર્તિ સામે દષ્ટિ રાખી બોલો. મનમાં જ બોલો. હોઠ પણ ચાલવા ન જોઈએ. એ બોલતી વખતે તે પદના અર્થમાં સાથે જ દષ્ટિ આપો કે “અરિહંત ભગવાનને નમસ્કાર કરું છું. આ સાથે મન વિશેષ પ્રકારે તેમાં રોકાઈ રહે તે સારું તે અરિહંત ભગવાનની મૂર્તિ શ્વેત ચંદ્ર જેવા પ્રકાશવાળી શાંત છે, તે શ્વેત રંગ કે પ્રકાશનો સહજ આભાસ પડે ત્યાં સુધી જરા થોભો, અથવા “નમો અરિહંતાણં એ પદના અક્ષરો શ્વેત રંગના દેખાય તેમ ચિંતવો, અને તેનો ઝાંખો પણ આભાસ પડે ત્યાર પછી ત્યાંથી દષ્ટિ ઉપાડી ઉપરની પાંખડીમાં રહેલા સિદ્ધ ભગવાન તરફ દૃષ્ટિ સ્થાપન કરી “નમો સિદ્ધાણં' આ પદ મનમાં બોલો આ સાથે ઉગતા સૂર્યના જેવા લાલ પ્રકાશવાળી તે સિદ્ધ ભગવાનની મૂર્તિ દેખવી, તેમ જ તેનો અર્થ “સિદ્ધ ભગવાનને નમસ્કાર કરું છું.” તેની ધારણા પણ મનમાં રાખવી. જો મૂર્તિ ઉપર ધારણા હોય તો મૂર્તિની સહજ પણ આભાસવાળી ઝાંખી થયા પછી આગળ વધવું. અથવા તે પદના અક્ષરો ઉપર ધારણા રાખી હોય તો તે અક્ષરોની ઝાંખી છાયા લાલ વર્ણની દેખાયા પછી આગળ જાપ કરવો. મૂર્તિ કે અક્ષરો બેમાંથી
Page #28
--------------------------------------------------------------------------
________________
ઉત્તમ પ્રકારનો જાપ
[૧૧ ] એકની ધારણા રાખવી. બેની સાથે ધારણા રાખવી નહિ.
ત્યાર પછી ત્યાંથી દષ્ટિ ઉપાડી પડખેની પાંખડી ઉપર રહેલા આચાર્ય તરફ ધ્યાન આપવું. અને પછી “નમો આયરિયાણં' આ પદ બોલવું. આચાર્ય મહારાજને નમસ્કાર થાઓ.” આ અર્થની છાપ મનમાં પાડવી. તે સાથે પીળા વર્ણની આચાર્યની મૂર્તિ કે અક્ષરોની ઝાંખી થાય ત્યાં સુધી સ્થિરતા રાખી કાંઈપણ ચિંતન કર્યા સિવાય તે ત્રીજા પદ ઉપર જ મનને ધારી રાખવું. ત્રીજા પદની ઝાંખી થયા પછી દષ્ટિ ત્યાંથી ખસેડી નીચેની પાંખડી ઉપર રહેલા ચોથા ઉપાધ્યાયજી તરફ દૃષ્ટિ સ્થાપવી. “નમો ઉવઝાયાણં' આ પદ બોલવું. સાથે ઉપાધ્યાયજી મહારાજને નમસ્કાર કરું છું. તે અર્થનું ધ્યાન રાખવું. પછી લીલા રંગની ઉપાધ્યાયજીની મૂર્તિ કે અક્ષરો જોવા. તેની ઝાંખી થયા પછી ત્યાંથી દષ્ટિ ઉઠાવવી.
પાંચમા પદ ઉપર રહેલા સાધુ મહારાજ તરફ દષ્ટિ સ્થાપીને નમો લોએ સવ્વસાહૂણં' એ પદ બોલવું. અને લોકમાં રહેલા “સર્વ સાધુઓને નમસ્કાર કરું છું' આ અર્થ ધારવો. સાથે કાળા વર્ણવાળી તે સાધુની મૂર્તિ દેખવી. અથવા “નમો લોએ એ મંત્રના કાળા અક્ષરો જોવા. તે દેખાયા પછી ત્યાંથી દષ્ટિ ખસેડવી નહી. દેખાય ત્યાં સુધી એકી નજરે એક ભાવનાએ જ મન ત્યાં સ્થિર જ કરી દેવું.
પછી સિદ્ધ ભગવાન્ને આચાર્ય મહારાજના વચલા ભાગ તરફના ખૂણામાં દષ્ટિ આપી ત્યાં “નમો દંસણસ્સ' એ પદ બોલવું. અને સમ્યગ્દર્શનને નમસ્કાર કરું છું. એ અર્થ ઉપર ધ્યાન આપવું. સાથે તે પદના બધા અક્ષરો ઘણા જ શ્વેત (ધોળા) છે તે દેખાયા પછી ત્યાંથી દષ્ટિ ખસેડવી.
તેના નીચલા ભાગના ખૂણામાં આવેલા જ્ઞાનપદ ઉપર દષ્ટિ સ્થાપવી અને “નમો નાણસ્સ” એ બોલવા; પછી જ્ઞાનને નમસ્કાર
Page #29
--------------------------------------------------------------------------
________________
_ગૃહસ્થ ધર્મ
[ ૧૨ ] થાઓ એમ અર્થ ચિંતવવો અને તે શ્વેત અક્ષરો તરફ દષ્ટિ આપી તે અક્ષરોનો આભાસ ઝાંખો પડે ત્યાં સુધી ત્યાં સ્થિરતા કરવી ત્યાર પછી ત્યાંથી દષ્ટિ ઉપાડવી.
ઉપાધ્યાયજી અને સાધુના વચમાં ખૂણા તરફ રહેલા ચારિત્રપદ ઉપર દષ્ટિ રાખી “નમો ચારિત્તસ” એ પદ બોલવું અને “ચારિત્રને નમસ્કાર થાઓ.” એ અર્થ ચિંતવવો. સાથે તે પદના શ્વેત અક્ષરો કલ્પી તેને જોવાનો પ્રયત્ન કરવો. છેવટે તે અક્ષરો દેખાયા પછી થોડા ઝાંખા પડતા ત્યાંથી દષ્ટિ ઉપાડવી.
સાધુ અને સિદ્ધપદના વચમાં આવેલા તપપદ ઉપર દષ્ટિ સ્થાપવી. “નમો તવસ્સ” એ પદ બોલવું અને તપને નમસ્કાર કરું છું. એ ધ્યાન રાખવા સાથે તપપદના શ્વેત અક્ષરો જોવા માટે પ્રયત્ન કરવો. તે દેખાય એટલે ત્યાંથી દષ્ટિ ઉઠાવી તે જ અનુક્રમે પાછો ફરીને નમસ્કાર મંત્રનો જાપ કરવો. આ પ્રમાણે જ્યાં સુધી સ્થિરતા હોય ત્યાં સુધી જાપ કરવો. ઓછામાં ઓછો બે ઘડી સુધી જાપ કરવો જોઈએ.
તે કમળમાં રહેલ મૂર્તિ કે પદ સામી દષ્ટિ, તેનો જાપ, તેનો અર્થ, અને તેનો વર્ણ (અક્ષરો કે મૂર્તિનો રંગ) તે ઉપર દષ્ટિ રાખવાનું નવીન અભ્યાસીને શરૂઆતમાં કઠણ પડે તો પછી જેમ સગવડ પડે તેમ કરવું પણ જાપ અને અંતરમાં તે પદો ઉપર દષ્ટિ સ્થાપવી. આટલાથી તો શરૂઆત કરવી જ જોઈએ આ ઉત્તમ પ્રકારનો પહેલો જાપ સમાપ્ત થયો.
( મધ્યમ પ્રકારનો જાપ
નવકારવાળી (માળા) હાથમાં લઈને જાપ કરવો. તે મધ્યમ પ્રકારનો જાપ છે. કારણ કે આમાં મનને રોકે તેવા આલંબનો ઓછાં
Page #30
--------------------------------------------------------------------------
________________
ત્રીજા પ્રકારનો જાપ .
_[ ૧૭ ] છે. તથા જે પદ મુખે બોલાય તેના અર્થ ઉપર સાથે જ ધ્યાન આપવાથી આમાં પણ મન સ્થિર થાય છે. એટલે જાપ સિવાય બીજે ભટકતું મન અટકે છે અને તેથી જાપનું ઉત્તમ ફળ મળે છે.
આ જાપ કરવાનો હેતુ લક્ષમાં એવો રાખવો જોઈએ કે આ જાપથી મારાં માલન કમનો નાશ થાય છે. મારું મન શુદ્ધ થતું જાય છે. મલિન વાસનાઓ નાશ પામતી જાય છે. सारा वियारोभा वधारो थतो काय अने मात्भानु स्वइप પ્રગટ થતું ચાલે છે. આ ભાવના શરૂઆતમાં જ દઢ કરી पछी सप श३ ठरवो. लावनाना अणना प्रभाशमां तेवो १ नवीन ईरहार तभारा मनमां थतां तमे अनुलवशो. મનમાં ચોક્કસ નિર્ણય કરો કે હું જે વખતે જેટલી વાર પરમાત્માનું સ્મરણ કરું છું, તે વખતે તેટલી વાર મલિન વિચારો, વાસનાઓ કે કર્મો ઉપર હથોડાના ઘાની માફક ઘા પડે છે, અને તે કર્મોને નબળાં કરી વિખેરી નાંખે છે, જાપનું બળ જેટલું વધશે તેટલું જ બળ મલિન કર્મોનું ઓછું થશે.
ત્રીજા પ્રકારનો જાપ કોઈ પણ પ્રકારે મનને રોકયા વિના જાપ કર્યા કરવો તે જઘન્ય જાપ છે. જાપ કરતો જાય અને વચમાં વાતો પણ કરતો જાય. હું શું બોલું છું તેનું પણ ભાન ન હોય. અર્થ ઉપર લક્ષ પણ હોય નહીં. અને નાના છોકરાઓ જેમ મોપાઠ લઈ જાય છે તેમ નવકાર મંત્રનો પાઠ ગયે જ જાય લાંબા વખતના અભ્યાસને લઈ તે ભૂલી ન જાય પણ ચિત્ત બીજે ફરતું હોય, વિચારો થતા જાય અને માળાના મણકા પણ ફેરવ્યા જવાય. વળી કેટલો જાપ થયો તેની સંખ્યાનું પણ ભાન ન હોય. (શરૂઆતમાં જાપની સંખ્યા રાખવાની પણ જરૂરિયાત છે.
Page #31
--------------------------------------------------------------------------
________________
–
ગૃહસ્થ ધર્મ
[ ૧૪ ]]. કારણ કે અમુક સંખ્યા જેટલો કે અમુક વખત સુધી જાપ કરવાનો નિયમ કરવાથી તેટલા વખત માટેની શરૂઆતથી જ લાગણી બંધાય છે. અને તેટલો પૂરો કરવાનો ઉત્સાહ બન્યો રહે છે) આ સર્વ જાપ જઘન્ય છે. તેનું ફળ ઘણું થોડું મળે છે.
રસ્તે ચાલતાં મનમાં જાપ કરવો, સંખ્યાનો નિયમ તેમાં ન રાખવો, આજુબાજુ જોવાનું પણ ધ્યાન આપવું, બોલવાની પણ જરૂરિયાત પડે. છતાં જો મન બીજા વિચારો કરી, અrs અવળે રસ્તે દોરવાઈ, કર્મબંધ થાય તેવી પ્રવૃત્તિ કરતું હોય તો તે अटडाववा भाटे धन्य प्रडारनो काप थाय तोपा हरत નથી. કારણ કે નુકસાનને બદલે આમાં થોડો પણ લાભ છે. જ્યારે ઉત્તમ પ્રકારનો જાપ કરવાનો પ્રસંગ આવે ત્યારે તો તેજ કરવો અને તેના અભાવમાં આ પણ જાપ કરવાનો ભૂલવું નહિ. આ પ્રમાણે ત્રણે પ્રકારમાંથી કોઈ પણ પ્રકારનો જાપ પ્રસંગે ચાલુ રાખવો.
આ ઉત્તમ તાપમાં બતાવેલા નવપદોમાં અરિહંત અને સિદ્ધ બે દેવ છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણ ગુરુ છે અને દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપે એ ચારે ધર્મ છે. એમ આ જાપમાં દેવ, ગુરુ અને ધર્મને નમસ્કાર કરવામાં આવે છે, એટલે જે સ્થિતિની પ્રાપ્તિ કરવાની છે, તેના નામનો જ જાપ કરવાનું તેમાં આવે છે. આ નવપદજીને બદલે નવકાર મંત્રનો જાપ કરો તોપણ હરકત નથી. वेभ प रती वजते विक्षेप मोछो सने सागता वधारे તેમ કર્મમળ થી ઝડપથી ઓછો થવા માંડે છે અને જેને દુનિયાના સુખની ઇચ્છા હોય તેને તે પણ પ્રાપ્ત થાય છે. જેવા ઉદ્દેશથી-હેતુથી જાપ કરવામાં આવે છે, સ્થિરતા મેળવાય છે તેવો ઉદ્દેશ કે હેતુ તેનાથી પાર પડે છે. છતાં અહીં સૂચના रवानी से छेटुनियाना प्रसंगो मी प्रयत्नथी पाया
Page #32
--------------------------------------------------------------------------
________________
ત્રીજા પ્રકારનો જાપ * મળી શકે છે અને તે ક્ષણિક છે. પરિણામે દુઃખરૂપ છે; અરય નાશ પામનારા છે. અને તેનું પરિણામ પ્તિ કરનારું આવતું જ નથી તો તેને માટે આરાસુખ મેળવવાનું ચૂકી દઈ, પરિણામે કુકસાન કરનારી ઈચ્છાઓને પોષણ આપવા માટે આ જાપ ન થાય તો વધારે સારું છે. કોઈ પણ જાતના ફળની ઈચ્છા રાખ્યા સિવાય જાપ કરવાથી કર્મમળ ઘટે છે; અને ઇચ્છા પૂર્ણ કરવા માટે જાપ કરવાથી પણ નવીન શુભ બંધ તો થાય છે જ.
જાપ કરી રહ્યા પછી વિચાર કરવો કે હું કોણ છું? મારું કર્તવ્ય શું છે? મારો ધર્મ શું છે? મારું કર્તવ્ય મેં કેટલું બનાવ્યું છે? મારા પૂર્વજો કોણ હતા? તેમણે અગત્યનાં કર્તવ્યો શું શું કર્યા છે? શું મારી નિર્બળતા છે? મારો પ્રમાદ છે? અથવા કોઈ બીજી હરકતો છે? તે દૂર થઈ શકે તેમ છે? છે તો ક્યા ઉપાયથી? તે ઉપાયો કામે લગાડયા છે? હવે ઉપાયો કામે લગાડી શકાય તેમ છે? તેમાં અન્યની મદદની જરૂર છે? તે મળી શકે તેમ જણાય છે? અન્યને મદદ કરી છે? તારે હાથે કોઈ પરોપકારી કાર્યો થયાં છે? થયા હોય તો તેની અનુમોદના કર, ન થયાં હોય તો તે કરવા માટે સાવધાન થા. ગયા વખતનો પશ્ચાતાપ કરી ભવિષ્ય માટેનો નિશ્ચય કર. પોતાના કોઈ ઉત્તમ કાર્ય કરનાર પૂર્વજની સાથે પોતાની સ્થિતિનો કર્તવ્યનો મુકાબલોસરખામણી કર. તેના જીવન સાથે તારું જીવન સરખાવ. પૂર્વજના ઉત્તમ જીવનો એ એક આરિસો છે તેમાં તારું મુખ જો અને જે ન્યૂનતા જણાય તે પૂર્ણ કરવા અને બની શકે તો તેથી પણ આગળ વધવા નિર્ણય કર.
ઉત્તમ જીવનવાળા પોતાના પૂર્વજો સાથે પોતાની સરખામણી કરતા પોતાની ન્યૂનતા સમજાય છે. તે સાથે તેમણે નિયમિત કરેલા
Page #33
--------------------------------------------------------------------------
________________
[ ૧૬ ]
ગૃહસ્થ ધર્મ
રસ્તા ઉપર ચાલવાની પોતાની શક્તિ, યોગ્યતા કે અયોગ્યતાની ખબર પડે છે.
તેજ રસ્તે ચાલવું કે ફેરફાર કરી અન્ય રસ્તો લેવો તે સમજાય છે તેમને પડેલી અડચણોથી સાવચેત રહેવાની ચેતવણી મળે છે. ટૂંકમાં કહીએ તો તેમના જીવનમાંથી એટલા બધા અનુભવો અને પ્રેરણા મળે છે કે પોતાનો માર્ગ ઘણી સહેલાઈથી સુગમ કરવાની કુંચીઓ પ્રાપ્ત થાય છે.
ઘણા વખતના અભ્યાસથી પોતાનું જીવન સારું બનાવવામાં આવે છે. અડચણરૂપ જણાતા કોઇ મોટા દુર્ગુણો ત્યાગી ન શકાતા હોય તેમ પોતાને જણાય તો એક પછી એક અનુક્રમે ધીમે ધીમે ત્યાગ કરતાં રહેવું, પ્રથમ કાયમનો ત્યાગ બની શકે નહિ તો એકાદ માસનો કે એકાદ દિવસ જેટલી ટૂંકી મુદતથી તેનો ત્યાગ કરવાની ટેવ પાડવી. અથવા તેથી પણ ઓછી એકાદ પહોર કે કલાકથી શરૂઆત કરવી. અને તેમાં દૃઢતાપૂર્વક નિયમિત વધારો કરતાં રહેવું.
જેમ દુર્ગુણો માટે આ ક્રમ નિયમિત રીતે ચાલુ રાખવો, તેમ એકાદ કે તેથી વધારે સદ્ગુણોમાં વધારો કરવા માટે પણ તેવા જ ક્રમથી વધવાની ટેવ પાડવી. ધીમો પણ કાયમનો વધારો થતાં સદ્ગુણમય જીવન થશે. અને દુર્ગુણો સદાને માટે ચાલ્યા જશે.
દુર્ગુણોનો ત્યાગ ન કરી શકાય તોપણ સદ્ગુણોનો વધારો કરતા રહેવું. એકંદર પરિણામ એ આવશે કે સદ્ગુણના ધક્કાથી દુર્ગુણોને પાછા હઠવું પડશે. અને તેની જગ્યાએ સદ્ગુણ ગોઠવાઇ જશે.
આ સર્વ સ્થિતિમાં સુધારો થવાનું મૂળ કારણ વિચાર શક્તિ છે. વિચાર શક્તિની મદદ વિના ઓઘ સંજ્ઞાએ ગાડરિયા પ્રવાહ માફક ચાલતાં આગળ વધી શકાતું નથી. દુર્ગુણો ઘટતા નથી ને સદ્ગુણો વધતા નથી. આગળ વધવાના વિચાર વિના બીજું એકે કારણ યોગ્યતા
Page #34
--------------------------------------------------------------------------
________________
ત્રીજા પ્રકારનો જાપ
[ ૧૭ ] ધરાવતું નથી. કર્તવ્ય કે અકર્તવ્ય તેનું ભાન વિચારથી થાય છે; અને આજ સુધી શું ફાયદો કે ગેરફાયદો થયો તે પણ વિચારથી જ જાણી શકાય છે. કોઇ પણ કામ કરતાં આ કામ શા માટે કરવું જોઇએ ? અને આટલા દિવસ પ્રયત્ન કર્યો તેનું પરિણામ શું આવ્યું ? તેનો વિચાર અવશ્ય કરવો જ જોઇએ.
પ્રયત્ન કર્યા છતાં કાંઇ ફાયદો ન જણાય તો સમજવું જોઇએ કે આપણો પ્રયત્ન યોગ્ય દિશામાં થતો નથી. અથવા જેને માટે પ્રયત્ન કરીએ છીએ તેનું કારણ કોઇ બીજી જાતનો પ્રયત્ન હોવો જોઇએ. બીજ વાવીએ અને અમુક મુદત સુધી અંકુરો પણ ન ફુટે (ફળની વાત દૂર રહી) તો સમજવું જોઇએ કે કાં તો જમીન ખારી હોવી જોઇએ અને કાં તો બીજ બળી ગયેલું હોવું જોઇએ નહિતર યોગ્ય પ્રયત્ન છતાં પરિણામ કેમ ન આવે ?
પ્રયત્ન કરવા યોગ્ય છે કે નહિ તેનો વિચાર બરોબર કરવો જોઇએ. કેટલીક વખત બીજ વાવીને તરત જ ફળની આશા રાખનારા નિરાશ થાય છે તેમ ન જ થવું જોઇએ. અમુક મુદતની હદ તો જોઇએ જ. ત્યાર પછી જ ફળ ન આવે તોપણ અંકુરો તો ફૂટવો જોઇએ. નાના છોડવાનું રૂપ બીજે લેવું જ જોઇએ. તોપણ તેનાથી અમુક કાળે ફળ આવશે તેમ ધારણા બાંધી ધીરજ ધારી શકાય છે. આવી જ રીતે જે કર્તવ્ય કરો તેના ઊંચા ગુણો તત્કાળ ન પ્રાપ્ત થાય તોપણ હૃદયમાં શાંતિ, વિક્ષેપ ઓછા, આશા તૃષ્ણામાં સુધારો કષાયની મંદ પરિણતિ, ઇત્યાદિ અંકુરાઓ તો દેખાવા જ જોઇએ.
આ પ્રમાણે ઉત્તમ વિચારોમાં કેટલોક વખત પસાર કરવો અને તેમાં પોતાનું જીવન તપાસી જઇ દુર્ગુણોને હઠાવવા અને સદ્ગુણોને વધારવા માટે ચોક્કસ નિર્ણય કરવો અને આખો દિવસ તે પ્રમાણે વર્તન કરવું, સાંજે પાછી પોતાની પ્રવૃત્તિ અને પ્રગતિ તપાસી જવી.
Page #35
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ].
ગૃહસ્થ ધર્મ
ત્યાવશ્યક
ત્યાર પછી આવશ્યક કરવું, અવશ્ય કરવા યોગ્ય કર્મને આવશ્યક કહે છે. ચાલુ રૂઢિમાં લોકો પ્રતિક્રમણ કહે છે. પણ ખરી રીતે તો પ્રતિક્રમણ એ ચોથો આવશ્યક છે. આવશ્યકના છ ભાગ છે તે માંહીલા ચોથા ભાગને પ્રતિક્રમણ કહે છે. પ્રતિક્રમણ એટલે પાછું હઠવું, કોનાથી પાછું હઠવું? લીધેલ વ્રતો અને ગૃહસ્થને લાયક પાળવા યોગ્ય નિયમો પ્રમાણ વર્તન ન થયું હોય, લીધેલ વ્રતો કે નિયમોની હદ ઓળંગી આગળ નીકળી ગયો હોય તેણે તે ભૂલોને સુધારી પાછું નિયમિત મર્યાદામાં આવવું. લાગેલા અતિચારો કે દોષ તેની તપાસ કરી તેનાથી પાછા હઠવું તેને પ્રતિક્રમણ કહે છે. પ્રતિક્રમણ કરવાની જરૂરિયાત પણ એટલા માટે જ છે.
દરિયામાં ચાલુ વહાણને છિદ્ર પડ્યું હોય તેને જો તરત જ સુધારવામાં ન આવે, તે છિદ્ર તપાસ કરીને પૂરી દેવામાં ન આવે તો તે વહાણમાં પાણી ભરાઈ જઈ ડૂબી જવાનો સંભવ રહે છે. આ જ પ્રમાણે વ્રત-નિયમોરૂપી વહાણમાં કોઈ પણ જગ્યાએ દોષો લાગવા રૂપ છિદ્ર પડયું છે કે નહિ તેની સવાર સાંજ બે વખત તપાસ કરવી અને લાગેલા દોષરૂપ છિદ્રને ફરી ન કરવા રૂપ કે પ્રાયશ્ચિત્ત લેવા રૂપ ક્રિયાઓ દ્વારા તેને તત્કાળ પૂરી દેવું. બંધ કરી દેવું. જેથી વ્રતરૂપ વહાણ કાયમ ટકી રહે છે નહિતર સંસાર સમુદ્રમાં આશ્રવરૂપ પાણી ભરાઈને દરેક રીતે ડુબી જવાનું. અર્થાત્ વ્રતનો નાશ થવાનો સંભવ રહે છે. દિવસમાં બે વખત આ પ્રતિક્રમણ કરવાનો હેતુ એ છે કે, ઘણું નાનું પડેલું છિદ્ર તત્કાળ ખબર પડવાથી તે સહેલાઈથી પૂરી શકાય છે. પણ જ્યારે છિદ્ર ઘણું મોટું અને લાંબા વખતનું પહેલું હોય છે ત્યારે તરત જ બંધ કરી દેવું મુશ્કેલીવાળું થઈ પડે છે, તેમ એક
Page #36
--------------------------------------------------------------------------
________________
આવશ્યક
[ ૧૯ ] ભૂલ જે નિરંતર થયા કરે છે, તેની ખબર લેવામાં આવતી નથી, પણ તે નિરંતરની એક ટેવરૂપ થઈ જાય છે ત્યારે ઊંડી જડ ઘાલીને પડેલાં મૂળને દૂર કરવું જેટલું મુશ્કેલ થાય છે તેટલી જ મુશ્કેલી લાંબા વખતના દોષને દૂર કરવા માટે થાય છે, માટે કોઈ પણ દોષ લાંબા વખતે ટેવરૂપ થઈ ન જાય તે પહેલાં તેનો પ્રતિકાર કરવો, કે જે સહેલાઈથી અસરકારક થઈ નાબૂદ થઈ જાય.
આવશ્યકના છ ભાગમાં પ્રથમ સામયિક આવે છે એટલે બે ઘડી સુધી સમભાવમાં રહેવા માટે પ્રતિજ્ઞા કરવામાં આવે છે. અથવા તે આવશ્યક ક્રિયા જેટલા વખતમાં થઈ રહે તેટલા વખત માટે રાગદ્વેષ વિનાની સમભાવવાળી સ્થિતિમાં રહેવાની પ્રતિજ્ઞા કરાય છે. मोछामा ओछो मे घडी पेटलो वजत धर्मध्यानमा रोवो मा हेतुथी घडी मेवो सामान्य नियम छे. छतां तेथी वधारे पाश वजत रोठवाभां अऽयाश नथी, मने प्रसंगे तेथी मोछो वजत रोडी पाश शाय छे. छतां नियमित રિવાજ બે ઘડીનો છે.
આ સામાયિકમાં પાપવાળા વ્યાપારનો ત્યાગ કરવામાં આવે છે. મનથી, વચનથી અને શરીરથી એનો ઉદ્દેશ બરોબર સચવાય છે કે કેમ? તે બાબતનું બરોબર ધ્યાન તે વખતમાં રાખવું જોઇએ. જ્યારે પાપના વ્યાપારનો ત્યાગ થાય છે ત્યારે મન શાંત થાય છે. હૃદયમાં શાંતિની ઉર્મિઓ ઉઠે છે. વિવિધ વિચારજાળના બોજાથી મન હલકું થાય છે. જો એમ ન થતું હોય અને રાગદ્વેષનાં મોજાંઓ ઉછળતાં હોય તો સમભાવની પ્રતિજ્ઞાનો લોપ થાય છે એમ ધારી વિશેષ સાવચેતી રાખવી, અથવા શરૂઆતમાં બે ઘડીથી પણ ઓછા વખતનો નિયમ લઈ તેવા અભ્યાસ માટે પ્રયત્ન ચાલુ રાખવો અને મનને નિર્દોષ વિચારોમાં જોડી દેવું કે જેથી રાગદ્વેષની વિષમતા ઉત્પન્ન થવાનો
Page #37
--------------------------------------------------------------------------
________________
ગૃહસ્થ ધર્મ
_
_
_
_
___
_
_
_
_
_
_
_
_
_
_
"
૯
[ ૨૦ ] સંભવ રહેશે નહિ. આ રિયા વખતે જે શબ્દોનું ઉચ્ચારણા કરવા તે શબ્દોના અર્થમાં બરોબર લક્ષ આપવાથી હલકા વિચારોને આપવાનો અવકાશ ઘણો ઓછો રહે છે.
સમભાવની પ્રતિજ્ઞાનો પહેલો આવશ્યક આવ્યા પછી, બીજો આવશ્યક ચોવીશ તીર્થકરોની સ્તુતિ કરવાનો આવે છે. આમાં ચોવીશે તીર્થકરોને યાદ કરવા સાથે તેમને નમસ્કાર કરવાનું અને તેમની સ્તુતિ કરવાનું આવે છે. શરૂઆતમાં સમભાવની પ્રતિજ્ઞા કરી છે તેથી भन पवित्र थाय छे तथा योवीश तीर्थंडर देव के पोताना ઈચ્છે છે તેમની સ્તુતિ-મસ્કાર કરવાથી, હદય પહેલાંથી વધારે પવિત્ર બને છે. મનની સ્થિરતા ઘણી સારી થાય
છે.
ત્યાર પછીના ત્રીજા આવશ્યકમાં ગુરુ વર્ગને નમસ્કાર કરવામાં વંદન કરવામાં આવે છે. ગુરુઓ અત્યારના ચાલુ પણ વધારે ઉપકારી છે. તેમને સુખશાંતિ પૂંછવા સાથે નમસ્કાર કરી પોતાથી કોઈ પણ રીતે અજાણતાં પણ કાંઇ આશાતના-અપરાધ થયો હોય તેની ક્ષમા યાચવી, પોતાના હૃદયથી પશ્ચાત્તાપ કરવો અને તેમના ગુણોની અનુમોદના કરવી, આ ગુરુવંદન છે. ગુણાનુરાગથી, ગરુ ઉપરના પ્રેમથી હદય વધારે પવિત્ર બને છે.
ત્યાર પછી ચોથા આવશ્યકમાં પ્રતિક્રમણ આવે છે. ગૃહસ્થધર્મને લાયક વ્રત, નિયમો જે જે લીધેલાં હોય તેમાં કયાં કયાં દોષ લાગ્યો છે તેંદોષો સાંજના વખતે પ્રતિક્રમણ કરાતું હોય તો દિવસના ભાગમાં લાગેલ દોષો યાદ કરવા અને પ્રભાતે પ્રતિક્રમણ કરાતું હોય તો રાત્રિના ભાગમાં લાગેલા દોષોનો વિચાર કરી જવો. જો દોષ લાગ્યો હોય તો તેની માફી માંગવી, પશ્ચાત્તાપ કરવો, ફરી દોષ ન લાગે તે માટે નિશ્ચય કરવો, જેમણે ગૃહસ્થ ધર્મને લાયક બાર વ્રતાદિ લીધેલ
Page #38
--------------------------------------------------------------------------
________________
---------
**J
આવશ્યક
- -- - - - - - - - -- - - - ---- ન હોય તેમણે પણ અભક્ષાદિ ભક્ષણ કર્યું હોય, વિતરાગ દેવની સામાન્ય આજ્ઞા પ્રમાણે શ્રદ્ધાન ન કર્યું હોય, અઢાર પાપસ્થાનકાદિ કર્યા હોય તેને યાદ કરી તેની માફી માગવી. પશ્ચાત્તાપ કરવો. ફરી ન કરવાનો નિશ્ચય કરવો. આનું નામ પ્રતિમા છે.
પાંચમા આવશ્યકમાં કાઉસ્સગ્ગ (કાયોત્સર્ગ) આવે છે, એટલે ચોથા પ્રતિક્રમણ આવશ્યકમાં, જે જે અપરાધો યાદ કર્યા, માફી માગી છતાં તે દોષના નિવારણ કરવાને માટે માફી પણ પૂરતી ન થતી હોય અર્થાતુ માફી માગ્યાથી નિવારણ થઈ શકે તેથી વધારે દોષ લાગ્યો હોય તો તેના નિવારણ નિમિત્તે પ્રાયશ્ચિત નિમિત્તે કાઉસ્સગ્ન કરવામાં આવે છે. જેમાં દર્શન, જ્ઞાન અને ચારિત્ર સંબંધી અતિચારોનું, દોષોનું નિવારણ કરવાનું સામર્થ્ય છે એવા એકાગ્ર ધ્યાન કે સ્તુતિ કરવારૂપ કાઉસ્સગ્ન કરવા તે પાંચમું આવશ્યક છે.
છઠ્ઠા આવશ્યકમાં પચ્ચખાણ કરવામાં આવે છે. પ્રાયશ્ચિત અધિક લાગ્યું હોય કે જે કાર્યોત્સર્ગથી પણ નિવારણ ન થઈ શકે તેવું હોય, તેને માટે પ્રાયશ્ચિત નિમિત્ત ઉપવાસાદિકનું પચ્ચખાણ કરવું. અથવા તેટલું પ્રાયશ્ચિત નથી લાગ્યું તેમણે આગળ વધવા માટે અધિક યોગ્ય નિયમો ગ્રહણ કરવા. શુભ કાર્યમાં વધારે પ્રવૃત્તિ કરવા માટે અમુક જાતનું પચ્ચખ્ખાણ-અભિગ્રહ કરવો. અથવા અમુક દોષો દૂર કરવાની પ્રતિજ્ઞા કરવી. અમુક ઇચ્છાઓ હઠાવવા માટે તેની મર્યાદા કરવી. ગમે તેવી રીતે પણ ત્યાં યોગ્ય ઉપયોગી નિયમ કરવો તે છઠ્ઠો આવશ્યક છે.
આ છ આવશ્યકોને પ્રતિક્રમણ કહેવામાં આવે છે તે એક રીતે યોગ્ય છે કારણ કે તેમાં મુખ્યતા પ્રતિક્રમણની છે. છતાં ખરું નામ આવશ્યક તે વધારે યોગ્ય છે.
આ પ્રતિક્રમણ જેમ દિવસમાં સવાર-સાંજ બે વખતે કરવામાં
Page #39
--------------------------------------------------------------------------
________________
[ ૨૨ ]
ગૃહસ્થ ધર્મ આવે છે તેમ પંદર દિવસે, ચાર માસે અને બાર માસે એમ એક એક વાર કરવામાં આવે છે તે વિશેષ વિશુદ્ધિ માટે છે. જેમ ઘર દિવસમાં બે વાર સંજવારી કાઢી સાફસૂફ કરવામાં આવે છે. છતાં વાર-તહેવાર દિવાળી ઉપર કે બીજા પ્રસંગે વિશેષ સાફસૂફ સાથે સુધારો કરવામાં આવે છે તેમ બીજા પ્રતિક્રમણો માટે સમજવું, અથવા જેઓ નિરંતર બે વખત પ્રતિક્રમણ ન કરી શકતા હોય તેઓ પંદર દિવસે, ચાર માસે અને બાર માસે કરે તોપણ કાંઈક ફાયદો થાય છે. અને જેઓ નિરંતર બે વખત પ્રતિક્રમણ કરે છે તેઓને તો પંદર દિવસે ચાર માસે અને બાર માસે પ્રતિક્રમણ કરવાથી ઘણો ફાયદો થાય છે. કારણ કે જે નિત્ય ઘરને સાફસૂફ રાખતો નથી અને કોઈ વખત વાર-તહેવારે સુધારે છે તેના કરતાં નિત્ય સાફસૂફ કરનારને થોડી જ મહેનત પડે છે અને પર્વ દિવસે થોડી મહેનતમાં તે ઘર સારી શોભા આપે છે. ત્યારે કોઈક દિવસ સાફ કરનારને વધારે મહેનત પડે છે; અને પર્વના દિવસે તે મહેતન કરતો નથી તો ઘર શુદ્ધ થતું નથી. માટે નિત્ય સાફ કરનારનું ઘર શુદ્ધ રહેવા સાથે મજબૂત રહે છે જ્યારે બીજાને અશુદ્ધ રહેવા સાથે પડી જવાનો પણ ભય રહે છે અને પડયા પછી મહેનત વધારે કરવી પડે છે ત્યારે પૂર્વની સ્થિતિમાં આવે છે.
પ્રતિક્રમણમાં જે બીજા બીજા પાઠો આવે છે; તે આ વાતને મદદકારક છે. અહીં તો ફક્ત પ્રતિક્રમણમાં શું આવે છે અને પ્રતિક્રમણ શા માટે છે તેનો ભાવાર્થ દેખાડવામાં આવ્યો છે.
(પ્રતિક્રમણની ઉમેદવારી) જેને પ્રતિક્રમણ ન આવડતું હોય અને અત્યારે નવીન શીખી શકવાની અનુકૂળતા પણ ન હોય અથવા શીખવા જેટલી બુદ્ધિ ન હોય તથા બીજું કોઈ સાધન પ્રતિક્રમણ કરવા માટે ન હોય તેણે આ
Page #40
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણની ઉમેદવારી
---- [ ૨૩]
નીચે બતાવેલા ભાવાર્થ પ્રમાણે કરવાનું ચાલુ રાખવાથી પણ ઘણો ફાયદો થવા સંભવે છે તે ભાવાર્થ આ પ્રમાણે છે. જેઓ વિધિપૂર્વક प्रतिभाश हरे छे तेभलो मा डियाने प्रतिभाश इथे न માનવી પણ જેઓ કોઈ રીતે ચાલુ પ્રતિક્રમણ કચા, वजतना अलावे हे अनुणताना अलावे नथी हरी शता तेमालो तो प्रतिभाशना भेटवार तरी मा प्रभारी डिया કરવી તે વિશેષ લાભદાયક છે. (૧) જેટલા વખતની પોતાને સ્થિરતા હોય તેટલા વખત માટે સમભાવે રહેવાની માનસિક પ્રતિજ્ઞા કરવી. (૨) પછી ચોવીસ તીર્થકર દેવની સ્તુતિ કરવી. (૩) પોતાના ગુરુને નમસ્કાર કરવો. (૪) અઢાર પાપ સ્થાનક યાદ કરી તે માંહીલા દોષો આખા દિવસમાં કે રાત્રીમાં કોઈ પણ દોષો પોતાને લાગ્યા હોય તો તેની માફી માગવી. (૫) તેના પ્રાયશ્ચિત નિમિત્તે ઈષ્ટ દેવનું સ્મરણ કરવારૂપ અમુક વખત કાઉસ્સગ્ગ ધ્યાનમાં બેસવું. નવકાર મંત્રનો કે પાંચ દશ કે વીસ લોગસ્સનો કાઉસગ્ગ કરવો કે જાપ કરવો. (૬) અને પછી તેવા દોષ ન લાગે તે માટે દઢ નિયમ લેવા અથવા પરમાર્થના, પરોપકારનાં કે સદ્વર્તનના કોઇ પણ નિયમ પ્રમાણે વર્તવા પોતે નિશ્ચય કરવારૂપ પચ્ચશ્માણ લેવું.
આ છ બાબતોને કરવારૂપ પ્રતિક્રમણની ઉમેદવારી કરતા રહેવું, જેથી તે ક્રિયાના પ્રમાણમાં અંતઃકરણ શુદ્ધ થતું રહેશે. આટલી પણ ક્રિયારુચિ જાગૃત રહેશે તો આગળ પર તેમાં વધારો થઈ રહેશે. भाटे छन उरतो होय तेभाटो माटली डिया सांप सवार બે વખત અવશય કરવી.
મતલબ કે બે વખત અવશ્ય આ ક્રિયા કરવી જ જોઈએ. તેથી કર્મની નિર્જરા થાચ છે. જીવ શુદ્ધ થાય છે. જન્મ મરણ ઓછાં થાય છે સારી ગતિ મળે છે.
Page #41
--------------------------------------------------------------------------
________________
[ ૨૪ ]
ગૃહસ્થ ધર્મ બને ત્યાં સુધી આ પ્રતિક્રમણ, ધર્મ કરવાના સ્થાનરૂપ ઉપાશ્રય પૌષધશાળા કે તેવાં જ નિવૃત્તિવાળાં અથવા શુદ્ધ પવિત્ર વાતાવરણવાળાં ધર્મસ્થાનમાં જઈને જ કરવી યોગ્ય છે. તેવી સગવડતાના અભાવે પોતાના ઘરના ભાગમાં જે પવિત્ર ભાગ હોય તે સ્થળે બેસી કરવું.
પ્રતિક્રમણ કર્યા પછી પવિત્ર પુરુષોને સંભારવા. ગુણવાનું મહાપુરુષોનાં જીવન ચરિત્રો તેમની ઉત્તમોત્તમ જીવનચર્યા, તેમના અલૌકિક આત્મગુણો, તેમનાં મહાનું પવિત્ર બ્રહ્મચર્યાદિ વ્રતો, ઘોર તપશ્ચર્યા, ભીષ્મ ધ્યાન સ્થિતિ, મહાનું પરોપકારી કાર્યો, જીવના આરિસારૂપ, હિતોપદેશ વગેરે ઊંચામાં ઊંચી કોટીના જે જે સગુણો હોય તેનું સ્મરણ કરવું, યાદ કરવાં, અનુમોદન કરવાં, અને શક્તિ અનુસાર અનુકરણ કરવા માટે પ્રયત્ન કરવો. જેટલા તમે ઊંચા गुयोने थाट इरशो तेटला १ तमे Gfया आवशो. ने આલંબન લેશો તેવા જ તમે થશો. તત્કાળ તેવા થઈ નહિ શકો, તોપણ મનોભાવના થોડા વખત માટે પણ તત્કાળ તો ઉન્નત થશે જ. અને તેટલા જ તમે પવિત્ર બનશો નિર્મળ થશો.
(દેવદર્શન વિધિ) ત્યાર પછી દેરાસર જવું. ત્યાં જતાં રસ્તામાં સારા વિચારો કે પરમાત્માનું સ્મરણ કરતા જવું. એક વાર મંદિર જવાનો નિશ્ચય કર્યો કે રસ્તામાં બનતાં સુધી વ્યાવહારિક પ્રસંગે રોકાવું નહિ, કેમ કે તેથી આ દર્શનના કામને તે કામથી હલકું અગર થોડું ઉપયોગી ગણવામાં આવ્યું હોય તેવું રૂપક અપાય છે, દેરાસરનાં મુખ્ય દરવાજામાં આવતાં જ સહેજ ઊભા રહી, ત્રણ વાર નિશ્લિહિ શબ્દ કહેવો અને તેના અર્થનો અમલ તત્કાળ કરવો. બેનિસિહિ' નો અર્થ એ થાય છે કે હું
Page #42
--------------------------------------------------------------------------
________________
દેવદર્શન વિધિ
રાવ –------------ ૨૫J મન, વચન અને શરીરથી પ્રતિજ્ઞા કરું છું કે, વ્યવહારનાં કાંઈ પણ કાર્ય કે જે રાગદ્વેષથી ભરપુર છે તેને જ્યાં સુધી હું આ મંદિરમાં રોકાઈશ ત્યાં સુધી મનમાં બિલકુલ યાદ નહિ કરું તે સંબંધી બોલીશ પણ નહિ અને શરીર દ્વારા પણ તેમાં કોઈ રીતે ભાગ નહિ લઉં.
આ પ્રમાણે મુખ્ય દરવાજા આગળ જ પ્રતિજ્ઞા કરી પછી આગળ વધવું. આવા ધાર્મિક સ્થાનો પવિત્ર શા માટે ગણાય છે? અને તેને પવિત્ર કોણ બનાવે છે? તેનો વિચાર કરનારને અવશ્ય સમજાશે કે, આવા પવિત્ર વિચારોથી જ તેનું વાતાવરણ બંધાયેલું હોય છે. તેથી જ તે પવિત્ર છે. અને તેને પવિત્ર બનાવનાર પણ તમે જ છો. મલિન વિચાર ત્યાં બિલકુલ થતો ન જ હોય અને જેટલા મનુષ્યો ત્યાં આવે તેટલાઓ પવિત્રમાં પવિત્ર વિચારો જ ત્યાં બેસી કરે, સ્તુતિ પણ પવિત્ર જ ત્યાં થાય; અને તે સર્વેની ત્યાંના વાતાવરણ ઉપર થયેલી અસર ત્યાંની ત્યાંજ રહે. મલિન વિચારોથી બગડવા ન પામે, તો તે સ્થળ પવિત્ર બને છે અને તેને બનાવનાર પણ મનુષ્યો જ છે. તીર્થો પવિત્ર મનાય છે, તેનું કારણ પણ ત્યાં રહેનાર અને થયેલા મહાપુરુષોના પવિત્ર વિચારો જ છે.
આ પ્રમાણે કોઈ પણ પાપનો વ્યાપાર ન કરવા રૂપ પ્રતિજ્ઞા દરવાજા ઉપર કર્યા પછી જ આગળ પ્રવેશ કરવો. દૂરથી ભગવાનની મૂર્તિને જોતાં જ સાક્ષાત્ પ્રભુનું સ્મરણ કરી, મસ્તક નમાવી નમસ્કાર કરવો. પછી દેરાસર ફરતી ત્રણ પ્રદક્ષિણાઓ ફરવી.
બહુ દૂર નહિ તેમ બહુ નજીક નહીં તેવી રીતે ભગવાનની પ્રતિમાજીની જમણી બાજુ તરફ પુરુષોએ ઊભા રહી. સ્ત્રીઓએ ડાબી બાજુ ઊભા રહી, સ્તુતિ કરવી, ઘણું જ વિશાળ દેરાસર હોય તો પ્રતિમાજીથી સાઠ હાથ દૂર ઊભા રહી સ્તુતિ કરવી અને જઘન્યથી નવ હાથ દૂર ઊભા રહેવું પણ નાનું દેરાસર હોય તો ઓછામાં ઓછું
Page #43
--------------------------------------------------------------------------
________________
[ ૨૬ ]
દોઢ હાથ દૂર ઊભા રહેવું તેથી નજીક જવું નહીં.
સ્તુતિ સંસ્કૃતમાં હોય કે ચાલુ દેશભાષાની કવિતામાં હોય અથવા સાદી સરળ ભાષામાં હોય તેનો કાંઇ બાધ કે નિયમ નથી પણ પોતે શું બોલે છે તેનું પોતાને ભાન હોવું જ જોઈએ, નહિતર તેનું પરિણામ શૂન્ય જેવું સમજવું. કારણ કે પોતે જે બોલે છે તેનો ભાવાર્થ પોતાને સમજાયા વિના આનંદ આવતો નથી. સ્તુતિ અહીં જે કરવાની છે તે પોતાના માટે જ કરવાની છે. તમારી સ્તુતિ કઇ ભાષામાં છે તેની તે ઠેકાણે કિંમત કરાવવાની નથી. કેમ કે જેની તમે સ્તુતિ કરો છો તે તો સર્વ ભાષાના જાણનાર છે. તે ઠેકાણે તો તમારી લાગણીની જરૂર છે. તમારા હૃદયની ઊંડી ઉર્મિઓની જરૂર છે અને तभारी स्तुतिनी जरी असर तमे तमारा पोताना उधर કરવાની છે. સ્તુતિ કરતાં રોમાંચ ઉલ્લસી આવે, હર્ષના આંસુ નીકળી આવે, દેહનું ભાન ભૂલાઈ જાય અને તે પ્રભુની સાથે એકરસ થઈ જાઓ. ત્યારે તે તમારી સ્તુતિ મહાપ્રભુના ટ્રારે નોંધાઇ ચૂકી છે એમ જરૂર સમજજો. પ્રભુને ઠગવા માટે સ્તુતિ કરશો નહિ, તે કયાં તમારા ઉપર ફરજ નાંખે છે. સ્તુતિમાં બોલો છો કે, “પ્રભુ ! હું પાપી છું. મહા પાપી છું. ઘોર પાપી છું. મારો ઉદ્ધાર કર વિગેરે.” પ્રભુ આગળ આવી સ્તુતિ કરો છો, અને બહાર નીકળ્યા બાદ કોઇ પ્રસંગમાં તમને કોઇએ પાપી કહ્યો હોય તો તેની સાથે લડવા-કજીયો કરવા બેસો છો. આનો અર્થ શું ? દેરાસરજીમાં પ્રભુને ઠગતા જ હતા ને ? તમે આ વખતે ધારો છો કે હું પાપી નથી. સામાને તેની ખાતરી કરી આપવા માટે લડો છો કે હું પાપી નથી. ત્યારે પ્રભુ આગળ શું બોલતા હંતા ? તેને ઠગવા માટે જ બોલતા હતા ને ? તમારા બોલવાથી તે પ્રભુ ઠગાવાનો નથી પણ તમે જ ઠગાઓ છો. જેવું બોલો તેવું વર્તન રાખો.
ગૃહસ્થ ધર્મ
Page #44
--------------------------------------------------------------------------
________________
સાથીઓ અને અંતરની લાગણી
[ ૨૭ ] ઊભા ઊભા સ્તુતિ કરો. આ સ્તુતિ ઓછામાં ઓછા એક કાવ્યથી તે એકસો આઠ કાવ્ય સુધી વધારેમાં વધારે કરો. ત્યાર પછી ભગવાનની સન્મુખ ચોખાનો સાથીઓ પ્રમુખ કરો. કાંઈ પણ પ્રભુની સન્મુખ મૂકીને પછી જ વિસ્તારથી સ્તુતિ કરવી. આ કાંઈ પણ મૂકવાનું કારણ એ છે કે દેવ, ગુરુ, રાજા અને નિમિત્તિઓ આગળ ખાલી હાથે જવું ન જોઈએ. ફળથી ફળોની પ્રાપ્તિ થાય છે. આ ફલોનો કાંઈ પ્રભુને ઉપભોગ કરવાનો નથી પણ તે દ્વારા પોતાની લાગણીઓ તમારે પ્રગટ કરવાની છે અને તે આ પ્રમાણે છે.
[ સાથીઓ અને અંતરની લાગણી
શુદ્ધ-સ્વચ્છ ચોખાથી સાથીઓ એક પાટલા ઉપર આલેખવો. આ વખતે મનમાં એવી લાગણી ઉત્પન્ન કરવી કે હે પ્રભુ ! આ સાથીઓ કે જેની ચારે પાંખડીઓ ઘણી જ વાંકી છે તેની માફક આ સંસારની ચારે ગતિઓ ઘણી જ વિષમ છે, કારણ કે તેની અંદર વિવિધ પ્રકારની આધિવ્યાધિ અને ઉપાધિઓ રહેલી છે. જન્મ, મરણ દરેક ગતિમાં અનિવાર્ય છે. વિવિધ તાપની અસહ્ય વેદનાનો અનુભવ કરવો પડે છે તે આ ચાર ગતિરૂપ ચાર પાંખડીઓને તું છેદી નાખ. આ વિચારની લાગણી દર્શાવ્યા બાદ તે સાથીઓ ઉપર ત્રણ ચોખાની ઢગલી કરવી. તે કરતી વખતે એવી વિચારણા કરવી કે, હે પ્રભુ! આ ત્રણ ઢગલી કરવારૂપ ક્રિયાથી હું આપને એમ સૂચવું છું કે મને જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ અમૂલ્ય ત્રણ રત્ન આપ.
ત્યાર પછી સિદ્ધશીલા કે અષ્ટમીના ચંદ્ર જેવો આકાર ચોખાનો બનાવી તેના ઉપર ફળ મૂકવું અને તે મૂકતી વખતે મનમાં એવી લાગણી ઉત્પન કરવી અથવા આ ક્રિયાથી પોતાના હૃદયનો ભાવ એવો પ્રગટ કરવો કે, “હે પરમદયાળું ! જ્ઞાનાદિ ત્રણ રત્ન આપ્યા
Page #45
--------------------------------------------------------------------------
________________
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
[ ૨૮ ]
ગૃહસ્થ ધર્મ — પછી તેના બળથી સર્વ કર્મનો નાશ થતાં આ સિદ્ધિ સ્થાનમાં અમારો નિવાસ થાય એ ફળની હું અંતિમ-છેવટની યાચના કરું છું, મતલબ કે હું જે જે ક્રિયાઓ કરું છું તેના પરિણામ તરીકે ચાર ગતિ દૂર કરી જ્ઞાન, દર્શન, ચારિત્રની પ્રાપ્તિ કરાવી સિદ્ધ સ્વરૂપમાં નિવાસ થવા રૂપ ફળની પ્રાપ્તિ સિવાય બીજી મારી કાંઇ પણ ઇચ્છા નથી.
આવા વિચારપૂર્વક સાથીઓ કરી, ફળ મૂકી, ત્રણ ખમાસણ આપી પછી ચૈત્યવંદન આદિ વિસ્તારથી પ્રભુની સ્તુતિ કરવી. ચૈત્યવંદન કરતી વખતે યોગમુદ્રા કરવી. યોગમુદ્રા આ પ્રમાણે છે પેટ ઉપર બન્ને હાથની કોણીઓ રાખી. બન્ને હાથને એકઠા કરી કોશને આકારે રાખવા. બને હાથનાં આગળાં અન્યોઅન્ય મેળવીને રાખવાં અને ચૈત્યવંદન કરવાના આકારે બેસવું એટલે ડાબો ઢીચણ ઊભો રાખવો જમણો ઢીંચણ ઢાળેલો રાખવો આ યોગમુદ્રા છે.
ઘણા જ મધુર સ્વરે ચૈત્યવંદન, નમુત્થણે કહી પછી સ્તવન બોલવું. આ સ્તવનોમાં પ્રભુની સ્તુતિ થતી હોય એવો ભાવાર્થ આવવો જોઈએ. ઘણા ઉપદેશ તરીકે વપન હોવું ન જોઈએ. તેવાં સ્તવનો પ્રતિક્રમણ વખતે બોલવામાં मऽयारा नथी महीं तो प्रभुना सम्भुषणेठा छीमे अने ते घाटा तेनी स्तुति रवा भाटे १ अत्यारे मापाठो छोछने કાંઇ ઉપદેશ દેવા બેઝ નથી. એ ખાસ ધ્યાનમાં રાખવું. તે સ્તુતિમાં પોતાના અવગુણ દેખાડવા. તેથી મુક્ત થવા પ્રભુની દયા ચાહવી અને મદદ માંગવી. અથવા તે મહા પ્રભુના જ્ઞાનાદિ ગુણની સ્તુતિ ગાવી, નહીં કે તેની આંગી વગેરેનું વર્ણના ગવું. કારણ કે આળી આવી ગઈ છે ને તેવી થઈ છે તે કાંઇ પ્રભુની गुष्यो नथी अने आपाटो तो प्रलुना गुरा गाधने मात्भाने ઉજ્જવળ કરવો છે. તેના ગુણોને યાદ કરી તેવા થવા
Page #46
--------------------------------------------------------------------------
________________
સાથીઓ અને અંતરની લાગણી
[ ૨૯ ] પ્રયત્ન કરવાનો છે. જેમ જેમ તે મહાપ્રભુના અપૂર્વ ગુણો યાદ આવે તેમ તેમ આપણામાં અપૂર્વ આનંદ કે ઉત્સાહ વૃદ્ધિ પામે છે. વળી તેમાં પ્રતિમાજીની પણ સ્તુતિ આવવી ન જોઈએ. કારણ કે આપણને પ્રતિમાજીની સ્તુતિ કરતા નથી. પણ प्रतिभा दारा ते प्रतिभा महाप्रलुनी छे तेना गुष्यो આપણો ગાવાના છે અને આપણને પ્રતિમાજી જેવા થવાનું નથી પણ તે મહાપ્રભુના જેવા થવાનું કે આપણે તે મહાપ્રભુને દષ્ટિથી પ્રત્યક્ષ જોઈ શકતા નથી એટલે આ આલંબન દ્વારા તે મહાપ્રભુને જોવાના છે એ વાત ખાસ ધ્યાનમાં રાખી તે મહાપ્રભુના જ ગુણ ગાવા જોઇએ, અને તેથી જ આપણે આત્માને નિર્મળ કરી શકીએ છીએ. જેવું સામું આલંબન તેવા જ આપણે થઈએ છીએ એટલે સામું આલંબન તે પરમાત્માનું હોવાથી આપણામાં તેવાં જ ગુણો ખીલી નીકળે છે. વળી પ્રભુની સ્તુતિ કરતી વેળાએ ઘણી જ ધીમાસથી મીઠા-મધુર શબ્દ બોલવું જોઈએ. ઘણા ઉતાવળે કે તાણીને બોલીને બીજાઓની સ્તુતિમાં અંતરાય કે ગુંચવાડો ઊભો ન કરવો જોઈએ. બીજાઓની સ્તવનો ભાવાર્થ ઉરમ હોય ઘણા જમીન મધુર શબ્દ તે બોલતા હોય તો અા એક દયાન રાખી સાંભળવું. ઘણું બોલવા કરતાં હૃદયમાં વધારે ઉલ્લાસ કેમ પ્રગટ થાય તે તરફ વધારે દયાન આપવું. આપણી સ્તુતિ મધુર અને ઉત્તમ ન હોય તો બીજા જે ઉત્તમ સ્તુતિ બોલતા હોય તેમાં ધ્યાન રાખી પ્રભુ તરફ આંતર લાગણી જોડવાથી વિશેષ લાભ થાય છે. પણ તે વખતે ઘણા ઘાંટા પાડી બીજાનું મન sોળી નાખવું ન જોઈએ. તમારા લાંબા રાગડાઓથી પ્રભુ ખુશી થવાના નથી કે તેઓ કાંઈ થોડું સાંભળતા નથી तभे भनभां जोलो तोपा तेसो तो सालणे छे. भतलाम
Page #47
--------------------------------------------------------------------------
________________
[ ૩૦ ]
ગૃહસ્થ ધર્મ
કે તમારી લાગણીની જ ત્યાં અસર થાય છે. લાગણી વિનાના શબ્દોની ત્યાં કિમત જ નથી.
આ વિધિ પ્રમાણે ભગવાનની સ્તુતિ કરવી. કર્યા બાદ ‘આવસહિ’ કહીને બહાર નીકળવું. તેનો અર્થ એ થાય છે કે અવશ્યના કાર્ય પ્રસંગે મારે બહાર જવું પડે છે. એટલે પહેલા દ્વાર આગળ જે પ્રતિજ્ઞા કરી હતી તેની હવે પૂર્ણતા થાય છે.
પછી ઘેર આવી અવશ્ય કરવા લાયક ગૃહસંબંધી કાર્ય કરે. ભોજનાદિની ચિંતા તથા ગૃહવ્યવહારની વિચારણા કરે. પોતાને કરવા લાયક કાર્ય પોતે કરે. પોતાના બંધુઓને, પુત્રાદિકને, નોકર ચાકરાદિ સર્વને જે કામ બતાવવા યોગ્ય હોય તે યથાયોગ્ય બતાવીને તે કામમાં તેમને જોડી દઈ પછી વ્યાખ્યાન સાંભળવા માટે ગુરુની પાસે ઉપાશ્રયમાં જવું. ગુરુ હોય તો વ્યાખ્યાન શ્રવણ કરે. નહિતર યથાયોગ્ય કાર્ય કરે.
ઉપાશ્રય-વ્યાખ્યાન શ્રવણ વિધિ
ઉપાશ્રયનો અર્થ એ થાય છે કે, જ્યાં જવાથી આત્માની નજીકમાં જવારૂપ આશ્રય મળે, તે ઉત્તમ નિમિત્તથી આત્માની નજીકની ભૂમિમાં પહોંચી શકાય તેવી પોતાની સ્થિતિ થઈ આવે તે ઉપાશ્રય છે કારણ કે તે ધર્મનું જ સ્થળ છે. ત્યાં જેટલાઓ આવે તે ધર્મ અર્થે જ આવે છે. ત્યાં રહેવાવાળા ગુર્વાદિકના ઉત્તમ વિચારો, ત્યાં થતી ધાર્મિક ચર્ચા, ધર્મ કથા, ધર્મના વ્યાખ્યાનો અને તેવી જ બીજી અનેક ઉત્તમ વિચારણાઓ, બોલાવપણું અને ધાર્મિક ક્રિયાઓ વગેરે ત્યાં થતી હોવાથી ત્યાંનું વાતાવરણ ઘણું જ શુદ્ધ-પવિત્ર થયેલું હોય છે. તેથી ત્યાં જનાર મનુષ્યના વિચારોમાં એકદ્દમ સુધારો થાય છે. વ્યવહારની લાગણીઓ પલટાઈ જઈ આત્માની ઉચ્ચ ભાવનાઓ જાગૃત થાય છે માટે જ તેનું ઉપાશ્રય નામ યથાયોગ્ય છે.
Page #48
--------------------------------------------------------------------------
________________
ઉપાશ્રય-વ્યાખ્યાન શ્રવણ વિધિ
૩૧ ] ઉપાશ્રયના દ્વાર આગળ પહોંચતાં જ ત્યાં પણ દેરાસરજીની માફક “નિસ્ટ્રિહિ' ત્રણવાર કહેવી એટલે હું જ્યાં સુધી ઉપાશ્રયમાં છું ત્યાં સુધી મન, વચન, શરીર દ્વારા સંસાર વ્યવહારના પ્રપંચવાળું કોઈ પણ કાર્ય ચિંતવીશ નહિ. તેવી વાતો કરીશ નહિ અને તેવું વર્તન પણ કરીશ નહિ; આ પ્રમાણે પ્રતિજ્ઞા કર્યા પછી જ ઉપાશ્રયના દ્વારમાં પ્રવેશ કરવો, અને તે પ્રતિજ્ઞા બરોબર પળાય છે કે નહિ તે માટે ચોક્કસ ધ્યાન આપવું.
અફસોસ છે કે કેટલીક વાર આવાં પવિત્ર શાંતિનાં સ્થાનરૂપ દેરાસર અને ઉપાશ્રયો કલેશ, કજીયા અને અશાંતિનાં સ્થાનો થઈ પડે છે. તેનું મુખ્ય કારણ એ છે કે જ્ઞાની પુરુષોએ કરેલી આજ્ઞાનું ઉલ્લંઘન કરવામાં આવે છે. નિસ્પિરિની પ્રતિજ્ઞા પાળવામાં નથી આવતી. અને જે કાર્યો આત્મસ્વરૂપ પ્રાપ્તિ ને કાંઈ પણ લેવા દેવા નથી તેવા કાર્યોના ઝઘડાઓ-પંચાતો-દેરાસર કે ઉપાશ્રયમાં કરવામાં આવતાં, વીતરાગી મહાપુરુષોની આજ્ઞા ઉપર પગ દેવામાં આવે છે તે સિવાય બીજું કાંઈ કારણ હોતું નથી.
જ્ઞાની પુરુષો પોકારીને કહે છે કે તમે જે ઉદ્દેશથી જે કાર્ય કરવા માટે આ પવિત્ર સ્થાનમાં આવ્યા છો અથવા આ પવિત્ર સ્થાનમાં જે કાર્ય કરવાની આજ્ઞાઓ કરવામાં આવી છે તે સિવાયનું કાંઈ પણ કાર્ય આવાં પવિત્ર સ્થાનોમાં ન કરો. તેને માટે કોઈ અલાઈદું મુકામ હોય ત્યાં પધારે. નહિતર પરિણામે તમને જ હાનિ થવાની છે. જ્યાં બેસીને તમે તમારી આત્મ ઉન્નતિની આશાઓ રાખો છો. પરમશાંતિ મેળવવા ઇચ્છાઓ રાખો છો. તે તમારી આશા અને ઇચ્છાઓ નિરર્થક જશે. તમે પોતે અશાંતિ પામશો, અને બીજાને પમાડશો માટે તમારા લેણાદેણાંની ભાંજફોડીને, ખાવા-પીવાની, પંચાતોને આ ધર્મસ્થાનોમાંથી દેશવટો આપો. તો જ તે ધર્મનાં સ્થાનો બન્યાં રહેશે
Page #49
--------------------------------------------------------------------------
________________
[ ૩૨ ]
ગૃહસ્થ ધર્મ
–– ––––––૯ નહિતર કર્મ બંધનાં સ્થાનો ગણાશે.
ઉપાશ્રયમાં પ્રવેશ કર્યા બાદ ગુરુમહારાજને દૂરથી જોતાં બે હાથ જોડી મસ્તક નમાવી “મFએણવંદામિ' બોલવું, ત્યાર પછી ગુરુથી સાડા ત્રણ હાથ ઓછામાં ઓછા દૂર ઊભા રહી પંચાગ પ્રણામે કરી વંદન કરવું. બે હાથ, બે પગ અને મસ્તક આ પાંચ જમીન ઉપર એકીસાથે નમાવવાં તે પંચાગ પ્રણામ કહેવાય છે.
પ્રથમ મુખ્ય (મોટા) સાધુ-ગુરુને નમસ્કાર કર્યા બાદ બીજા સાધુઓને નમસ્કાર કરીને ત્યાં તમારા પહેલાં કોઈ શ્રાવકો આવ્યા હોય તો તેને હાથ જોડી નમસ્કાર કરી, પછી યોગ્ય સ્થાન કે વ્યાખ્યાન સાંભળવા માટે ગુરુ સન્મુખ બેસવું. તમારા પહેલાં ધર્મસ્થાનમાં ધર્મક્રિયા માટે જે પુરુષ આવ્યા હોય તે આજના દિવસ માટે તમારાથી મોટા છે; કેમ કે ધર્મ ક્રિયામાં વ્યવહારથી ફારગત થઈ તેણે આજે વહેલો પ્રવેશ કરેલો છે, માટે તેને “સર્વ શ્રાવક વંદુ આ પ્રમાણે કહી તેમના તરફ હાથ જોડી મસ્તક નમાવી પછી ધાર્મિક કાર્યમાં પ્રવૃત્તિ કરવી. આ સાધાર્મિક વિનય કહેવાય છે. ગુરુની કોઈ પણ પ્રકારે આશાતના, અવિનય ન થાય તેવી રીતે બેસવું જોઇએ.
બે પગ, લુગડાં કે હાથથી બાંધીને બેસવું. પગ લાંબા કરવા, પગ ઉપર પગ ચડાવવા, પાછળ બેસવું, મોઢા આગળ બેસવું, પડખે બેસવું. અથવા તે પ્રસંગે કોઈ માણસ આવ્યો હોય તો તેને ધાર્મિક જરૂરિયાત વિના બોલાવવો એ વગેરે ગુરુની અવજ્ઞા કે અશાતના ગણાય છે. માટે તે આશાતનાનો ત્યાગ કરવો.
ગુરુના સન્મુખ બેસી, ગુરુના મુખ ઉપર દષ્ટિ રાખી, એકાગ્ર ચિત્તથી ધર્મનું વ્યાખ્યાન શ્રવણ કરવું.
સાંભળવા થકી ધર્મ સમજાય છે. સાંભળવાથી જ દુર્મતિનો ત્યાગ કરાય છે. જ્ઞાનની પ્રાપ્તિ અને વૈરાગ્યની સ્થિતિ, આ સર્વ
Page #50
--------------------------------------------------------------------------
________________
ઉપાશ્રય-વ્યાખ્યાન શ્રવણ વિધિ
(
[ ૭૩ ]
સાંભળવાથી જ પ્રાપ્ત થાય છે. ધર્મ સાંભળવાની ઉત્કંઠા-લાગણી ઘણી જ તીવ્ર હોય તો જ્ઞાન જલદી પરિણમે છે. કહે છે, “એક તો જાતનો બ્રાહ્મણ હોય અને ઉતરીને લાંબી મુસાફરી કરીને આવ્યો હોય, વળી તે અત્યંત ભૂખ્યો હોય તેવા બ્રાહ્મણને જો ઘેબર પીરસવામાં આવ્યાં હોય તો તેની ઇચ્છા માટે પૂછવું જ શું? આના કરતાં પણ ધર્મ શ્રવણ માટે અધિક ઇચ્છા રાખવી. અથવા યુવાન પુરુષ હોય, ધનાદિકથી સુખી હોય, નિરોગી શરીર હોય મહાન વિચક્ષણ હોય, સ્ત્રીના પરિવારે પરવર્યો હોય અને તેની આગળ દેવતાઈ ગીત અને નૃત્ય થઈ રહ્યું હોય, આ જોવા કે સાંભળવામાં તેની જેવી પ્રીતિ હોય, તેના કરતાં પણ અધિક પ્રીતિ ધર્મ સાંભળવામાં હોય તો તે ધર્મશ્રવણની પ્રીતિ ગણાય છે તે જ ધર્મ શ્રવણની ઈચ્છા કહેવાય છે.
ધર્મ સાંભળવાની ઈચ્છા કરવી ૧. ધર્મ શ્રવણ કરવો. ૨. તે ધર્મ ગ્રહણ કરવો. ૩. તેને ધારી રાખવો, ટકાવી राजवो. ४. तेभां विविध प्रहारना तों रवा. ५. वधारे निर्णय भाटे विपरित तो डरी कोवा. ६. तेनुं समाधान हरवू. अने ७. छेवटे तेभांथी तत्त्वनो निश्यय री ते प्रकारे वर्तन रवानो नियि रखो. ते प्रभारी वर्तन र. ८. आ मुद्धिना आठ लक्षशो छे. आ आठ गुशवाणा मनुष्यो જ ધર્મ શ્રવણ કરવાના અધિકારી છે અને તેઓ જ ધર્મ શ્રવણનો ફાયદો મેળવી શકે છે.
વ્યાખ્યાન પૂર્ણ થયા પછી જે કાંઈ સંદેહ થયો હોય તે ગુરુને પૂછીને ખુલાસો કરવો. ચાલુ વ્યાખ્યાન ડોળાઈ જાય છે કે સંબંધ તૂટી જાય તેમ હોય તો વ્યાખ્યાન પૂરું થયા પછી શંકા સમાધાન કરી લેવાં. અને તરત જ ખુલાસો થાય તેમ હોય તો ત્યાં જ પૂછી લેવું. વ્યાખ્યાન થયા પછી કોઈ અરિહંત, ગુરુ કે ધર્મના ગુણો બોલવાવાળા યાચક,
Page #51
--------------------------------------------------------------------------
________________
[૩૪ ]
_ગૃહસ્થ ધર્મ ભોજકાદિ આવ્યા હોય તો શ્રદ્ધાળું ગૃહસ્થોએ યથાશક્તિ યથાયોગ્ય દાન આપવું, ધર્મનો મહિમા વધારનાર યાચકોને દાન આપવું તે ગૃહસ્થોની ફરજ છે.
વ્યાખ્યાન પૂર્ણ થયા બાદ, ધર્મશ્રવણનું ફળ વિરતિ છે. ત્યાગ છે. ઈચ્છાઓને કાબૂમાં લેવી તે છે, એમ ધારી યથાશક્તિ વ્રતપચ્ચશ્માણ-નિયમો કરવા. કોઈ પણ દુર્ગુણનો સદાને માટે ત્યાગ બની ન શકે તો, અમુક મુદત માટે પણ ત્યાગ કરવો, અથવા અમુક સદ્ગુણ ખીલવવા માટેનો પ્રયત્ન અત્યારથી જ ચાલુ કરવાનો નિયમ લેવો, પણ વ્યાખ્યાન શ્રવણ કર્યા બાદ નિયમ લીધા સિવાય રહેવું નહિ. કયો નિયમ લેવો તેનો કાંઈ નિયમ નથી પણ પોતાને ફાયદો કરનાર, આવતાં કર્મને રોકનાર કે સદ્ગણમાં વધારો કરનાર કોઈ પણ નિયમ લેવો. લોકમાં કહેવત છે કે ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાય. એટલે નિરંતર થોડા થોડા સગુણો વધારતા રહીએ, તોપણ કાળાંતરે આપણે દુર્ગુણ વિનાના અને સદ્ગુણોથી ભરપુર જીવનવાળા થઈ શકીએ.
વળી ધર્મ સાંભળવાનો હેતુ પણ એજ છે કે દુર્ગુણી મટી સદ્ગુણી થવું. દુઃખી મટી સુખી થવું. આળસુ મટી ઉત્તમ ઉદ્યમી થવું. સ્વાર્થી મટી પરમાર્થી થવું. દેહાદિની આશક્તિ મૂકી આત્મામાં પ્રેમ રાખવા શીખવું. સત્કાર્યો કરી જન્મમરણના ફેરાથી છૂટા થવું. હલકી, શુદ્ર, સ્વાર્થી ઇચ્છાઓને રોકવી અને મન તથા ઇન્દ્રિયો ઉપર કાબૂ રાખવો. તપ પણ આનું જ નામ છે. આવો તપ નિરંતર કરવાનો અભિગ્રહ લેવો એ આગળ વધવાની નિશાની છે.
ધર્મ શ્રવણના ફળરૂપવિરતિ કરવાનું જે કહેવામાં આવ્યું છે, તે પ્રમાણે ગૃહસ્થોએ ગૃહસ્થ ધર્મના ભૂષણરૂપ અને સ્થૂલથી પણ કર્મ રોકવાનાં કારણભૂત પોતાની શક્તિ અનુસારે બાર વ્રતો ગ્રહણ કરવાં જોઈએ.
Page #52
--------------------------------------------------------------------------
________________
––––––––––––
ગૃહસ્થ ધર્મ ભારત
રાગદ્વેષની પરિણતિ ઘણી જ મંદ થવાથી, ઉપશમ થવાથી કે ક્ષયોપશમ થવાથી જડ ચૈતન્યના વિવેકરૂપ સમ્યફ આત્મ શ્રદ્ધાન પ્રાપ્ત થયા પછી, વિવિધ પ્રકારની ઈચ્છાઓનો સર્વથા નિરોધ કરવાનું ન બની શકે તેમણે નિયમિત રીતે કર્મ બંધના કારણરૂપ ઈચ્છાઓને મર્યાદામાં મૂકવા માટે દેશથી અમુક અંશે ઇચ્છાના નિરોધરૂપ વિરતિ અંગિકાર કરવા માટે બારવ્રતો ગ્રહણ કરવાં. આ બારવ્રતો ગૃહસ્થ ધર્મના અલંકારરૂપે છે. સદ્ગતિના કારણરૂપ છે અને આવતાં નવીન કર્મને દેશથી થોડે ભાગે પણ રોકી શકે છે.
(બારવ્રતના નામો) (૧) સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત (૨) સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત (૩) સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત (૪) સ્થૂલ મૈથુન વિરમણ વ્રત (૫) સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રત (૬) દિશા પરિમાણ વ્રત (૭) ભોગપભોગ નિયમ વ્રત (૮) અનર્થ દંડ વિરમણ વ્રત (૯) સામાયિક કરણ વ્રત (૧૦) દેશાવકાશિક વ્રત (૧૧) પૌષધદ્રત (૧૨) અતિથિ સંવિભાગ વ્રત આ બારવ્રતો છે. પહેલાં પાંચને અણુવતો કહે છે. પછીનાં ત્રણ ગુણ વતો છે અને છેલ્લાં ચાર શિક્ષાવતા છે.
અણુ એટલે નાનાં વ્રતો. ત્યાગ માર્ગનાં મહાવ્રતો કરતાં આ વ્રતો નાનાં હોવાથી તેને અણુવ્રતો કહે છે. પાંચ અણુવ્રતોને પોષણ આપવા રૂપગુણ કરનાર ત્રણ વતો હોવાથી તેને ગુણવ્રતો કહે છે, છેલ્લાં ચાર વારંવાર આદરવા માટે શિક્ષારૂપ હોવાથી શિક્ષાવ્રતો
Page #53
--------------------------------------------------------------------------
________________
- ૨ -
ગૃહસ્થ ધર્મ
[ ૩૬ ] કહેવાય છે. મન, વચન, શરીરને નિયમમાં રાખવાની શિક્ષારૂપ તે વતો છે તથા દ્રવ્યોનો સન્માર્ગ વ્યય કરવારૂપ પણ છેલ્લું વ્રત છે. મન, વચન, શરીર અને ધન આ ચારને કાબૂમાં રાખવાં, નિયમમાં રાખવાં, સારા કામમાં વાપરવાં, અશુભ કામમાંથી પાછાં હઠાવવાં, ઈચ્છાઓને રોકવી, નિયમમાં મૂકવી, સારી ઇચ્છાઓ વધારાવી, બૂરી ઈચ્છાઓ ન કરવી, કર્મની નિર્જરા કરવી, નવાં કર્મ ન બાંધવા, બંધાય તો શુભ બાંધવા ઈત્યાદિ કારણો આ વ્રતો લેવાનાં છે. (પ્રથમ સ્થૂલ અહિંસા વ્રતની જરૂરિયાત )
ભગવાન મહાવીરદેવની આશા છે કે નાસ્તિવાન્નર કોઈ પણ જીવને મારશો નહિ. શા માટે જીવોને ન મારવા? ઉત્તર એ છે કે જેવું તમારું જીવિતવ્ય તમને વહાલું છે તેવું જ સર્વનું જીવન સર્વને વહાલું છે. તમને દુઃખ વહાલું છે? ઉત્તરમાં, નહિ જ તો બીજાને તે કેમ વહાલું લાગતું હશે ? શરીરના કોઈ પણ ભાગમાં તમને નાનો સરખો ઘા લાગવાથી કે એક માત્ર કાંટો જ લાગવાથી પણ તમને દુઃખ થાય છે તો તમારા જેવું જ જીવન ધરાવનાર અન્ય જીવોને કેમ દુઃખ નહિ થતું હોય? તમારો જીવ બચાવવાને તમે ઇચ્છો તો બીજાના જીવનનો નાશ કરવાનો તમને અધિકાર શો છે? યાદ રાખજો કે,
જ્યાં સુધી તમે અન્ય જીવોને મારશો, ત્યાં સુધી તમને મરવું જ પડશે. દુઃખ આપશો તો દુઃખી થવું પડશે. જેવું દાન તેવું ફળ, જીવોને નિર્ભયતા આપો, તમને પણ નિર્ભયતા જ મળશે. જે જીવોનું રક્ષણ કરે છે, તેઓ પરમાર્થથી પોતાનું જ રક્ષણ કરે છે. જે અન્યને મારે છે તે ખરી રીતે પોતે જ કરે છે. કારણ કે બચાવની લાગણીવાળા બીજમાંથી બચાવનાં જ ફળો મળે છે, મારવાની લાગણીવાળા કડવા બીજમાંથી મારનારા જ ફળો પેદા થાય છે. ઘાત-પ્રત્યાઘાતના નિયમ
Page #54
--------------------------------------------------------------------------
________________
પ્રથમ સ્થૂલ અહિંસા વ્રતની જરૂરિયાત
[ ૩૭ ] પ્રમાણે જેટલા જોરથી તમે દડો પછાડશો તેટલા જ જોરથી પછડાઈને તે પાછો ઉછળશે. તેમ જે જાતના જેટલા જોરથી તમારું ભલું કે બુરું વર્તન અન્ય તરફ થયું હશે, લાગણીઓ ઉછાળી હશે તેટલા જ જોરથી ઉછળીને પાછી ફરીને તમને લાભ કે હાની કરશે.
મનુષ્યોએ હાથ, પગ વિનાના થવું, પાંગળા થવું કે શરીર વિનાના થવું તે પણ એક રીતે સારું છે. પણ પૂર્ણ શરીરવાળા થઈને જીવોની હિંસા કરવી તે યોગ્ય નથી. હિંસાનો ત્યાગ કર્યા સિવાયની ઈદ્રિયનું દમન, દેવ-ગુરુની સેવા, દાન, અધ્યયન અને તપશ્ચર્યાદિ સર્વ ક્રિયાઓ નિષ્ફળ છે. અર્થાત્ સુખદાયી થતી નથી.
મનની શાંતિ માટે હિંસા કરવાની જરૂર નથી. જીવોની હિંસા કરવાથી વિદનની શાંતિ થતી નથી પણ ઊલટી વિદનની વૃદ્ધિ થાય છે. કુલાચારની બુદ્ધિથી કરાતી હિંસા કુળના નાશને માટે અર્થાત્ અધઃપતન માટે છે.
સુખ, સૌભાગ્ય, બળપૂર્ણ આયુષ્ય, ધીરતા, નિરોગી શરીર, અપ્રતિહત આજ્ઞા, ઉત્તમ રૂપ, ઉજજવળ કીર્તિ, ધન, અવચનતા, ઉત્તમ પરિવાર, સુંદર કાંતિ અને ચરાચર જગતમાં વિજય આ સર્વ જીવોનું રક્ષણ કરવા રૂપ અહિંસા વ્રતનાં ફળો છે.
પાંગળાપણું, કોઢીયાપણું, ઠુંઠાપણું, રોગ, શોક, વિયોગ, નિષ્ફળતા, અલ્પ આયુષ્ય, દુર્ભાગ્યતા, અપયશ અને બીકણપણુંભયપ્રાપ્તિ ઇત્યાદિ અનિષ્ટ ફળની પ્રાપ્તિ જીવોની હિંસાથી થાય છે.
મનુષ્યો જીવિતવ્યના બચાવ માટે રાજ્યનો પણ ત્યાગ કરે છે, તો તે જીવના વધથી ઉત્પન્ન થતું પાપ આખી પૃથ્વીનું પણ દાન દીધાથી કેમ શાંત થાય? અર્થાતુ ન જ થાય, અહિંસા માતાની માફક સર્વ સ્થળે જીવોનું રક્ષણ કરે છે. સંસારરૂપ મરુધરની ભૂમિમાં અમૃતની નહેર સમાન અહિંસા છે. દુઃખરૂપ દાવાનળને બુઝાવવાનો
Page #55
--------------------------------------------------------------------------
________________
[ ૩૮ ]
ગૃહસ્થ ધર્મ
વર્ષાઋતુના મેઘની ધારા સમાન અહિંસા છે ભવભ્રમણરૂપ રોગની શાંતિ માટે અહિંસા પરમ ઔષધી તુલ્ય છે.
સુભુમ, બ્રહ્મદત્ત, પરશુરામ, શ્રેણિક, કોણિક અને કાલૌરિકાદિ અનેક જીવો આ હિંસાના આશ્રયથી અસહ્ય યાતના અને નરકનિ યાતના આદિ દુઃખ પામ્યા છે. ત્યારે સુલસ, દામનક, હરીબલ, યશોધરાદિ અનેક જીવો અહિંસાના આશ્રયથી સદ્ગતિ પામ્યા છે.
તીર્થંકરોએ અહિંસારૂપ એક જ વ્રત બતાવ્યું છે. આ વ્રતના રક્ષણને માટે જ વાડરૂપે બીજાં વ્રતો બતાવ્યાં છે. અર્થાત્ બીજાં વ્રતો અહિંસાના પોષણરૂપ છે. માટે દરેક જીવોએ પોતાની શક્તિ પ્રમાણે જીવોના રક્ષણને માટે પ્રયત્ન કરવો જોઈએ.
સર્વ જીવોનો બચાવ તો ત્યાગ માર્ગ ધારણ કરનાર મુનિઓ કરી શકે છે. ગૃહસ્થો ગૃહસ્થાશ્રમમાં રહીને કેટલે દરજ્જે જીવોનો બચાવ કરી શકે ત્યાં સુધી યોગ્ય ગણાય ? તેની સમજ આ પ્રમાણે છે.
સર્વ જાતના જીવોની હિંસા ન કરવી તે વીશવસા (વીશભાગ) અહિંસા-દયા ગણાય છે. તેમાંથી ગૃહસ્થાશ્રમમાં રહેનાર મનુષ્ય સવા ભાગની અહિંસા પાળવી જોઇએ. ત્રસ અને સ્થાવર આ બે વિભાગમાં સર્વ જીવો બચાવવા લાયક છે તેનો સમાવેશ થાય છે.
સર્વ જીવોનો બચાવ કરાય ત્યારે વીશવસા-પૂર્ણ અહિંસા બને છે. ૨૦) ત્રસ અને સ્થાવર આ બેમાં સર્વ જીવોનો સમાવેશ થાય છે તેની અહિંસા તે વીશવસા અહિંસા કહેવાય છે. ૧૦) ગૃહસ્થો સ્થાવર જીવોનો બચાવ કરી ન શકે.
૫) ગૃહસ્થો અપરાધી ત્રસ જીવોનો બચાવ ન કરી શકે. ૨) ગૃહસ્થો વ્યવહાર ઉપયોગી આરંભના કાર્યમાં ત્રસજીવોને
બચાવી ન શકે.
Page #56
--------------------------------------------------------------------------
________________
પ્રથમ સ્થૂલ અહિંસા વ્રતની જરૂરિયાત
[ ૩૯ ] ૧) ગૃહસ્થો સાપેક્ષપણે-સશંકપણે ત્રસજીવોનો બચાવ ન કરી શકે.
૧૦) ગૃહસ્થો ત્રસ જીવોનો બચાવ કરી શકે છે. ૫) ગૃહસ્થો નિરપરાધી ત્રસજીવોનો બચાવ કરી શકે. રા) ગૃહસ્થો અનારંભપણામાં ત્રસજીવોનો બચાવ કરી શકે. ૧) ગૃહસ્થો નિરપેક્ષપણે ત્રસજીવોનો બચાવ કરી શકે.
આ અહિંસાનો ભાવાર્થ આ પ્રમાણે છે. (અહીં બતાવેલા જીવો સંબંધી ખુલાસો નવતત્ત્વ સંબંધી પહેલાં જીવતત્ત્વમાંથી જાણવો.) સ્થાવર જીવોનો બચાવ ગૃહસ્થો ન કરી શકે, કારણ કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ આ પાંચ સ્થાવર છે તે સિવાય ખાવાપીવાદિનાં સાધનો મેળવી શકાતાં નથી. તેમ ખાધાપીધા સિવાય ચાલે પણ નહિ. એટલે ત્રસ અને સ્થાવર બન્નેનો બચાવ કરવો તે વિશ ભાગની અહિંસા છે, તેમાંથી આ દશ ભાગ ગયા. કારણ કે જીવોના બે વિભાગમાંથી એકનો બચાવ મનુષ્યો ન કરી શકે. વ્યસનો બચાવ કરે. ત્રસ એટલે હાલ-ચાલે તેવા જીવો. તેથી દશ ભાગ બચાવ કરવાનું રહ્યું છે. ૧૦.
આ ત્રસ જીવોમાંથી અપરાધીનો બચાવ ગૃહસ્થોથી થઈ ન શકે, જો તેમ કરે તો વ્યવહારની હયાતી જ ન રહે. ગૃહસ્થાશ્રમ જ નાશ પામે. અપરાધીને બદલો ન આપે તો, રાજા હોય તો રાજાનું રાજ્ય ચાલ્યું જાય, ગૃહસ્થ-સામાન્ય મનુષ્ય હોય તો કોઈ ઘર લૂંટી જાય, સ્ત્રી લઈ જાય, કારણ કે તે અપરાધીને બદલો આપતો નથી. તેથી જે બળિયો થઈને આવે છે તેનું લૂંટી જાય. આમ થાય તો ગૃહસ્થધર્મનો જ નાશ થાય. આ માટે એટલો બચાવ કરવો કે નિરપરાધી જીવોને ન મારવા, અપરાધી હોય તો તેને શિક્ષા કરવાની છૂટ છે. આ શિક્ષા અપરાધના પ્રમાણમાં દેહાંત સુધી થાય ત્યાં સુધી
Page #57
--------------------------------------------------------------------------
________________
[ ૪૦ ]
ગૃહસ્થ ધર્મ તેના ગૃહસ્થધર્મનો નાશ થતો નથી. એટલે દશ ભાગમાંથી પાંચ ભાગનો બચાવ તેનાથી થઈ શકે તે. .
નિરપરાધી જીવોનો બચાવ કરી શકે તેમાં પણ જે ખેતર ખેડવાં, ઘર બનાવવાં, કિલ્લા પ્રમુખ બંધાવવા, કૂવા ખોદવા, ખાણો ખોદાવવી ઈત્યાદિ અનેક આરંભના કામમાં કોઈ નિરપરાધી ત્રસ જીવો મરી જાય તો તેનો બચાવ ગૃહસ્થથી થઈ ન શકે કેમ કે તે આરંભના કાર્ય ન કરે તો તેનો વ્યવહાર અટકી પડે. માટે આરંભમાં જીવો મરી જાય તેની આ વ્રતમાં છુટી રહે છે. એટલે પાંચ ભાગની અહિંસામાંથી તેનાથી અઢી ભાગની અહિંસા પળી શકે છે. રા.
આરંભ સિવાયના જીવોનો બચાવ ગૃહસ્થ કરી શકે તેમાં પણ કોઈના ઉપર ચોર, જાર કે વેરી-શત્રુ વગેરેની શંકાથી તે જીવ તેવો નહિ છતાં તેવા કામ તેણે કોઈ વખત કર્યા હોય તેવા કારણથી તેના ઉપર શંકા થાય કે આ કામ તેણે કર્યું હશે અને તે કારણથી તેને શિક્ષા કરવી પડે અથવા બળદ, ઘોડા કે પાડા પ્રમુખને ગાડે કે રથે જોડવામાં આવે કે ભણવા પ્રમુખમાં પ્રમાદ કરનાર પુત્રાદિકને નિરપરાધી છતાં સાપેક્ષપણે (અપેક્ષાએ) મારફાડ કે બંધનાદિ કરવા પડે તો તેના ગૃહસ્થ ધર્મના વ્રતમાં બાધ આવતો નથી. આ કારણે અઢી ભાગમાંથી પણ સાપેક્ષપણે શિક્ષા કરવાનું ખુલ્લું રહેવાથી સવા ભાગની અહિંસા ગૃહસ્થથી બની શકે. એટલે નિરપરાધી, આરંભ વિના,
સજીવોને નિરપેક્ષપણી સંકલ્પને (ારવાની બુદ્ધિથી) મારવા નહિ. “મારવાની બુદ્ધિથી” એ કહેવાનો હેતુ એ છે કે રસ્તે ચાલતાં શરીરની અસ્થિરતાને લઈ તપાસીને ચાલવા છતાં પણ કોઈ જીવ મરી જાય તો તેથી વ્રત ખંડિત થતું નથી.
Page #58
--------------------------------------------------------------------------
________________
ગૃહસ્થ ધર્મનું પહેલું વ્રત
ગૃહસ્થ ધર્મનું પહેલું વ્રત-સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત ૧
[ ૪૧ ]
નિરપરાધી, ત્રસજીવોને આરંભના કાર્ય સિવાય નિરપેક્ષપણે સંકલ્પીને મારવા નહીં. અને બીજા જીવો તરફ निर्ध्वस परिक्षाम न राजतां जने त्यां सुधी तेभनो पा યથાશક્તિ બચાવ કરવો. ૧.
આ પહેલા વ્રતમાં પાંચ અતિચાર-દૂષણ લાગવા સંભવ છે. તે ન લાગે તે માટે સાવચેતી રાખવી. અતિચાર એટલે લીધેલ નિયમ પ્રમાણે વ્રતનું ખંડન થયું ન હોય તોપણ વ્રતને મલિન ક૨ે તેવા પરિણામ થઈ આવવા તે. આવા પરિણામથી પાછું હઠવામાં ન આવે અને નિરંતર તે મલિનતામાં વધારો થતો રહે તો લીધેલું વ્રત ભાંગવા સુધીમાં છેવટનું પરિણામ આવે છે. માટે સાંજ સવાર બે વખત પોતાનું જીવન-કર્તવ્ય તપાસી જવું કે તેમાં આ દોષો ભૂલમાં કે ઉતાવળમાં લાગ્યા ન હોય. અતિચાર લાગ્યા હોય તો તરત જ માફી માગી, પ્રાયશ્ચિત કરી. ફરી તેમ ન થાય તે માટે સાવચેતી રાખવી. આ માટે જ બે વખત પ્રતિક્રમણ કરવાનું જણાવવામાં આવે છે.
પહેલા વ્રતના પાંચ અતિચાર
(૧) તિવ્ર કોપથી, મરી જશે તેની પણ દરકાર કર્યા સિવાય મનુષ્ય તથા જનાવરને બાંધવા તે.
(૨) વિના પ્રયોજને ક્રોધના આવેશથી ચામડી છેદવી. (રોગને કારણે તેના ભલાને માટે તેમ કરવું પડે તેમાં હરકત નથી.)
(૩) જનાવરો કે મનુષ્યો ઉપર તેમની શક્તિ કરતાં વધારે ભાર ભરવો કે ઉપાડાવવો.
Page #59
--------------------------------------------------------------------------
________________
[ ૪૨ ]
ગૃહસ્થ ધર્મ (૪) મર્મ સ્થાનમાં પ્રહાર કરવો (મરી જશે તેની દરકાર રાખ્યા વિના.)
(૫) પોતાની નિશ્રામાં રહેલાં મનુષ્યોને તથા જાનવરોને ભૂખ્યાં રાખવાં. પોતાની નિશ્રામાં રહેલાં એમ કહેવાથી પોતાની ફરજ બરોબર બજાવવી એ સૂચના કરી છે.
આ પાંચ અતિચાર ન લાગે તે માટે સાવચેતી રાખવી.
(બીજું સત્યવત - મૃષાવાદ વિરમણ વ્રત ૨.
દરેક મનુષ્યોએ પ્રિય, પથ્ય, સત્ય અને અન્યને ઉપકાર થાય તેવાં વચનો બોલવા જોઈએ. જો તેમ ન બની શકે તો બોલ્યા સિવાય મૌન રહેવું તે કલ્યાણકારી છે. કુપથ્ય ખાવાથી જેમ રોગની વૃદ્ધિ થાય છે તેમ અસત્ય વચનથી વેર, વિરોધ, અપ્રતિષ્ઠા, અવિશ્વાસ અને વચનીયતાદિ દોષો પ્રગટ થાય છે કઠોર, મર્મભેદક અને કુવાક્યો જીવન પર્યત મનુષ્યોને સાલ્યા કરે છે. દાવાનળમાં દગ્ધ થયેલાં વનો પણ પાછા વર્ષાઋતુમાં નવપલ્લવિત થાય છે. પણ આ જીહા અનલથી બળેલાં મનુષ્યો પાછા પૂર્વની સ્થિતિમાં આવી શકતાં નથી. સર્વ લોકોને પ્રિય થાય તેવા સાચા, પ્રસન્નતા ઉત્પન્ન કરનારા, મીઠાશથી ભરેલાં, લાલિત્યતાવાળા મધુર શબ્દોની આ દુનિયામાં ક્યાં ખોટ છે? કે તેવું બોલવામાં ક્યાં મહેનત પડે છે કે પૈસા ખર્ચવા પડે છે? તો પછી શા માટે તેવા મર્મભેદક, સલ્ય ઉત્પન કરે તેવાં, અસ્થિરતા પેદા કરનારા, વિરોધથી ભરપુર, નિર્દયતા સૂચવનારા વચનો બોલી શસ્ત્ર વિના જીવોનો વધ કરવા જેવી પ્રવૃત્તિ કરવી પડે?
પૂર્ણ સાધ્ય સિદ્ધ કરી શકાય તેવા મનુષ્યજન્મમાં પણ જે નરાધમો સત્ય પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થાય છે, તેઓ પાછળથી કયા જન્મમાં કેવા કર્મો કરી આત્માનો નિસાર કરી શકશે? અસત્યતા ભરેલા કે
Page #60
--------------------------------------------------------------------------
________________
બીજું સત્યવ્રત મૃષાવાદ વિસ્મરણ વ્રત
-
[ ૪૩ ] જીવોનો સંહાર થાય તેવા વચનો બોલવા તેનાં કરતાં મૂંગા જીવો વધારે સારા છે કે જેઓ અન્ય જીવોને નુકસાન તો કરતા નથી. જેના મુખમાંથી અસત્ય ભાષણરૂપ દુર્ગંધિત પ્રવાહ વહન થયા કરે છે, તેવા મનુષ્યોને શરીર શુદ્ધિને અર્થે સ્નાન કરતા દેખીને વિદ્વાન પુરુષો તેઓની હાંસી કરે છે ધન્ય છે તે મનુષ્યોને ! કે જેમના કરુણારસથી ભરપુર હૃદયને સ્પર્શીને નીકળતા વચન કિલ્લોલથી પ્રાણીઓને પરમશાંતિ મળે છે. ચંદ્ર, ચંદન, મણી અને માલતીનો સમુદાય તેવી શાંતિ નથી આપતો કે જેવી કાનને પ્રિય, મધુરવાણી શાંતિ આપે છે. સત્ય બોલનારા મનુષ્યો ચંદ્રની માફક જગતમાં આનંદની વૃદ્ધિ કરે છે. દેવો તેમની કીર્તિનું યશોગાન કરે છે.
તત્ત્વજ્ઞાની, સત્યની સીમાનું અવલંબન કરનાર સત્પુરુષોના ચરણ સ્પર્શ માત્રથી પણ પૃથ્વીતળ પવિત્ર બને છે. વ્રત, શ્રુત, વિદ્યા, વિનય, ચારિત્ર અને જ્ઞાનાદિ ઉત્તમ ગુણોનું બીજ સત્ય વ્રત છે. સત્ય પ્રતિજ્ઞાવાળા અને પવિત્ર માર્ગનું અવલંબન કરનારા જીવોને દૈત્ય, રાક્ષસ, ભૂત, પ્રેત, સર્પ, સિંહ ઇત્યાદિ દુષ્ટ જીવો વિઘ્ન કરવા કે દુઃખ દેવાને સમર્થ થતા નથી.
મૂંગા થવું, બુદ્ધિની વિકળતા, મૂર્ખતા, બહેરાપણું, જીભ તથા મોઢાના રોગ ઇત્યાદિ અસત્ય વચન બોલવાનાં ફળો છે, એમ જાણીને અસત્ય બોલવાનો કઠોર બોલવાનો નિર્દયતાવાળાં વચનો બોલવાનો કે પરને કોઇ પણ રીતે આઘાત થાય કે નુકસાન થાય તેવું બોલવાનો અવશ્ય ત્યાગ કરવો જોઇએ. થોડું પણ અસત્ય ન બોલવું છતાં જેઓ તેમ ન કરી શકે તેમણે પાંચ મોટા અસત્યનો તો અવશ્ય ત્યાગ કરવો જ જોઇએ.
-
(૧) કન્યા સંબંધી (૨) ગાય સંબંધી (૩) જમીન સંબંધી (૪) થાપણ ઓળવવી (૫) જૂઠી સાક્ષી ભરવી. આ પાંચ મોટા
Page #61
--------------------------------------------------------------------------
________________
[ ૪૪ ]
જૂઠાં કહેવાય છે. લોકમાં તે વધારે નિંદનીક ગણાય છે.
(૧) કન્યા સંબંધી અસત્ય : દ્વેષાદિક કારણથી વિષકન્યા ન હોય ને વિષકન્યા કહેવી. વિષકન્યા હોય ને અવિષકન્યા કહેવી. સુશીલા હોય છતાં દુશીલા કહેવી. દુશીલા હોય છતાં સુશીલા કહેવી. મોટી હોય ને નાની કહેવી. નાની હોય ને મોટી કહેવી. સારા કુળની હોય છતાં હલકા કુળની કહેવી હલકા કુળની હોય ને સારા કુળની કહેવી જેમ કન્યાના સંબંધમાં તેમ વરના સંબંધમાં પણ ખોટાને સારો અને સારાને ખોટો કહેવો. ઇત્યાદિ અસત્ય બોલીને સામા મનુષ્યોને નુકસાનમાં ઉતારવા તે કન્યા સંબંધી અસત્ય કહેવાય છે, કન્યાની અહીં મુખ્યતા છે પણ જેટલા બે પગવાળાં મનુષ્યો છે તે તમામના સંબંધમાં અસત્ય ન બોલવું તે આ ઉપરથી સમજી લેવું જોઈએ.
અસત્ય બોલીને તેમનો વિવાહ જોડી આપવાથી જિંદગી પર્યંતનું તે કજોડું દુઃખી નીવડે છે. આપસમાં અણબનાવ, કલેશ અને કુસંપમાં દુઃખમય જિંદગી ગુજારે છે. અણસમજમાં, પરપસ્પરની ઇચ્છા વિરુદ્ધ, પ્રકૃતિ વિરુદ્ધ, અસત્ય પ્રપંચથી લાકડે માકડું વળગાડાયેલા અનેક કજોડાંઓ કલુશીત જિંદગી ગુજારતાં નજરે પડે છે. તેઓ ઊંડા નિઃશાસા પૂર્વક પોતાની આ કજોડાથી દુઃખાયેલી કારી લાગણીને પ્રગટ કરતાં તેમનો મેળાપ કરાવી આપનારાઓને કળકળતા શ્રાપ આપે છે, ગાય અને દિકરી જ્યાં દોરે ત્યાં જાય. આ હિંદુની કહેવત પ્રમાણે નિર્દોષ બાળકીઓને ઊંડા ખાડામાં ઉતારનારાઓ મોટું પાપ બાંધે છે. દુઃખી કજોડાઓના જિંદગી પર્યંતના ઊના આંસુઓ અને ગરમ નિસાસાઓથી તેમના વાલીઓનું કદીપણ ભલું થતું નથી.
ગૃહસ્થ ધર્મ
(૨) ગાય સંબંધી અસત્ય : જેમ કન્યાના સંબંધમાં તે જ પ્રમાણે ગાયના સંબંધમાં, ઉંમર, ગુણ, દોષ, દૂધ વગેરેમાં અસત્ય ન બોલવું, ગાય ગરીબ પ્રાણી અને ઉપયોગી જાનવર હોવાથી તેની અહીં મુખ્યતા
Page #62
--------------------------------------------------------------------------
________________
બીજું સત્યવ્રત - મૃષાવાદ વિસ્મરણ વ્રત [ ૪૫ ] બતાવી છે પણ તેથી સર્વજાતના જાનવરોના સંબંધમાં અસત્ય ન બોલવું તે અહીં પણ સમજી લેવું. વિરુદ્ધ ગુણદોષ બતાવી જાનવરો વેચવાથી આપસમાં કલેશ થવાનો. વેર વિરોધ વધવાનો અને જ્યારે આપનારને તે પહોંચી ન શકે ત્યારે જાનવરને દુઃખી કરવાનો, એમ અનેક દોષો ઉત્પન્ન થવાનો સંભવ છે.
(૩) જમીનના સંબંધમાં અસત્ય : કોઈની જમીન દબાવી દેવી પારકી હોય ને પોતાની કહેવી. વેચવાના પ્રસંગે ખારવાળી જમીનને સારી-બાર વિનાની કહેવી. જમીન એ શબ્દથી હાટ-ઘર-ખેતર, ગામશહેર-દેશ ઇત્યાદિ સમજી લેવા. તે સર્વ અન્યનાં હોય ને પોતાના કહી પચાવી પાડવાં, આ અસત્યનો ત્યાગ કરવાથી અનેક જાતના વેર, વિરોધ, લડાઈ, બખેડા વગેરે થતાં અટકે છે. શાંતિ જળવાઈ રહે છે. ધર્મ ધ્યાનાદિ શાંતિમાં જીવન પસાર કરી શકાય છે. . (૪) જૂઠી સાક્ષી સંબંધી અસત્ય સ્વાર્થને ખાતર, દાક્ષિણતાને લીધે, લાંચ રુશ્વતાદિ લોભથી, જીવિતવ્ય કે દ્રવ્યાદિ નાશના ભયથી. કોઈના આગ્રહથી કે પ્રાર્થનાથી જૂઠી સાક્ષી ન ભરવી. કોર્ટમાં જઈને સાક્ષી ભરવી તેનું નામ સાક્ષી છે. એટલું જ નહિ પણ હરકોઈ સ્થળે અને કોઈ પણ માણસે તમને પૂછ્યું કે આ માણસે આ પ્રમાણે કર્યું છે. તેમાં તમે શું જાણો છો? તે વખતે જે જાણતા હો તેજ કહો તેમાં હરકત નથી. પણ જૂઠી સાક્ષી ન ભરવી. તમારે તે સંબંધમાં બોલવાની મરજી ન હોય તો જવાબ ન આપો. મૌન રહો. પણ જૂઠી સાક્ષી તો ન જ ભરો.
(૫) થાપણ ઓળવવા સંબંધી અસત્ય ભરોસાદાર કે યોગ્ય લાયક માણસ જાણી તમારી પાસે કોઈ પણ માણસ કોઇની સાક્ષી રાખ્યા સિવાય કે દસ્તાવેજ કરાવ્યા સિવાયં થાપણ મૂકી ગયો હોય, તે જ્યારે પાછી લેવા આવે ત્યારે તેને કહેવું કે તું કયાં મારે ત્યાં મૂકી
Page #63
--------------------------------------------------------------------------
________________
8Sજ્ય ૧
_._________
[ ૪૬ ] ગયો છે? સાક્ષી કોણ છે? લેખિત ક્યાં છે? વિગેરે જવાબો આપી થાપણ પાછી ન આપવી તે થાપણ ઓળવી કહેવાય છે. થાપણ મૂકનાર મરી ગયો હોય અને તેના વારસદારો લેવા આવે અને પાછી ન આપવી તે પણ થાપણ ઓળવી કહેવાય છે. વારસદાર ન હોય તો પંચની સાક્ષીએ સારે માર્ગે ખર્ચી દેવી પણ તે થાપણ હરામનું દ્રવ્ય ઘરમાં ન જ રાખવું અને વારસદાર હોય તો તેને સોંપવું. આ પાંચ મોટાં અસત્યનો ત્યાગ કરવો અને બીજાં પણ નાનાં નાનાં અસત્યનો યથાશક્તિ ત્યાગ કરવો. આ ગૃહસ્થોનું બીજું વ્રત છે. જે બોલવાથી અન્યને કલેશ થાય કે અન્યનો ઘાત થાય તેનો ત્યાગ કરવો તે આ વ્રત લેવાનો હેતુ છે. આ વ્રતથી લોકોનો વિશ્વાસ, યશની પ્રાપ્તિ, સર્વ અર્થની સિદ્ધિ, લોકપ્રિયતા, ગ્રાહ્ય વચન અને અમોઘ વચન-વચન સિદ્ધિ વિગેરેથી આ લોકમાં ફાયદાઓ થાય છે. ધર્મની પ્રાપ્તિ થવા સાથે આગામી જન્મ સુખરૂપ થાય છે. પાપનો નાશ, આવતા કર્મનો નિરોધ, પુણ્યની વૃદ્ધિ અને કર્મનિર્જરા ઈત્યાદિ અનેક ફળ આ વ્રતનાં છે.
( બીજું વ્રત ૨.) કન્યા સંબંધી, ગાય સંબંધી, જમીન સંબંધી, જૂઠું ન બોલવું. જૂઠી સાક્ષી ન ભરવી, થાપણ ઓળવવી નહિ, આ ગૃહસ્થ ધર્મનું બીજું વ્રત છે. ૨.
આ પાંચ અતિચાર લાગવા સંભવ છે તે માટે સાવચેતી રાખી ન લાગવા દેવા. વિશેષ હકીકત પહેલાં વ્રતના અતિચાર સાથે કહેવામાં આવી છે. ત્યાંથી સર્વ વ્રત માટે જાણી લેવી.
પાંચ અતિચાર
૧. સહસાત્કારે. વગર વિચાર્યું કોઈને આળ આપવું કેમ કે
Page #64
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
-
--
વચ અતિચાર
[ ૪૭ ) - કોઈ માણસો એકાંતમાં વાતચિત્ત કરતા હોય તે દેખી એમ કહેવું કે આ રાજવિરુદ્ધ કે અમુક વિરુદ્ધ વિચાર કરે છે. તેઓ પોતાના સંબંધમાં કાં વિચાર ન કરતા હોય? નિશ્ચય કર્યા વિના અકસ્માત બોલી નાખવાથી, પોતાના અને અન્યના સંબંધમાં મોટું નુકસાન થવાનો સંભવ છે માટે વિચારીને બોલવું.
૨. વિશ્વાસુ જાણી કોઈએ ગુપ્ત વાત કહી હોય, તે ખુલ્લી કરવી, આ અતિચાર છે તેમ કરવાથી સામા માણસને જોખમમાં ઉતરવું પડે છે. તે સાથે વિરોધ થવા પણ સંભવ છે.
૩. પોતાની સ્ત્રીના સંબંધની ગુપ્ત વાતો કોઈ મિત્રાદિ આગળ કહેવી, તે અતિચાર છે તેમ છતાં સ્ત્રીને શરમાવા જેવું થાય છે. અવિશ્વાસ વધે છે. અને તે ગુપ્ત રહસ્યમિત્રાદિના જાણવામાં આવ્યાથી આપણી ગેરહાજરીમાં તે મિત્રાદિ તરફથી તેનો દૂરઉપયોગ થવાનો પણ સંભવ છે અને કલેશ ઉત્પન્ન થવાનો પણ સંભવ રહે છે.
૪. કોઈને દુઃખમાં પાડવા ખોટી સલાહ આપવી અથવા પાપનો ઉપદેશ આપવો.
૫. જૂઠા દસ્તાવેજ કે ખત વિગેરે કરવા. મનમાં એમ ધારીને જૂઠું ખત વગેરે કરે કે આપણે તે જૂઠું બોલવાનો નિયમ છે પણ લખવાનો કયાં છે? પણ આ ગુન્ડો ઓછી બુદ્ધિવાળાએ ગેરસમજથી કર્યો હોય તો તો ચલાવી લેવાય, પણ બુદ્ધિમાન થઈ આપણા અસત્યનો ભેદ છે એમ સમજતાં છતાં કરનારને તો વ્રતના ભંગનો દંડ મળે છે.
આ પાંચ અતિચાર ન લાગે તેવી રીતે બરોબર કાળજીપૂર્વક બીજું વ્રત પાળવું.
Page #65
--------------------------------------------------------------------------
________________
[ ૪૮ ]
ગૃહસ્થ ધર્મ ત્રીજું વ્રત અદત્તાદાનવિરમણ 3.) નિર્ધનતા, કામધંધાનો અભાવ, આવકથી ખર્ચ વધારે તેવાને ચોરી કરનારાઓની સોબત-ઇત્યાદિ કારણે આ ચોરી કરવાની ટેવ પડે છે. નાના પ્રકારના હુન્નર, ઉદ્યોગ, નોકરી, ખેતી કે વેપારાદિ કાર્યમાં જોડાઈ જવાથી, ખર્ચથી પણ આવક વધારે થવાથી અને સારી સોબતમાં રહેવાથી દુર્ગુણ દૂર કરી શકાય છે.
તાળું તોડવું, ખાતર પાડવું, ગાંઠ કાપવી, વાટ લૂંટવી, લૂંટ ચલાવવી, નબળાઓને મારીને માલ પડાવી લેવો ઇત્યાદિ ચોરી ગણાય છે. તેમ જ કોઈનું પડી ગયેલું, મૂકેલું, ઘરમાં રહેલું અને દાટેલું ઈત્યાદિ વસ્તુઓ લેવી તે પણ ચોરી ગણાય છે. ટૂંકમાં કહીએ તો વસ્તુના માલિકે રાજીખુશીથી આપ્યા સિવાય કાંઈ પણ લેવું તે ચોરી કહેવાય છે. આત્મહિત ઇચ્છનારા જીવોએ ચોરીનો ત્યાગ કરવો જોઇએ, ચોરી કરનારનું કદી પણ સારું થતું નથી. ધન મનુષ્યોનાં બાહ્ય પ્રાણ છે, તે લઈ લેવાથી તેના અંતર પ્રાણનો પણ નાશ થવાનો સંભવ છે. કોઈ મનુષ્યને મારવામાં આવે છે તો તે મરનારને ક્ષણવાર દુઃખ થાય છે પણ ધનાદિ હરણ કરવાથી તો તેના આખા કુટુંબને જિંદગીપર્યંત દુઃખ થાય છે. પરનું ધન ચોરનાર મનુષ્યને તેનું ધન લૂંટે છે એમ નથી પણ ધનની સાથે તેના આભવ અને પરભવ બનેનો નાશ કરે છે, બગાડે છે. ધન જવાથી ધર્મ, વૈર્ય, ધૃતિ, બુદ્ધિ વગેરેનો નાશ થાય છે. ધન કે જેના ઉપર તેના સર્વ કુટુંબનો આધાર હતો તે જવાથી તેની ગમગીનીમાં કેટલાક મનુષ્યો ગાંડા થઈ જાય છે, કેટલાક મરણ પામે છે, બુદ્ધિભ્રમિત થાય છે, ધીરજ રહેતી નથી, શાંતિમાં ભંગ થાય છે અને નિશ્ચિતતાને અભાવે ધર્મ કાર્યમાં પ્રવૃત્તિ કરી શકતા નથી.
ચોરી પવિત્ર કુળને કલંકિત કરે છે. મહાન અપયશ ફેલાવે
Page #66
--------------------------------------------------------------------------
________________
[ ૪૯ ]
–
–
–
–
–
–
–
–
ત્રીજું વ્રત અદત્તાદાન વિસ્મરણ – – – – – – – – – – છે. સગાં સંબંધીજનો પણ ચોરી કરનારનો વિશ્વાસ કરતા નથી. ચોરી કરનાર પોતે તે ધનનો ઉપયોગ કરે કે ન કરે પણ દુઃખમાં સપડાવાનો તેને ચોક્કસ સંભવ રહે છે. વૈર વિરોધ વધારે થાય છે અને દેહાંત સુધીની પણ શિક્ષા આ ભવમાં કોઈ કોઈ અનુભવે છે.
ચોરી કરનારના ગુણ ગૌણતાને પામે છે. વિદ્યા, વિડંબના પમાડનારી થાય છે. અપકીર્તિ તેના માથા પર પગ દઈને ઊભી રહે છે. શિકારીના હાથમાં સપડાવવાની શંકાવાળા મૃગની માફક ચોરનું મન જનસમૂહમાં કે જંગલમાં શાંત કે સ્વસ્થ હોતું નથી. આત્મરક્ષા, દાક્ષિણ્યતા, પરોપકાર, ધર્મનું કે ઉત્તમ શિક્ષણનું ગ્રહણ કરવાપણું ચોર વગેરે સ્વપ્નમાં પણ જાણી કે કરી શકતો નથી. ચોરીરૂપ પાપવૃક્ષનાં ફળ આ ભવમાં વધ, બંધન, કારાગૃહ નિવાસ, આબરૂનો નાશ, અવિશ્વાસ, લોકનિંદા વગેરે અહીં જ પ્રત્યક્ષ દેખાય છે. અન્ય જન્મમાં નરકાદિકની અસહ્ય વેદના ભોગવવી પડે છે. તથા ધનક્ષય, દુર્ભાગ્ય, દાસત્વ, અંગચ્છેદ, દારિદ્ર, નિંદા, ધિક્કાર અને વારંવાર મૃત્યુ ઈત્યાદિ અન્ય જન્મમાં પણ દુઃખોનો અનુભવ કરવો પડે છે કારણ કે અન્યને રડાવ્યાં છે, દુઃખી કર્યા છે. નિરાશ કર્યા છે. ભીખ મંગાવી છે તો તેને પણ આ વાવેલા પાપ વૃક્ષનાં ફળ તરીકે રડવાનું, દુઃખી થવાનું, નિરાશ થવાનું અને ભિક્ષા માંગવાનું પ્રાપ્ત થવું જ જોઈએ.
આ ત્રીજા વ્રતનું ફળ સર્વનો વિશ્વાસ, સાધુવાદ (શાબાસી અગર પ્રસંશા) સમૃદ્ધિની વૃદ્ધિ, સ્થિરતા, ઐશ્વર્ય અને સ્વર્ગાદિની પ્રાપ્તિ. ઇત્યાદિ પ્રાપ્ત થાય છે.
ત્રિીજું વ્રત) ગૃહસ્થોએ ત્રીજા વ્રતમાં સજીવ નિર્જીવ. નાની મોટી ચોરીનો ત્યાગ કરવો, જંગલનું માલિકી વિનાનું ઘાસ, કૂવા, તળાવ, નદી
Page #67
--------------------------------------------------------------------------
________________
__ગૃહસ્થ ધર્મ
[ ૫૦ ]. વગેરેનું પાણી ઇત્યાદિ સામાન્ય વસ્તુઓ કે જેના ઉપર કોઈની માલિકી નથી. માલિકી હોય તથાપિ તે લેવાની કોઈને મના નથી. જેને લેવાથી ચોરી ગણવામાં આવતી નથી. તે સિવાયની કોઈની કોઈ પણ વસ્તુ માલિકની રજા સિવાય ન લેવી. જેના ઉપર મમતાભાવ મનુષ્યોને કે જીવોને હોય છે તે વસ્તુ રાજીખુશીથી આપ્યા સિવાય ન લેવી. એટલે તાળું તોડવું નહિ. ખાતર પાડવું નહિ. વાટ લૂંટવી નહિ. ગાંઠ કાપવી નહિ. ધાડ પાડવી નહિ. દાણચોરી કરવી નહિ. ખીસું કાપવું નહિ. પડેલી ચીજ લેવી નહિ. બળાત્કારે જોરજુલમથી લેવું નહિ. ધણીની ગેરહાજરીમાં વસ્તુ લેવી નહિ. હાજરીમાં ઇચ્છા વિરુદ્ધ લેવી નહિ. આ ગૃહસ્થોનું ત્રીજું વ્રત છે.
ત્રીજા વ્રતમાં લાગતા અતિચારો (૧) ચોરને ચોરી કરવા પ્રેરણા કરવી. ખાવા-પીવાની મદદ આપવી. આ સાક્ષાત ચોરી નથી પણ પરિણામ તો ચોરીના જેવું જ આવે છે. લીધેલ વ્રતને મલિન કરનાર છે.
(૨) ચોરીનો માલ વેચાતો રાખવો. આના પરિણામે રાજદંડાદિ ભોગવવાં પડે છે.
(૩) રાજ્ય વિરુદ્ધ કામ કરવું, મના કરેલા શત્રુ આદિના દેશમાં વેપારદિ નિમિત્તે જવું ઇત્યાદિ. આમ કરવાથી ધનાદિકનો નાશ અને રાજાની આજ્ઞા વિરુદ્ધ વર્તન કરવાથી દેહાંત દંડ પણ થવા સંભવ છે.
(૪) માલમાં ભેળ સંભેળ કરવો. સારા માલમાં નબળો માલ ભેળવી વેચવો, ખોટી વસ્તુને ખરીના જેવી બનાવી, ખરી કહીને વેચવી. ઈત્યાદિ આથી પોતાની શાહ આબરૂ જવા સાથે અવિશ્વાસ વધે છે; કલેશ થવાનો પણ સંભવ છે.
| (૫) ખોટા તોલમાપ રાખવાં. લેવામાં વધારે દેવાનાં ઓછાં
Page #68
--------------------------------------------------------------------------
________________
શીયલવ્રત-સ્વદાસ સંતોષ - ચોથું વ્રત [ પ ] રાખવાં. આથી પણ લોકોનો અવિશ્વાસ વધવા સાથે રાજ દંડાદિ ગુન્હો બને છે.
આ પાંચ અતિચાર ન લાગે તેની સાવચેતી રાખી ત્રીજું વ્રત બરાબર પાળવું. દરેક અધિકારીઓએ પોતાના અધિકારના પ્રમાણમાં આ અતિચારો સમજી લેવા જોઈએ. (શીયલવત-સ્વદારા સંતોષ-ચોથું વ્રત ૪).
સર્વથા મૈથુન કર્મનો ત્યાગ કરવો તે બ્રહ્મચર્ય કહેવાય છે. અને પરસ્ત્રીનો ત્યાગ કરી પોતાની પરિણિત સ્ત્રીમાં જ સંતોષ માનવો તે પુરુષોનું શીયલવ્રત છે. આ જ રીતે સ્ત્રીઓએ પોતાના વિવાહિત પતિમાં જ સંતોષ રાખી અન્ય પુરુષો તરફ મનથી પણ અભિલાષા ન કરવી તે સ્ત્રીઓનું શીયલવ્રત છે. - બ્રહ્મચર્યનું અવલંબન કરીને યોગીઓ આત્મસ્વરૂપને જાણી શકે છે. આ બ્રહ્મચર્યનું અવલંબન વીર પુરુષો જ કરી શકે છે. બ્રહ્મચર્ય ત્રણ જગતમાં પ્રશંસનીય અને પૂજનીય ગણાય છે. તેનાથી વિશુદ્ધિ પામેલા આત્માઓ, દેવોને પણ પૂજનીય થાય છે. ઉત્તમ ચારિત્રનું જીવન બ્રહ્મચર્ય છે. તે ન હોય તો બીજા ગુણો વિદ્યમાન હોય તોપણ નહિ સરખા થાય છે. અલ્પ સત્વવાળા, નિઃશીલ ઈદ્રિયોથી પરાજીત મનુષ્યો આ શીયલ પાળી શકે તે વાત સ્વપ્નમાં પણ માનવા યોગ્ય નથી.
સંકલ્પ અને સંસર્ગથી વિષય-વાસનાની ઉત્પત્તિ થાય છે, બ્રહ્મચર્ય દઢ પાળવાની ઇચ્છાવાળા મનુષ્યોએ વિષય સંબંધી જરા પણ સંકલ્પ મનમાં ઉઠવા દેવો ન જોઈએ. મનમાંથી સંકલ્પને કાઢી નાખતાં ગમે તેવા વિષમ પ્રસંગમાં પણ કામની ઉત્પત્તિ થવાનો સંભવ નથી. આ સંકલ્પોની ઉત્પત્તિ પૂર્વે દેખેલ, સાંભળેલ, અનુભવેલ
Page #69
--------------------------------------------------------------------------
________________
[ ૫૨ ]
ગૃહસ્થ ધર્મ
વિષયોની સ્મૃતિ કરવાથી થાય છે, તેમ જ વર્તમાનકાળમાં તેવા સ્ત્રીપુરુષોના સંસર્ગથી-સહવાસથી પણ થાય છે. બ્રહ્મચારી સ્ત્રીઓએ પુરુષોના સંસર્ગમાં અને પુરુષોએ સ્ત્રીઓના સંસર્ગમાં ન આવવું અને વિશેષ પ્રકારે એકાંત સહવાસમાં તો ન જ આવવું. આથી તેવા નિમિત્તના અભાવે સંકલ્પોની ઉત્પત્તિ થતી અટકે છે. અને બ્રહ્મચર્ય બરોબર ટકાવી રખાય છે.
જેઓ બ્રહ્મચર્યમાં શ્રેષ્ઠ છે તેઓ મેરુ પર્વતથી પણ મહાન ગુરુ છે, મોટા છે બ્રહ્મચર્યમાં સ્ખલના પામેલા મહાન પુરુષો પણ બુઝાઈ ગયેલા અગ્નિની માફક તત્કાળ અપમાન પામે છે. અગ્નિથી બધા દૂર રહે છે, પણ તે બુઝાઈ જવા પછી તો તેની રાખ ઉપર મનુષ્યો પગ દઈને ચાલે છે તેમ બ્રહ્મચર્ય વિનાનો ત્યાગી કે શીયલ વિનાનો ગૃહસ્થ પગલે પગલે અપમાન પામે છે.
જ
મૈથુનકીડા કીંપાકના ફળની માફક થોડા વખત માટે જ રમણિક જણાય છે તથાપિ તેનું પરિણામ ભયંકર આવે છે. વિષયમાં વિશેષ આસક્ત મનુષ્યો કંપ, સ્વેદ, પરિશ્રમ, મૂર્છા, ભ્રામી (ચકરી આવવી) ગ્લનાતા, નિર્બળતા, ગરમી, ક્ષય અને ભગંદરાદિ મહાન રોગોના ભોગ થઈ પડે છે.
યોનીયંત્રમાં અનેક સૂક્ષ્મ જીવો ઉત્પન્ન થાય છે તેઓ અલ્પ શક્તિવાળા હોવાથી મૈથુન ક્રિયામાં તત્કાળ નાશ પામે છે. વિષય સેવન કરીને જે મનુષ્યો કામજ્વરની શાંતિ ઇચ્છે છે તે બળતા અગ્નિમાં ઘી હોમી, અગ્નિને શાંત કરવાની ઇચ્છા કરવા બરાબર કરે છે. અર્થાત્ અગ્નિ જેમ ઘી હોમવાથી શાંત થતો નથી તેમ મૈથુનથી કામની શાંતિ થતી નથી. ઘી ન નાંખવાથી જ અગ્નિ શાંત પડે છે. તેમ સંકલ્પ મૂકી દેવાથી જ કામની શાંતિ થાય છે. પોતાના પ્રિય પતિનો ત્યાગ કરીને, નિર્લજ થઈ જે સ્ત્રી અન્ય પુરુષમાં આસક્ત થાય છે તેવા ક્ષણિક
Page #70
--------------------------------------------------------------------------
________________
વૈશ્યાગમનનો ત્યાગ
[ ૫૩ ] –––––––––– સ્નેહવાળી અન્ય સ્ત્રીનો વિશ્વાસ કયો ડાહ્યો મનુષ્ય કરશે?
પ્રાણનો સંદેહ, વેરનું પરમ કારણ બને લોક વિરુદ્ધ, સર્વસ્વ અપહરણ, બંધનની પ્રાપ્તિ, શિરચ્છેદ, ઈત્યાદિ દુઃખ પરસ્ત્રી ગમનથી પ્રાપ્ત થવા સંભવ છે. અને મરણ પામ્યા પછી નરકાદિ દુઃખો ભોગવવાં પડવાનાં. આ સર્વ પરસ્ત્રી ગમનનાં ફળો છે.
અન્ય પુરુષોથી પોતાની સ્ત્રીનું રક્ષણ કરનાર અને પોતાની સ્ત્રીના ખરાબ આચરણથી દુઃખી થનાર મનુષ્યો ! તમે પરસ્ત્રીમાં આસક્તિ શા માટે રાખો છો? જેવું તમને દુઃખ થાય છે તેવું તે સ્ત્રીના પતિને કે તેના વાલીઓને દુઃખ કેમ નહિ લાગતું હોય? તેનો વિચાર તમે જાતે જ કરીને પરસ્ત્રી ગમનનો ત્યાગ કરો.
(વેશ્યાગમનનો ત્યાગ) ગૃહસ્થાશ્રમીઓએ અને વિશેષ પ્રકારે ધર્મના માર્ગમાં ચાલનાર ભગવાનના ભક્તોએ પોતાની સ્ત્રી પણ આસકિતપૂર્વક સેવવી ન જોઈએ તો સર્વ દુર્ગુણોના કારણરૂપ વેશ્યા અને પરસ્ત્રીનો તો અવશ્ય ત્યાગ કરવો જ જોઈએ.
નદીના પાણીની માફક સર્વ સાધારણ રીતે ઉપયોગમાં લઈ શકાય તેવી વેશ્યા સ્ત્રીઓનાં ગમનમાં શું દોષ હશે? આ શંકા કરનારાઓએ યાદ રાખવું જોઈએ કે પરસ્ત્રીગમનના જીવના જોખમ જેવા દોષો આમાં નથી જણાતા, તોપણ એક રીતે તેનાથી પણ અધિક બીજા દુર્ગુણો પ્રગટ થવાનો મોટો સંભવ છે. વેશ્યા સહવાસથી ઘણા ખરા દુર્ગુણોમાં વધારો થાય છે. જુઠું બોલવું, જુગાર રમવો, ચોરી કરવી, અભક્ષ ખાવું, પીવું, વિશ્વાસઘાત કરવો, નિર્દયતા વાપરવી, છળ પ્રપંચ કરવા, પરસ્ત્રીગમન કરવું, પોતાની સ્ત્રીમાં સ્નેહ રહિત થવું, ઈત્યાદિ અનેક દુર્ગુણો સ્વાભાવિક ટેવરૂપ થઈ જવાનો સંભવ છે.
Page #71
--------------------------------------------------------------------------
________________
[ ૫૪ ]
ગૃહસ્થ ધર્મ
મીઠા મધુર વચનો બોલવાવાળી અને ચંદ્ર સમાન સૌમ્યમુખવાળી હોય છતાં સ્નેહ વિનાની વેશ્યાનો વિશ્વાસ કરવા યોગ્ય નથી. મનમાં જુદું, વચનમાં જુદું અને શરીરમાં તેનાથી પણ જુદું, આ પ્રમાણે આચરણ કરનાર વેશ્યા કેમ સુખરૂપ થઈ શકે ? ચોરી, જુગાર, દારૂ, માંસાદિ અનેક દુર્ગુણો આ નિમિત્તથી પ્રગટ થાય છે તમે વેશ્યાને લાખો દ્રવ્ય આપ્યું હોવા છતાં જ્યારે કામી પુરુષ દ્રવ્ય રહિત નિર્ધન થાય છે ત્યારે ગમે તેવા તેના વિષમ વખતમાં પણ ધક્કો મારી તેને ત્યજી દે છે. કાઢી મૂકે છે. વેશ્યાની સોબતમાં વસેલો મનુષ્ય માતા, પિતા, પત્ની મિત્ર કે બંધુ વગેરેથી નિઃસ્નેહી બને છે. દેવ, ગુરુ, ધર્મ દયા દાનાદિને તિલાંજલી આપે છે.
મહાન સૌંદર્યતાથી ખીલી રહેલાં આવળના પુષ્પોની માફક વેશ્યાનો દેખાવ ઘણો જ સુંદર હોય છે પણ તેમાં અંતરંગ સ્નેહરૂપ સુગંધ જરાપણ હોતી નથી પ્રસંગે જ તેનો નિર્ણય થાય છે. મન્મન મધુરતા ભરેલા ઉલ્લાપોવાળું વેશ્યાનું હૃદય તમને કોમળ લાગતું હશે પરંતુ તે હૃદય સેવાળથી વીંટાયેલા પથ્થરની માફક અંદરથી અત્યંત કઠીણ છે તેનો ખરો અનુભવ તે સેવાળવાળા પથ્થર ઉપર પગ દેવા પછી પછાડી ખાતાં જ જમીન પર નીચા પટકાતાં જ જણાય છે, તેમ વેશ્યાના હૃદયની કોમળતા તેની સાથે પ્રસંગ પડયા પછીથી જ સમજાય છે.
ખરું કહો તો સ્ત્રીપણું કે પુરુષપણું નિંદા કે પ્રશંસાનું કારણ નથી પણ તેમનામાં રહેલું સુશીલપણું કે દુઃશીલપણું તેજ પ્રશંસા કે નિંદાનું કારણ છે શીયળ ગુણવાળા પુરુષો હોય કે સ્ત્રીઓ હોય તેમને ગુણાનુરાગથી નમસ્કાર કરો અને ગુણથી ભ્રષ્ટ હોય તો તેના સંસર્ગનો અવશ્ય ત્યાગ કરો. અન્ય સ્ત્રી કે પુરુષોમાં આશક્ત પુરુષો કે સ્ત્રીઓ અનેક ભવોમાં નપુંસકપણું, જનાવરપણું અને દુર્ભાગ્યપણું પ્રાપ્ત કરે
Page #72
--------------------------------------------------------------------------
________________
ચોથું શીથલ વ્રત
[ પ પ ] છે ત્યારે બ્રહ્મચર્ય કે શીયલ પાળનાર પુરુષ તથા સ્ત્રીઓ લાંબુ આયુષ્ય, મનુષ્ય કે દેવપણું, મજબુત શરીર, અખંડ સૌભાગ્યપણું, મહાન બળ, તેજસ્વી શરીર અને મહાન વીર્યવાન સમર્થ પ્રતાપી થાય છે.
(ચોથું શીયલ વ્રત ૪. ) પુરુષો અને સ્ત્રીઓએ દેવ સંબંધી, મનુષ્ય સંબંધી અને તિર્યંચ (જનાવર) સંબંધી સ્ત્રી કે પુરુષનો ત્યાગ કરવો જોઈએ. અને પોતાની સ્ત્રી કે પતિમાં જ સંતોષ માનવો. આથી એ ફલીતાર્થ થયો કે પરસ્ત્રી તરીકે વિધવા, વેશ્યા, કુમારી અને અન્ય પરણેલી ઈત્યાદિ સર્વનો ત્યાગ કરવો અને સ્ત્રીઓએ પણ તેજ પ્રમાણે નિયમ પાળવો. બને ત્યાં સુધી આસક્તિ ઓછી કરવી અને તિથિ કે પર્વના દિવસોએ બ્રહ્મચર્ય પાળવું આ ગૃહસ્થોનું શીયલવત છે. (શીયલવતમાં પાંચ અતિચાર ન લગાડવા.)
૧. કોઈ પણ સ્ત્રીને થોડા વખત માટે પૈસા આપી પોતાની સ્ત્રી તરીકે રાખી તેની સાથે સંસાર વ્યવહાર રાખવો. આ કાર્યમાં તેના પરિણામ એવા હોય છે કે “પૈસા આપીને રાખેલ હોવાથી તે પોતાની જ સ્ત્રી છે માટે તે સાથે વ્યવહાર રાખવામાં વ્રત ખંડિત થતું નથી.” આત્મ કલ્યાણના ઇચ્છુક મનુષ્યો આવી બારીઓ કદી શોધતા નથી છતાં તેના મનના પરિણામના પ્રમાણમાં વ્રત ખંડિત થતું નથી પણ અતિચાર લાગવા રૂપ વ્રત મલિન તો થાય છે. આ અતિચારથી બચવું જોઈએ.
૨. વેશ્યા, વિધવા, અનાથ, કુમારી ઇત્યાદિ સાથે વ્યવહાર ચલાવવો. આ સ્ત્રીઓ સાથે ગમન કરવા માટે વ્રત લેનારનો એવો આશય હોય છે કે આપણે તો પરસ્ત્રીનો ત્યાગ કર્યો છે અને આ તો
Page #73
--------------------------------------------------------------------------
________________
*
_._._._._._.__
[ પ ] કોઈની સ્ત્રી નથી. પતિ વિનાની છે. માટે તેમાં વ્રતને બાધ નહિ આવે. પરસ્ત્રી ત્યાગ કરનારનો આવી રીતે બચાવ થવા સંભવ છે, પણ તે અજાણપણામાં જ અથવા આવી છૂટ વ્રત લેતી વખતે રાખનારને જ. તથાપિ તે ત્યાગ કરવા યોગ્ય છે. આ પ્રવૃત્તિથી અતિચાર લાગે છે. વ્રત મલિન થાય છે.
૩. પોતાના પુત્ર પુત્રી અને પોતાની નિશ્રામાં રહેલ કુટુંબી, દાસ, દાસી વર્ગવિ વગેરે તે સિવાય અન્યના વિવાહ જોડી આપવા, લગ્ન કરાવી દેવાં તે વ્રતમાં અતિચાર છે. અતિચાર લાગવાનું કારણ એ છે કે તેથી વિષયના પોષણને અનુમોદન આપવાનું બને છે. ઘરના માણસોના વિવાહાદિ કર્યા સિવાય તો ચાલે જ નહિ તેમ ન કરે તો ખોટે રસ્તે ચાલી પરિવાર અધર્મનું આચરણ કરે તેની જવાબદારી ઘરના માલિક ઉપર છે એટલે પોતાની નિશ્રામાં રહેલાનાં વિવાહ કરી આપવામાં હરકત નથી.
૪. કોઈ સ્ત્રી પ્રમુખની હાંસી, મશ્કરી કરવી, કામને ઉત્તેજન મળે તેવા ચાળાચેષ્ટા કરવા, વિષયની તીવ્ર અભિલાષા રાખવી, કામને વિશેષ ઉત્તેજન આપવા નિમિત્તે મોજશોખને માટે વાજીકરણ સ્થંભનાદિ પ્રયોગો કરવા. ઈત્યાદિ અતિચાર છે. ધર્માર્થી મનુષ્યોએ આવી પ્રવૃત્તિ કરવી ન જોઈએ. સામાન્ય પ્રકારે ઈચ્છાને આધિન થવું પડે તે વાતને મૂકીને વિષયને વિશેષ ઉત્તેજન આપવાની ધર્માર્થી મનુષ્યને જરાપણ જરૂર નથી.
(પાંચમું પરિગ્રહ વિરમણવ્રત. ૫.)
गेही गेहि मणतं परिहरिय परिग्गहे नवविहमि । पंचमवये पमाणं करिज्जझ्छाणुमाणेणं ॥ १ ॥ ગૃહસ્થોએ અનંત વસ્તુઓ સંબંધી આશક્તિનો ત્યાગ કરીને,
Page #74
--------------------------------------------------------------------------
________________
પાંચમું પરિગ્રહ વિસ્મણ વ્રત ૫
" | ______ _ પાંચમા વ્રતમાં નવ પ્રકારના પરિગ્રહના સંબંધમાં ઈચ્છાનુસાર નિયમ કરવો ધન ધાન્યાદિ સંપત્તિ ઉપર ગૃહસ્થ ધર્મનો આધાર રહેલો છે. એક સામાન્ય નજીવી બાબતમાં પણ ગૃહસ્થને પૈસાની જરૂર પડે છે. તેનાથી કોઈ પ્રકારે ભિક્ષા માંગી પેટ ભરાતું નથી તેમ છતી શક્તિએ કોઈના ઉપર આધાર રાખી બેસી રહેવાનું નથી. પણ પુરુષાર્થ (પ્રયત્નો કરીને પોતાનું તથા પોતાના આશ્રિતોનું ભરણપોષણ કરવાનું હોય છે, વળી ત્યાગ માર્ગનો આધાર પણ આ ગૃહસ્થાશ્રમ ઉપર જ રહેલો છે એટલે વધારામાં સાધુ-સંતોનું પણ ભરણપોષણ તેમને જ શિરે રહેલું છે. વળી કોઈ ગરીબ, અનાથ, રોગી, વૃદ્ધ, ગ્લાન, નિરાધાર ઇત્યાદિને પણ આશ્રય આપવો પડે છે. તે સિવાય પ્રસંગે ધર્મ અને વ્યવહારના અનેક પ્રસંગોમાં પણ ધનનો વ્યય કરવો પડે છે. આ ઉપરથી એમ સમજાય છે કે ધનની ગૃહસ્થને ડગલે ને પગલે જરૂર પડે છે.
જેની આગળ ધન નથી તે માણસ ગૃહસ્થાવસ્થામાં ઘણી જ હલકી પાયરી ભોગવે છે અને “વસુ વિનાના નર પશુ આ કહેવત તેને લાગુ પડે છે.
ધનથી તીર્થસ્થાનોનો ઉદ્ધાર, રક્ષણ, સ્વધર્મી બંધુઓનો આદર અને તેમનું વાત્સલ્ય, દેવાદિનું પૂજન, ગુર્વાદિનો સત્કાર, નિરાધારોનો ઉદ્ધાર, દેશની સેવા અને તેવાં બીજાં અનેક સત્કાર્યો થઈ શકે છે.
ધનની બે પ્રકારની ગતિ છે. ઉપર બતાવેલ તે ધનની ઉજળી બાજું છે, પણ બીજી રીતે વિચાર કરીએ તો જેટલા ધનમાં ગુણ રહેલા છે તેટલા જ બલ્ક પ્રસંગે તેથી પણ અધિક દોષો પણ રહેલા છે. અર્થાત્ તેની કાળી બાજુ પણ છે અને વિચારવાનોએ તેની બન્ને બાજુ તપાસી તેનાથી ઉત્પન્ન થતાં ગુણદોષનો વિચાર કરી ધનને કેટલે
Page #75
--------------------------------------------------------------------------
________________
ગૃહસ્થ ધર્મ
[૫૮] દરજે ઉચ્ચસ્થાન આપવા યોગ્ય છે. તેના નિશ્ચય ઉપર પછી આવવું.
(ધનની કાળી બાજુ) ધનથી કામાદિ અનુકૂળતા થાય છે. કામાદિથી ક્રોધાદિની ઉત્પત્તિ છે. અનુકૂળતાથી અભિમાન, લોભાદિ વધે છે પ્રતિકૂળતાથી ક્રોધાદિમાં વધારો થાય છે. ક્રોધાદિમાંથી હિંસાના પરિણામો થાય છે. અશુભ પરિણામોનું પોષણ વૃદ્ધિ પામે છે. તેથી મલિન વાસનામાં વધારો થાય છે. તેના દઢ સંસ્કારોથી ટેવ પડે છે અને તે ટેવ કાળાંતરે સ્વભાવનું રૂપ ધારણ કરે છે. આ સ્વભાવ જેવા થયેલા સંસ્કારો મલિનતાને કાઢવા માટે ઘણો પ્રયાસ કરવો પડે છે.
સઘળા અનર્થોનું મૂળ આ ધનનો પરિગ્રહ (આશક્તિ) છે. તેનાથી રાગદ્વેષાદિ શત્રુઓ પ્રગટ થાય છે. સગાભાઈઓ પૈસા માટે આપસમાં લડે છે. શત્રુઓની માફક પૈસા માટે એકબીજાનો પ્રાણ લેવા પણ તત્પર થાય છે. ધનવાનને પુત્ર, સ્વજન, બંધુ, રાજા, ચોર, મિત્ર અને સ્ત્રી આદિથી પણ નિરંતર સશક (શંકા સહિત) રહેવું પડે છે. ધનના રક્ષણની ચિંતામાં ધનવાનને રાત્રિએ શાંતિથી નિદ્રાદેવી પણ પાસે આવી રહેતી નથી. તેના ઉપાર્જન કરવામાં, રક્ષણ કરવામાં, અને તેનો નાશ થતાં જ સર્વત્ર દુઃખનો જ અનુભવ કરવો પડે છે.
ભારના બોજાથી વહાણ જેમ સમુદ્રમાં ડૂબે છે તેમ પરિગ્રહ ઉપરના મમત્વને લઈ આ જીવ સંસારના વિષયોમાં ડૂબે છે. વિષયના કિચ્ચડમાં ખેંચી જાય છે. થોડા વખતના એશઆરામ સિવાય વિશેષ ગુણ તેમાં દેખાતો નથી. પરિણામે તો તેનો અહીં જ ઈચ્છાથી, કે અનિચ્છાથી પણ ત્યાગ કરીને છેવટે ખાલી હાથે આવ્યો તેમ ખાલી હાથે જવાનું છે. આ દુનિયા ઉપર અનેક રાજા, મહારાજાઓ, ધનાઢ્યો થઈ ગયા છે. પૃથ્વીના અનેક માલિકો થયા છે, પણ થઈને તે તો
Page #76
--------------------------------------------------------------------------
________________
ધનની કાળી બાજુ
_[ ૫૯ ] ગયા જ અને પૃથ્વી તથા ધન તો અહીં કાયમનું કાયમ જ રહેલું છે. સોનાની ડુંગરીઓ બનાવનાર નંદરાજા ચાલ્યો ગયો. હજારો મનુષ્યોના મસ્તકથી અને લોહીથી પોતાની તલવારોનો તૃપ્ત કરનારા રાજાઓ
સ્મશાનભૂમિમાં ભસ્મીભૂત થયા છે અને માટી સાથે માટીમાં એકરૂપ થઈ ગયા છે. લાકડાઓથી અગ્નિ કદી તૃપ્ત થતો નથી તેમ આ રાજ્ય વૈભવ ધનાદિથી આ જીવની તૃષ્ણા કદી શાંત થતી નથી.
- ઈત્યાદિ પરિગ્રહના ગુણદોષ ઉપરથી સમજાશે કે ગુણ કરતાં દોષ વધારે છે છતાં વ્યવહારનું એક સાધન હોઈ ધનાદિ ઉપયોગી છે - વિશેષ એ છે કે જે હથિયાર પોતાનો બચાવ કરનાર છે તે જ હથિયાર, સાવચેતીથી ઉપયોગપૂર્વક વાપરવામાં ન આવે તો નાશ પણ કરનાર તે જ છે. માટે વિવેકી મનુષ્યોએ આ પરિગ્રહાદિનો ઘણી જ સાવચેતી યાને વિવેકવાળી જાગૃતિથી સંચય અને વ્યય કરવો અને વધારે લાંબી ઈચ્છાઓને કાબુમાં લઈ પોતાની જરૂરીયાતોના પ્રમાણમાં પોતાની ઈચ્છાનુસાર તેનું પ્રમાણ કરવું અર્થાત્ પરિગ્રહને નિયમમાં નિયંત્રિત (જોડી) રાખવો.
હીરા, માણેક, મોતી, લીલમ, પ્રવાલ, આદિ સર્વ પ્રકારનું ધન તથા રોકડ સિક્કા રૂપાના કે સોનાના. ૧. સર્વ જાતના ધાન્યાદિ. ૨. અલંકાર અને તે સિવાયનું વગર ઘાટનું સોનું. ૩. અલંકાર અને વગર ઘાટનું રૂપું. ૪. જમીન, ગામ, શહેર, દેશ, ટાપુ, ખાડી-દરિયો અને ખેતર આદિ. ૫. મહેલ, હવેલી, ઘર, હાટ, વખાર આદિ ઇમારતો. ૬. નોકર, ચાકર, દાસ, દાસી, લશ્કર આદિ ૭. ગાય, ભેંસ, હાથી, ઘોડા, ઊંટ, ખચ્ચર આદિ તમામ પશુ વર્ગ. ૮. ઘર વ્યવહાર આદિમાં ઉપયોગી તમામ વસ્તુઓ ઘરની ઘરવખરી. ૯. આ નવ પ્રકારનો પરિગ્રહ કહેવામાં આવે છે.
જ્યાં સુધી શુદ્ધ આત્માને આ જીવ ઓળખાતો નથી, અને તેના
Page #77
--------------------------------------------------------------------------
________________
[ ૬૦ ]
ગૃહસ્થ ધર્મ અનુભવના આનંદનો સ્વાદ જ્યાં સુધી તેણે ચાખ્યો નથી ત્યાં સુધી તેને આ ધનાદિ નવ પ્રકારના પરિગ્રહમાં આશક્તિ રહે છે, પણ જ્યારે તેને સત્ય સમજાય છે. પદાર્થોની અનિત્યતા અનુભવાય છે. તેના ગુણદોષોનો વિવેક હૃદયમાં પ્રગટ થાય છે, ત્યારે આ દુનિયાના પદાર્થોમાંથી તેની આશક્તિ ઓછી થાય છે, તે સત્ય તરફ દોરાય છે, સત્યને મેળવવાનો પ્રયત્ન કરે આ પ્રસંગે તે પરિગ્રહની મર્યાદા ઉપર કાબૂ મેળવવાને લાયક બને છે. પોતાની જરૂરીયાતોથી અધિક વસ્તુ મેળવવા તે પ્રયત્ન કરતો નથી કારણ કે તેના પ્રાપ્તવ્યનું લક્ષ બિન્દુ, આ વ્યવહારના વિષયો મટીને સત્ય આત્મા જ થયેલ છે. એટલે તેને મદદગાર ઉપયોગી વસ્તુ તરફ જ તેનું ધ્યાન ખેંચાયેલું રહે છે. તેવા પ્રસંગે તે વિના જરૂરીયાતવાળાં અને અવશ્ય ત્યાગ કરવા યોગ્ય વિયોગશીલ વસ્તુનો સંચય કરતાં અટકશે એટલું જ નહિ પણ તે ઉપરથી આશક્તિ-લાગણીનો પણ ત્યાગ કરશે. આવી સ્થિતિમાં આ મનુષ્યો આ વ્રત લેવા કે પાળવા માટે ઘણા જ યોગ્ય હોય છે. તેઓ આ નવ પ્રકારના પરિગ્રહને વિશેષ પ્રકારે નિયમમાં લાવે છે અથવા સામાન્ય રીતે પોતાને ઉપયોગી વસ્તુના સંગ્રહની મર્યાદા કરી લે છે, અને પોતાનું મન વ્યવહાર કાળે વ્યવહાર ઉપયોગી રાખી બાકીના પ્રસંગે સત્ય-નિશ્ચય તરફ દોરવે છે.
(નવ પ્રકારના પરિગ્રહનો નિયમ )
૧) સર્વ જાતના રોકડા, દ્રવ્યની સંખ્યા કાયમ માટે તથા સર્વ ધાતુઓ. , ,
. ૨) ધાન્ય, અનાજ આદિના મણાદિની સંખ્યા. (વર્ષાદિ માટે.) ૩) સોનાના મણાદિની સંખ્યા. ૪) રૂપાના મણાદિ તોલની સંખ્યા.
'
Page #78
--------------------------------------------------------------------------
________________
પાંચમા વ્રતના પાંચ અતિચાર
[ ૬૧ ] ૫) શહેર, રામ, કિલ્લા, દેશ, ટાપુ, બંદરાદિની તથા છુટક જમીન આદિની સંખ્યા.
૬) મહેલ, હવેલી, ઘર, દુકાન, વખારો, બાંધકામવાળી ઈમારતોની ગણતરી તથા માપવાળી સંખ્યા.
૭) દાસ, નોકર, લશ્કર, દાસી પ્રમુખની કાયમ માટેની સંખ્યા.
૮) હાથી, ઘોડા, ઊંટ, ખચ્ચર, ગાય, ભેંસ, બળદ, બકરાં, ઘેટાં, પ્રમુખ જાનવરોની કાયમની સંખ્યા.
૯) ઘર ઉપયોગી તમામ જાતના સરસામાન, ધાતુ, ઉપ-ધાતુ, વાસણકુસણ આદિની કિંમતવાળી સંખ્યા.
અથવા સર્વની કિંમત ઉચક ગણી તેનું માપ-નિયમ રાખવો. આ ગૃહસ્થનું પાંચમું વ્રત છે.
(પાંચમા વ્રતના પાંચ અતિચાર)
(૧) ધન, ધાન્ય સંબંધી જે પ્રમાણ રાખેલું છે તેથી કાળાંતરે અધિક થતાં તે દ્રવ્યનો સન્માર્ગે વ્યય કરવો જોઈએ. તે ન કરતાં લોભના વશથી, જેની આગળ લેણું હોય તેને કહે કે હમણાં તારે ત્યાં રાખી મૂકજે, ખપ હશે ત્યારે માંગીશ અથવા પોતા થકી તે દ્રવ્યને અન્યને ઘેર જમા કરાવી રાખે, અને કોઈ ખર્ચના પ્રસંગે કે ખોટના પ્રસંગે લઈને પોતાના કામમાં વાપરે એ પહેલો અતિચાર છે. ધર્માર્થી જીવોએ તેમ કરવું ન જોઈએ. પ્રમાણથી અધિક થતાં તરત જ સારે માર્ગે તે ખર્ચી નાંખવું.
(૨) ક્ષેત્ર વાસ્તુ પ્રમાણ અતિચાર. કૂવાના પાણીથી કે આકાશના-વરસાદના પાણીથી પાકતા ધાન્યાદિવાળી જમીન, તથા શહેર, ગામ, ઘર પ્રમુખવાળી જમીન તેનું જે માપ પ્રમાણ તથા ગણતરી દ્વારા રાખ્યું હોય તો તેથી અધિક વસ્તુ ગામ કે જમીન આદિ પ્રાપ્ત
Page #79
--------------------------------------------------------------------------
________________
[ ૬૨ 1_
ગૃહસ્થ ધર્મ થતાં નાનાં મામો એકઠા કરી મોટું એક બનાવવું. નાના દેશને મોટો બનાવવો, નાના ખેતરને વાડાદિ કાઢી નાંખી મોટાં મોટાં બનાવવાં, નાના ઘરો સાથે બીજાં ભેળવી મોટાં ઘરો બનાવવાં એ અતિચાર એટલે વ્રતમાં દૂષણ છે.
(૩) રૂપા તથા સોનાનું જે પ્રમાણ રાખ્યું હોય તેનાથી અધિક વધારો થાય ત્યારે લોભને વશ થઈ તે દ્રવ્ય સ્ત્રી, પુત્રાદિકને આપે, તે ત્રીજો રૂપ્ય સુવર્ણ અતિક્રમણરૂપ અતિચાર છે. - (૪) કુષ્ય તે સોના તથા રૂપા વિના બાકીની શેષ તાંબા પિત્તળ આદિ ધાતુ, તેના વાસણો, કાષ્ઠનાં હળ, ગાડાં, વહાણાદિ, પલંગ, કબાટાદિ અનેક પ્રકારનાં ઘર વખરીનાં ઉપકરણો તેની જે સંખ્યા પહેલાં રાખી હોય તે સંખ્યા કાયમ રાખવા માટે નાનામાંથી મોટાં બનાવે, પાતળામાંથી જાડા બનાવે તે કુખ્ય પરિમાણ અતિક્રમણ અતિચાર છે.
| (૫) ચતુષ્પદ પ્રમાણાતિક્રમણ અતિચાર સ્ત્રી, દાસ, દાસી, નોકર, પ્રમુખ, મનુષ્યો, પક્ષીઓ અને હાથી, ઘોડા, ગાય, ભેંસ, ઈત્યાદિ પશુઓનું જે પ્રમાણ કરેલું હોય તેમાં નાનાં વાછરડાં, બચ્ચાં, બાળકાદિ ગણતરીમાં ન ગણે અને સંખ્યાનું અતિક્રમણ કરે તે પાંચમો અતિચાર છે.
આ અતિચારોથી વ્રતને મલીન ન થવા દેવા માટે દિવસમાં સવારે તથા સાંજે બે વખત વ્રતોને તપાસી જવાં અને થયેલી ભૂલોને સુધારવા માટે સાવચેતી રાખવી.
(દિશા પરિમાણ છઠ્ઠ વ્રત) भुवण क्यागण समथ्थे लोभ समुद्दे विसप्प माणांसि । कुणइ दिसा परिमाणं सुसावओ सेउबंधव ।। १ ।। .
Page #80
--------------------------------------------------------------------------
________________
દિશા પરિમાણ છઠું વ્રત
[ ૬૩ ] - ત્રણ ભુવનને આક્રમણ કરવાને (દબાવવાને-પલાળવાને કે ડુબાડવાને) સમર્થ લોભ સમુદ્ર દુનિયા ઉપર પ્રસરી રહ્યો છે તેનાથી બચવા માટે સેતુબંધ (પાળ કે પુલની માફક ઉત્તમ શ્રાવકોએ દિશાનું પરિમાણ (નિયમન) કરવું જોઈએ.
ઉપર જણાવેલા પાંચ મૂળ વતો છે અને હવે ત્રણ ગુણવ્રતો કહે છે. પહેલાના અહિંસાદિ મૂળ વ્રતને ગુણ કરનાર-પોષણ આપનાર હોવાથી આ વ્રતોને ગુણવ્રતો કહે છે.
આ વ્રત અહિંસા અને પરિગ્રહ પ્રમાણ વ્રતને વિશેષ પ્રકારે પોષણ આપે છે. મનુષ્યોના લોભનો પાર નથી. લોભ સમુદ્ર એટલો બધો ગંભીર યાને ઊંડો અને પહોળાઈવાળો છે કે જેની અંદર આ ત્રણ જગત સહજ વારમાં ગરકાવ-ગેબ થઈ જાય છે, ડૂબી જાય છે. અર્થાત્ આ ત્રણ જગતમાં રહેલા સુંદર પદાર્થોની આ જીવને પ્રાપ્તિ થાય તોપણ તેનો અગાધ લોભ સમુદ્ર તૃપ્ત થતો નથી. '
અસંતોષી મનુષ્યો અનેક દિશાઓમાં દ્રવ્ય સંચય કરવા નિમિત્તે અનિયમિત રીતે પરિભ્રમણ કરે છે. અનુકૂળ દેશ અને ઉત્તમ ધર્મિષ્ટ મનુષ્યોના સહવાસ સિવાય ધર્મનું પાલન થઈ શકતું નથી. વિદેશમાં જ્યાં ધર્મનું નામ નિશાન હોતું નથી, જ્યાંના આહાર વિહારાદિ ધાર્મિક વૃત્તિઓને પ્રતિકૂળ હોય છે, જ્યાં સ્વધર્મીઓનો સહવાસ નથી એવા દેશોમાં પોતાની ધર્મશ્રદ્ધા કેટલેક દરજ્જ શીથીલ થવાનો સંભવ રહે છે કેટલાક પ્રસંગોમાં ધર્મથી ભ્રષ્ટ થવાનાં પણ કારણો ઉપસ્થિત થાય છે કેટલાક દેશો એવા હોય છે કે મનુષ્યોને અનિચ્છાએ પણ દેહના નિર્વાહ અર્થે જેમાં વિશેષ જીવોની હિંસા થાય છે તેવા ખાન, પાન લેવાની જરૂર કે ફરજ પડે છે. આમ વખત જતાં તે ખાન, પાનાદિથી એવા ટેવાઈ જવાના દાખલાઓ હાલ નજરે દેખાય પણ છે. આ દેશમાં આવ્યા પછી પણ તે ખાનપાન તેમનાથી
Page #81
--------------------------------------------------------------------------
________________
[ ૬૪ ]
ગૃહસ્થ ધર્મ
છૂટી શકતા નથી.
ધન કમાવા નિમિત્તે પરદેશ જવામાં ધર્મ તરફની અગવડ ન નડતી હોય, પોતાનો ધર્મ સારી રીતે સચવાતો હોય, પોતાના સહવાસીઓ જાગૃતી આપનાર હોય અથવા પોતે દૃઢ શ્રદ્ધાળુ હોય તો વિદેશમાં જવાની હરકત નથી.
પોતાના દેશમાં ધન કમાવાનાં સાધનો ઓછાં હોય તો પરદેશથી પણ વ્યાપારાદિ દ્વારા ધન પોતાના દેશમાં ખેંચી લાવવું તેમાં જરાપણ હરકત જેવું નથી.
જેઓની દૃષ્ટિ સત્ય આત્મા તરફ વળેલી છે. દેહ નિર્વાહના સાધનો આ દેશમાં જરૂરિયાત જેટલાં જેને મળી રહે છે. કુટુંબાદિનો નિર્વાહ ઘણી સહેલાઈથી થઈ શકે છે તેવા ધર્માત્મા જીવોએ તો લોભને કાબુમાં લાવવા નિમિત્તે તથા લાંબા પ્રવાસ કે હિંસાવાળા વ્યાપારથી થતી હિંસા અટકાવવા નિમિત્તે આ વ્રતનું પરિમાણ કરવાની ખાસ જરૂર છે.
જેમ વિંછી કે સર્પાદિકનું ઝેર મંત્રાદિના બળે, આખા શરીરમાં ફેલાયેલું હોય ત્યાંથી ડંખવાળી મર્યાદામાં (સ્થાને) લાવી મૂકાય છે તેમ વિવિધ પ્રકારની ઇચ્છાઓ જે આ દુનિયાનાં સર્વ સાધનો મેળવી લેવા માટે મન મારફતે આ દુનિયામાં ફેલાયેલી છે. તેને આ વ્રત દ્વારા નિયમિત પ્રમાણમાં લાવી મૂકવામાં આવે છે તેનું નામ દિશાવ્રત છે. બાહ્ય દિશાના નિયમ સાથે મન પણ તેટલી જ મર્યાદામાં રહીને વિચારો કરે છે. મતલબ કે મનને અમુક પ્રમાણવાળી મર્યાદામાંથી જ પોતાને જોઇતી જરૂરીયાતો પૂરી પાડવાની ટેવ પાડવામાં આવે છે.
આ બાહ્ય દિશા પ્રમાણના રૂપકથી મનને આખી દુનિયાના વિષયોમાં ફરતું અટકાવી છેવટે પોતાના સ્વરૂપમાં લાવી મૂકવાની આંતર સૂચના કરવામાં આવી છે એ આ વ્રતનું ગુપ્ત રહસ્ય છે.
Page #82
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠા વ્રતના પાંચ અતિચાર
[ ૬૫ ] પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઊંચે અને નીચે એમ છે દિશાઓમાં જવા આવવાનો અમુક ગામની મર્યાદાથી નિયમ રાખવો.
જેમ કે આ શહેર કે ગામથી વ્યાપારાદિના પ્રસંગે આ દિશામાં આટલા યોજન, માઈલ કે ગાઉ જઈશ. તેથી આગળ નહીં જાઉં. આમ છએ દિશામાં જવાનો નિયમ ઇચ્છાનુસાર રાખવો.
આ નિયમથી શરીર તે દિશા તરફ જતું અટકે છે. મનને પણ તે દિશાથી આગળની હદમાંથી વસ્તુ મેળવવાના વિચારો કરતા અટકાવવું જોઈએ. તેમાં ધર્મ પ્રાપ્તિ આદિ આત્મ કલ્યાણનો માર્ગ તે નિયમિત દિશાની બહારથી પ્રાપ્ત થતો હોય તો તેને માટે છૂટ રાખવી કારણ કે આપણું લક્ષ બિન્દુ અમુક દિશામાં જવું કે ન જવું તે નથી પણ તે દિશાઓ તરફથી થતા પોતાથી કરાતા નુકસાનથી અટકવું તે છે. તે સાથે એમ પણ યાદમાં રાખવાનું છે કે તે નિયમ આત્મ કલ્યાણમાં મદદગાર થાય તે માટે લીધેલ છે પણ ઊલટો નિયમ આત્મકલ્યાણમાં વિદનભૂત થાય તે માટે લીધેલ નથી તે વાત ખાસ ધ્યાનમાં રાખવી.
(છઠ્ઠા વ્રતના પાંચ અતિચારો
૧-૨-૩-૪ છટ્ટા વ્રતના પાંચ અતિચારો આ પ્રમાણે છે. ઊર્ધ્વ દિશામાં, અધો દિશામાં અને તિચ્છિ (ઊંચી, નીચી અને સપાટ) દિશામાં જવાનો જે નિયમ લીધેલ છે, પરિમાણ કરેલ છે. તેનું અનુઉપયોગે (જાગૃતિ વિના) અતિક્રમણ (ગમન) કરેલું હોય તે પ્રમાણાતિક્રમણ અતિચાર છે.
૪. ક્ષેત્રવૃદ્ધિ સર્વ દિશાઓમાં માનો કે સો યોજન જવાનું પ્રમાણ કર્યું છે, તેથી અધિક. અમુક દિશામાં જવાની જરૂર પડે ત્યારે બીજી દિશાના કેટલાએક યોજન પ્રમાણમાં ઓછાશ કરીને, ઇષ્ટ દિશામાં
Page #83
--------------------------------------------------------------------------
________________
_
___
_
_
_
_
_
_
___
_
_
-
-
[ ૬૬ ]
___ગૃહસ્થ ધર્મ (પોતાને જરૂરીયાતવાળી દિશામાં તેનો વધારો કરી તે તરફ) જવું તે દિશા વૃદ્ધિ અતિચાર છે. અતિચાર એટલા માટે કે યોજનાનું માપ સરખું રાખ્યું એ બાહ્ય દષ્ટિએ અતિચાર છે, નિયમિત દિશામાં પ્રમાણથી અધિક ગમન કરતાં વ્રતનો ભંગ થાય છે, છતાં ઉપરની અપેક્ષા ધ્યાનમાં લેતાં તે અતિચારરૂપ ગણેલ છે.
પ. સ્મૃતિનો નાશ જવાની ઉતાવળને લીધે, પ્રમાદથી અથવા મતિના વિધ્યમથી સ્મરણમાં રહે નહિ કે મેં સો કે પચાસ યોજનાનો નિયમ રાખેલ છે. અથવા આગળ જતા સંદેહ પડે અને પચાસ યોજન
સ્મૃતિમાં હોય તેથી અધિક ગમન કરતાં અતિચાર લાગે અને અનિશ્ચિત સો યોજન જે મનમાં-સ્મૃતિમાં હતા તેથી અધિક ગમન કરતાં વ્રત ભંગ થાય. * અતિચાર સર્વ વ્રતોને વિષે સાધારણ છે, છતાં પણ અહીં પાંચની સંખ્યાની પૂર્તિ અર્થે લખેલ છે. લીધેલ વ્રતોમાં ભૂલ ન થાય માટે વારંવાર તેનું સ્મરણ કરવું યાદ રાખવાં) સ્મૃતિના નાશથી વ્રતનો નાશ થવાનો પ્રસંગ આવે છે.
(સાતમું ભોગીપભોગ વ્રત ) उवभोगो विगइओ तंबोलाहार पुष्क फलमाई ।
परिभोग वथ्थुसुवन्न माझ्यं इथ्थिगेहाई ॥ १ ॥ - એક વસ્તુ એકવાર ભોગવાય-ઉપયોગમાં લેવાય તે વિકૃતિ આદિ (ઘી, દૂધ, દહીં, તેલ, ગોળ અને પકાવેલ તળેલ વસ્તુ) તથા તંબોલ, આહાર, (ભોજન પાણી) પુષ્પ ફળાદિ તે ભોગ વસ્તુ કહેવાય છે અને એકની એક વસ્તુ તેની વસ્તુ વારંવાર ભોગવાય તે ઉપભોગ કહેવાય છે, વસ્ત્ર, સોનું, સ્ત્રી ઘર ઈત્યાદિ. ૧.
આ વ્રતના બે ભેદ છે : એક ભોગ અને બીજો કર્મ. તેમાં
Page #84
--------------------------------------------------------------------------
________________
સાતમું ભોગોપભોગ વ્રત
[ ૬૭ ] ભોગના બે ભેદ છે. એક ભોગ તથા બીજો ઉપભોગ. એક જ વાર ભોગવવામાં આવે તે ભોગ અને જે વસ્તુ વારંવાર ભોગવવામાં આવે છે તે ઉપભોગ કહેવાય છે.
વ્રત ધારણ કરનાર ગૃહસ્થોએ સાવધ-સપાપ યાને સજીવ આહાર ભોજનનો ત્યાગ કરવો જોઈએ અને વિશેષ પ્રકારે માદક ખોરાકને વર્લ્ડવો જોઇએ. દારૂ, માંસ, મધ, માખણ, કંદ ઇત્યાદિ અભક્ષ વસ્તુ છે તેનો ત્યાગ કરી સાત્ત્વિક ભોજનથી દેહનો નિર્વાહ કરવો.
મઘ, માંસાદિ તામસિક આહાર છે તેનું ભોજન કરવાથી માનસિક વિકાર અને ક્રૂરતામાં વધારો થાય છે. ૨. આવા પરિણામવાળાં મનુષ્યો ધાર્મિક ક્રિયાને લાયક થતા નથી.
આ વ્રત લેવાનો હેતુ માનસિક અને શારીરિક પ્રકૃતિને સુધારવાનો છે. ખોરાકમાં ઉપયોગ તરીકે લેવાતા કેટલાક પદાર્થો માનસિક વૃત્તિઓમાં વિકાર ઉત્પન્ન કરનાર છે. કેટલાક એક શારીરિક રોગ ઉત્પન્ન કરનારા, જઠરાગ્નિ મંદ કરનારા અને વિકાર ઉત્પન્ન કરનારા છે. કેટલાક પદાર્થો જીવોની હિંસાવાળા છે. આ વ્રત અહિંસાવ્રતને વધારે મદદ કરનાર છે તે સાથે અસત્ય, ચોરી, મૈથુન એ દુર્ગુણોથી બચાવનાર પણ છે.
મદિરા
દારૂથી મનોવૃત્તિ મતિ મંદ થાય છે. બુદ્ધિ વિકળ થાય છે. સ્મૃતિ નષ્ટ થાય છે, વિવેકદષ્ટિ ચાલી જાય છે, લજ્જા નાશ પામે છે. ગમ્યાગમ્યનો વિવેક રહેતો નથી. ગુપ્ત વાતો મદિરાના ઘેનમાં પ્રગટ કરી દે છે, મદિરાથી કીર્તિ કાંતિ, બુદ્ધિ અને લક્ષ્મી નાશ પામે છે. તે મનુષ્ય મદિરાના ઘેનમાં નાચે છે, રડે છે, જમીન પર આળોટે છે. તેનું શરીર શીથીલ થાય છે. ઇંદ્રિયો નિર્બળ થાય છે, દયા, ક્ષમા,
Page #85
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ].
_ગૃહસ્થ ધર્મ જ્ઞાન, વિવેક સર્વનો નાશ થાય છે, દેવભૂમિ જેવી સુંદર દ્વારિકા નગરીનો નાશ થયો અને કરોડોની સંખ્યાવાળા ત્રણ ખંડના અધિપતિ યાદવોના વંશનો સંહાર થયો તેનું મૂળ કારણ મદિરાનું દુર્વ્યસન જ છે. આત્મહિત ચિંતકોએ મદિરાનો ત્યાગ કરવો. ,
(માંસ
પ્રાણીઓનો નાશ કર્યા સિવાય માંસ ઉત્પન્ન થતું નથી. આ માંસ દુર્ગધિત અશુચિથી ભરપુર અને બીભત્સ છે. જઠરાગ્નિને મંદ કરનાર છે. અજીર્ણને વધારનાર છે. ક્રૂરતા પ્રગટ કરાવનાર છે. દયા અને કોમળતાનો નાશ કરનાર છે. રોગોનું ઘર છે. સાત્વિક વૃત્તિનો નાશ કરનાર છે. તામસીવૃત્તિનું પોષક છે. જડતા વધારનાર છે. આ માંસ ભક્ષણ કરનારાઓ જઠરાગ્નિની મંદતાથી રોગોનો ભોગ થઈ અનેક જીવો મરણને શરણ થયા છે. વળી તે સિવાય ચાલી શકે એવો ખોરાક આ દુનિયા ઉપર કાંઈ થોડો નથી, કે બીજા જીવોને મારીને પોતે સુખી થવું? તો પછી શા માટે બીજા જીવોના પ્રાણનો નાશ કરીને પોતાના પ્રાણનું પોષણ કરવું?
(માખણ તથા મધ) • છાશમાંથી બહાર કાઢયા બાદ અંતર મુહૂર્તમાં (બે ઘડીની અંદરના વખતમાં) માખણની અંદર ઘણા સૂક્ષ્મ જંતુઓ પેદા થાય છે, માટે વિવેકી મનુષ્યોએ માખણ છાશની બહાર રાખવું નહિ. તેમ જ ખાવું પણ નહિ.
અનેક પુષ્પમાંથી રસ પીઈને માખીયો બીજે ઠેકાણે તે રસને વમે છે તેથી પેદા થયેલો મીઠાશવાળો રસ તે મધ કહેવાય છે. આ માખીઓનું ઉચ્છિષ્ટ-એઠું-શુંક તે મધને બુદ્ધિમાન માણસો ખાતા નથી.
Page #86
--------------------------------------------------------------------------
________________
અનંતકાયાદિ - રાત્રિ ભોજન
[ ૬૯ ] ખરેખર આ મધ તે માખીઓએ ઊલટી કરેલી તેની લાળ હોવાથી મહાન જુગુપ્સા ઉત્પન થાય તેવું જ છે.
(અનંતાયાદિ કૃમિઓના સમૂહથી ભરપુર ઉંબરાના વડના, પીંપરના, કાલુંબર અને પીપળાના ટેટાઓ ખાવા યોગ્ય નથી. તથા લીલા કંદ, ઉગતાં કુપળીયાં, અજાણ્યાં ફળ, કાચા, ગરમ નહિ કરેલા, છાશ સાથે દ્વિદળ-કઠોળ, જેની બે ફાડો સરખી થાય છે તે તેલ વિનાના પદાર્થો) જેનો રસ તથા ગંધ બદલાઈ ગયો હોય તે ચલીતરસવાળા ફળો, કોહાઈ ગયેલું વાસી અનાજ, બે દિવસ ઉપરાંતનું દહીં, અને રાત્રિ ભોજન ઇત્યાદિનો ત્યાગ કરવો.
(રાત્રી ભોજન ) રાત્રે અંધકારથી નેત્રની પ્રકાશ શક્તિ રુંધાઈ જાય છે. દિવાનો પ્રકાશ હોવા છતાં પણ ઝીણા જંતુઓ જોઈ શકાતા નથી અને તે ભોજનમાં પડવાથી તે જંતુઓનો નાશ થાય છે સાથે તેવા જંતુઓ પેટમાં જવાથી અનેક રોગો ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે ઘી પ્રમુખમાં ચડી ગયેલ કડી ખાવામાં આવતાં બુદ્ધિનો નાશ થાય છે. માખી વમન કરાવે છે. કરોળિયાની લાળથી કોઢ થાય છે. વાળથી સ્વરનો ભંગ થાય છે. દિવસનો મોટો ભાગ આપણે સ્વાધિન હોવાથી રાત્રે ભોજન કરવું મનુષ્યોને ઉચિત નથી દિવસે ભોજન કરવાથી જંતુઓના બચાવ સાથે પોતાના શરીરનું રક્ષણ થાય છે.
આ પ્રમાણે ભોગ એકવાર ઉપયોગમાં આવતા શરીરના પોષક પદાર્થોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો એ બુદ્ધિમાનોને હિતકારી છે. - આજે રાત્રિ ભોજન એટલું સામાન્ય (Common) બની ગયું
Page #87
--------------------------------------------------------------------------
________________
[ ૭૦ ]
ગૃહસ્થ ધર્મ
છે. લગભગ ઘરે ઘરે ઘૂસી ગયું છે કે સૌના દિલમાં કદાચ પ્રશ્ન ઉઠશે કે શું રાત્રિભોજન એ પાપ છે ?
હા, રાત્રિભોજન એ પાપ નહિ પણ મહાપાપ છે. નરકનો હાઈવે છે. નરકનું પ્રથમ દ્વાર છે. એટલું જ નહિ આરોગ્યની દ્રષ્ટિએ અનેક રોગનું મૂળ પણ છે.
અસંખ્ય-અનંત જીવોની વિરાધનાથી ખદબદતું રાત્રિભોજન એ આજે ઠેર ઠેર, ઘર ઘરનું કોમન પાપ બની ગયું છે. એવું કોઠે પડી ગયું છે કે આપણને એની સૂગ કે અરોરાટી ચાલી ગઈ છે. એની ભયંકરતાને આપણે વિસરી ગયા છીએ. એની પારાવાર નુકશાની તથા નરકમાં પડેલા પરમાધામીઓના જબરજસ્ત માર પણ આપણને ભૂલાઈ ગયા છે. જૈન-જૈનેતર દર્શન અને વિજ્ઞાનના સંશોધનથી પણ રાત્રિભોજનમાં જીવહિંસા અને આરોગ્યને હાની પૂરવાર થઈ ચૂકી છે.
પરંતુ જૈન આગમે બતાવેલા રાત્રિભોજનથી થતાં નુકશાનો વાંચશો તો ચોંકી ઉઠશો.
શું એક રાત્રિભોજનમાં આટલું બધું પાપ છે ! અધ...ધ...ધ... થઈ જશે. રાત્રિભોજનમાં મામૂલી જીવહિંસા નહિ પરંતુ અનેક (અનંત) જીવની હિંસા છે.
અરે ! ત્યાં સુધી કહ્યું છે કે કોઈ કેવલજ્ઞાની પણ રાત્રિભોજનના (અનંત) દોષોને સંપૂર્ણ રીતે કહી શકે તેમ નથી. સંખ્યાતવર્ષનું આયુષ્ય છે અને દોષો છે અનંતા !
રાત્રિભોજનના ત્યાગમાં અનેક મહાન લાભો રહેલા છે. રાત્રિભોજનના નિષેધ પાછળ જેમ આત્માની સુરક્ષા છે, તેમ શરીરની પણ સુરક્ષા છે. તેનો ત્યાગ શરીરને રોગો બચાવી નિરોગી રાખવામાં મોટો ફાળો આપે છે. મનને સ્વસ્થ રાખે છે.
ઉત્તમ પશુ પંખી પણ રાતે, ટાળે ભોજન ટાણે,
Page #88
--------------------------------------------------------------------------
________________
રાત્રિ ભોજન
[ ૭૧ ]
તમે તો માનવી નામ ધરાવો, કેમ સંતોષ ન આણો રે. કબૂતર, ચકલા, કાગડા, પોપટ વગેરે પક્ષીઓ-પ્રાણીઓ પણ રાત્રે ખાતાં નથી તો પછી સમજુધર્મી મનુષ્ય માટે તો પૂછવું જ શું ? આપણા વડવાઓના સમયમાં, થોડા વર્ષો પહેલાં, કંદમૂળબટાટા વગેરે બજારમાં બીજાની સામે ખરીદતાં અને ઘરમાં, તેને વાપરતાં સામાજીક શરમ સંકોચ રહેતો. ઘરે લાવવા હોય તો સંતાડીને લાવતા. પરંતુ આજે તો પશ્ચિમની નકલ કરવામાં આપણી જાતને. આધુનિક-ફોરવર્ડ બનાવવામાં, આપણે અમૂલ્ય સંસ્કૃતિ અને સંસ્કારને ભૂંસી રહ્યા છીએ. કંદમૂળ-અભક્ષ્ય ખાનપાન તો રાત્રિભોજનની જેમ ઘર ઘરની સામાન્ય કહાની બની ગઈ છે, પરંતુ હવે આગળ વધીને ઇંડા (), નશીલા કેફી દ્રવ્યોનો ઉપયોગ પણ ઘણાં જ ઝડપથી ઘરોમાં પ્રવેશી રહ્યો છે, એટલું જ નહિ તે આધુનિકતાના લક્ષણો તરીકે મનાવવા માંડયો છે. ગર્ભપાત (પંચન્દ્રિય જીવની ક્રૂર હત્યા) પણ પશ્ચિમના ઝેરી પવનમાં સામાન્ય બનવા માંડી છે. લગ્નમાં ફટાકડા ફોડવાથી અનંત જીવોની હિંસા એ આધુનિક ફેશન બનવા માંડી છે. મનુષ્ય ભાન ભૂલ્યો છે અને આ પાપોના કાતિલ પરિણામો ભાવિમાં નરક-નિગોદના ભવોમાં કેવા કડવાં અનુભવવાં પડશે એ સાવ ભૂલી ગયો છે.
મહામૂલા દેવ દુર્લભ મનુષ્ય ભવમાં રાત્રિભોજનાદિ અભક્ષ્ય ખાન-પાનથી બચો.
આજના આ પંચમ આરામાં મનુષ્યભવનું વધુમાં વધુ આયુષ્ય ૧૩૦ વર્ષનું છે. આજે મોટે ભાગે ૭૦/૮૦ વર્ષે પહોંચતાતો જીવ ઢળી પડે છે. બીજા ભવોની, સાગરોપમની = અસંખ્યાતા વર્ષોની આયુષ્યની સરખામણીમાં તદ્દન મામૂલી ગણાય. મહામૂલો મનુષ્યભવ ઘણી ઘણી રખડપટ્ટી અને ઘણા ઘણા કર્મના માર ખાધા પછી વિશેષ
Page #89
--------------------------------------------------------------------------
________________
[ ૭૨ ]
પુણ્યથા પ્રાપ્ત થયા છે. આ મનુષ્યભવમાં સમજણ જ્ઞાનશાક્ત મળલ છે, જ્યારે બીજા અનેક ભવોમાં જીવ તેનાથી વંચિત હતો. આ મનુષ્યભવ ઘણાં જ અલ્પ સમયનો છે.
ગૃહસ્થ ધર્મ
―――
આવા અમૂલ્ય જીવનમાં ફરીથી રાત્રિભોજન - અનંતકાયકંદમૂળના ભક્ષણ ઇંડા-માંસ-મદિરા આદિ અભક્ષ્ય ખાન-પાન વગેરેમાં લલચાયા અને મહાપાપોમાં જોડાયા તો કરેલી ક્ષણની સ્વાદની મજાના દંડમાં મણ અને ટનની સજા ઘણાં ઘણાં કાળ સુધી ભોગવવાની બની જશે. સદ્ગુરુના બોધથી સાવધાન બની, પરમાત્માની આજ્ઞા પ્રમાણેનું સુંદર જીવન જીવી શાશ્વત સુખના સ્વામી બનો.
रात्रि लोभन प्रेम हर्शनमा आधारे
રાત્રિના સમયે નિરકુશપણે ફરતા પ્રેત પિશાચાદિ અન્નને એઠું કરે છે, માટે સૂર્યાસ્ત થયા પછી ભોજન ન કરવું... યોગશાસ્ત્ર ૩/૪૮. ઘીર અંધકારથી રૂંધાયેલી શક્તિવાળા નેત્રોથી ભોજનમાં પડતા જીવોને આપણે જોઈ શકતા નથી... એવા રાત્રિના સમયે કોણ ભોજન કરે ?... યોગશાસ્ત્ર ૩/૪૯.
રાત્રિના સમયે સૂક્ષ્મજંતુઓ જોઈ શકાતા નથી માટે ગમે તેવા જીવરહિત પદાર્થો પણ રાત્રે ન ખાવા ! (કારણ રાત્રિસમયે ફરતા જીવો ખોરાકમાં પડતા હોવાથી ખવાઈ જાય છે.) યોગશાસ્ત્ર ૩/૫૩.
જૈન ધર્મના જાણકારોએ દિવસઅસ્ત થયા પછી કયારેય ભોજન ન કરવું. કારણ ઈતર દર્શનકારો પણ રાત્રિભોજનને અભોજન ગણે છે. યોગશાસ્ત્ર ૩/૫૪.
આપણા શરીરમાં રહેલા હૃદયકમળ (નીચા મુખવાળું) અને નાભિકમળ (ઉંચા મુખવાળું) એ બંને કમળ સૂર્યના આથમી જવાથી સંકોચાઈ જાય છે. તેથી તથા રાત્રે ખાવામાં સૂક્ષ્મજીવોની હિંસા થઈ
Page #90
--------------------------------------------------------------------------
________________
[ ૭૩ ]
રાત્રિ ભોજન
જતી હોવાથી રાત્રિભોજન ન કરવું. યોગ ૩/૬૦.
જે ભોજનમાં જીવોનો મોટો સંહાર છે તેવું રાત્રિભોજન કરનાર મૂઢ જીવોને રાક્ષસોથી જુદા કઈ રીતે પાડી શકાય ? (અર્થાત્ રાત્રિભોજન એ રાક્ષસોનું ભોજન છે. જે માણસ રાત્રિભોજન કરે છે તેને નરરાક્ષસ કહેવો રહ્યો !) યોગશાસ્ત્ર ૩/૬૧.
દિવસ વિધમાન હોવા છતાં જેઓ કલ્યાણની ઇચ્છાથી રાત્રે ભોજન કરે છે. તેઓ પાણીના તળાવ (રસાળ ભૂમિ) ને છોડી ઉખર ભૂમિમાં ડાંગર વાવવા જેવું (અર્થાત્ મૂર્ખાઈ ભર્યું કામ) કરે છે. – યોગશાસ્ત્ર ૩/૬૬.
જે ભવ્યાત્મા હંમેશ માટે રાત્રિભોજનનો ત્યાગ કરે છે તે ખરેખર ધન્ય છે. રાત્રિભોજનના ત્યાગીને અડધી જિંદગીના ઉપવાસનું ફળ મળે છે. યોગ ૩/૬૯.
રાત્રિભોજન... જૈનેતર ગ્રંથોના આધારે.....
રાત્રિભોજન એટલે નરકનો નેશનલ હાઈવે નં. ૧ – પદ્મપુરાણ—પ્રભાસખંડ.
સૂર્ય આથમી ગયા પછી પાણી પીવું એ લોહી પીવા બરાબર અને ભોજન કરવું એ માંસ ખાવા બરાબર છે એમ માર્કંડેયઋષિ જણાવે છે.
હે યુધિષ્ઠર ! ખાસ કરીને તપસ્વીઓએ તથા વિવેકી ગૃહસ્થોએ રાત્રે પાણી પણ ન પીવું જોઈએ. (જો પાણીનો નિષેધ હોય તો ભોજનનો નિષેધ તો વિશેષ હોય જ !)
હે સૂર્ય ! તારાથી આ સઘળું જગત વ્યાપ્ત છે, અને ત્રણે જગતને તું ધ્યાન કરવા યોગ્ય છે. માટે હે દેવ ! તારા અસ્ત થયા પછી લોહી બરાબર ગણાય છે ! (અર્થાત્ રાત્રે પાણી પણ વાપરવું નહિ એવું સ્પષ્ટ થઈ જાય છે.) યોગવાશિષ્ઠ પૂર્વાર્ઘ શ્લો. ૧૦૮.
Page #91
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ], LYLL_____________
ગૃહસ્થ ધર્મ
_ જે આત્મા રાત્રિભોજન કરતો નથી અને ચોમાસામાં ખાસ રાત્રિભોજનનો ત્યાગ કરે તે આ ભવ અને પરભવમાં સર્વ મનોરથોને પામે છે. –સ્કન્દપુરાણ-સ્કંધ –૭ અ. ૧૧ શ્લો. ર૩૫.
જે માનવ હંમેશા રોજ એકવાર ભોજન કરે છે તે અગ્નિહોત્રના ફળને પામે છે. અને જે માનવ હંમેશા સૂર્યાસ્ત પૂર્વે જ. ભોજન કરે તેને તીર્થયાત્રાનું ફળ ઘરે બેઠા પણ થાય છે. - ઋષીશ્વરભારત–વૈદિકદર્શન.
ચાતુર્માસમાં પણ જે રાત્રિભોજન કરે છે તેના પાપની શુદ્ધિ સોંકડો ચાન્દ્રાયણતપથી પણ થતી નથી!– મહાભારત. | હે યુધિષ્ઠિર ! એક માણસ સોનાના મેરુ પર્વતનું કે આખી પૃથ્વીનું દાન કરે અને બીજો માણસ એક પ્રાણીને જીવન (અભયદાન) આપે એ બંનેની કદી સરખામણી કરી શકાતી નથી. બલ્ક અભયદાન વધી જાય છે.
રાત્રિભોજક – આરોગ્યની દ્રષ્ટિએ – (રાત્રિભોજન - અનેક રોગનું મૂળ)
શરીર સ્વાથ્યની દ્રષ્ટિએ પણ સૂર્યાસ્ત પછી ભોજનનો ત્યાગ કરવો જરૂરી છે. એક મેજૂર પણ આખો દિવસ મજૂરી કરી રાત્રે આરામ કરે છે. તેવી રીતે દિવસમાં બે વાર, ત્રણ વાર કે ચાર વાર ભોજન કર્યા પછી પેટને આરામ આપવો જરૂરી છે. રાત્રે ભોજન કરનારા અનેક રોગનો ભોગ બને છે. રાત્રે પાચનતંત્ર મંદ પડી જાય છે, તેથી પેટ બગડે અને પેટના બગડવાથી આંખ, કાન, નાક, મગજ, દાંત, અજીર્ણ, શરીરનું તૂટવું, ખરાબ ઓડકાર, ઝાડા, અરૂચિ વગેરે અનેક પીડાઓ ઉભી થાય છે. રાત્રિભોજન બિમારીનું ઉદ્ગમસ્થાન છે. ડોકટર-વૈદ્યોનું સ્પષ્ટ ફરમાન છે કે રાત્રે સૂતાં પહેલાં ૩-૪ કલાક પૂર્વે જ ખોરાક ખાઈ લેવો જોઈએ. જેથી એ ખોરાકનું સાચી રીતે
Page #92
--------------------------------------------------------------------------
________________
ઉપભોગ
[ ૭૫ ] પાચન થાય ! ભોજન પચાવવા માટે જરૂરી ઓકિસજનનું પ્રમાણ : સૂર્યની હાજરીમાં મળે છે. રાત્રે હોજરીનું કમળ બીડાઈ જાય છે. જે સૂર્યોદય થયા બાદ ખીલે છે. આરોગ્યની દ્રષ્ટિએ પણ રાત્રિભોજન કુપથ્ય જ છે!
. • “હીલીંગ બાય વોટર” પુસ્તકના લેખક ટી. હાર્ટલી હેનેસીએ સૂર્યાસ્ત પહેલાં ભોજન કરી લેવાની દ્રઢ હિમાયત કરી છે.
૦ પ્રો. એલબર્ટ જે. એલોજ, એમ.ડી. જણાવે છે કે શ્રમ કરવાવાળી વ્યક્તિને સારું અને પોષક ભોજન દિવસમાં ત્રણવાર તે પણ સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલા લેવું સારું છે.
( ઉપભોગ
ઘરની આજુબાજુના ભાગો તથા આગળ પાછળના ભાગોને સ્વચ્છ રાખવા. ઘરની અંદર સુઘડતાથી સાફસૂફ રાખવું. મેલાં અને ગંદા પાણી કે કચરો ઘર આગળ એકઠો થવા ન દેવો કારણ કે તેથી તે સ્થાનની હવા બગડી જાય છે અને રોગની ઉત્પત્તિ થાય છે. બહારની માફક ઘરની અંદર પણ બેસતાં ઉઠતાં મન આલ્હાદ પામે તેવી સ્વચ્છતા રાખવી.
વસ્ત્રો ઘણાં સાદા પણ સ્વચ્છ, ઉજ્જવળ રાખવા. ગંદા વસ્ત્રો અને શરીર ઉપરના મેલથી શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે. અતિશય ઉભટ વસ્ત્રાલંકાર ન પહેરર્વા, તેમ પોતાની સંપત્તિથી હલકી જાતનાં ફાટેલ તૂટેલ વસ્ત્રાદિ પણ ન પહેરવાં.
પહેરવા ઓઢવાનાં વસ્ત્રો, તથા સુવા પાથરવાના ઉપકરણો સાફસુફ રાખવાં. તેમાં જીવજંતુઓ ભરાઈ રહી એકઠા ન થાય તે માટે દિવસમાં એકાદ બે વાર તપાસી જવાં. આગળથી તે વસ્ત્રાદિની સંભાળ રાખવામાં નથી આવતી તો તેમાં જૂ, માંકડ વગેરે જંતુઓ
Page #93
--------------------------------------------------------------------------
________________
––––____
ગૃહસ્થ ધર્મ
[ ૭૬ ] ઘર કરી રહે છે પછી તેને કાઢવામાં મુસીબતો વેઠવી પડે છે માટે પહેલેથી જ સાવચેતી રાખવી.
ગૃહસ્થોએ પોતાના મન પર કાબુ રાખી વિષયના સંબંધમાં બહુજ નિયમિત રહેવું, જેથી શરીર મજબૂત રહી લાંબો વખત ટકી રહે અને ક્ષયાદિ રોગો ઉત્પન ન થાય. વળી તીર્થસ્થાન, પર્વ, કલ્યાણિક અને મહાન ઓચ્છવાદિ પ્રસંગે તો મજબૂત રીતે બ્રહ્મચર્ય પાળવું.
આ પ્રમાણે ભોગ-ઉપભોગનો વિવેકપૂર્વક અનુભવ કરવો. હરે કર્મ આશ્રીને આ વાત કહે છે.
પંદર પ્રકારના કર્માદાન (કર્મને આવવાના કે લેવાના માગ) તેને વ્રત ધારણ કરવા ઇચ્છનાર ગૃહસ્થ ત્યાગ કરવો. પંદર કર્મદાન તે ભોગપભોગ નથી પણ તે ઉદ્યોગ દ્વારા ઉત્પન કરાતું ધન, તે ભોગોપભોગનું કારણ છે. કારણમાં કાર્યનો ઉપચાર કરીને કર્મદાનને ભોગપભોગ માનવામાં આવેલ છે.
સુખે નિર્વાહ થઈ શકતો હોય તો ગૃહસ્થોએ આરંભ કે જેમાં જીવોનો ઉપઘાત વિશેષ થાય છે તે વિનાના વ્યાપારોથી પોતાનું જીવન ગુજારવું જોઈએ તેમ ન બની શકે તેમ હોય તો થોડા આરંભવાળા વ્યાપારોથી નિર્વાહ ચલાવવો, તેમ છતાં કર્માદાન જે આગળ બતાવવામાં આવે છે તે સિવાય નિર્વાહ ન થઈ શકે તેમ હોય તો યથાશક્તિ ઈચ્છાનુસાર થોડા ઘણાં કર્માદાન ત્યાગ કરવા માટે તો ભૂલવું નહિ. મતલબ કે ઉત્સર્ગ માર્ગથી કાર્ય સિદ્ધ ન થાય તો અનિચ્છાએ અપવાદરૂપ માર્ગનો વિવેકપૂર્વક આશ્રય કરવો.
(પંદર કમદાન) ૧. ગાલકર્મ-ચૂનો, ઈટ, નળિયાં, કોલસા, લોઢા વગેરેની ભઠ્ઠીઓ કરી-પકાવી તેનો વ્યાપાર કરવો તે.
Page #94
--------------------------------------------------------------------------
________________
-
-
પંદર કર્માદાન
------------- ૨. વનકર્મ-વન કપાવી, લાકડાનો વ્યાપાર કરવો તે. . ૩. સાડી કર્મ-ગાડાં, હળ, હથિયાર, યંત્રો, તોપો, બંદૂકો, ગોળા વગેરે તૈયાર કરાવી તેનો વ્યાપાર કરવો તે.
૪. ભાડાકર્મ-ગાડી, ઘોડા, પાડા, બળદ વગેરે ભાડે આપવાનો ધંધો કરવો તે.
૫. ફોડીકર્મ-જમીન ફોડવાનો, ખાણો ખોદવાનો, અનાજ તથા કઠોળ વગેરે દળાવવા ભરડાવવાનો, હળ ખેડવાનો પાષાણ ફોડવા વગેરેનો વ્યાપાર કરવો તે.
૬. દાંતનો વ્યાપાર-હાથીદાંતનો, નખનો, કેશનો, ચામડાનો તથા હાડકાનો વ્યાપાર કરવો તે. આ વ્યાપારનો એવી રીતે અથવા એવા કારણથી નિષેધ કરેલ છે કે જે સ્થળે હાથીઓને દાંત માટે મારવામાં આવે છે તે તથા જાનવરોને મારીને નખ કાઢવામાં આવે છે તે. જીવતાં પ્રાણીઓને મારીને ચામડા લેવામાં આવે છે તે. તથા જાનવરોને કે જીવોને મારીને તેના હાડકાં, છીપો, શીંગડાં અને કસ્તુરી વગેરે લેવામાં આવે છે તે અપેક્ષાએ, અર્થાત્ આવી પદ્ધતિથી તેનો વ્યાપાર ન કરવો પણ સ્વાભાવિક મરણ પામેલા જીવોના અંગોમાંથી મળતા પદાર્થોનો નિષેધ નથી. - ૭. લાખનો વેપાર-લાખ, ધાવડી, ગળી, મણસીલ હડતાલ ખાર, સાબુ ઇત્યાદિના વેપારમાં સર્વ જીવહિંસા રહેલી છે.
૮. રસનો વેપાર-મદિરા, મધ, માંસ, માખણ આ સર્વ રસો વ્યાપાર જીવ હિંસાથી ભરપુર છે. •
૯. કેશનો વેપાર-પૂંછડાઓ કાપીને વાળ કે પીછાં લેવામાં આવે છે તે.
૧૦. વિષનો વ્યાપાર અફીણ, વછનાગ, સોમલ, શસ્ત્ર, લોઢાના યંત્રાદિક હથિયારો આ વ્યાપાર અનેક જીવોના ઘાતનો હેતુ છે.
Page #95
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
-
-
-
-
-
[ ૭૪ ]
ગૃહસ્થ ધર્મ --
૧૧. યંત્રપલણ કર્મ તલ, અળશી, એરંડા, કપાસ વગેરે પીલવાના મંત્રોથી તે વસ્તુ પીલવાનો વ્યાપાર કરવો તે.
૧૨. નિíછન કર્મ બળદ, ઘોડા, પાડાને ખાલી કરવા, નાક વિધવા, કાન કંબલ, શીંગડાં પૂછડાં છેદવા, આંકવા ઊંટની પીઠ ગાળવી, ઇત્યાદિનો વ્યાપાર કરવો તે.
૧૩. દવકર્મ વનમાં, જંગલમાં, ખેતરમાં, દવ લગાડવા તે
દિવકર્મ.
૧૪. શોષણકર્મ કૂવા, તળાવ, સરોવર, નદી ઇત્યાદિ સુકાવી નાખવાં તે.
૧૫. અસતિપોષણકર્મ ધન કમાવા નિમિત્તે દુરાચારી દાસી, સ્ત્રીઓ વગેરેનું પોષણ કરી તે સંબંધી વ્યભિચારનું ભાડું લેવું, તથા પોપટ, મેના, મયુર, બીલાડાં, કુકડાં, શ્વાન, ભૂંડ, ઈત્યાદિનું પોષણ કરવું. પોતાના ખાસ વ્યાપાર કે કમાવા નિમિત્તે પોષણ કરવું તે અસતિપોષણ કહેવાય છે. - આ પંદર વિશેષકર્મ આગમનના માર્ગોનો બનતા પ્રયત્ન શક્તિ અનુસાર દેશકાળ તપાસીને ત્યાગ કરવો.
ધાર્મિક જીવન ગાળનારા ઉત્તમ શ્રાવકોએ આ ઉપર બતાવ્યા પ્રમાણે કર્માદાનના વ્યાપારનો ત્યાગ કરવાનો છે. આ સ્થળે એટલું ખાસ ધ્યાનમાં રાખવાનું કે જે દેશમાં વ્યાપારની હરીફાઈને લઈને બીજા વ્યાપારોના અભાવ જેવું હોય, આજીવિકાની મુશ્કેલી પડતી હોય તે સ્થળે શ્રાવકોએ ઉપરના વ્યાપારોથી પણ આજીવિકા ચલાવીને ચાલુ જમાનાના લોકોની સાથે જીવતા રહેવું અને આગળ વધવું. જે કોમ ચાલુ જમાનાના વ્યાપાર ઉદ્યોગમાં પાછળ પડી નિધન થઈ જાય છે તે કોમનો ધીમે ધીમે નાશ થાય છે અને તેનો ધર્મ પણ તેમની કોમની સાથે જ મરણ પામે છે.
Page #96
--------------------------------------------------------------------------
________________
સાતમા વ્રતના અતિચારો
[ ૭૯ ]
જ્યાં વિવિધ પ્રકારના છળ પ્રપંચ જૂઠથી પણ દેખીતા નિર્દોષ વ્યાપાર દ્વારા આજીવિકા ચલાવવામાં આવે છે ત્યાં ઉપર જણાવેલ કર્માદાનના પણ નીતિપૂર્વક, પ્રમાણિકતાથી વિવેકપૂર્વક વ્યાપારો કરવામાં ઓછું પાપ રહેલું છે તે બુદ્ધિમાનોએ પોતે જ વિચારી લેવા જેવું છે.
(સાતમા વ્રતના અતિચારો ૧. સચિત્ત આહાર. ૨. ચિત્ત (સજીવ) સાથે જોડાયેલા અચિત્ત આહાર. ૩. સચિતઅચિત મિશ્રિત આહાર. ૪.અનેક દ્રવ્ય સંયોગથી બનેલા સુરા, સૌવીરાદિ પાન. ૫. સેજસાજ પાકેલા આહાર.
સચિત વસ્તુના ત્યાગ કરનાર ગૃહસ્થને અજાણપણામાં અનુપયોગે ખાવાથી અતિચાર લાગે છે. જાણીને ખાવાથી વ્રત ભંગ થાય છે. આ ભોજન આશ્રયીને પાંચ અતિચાર લાગે છે.
કર્મ આશ્રયીને પંદર અતિચાર લાગે છે. જે પૂર્વે બતાવેલા છે. અહીં એ શંકા થવાનો પ્રસંગ છે કે કર્માદાન પોતે જ પાપરૂપ છે. અર્થાત્ પાપનું નિમિત્ત છે તો તેને અતિચારરૂપે શા માટે ગણવા? - ઉત્તર એ છે કે પોતે જે અર્થ દંડમાં. અર્થાતું, પોતાના નિર્વાહાદિ પ્રયોજન અર્થે જે નિયમ નિયમિત કરેલ છે, તે સિવાયના વ્યાપારો કદાચ વિસ્મૃતિએ-અનુપયોગ થઈ જાય તો તે અતિચાર છે પણ જાણીને તેમ કરે તો વ્રત ભંગ થાય છે.
પંદર અતિચાર આ પ્રમાણે છે. (૧) અંગારાનો વેપાર (૨) વન કાપવાનો (૩) યંત્રો-વાહનો બનાવવાનો (૪) ભાડા કરવાનો (૫) જમીન ફોડવાનો (૬) દાંતનો (૭) લાખનો (૮) રસનો (૯) કેશનો (૧૦) વિષનો (૧૧) યંત્રોથી વસ્તુ પીલવાનો (૧૨) બળદ ઘોડા પ્રમુખને નપુંસક બનાવવા (૧૩) તળાવાદી સુકાવવાનો (૧૪)
Page #97
--------------------------------------------------------------------------
________________
[ ૮૦ ]
ગૃહસ્થ ધર્મ
દાવ-અગ્નિ મૂકવાનો (૧૫) અસતિપોષણનો (૧૬) આ પંદર વ્યાપારો સાતમા વ્રતમાં અતિચાર રૂપે છે.
આઠમું અનર્થ દંડ વિરમણ વ્રત.
अवझ्झाण पावउवएस, हिंसदाणप्पमाय चरिएहिं । जं चउहासो मुच्चई, गुणव्वयं तं भवे तइअं ॥ १ ॥ ખરાબ-આર્ટરૌદ્ર ધ્યાન ૧. પાપનો ઉપદેશ ૨. હિંસાનું દાન ૩. અને પ્રમાદવાળું આચરણ ૪. આ ચાર પ્રકારના ત્યાગ કરવા રૂપ ત્રીજું ગુણવ્રત થાય છે. ૧
શરીર, કુટુંબાદિ અર્થે જે ફરજ બજાવવા માટે જે કાર્યો કરવામાં આવે તે અર્થદંડ-પ્રયોજનવાળી પ્રવૃત્તિ કહેવાય છે તે સિવાય દંડાય-કર્મ બંધિત થવાય તેવી પ્રવૃત્તિ કરવી તે અનર્થ દંડ કહેવાય છે, એ અનર્થ દંડનો ત્યાગ કરવા યોગ્ય અનર્થ દંડના ચાર પ્રકાર છે.
દુર્ધ્યાન ૧.
સંસારી જીવોને અને તેમાં પ્રાયે ધર્મિષ્ઠ મનુષ્યોને પણ આંતરે આંતરે આર્ત્ત, રૌદ્ર અપધ્યાન થઈ આવે છે પણ સંયમી, ઉન્માર્ગે જતા મનને જ્ઞાનબળથી પાછું ધર્મ ધ્યાનાદિમાં જોડી દે છે જેઓ નિરંતર આર્નરૌદ્ર ધ્યાનમાં પ્રવૃત્તિ કર્યા કરે છે. વિચારો કરે છે તેઓને અપધ્યાન - દુર્ધ્યાન અનર્થદંડ દુઃખરૂપ થાય છે.
જેમાં પોતાનો સ્વાર્થ સિદ્ધ થવાનો કે લાભ થવાનો કોઈ પણ રીતે સંભવ નથી તેવા પણ વિચારો આ માનવ મન કર્યા પણ કરે છે. જેમ કે અમુકનો નાશ કરું; આખા દેશનું રાજ્ય મને મળી આવે, અમુક સ્થળે અગ્નિ સળગાવું. અમુક શહેર કે માલ બળે તો જોવાની મજા આવે. અમુક રાજાનો નાશ થાય તો ઠીક, મારો ભાંગીદાર મરણ
Page #98
--------------------------------------------------------------------------
________________
આઠમું અનર્થ દંડ વિરમણ વ્રત
[ ૮૧ ] પામે તો બધી મિલકત મારે હાથ આવે, આ સ્ત્રી સારી નથી. તે મરણ પામે તો બીજી સારી સ્ત્રી મળે. ઈત્યાદિ વિચારો આર્ત-રૌદ્ર દુધ્યાનવાળા કહેવાય છે. ધર્માર્થિ જીવોએ આવા વિચારો કે કર્તવ્યોથી અલગ રહેવું જોઈએ. ૧
પાપોપદેશ. ૨. દાક્ષીણતા અથવા જ્યાં પોતાની ફરજ ન હોય તેવા સ્થળે પાપનો ઉપદેશ આપવો તે પાપ ઉપદેશ આર્તધ્યાન છે. જ્યાં પોતાની આગેવાની હોય તેવા કુટુંબ, ગામ, શહેર કે દેશના રક્ષણ કે પોષણના કાર્ય સિવાય, અથવા જ્યાં ઉપદેશ કે સલાહ આપ્યા વિના ચાલે તેમ ન હોય તેવા સ્થળો સિવાય વિના પ્રયોજને બુદ્ધિનું ડહાપણ વાપરવા માટે વ્રતધારી ગૃહસ્થોએ (જેમાં પાપ થતું હોય તેવો) ઉપદેશ ન આપવો જેમ કે, બળદોને દમન કરો, ક્ષેત્રોને ખેડો, ઘોડાઓને નપુંસકખાસી કરો, જંગલમાં કે ખેતરમાં આગ મૂકો, શત્રુને મારો, યંત્રો ફેરવો, શસ્ત્રો સજ્જ કરો ખાણો ખોદો, આ અને તેવા બીજા સર્વ પાપોપદેશનો ત્યાગ કરવો. પોતાના કે પોતાના આશ્રિતોના બચાવ કે રક્ષણ અર્થે તેવો ઉપદેશ કરતાં તેના વ્રતને દોષ આવતો નથી.
હિંસાપ્રદાન ૩. પૂર્વની માફક પોતાના આશ્રિતોની અને પ્રસંગે એક બીજાઓને મદદ કરતા કે લેવડ-દેવડ કરતા હોય તેવાઓની દક્ષીણતા જ્યાં પહોંચતી હોય તેઓ સિવાય જેનાથી હિંસા થાય જીવોનો સંહાર થાય તેવાં શસ્ત્રો, હળ, અગ્નિ, હથિયાર વગેરે માગ્યાં ન આપવાં. ઝેરી ઔષધો, વિષ, નાગદમનની આદિ બુટીઓ, ગર્ભપાત કરનારી વનસ્પતિઓ અને ઉચ્ચાટન, મોહન, ભનાદિ કરનાર મંત્રો ઈત્યાદિ
Page #99
--------------------------------------------------------------------------
________________
[ ૮૨ ]
ગૃહસ્થ ધર્મ
આપવાં નહિ. દયાળુ ધર્માત્મા જીવોએ કોઈ પણ જીવોને પોતાથી ઉપદ્રવ કે દુઃખ ન થાય તેવું યોગ્ય જીવન ગુજારવું જોઈએ.
પ્રમાદ આચરણ ૪.
મદ, વિષય, કષાય, નિંદા અને વિકથાદિ પ્રમાદથી જીવોની હિંસા થાય તેમ વર્તન કરવું તે પ્રમાદાચરણ કહેવાય છે, કુકડા, શ્વાન, પાડા, હાથી, ઘેટાં આદિના યુદ્ધ કરાવવા, તે જોવા જવું. કામશાસ્ત્રમાં આશક્તિ રાખવી. મદિરાનું પાન કરવું, જુગાર રમવો, ઘણી નિદ્રા કરવી. સ્ત્રીની, દેશની, રાજની, ભોજનની સારી કે નઠારી કથાઓ, વાતો કરવી. ઘી, ગોળ, તેલ, આદિ રસનાં ભોજનના પાત્રો રાત્રે કે દિવસે ઉઘાડા મૂકવાં. ગીત, નૃત્ય, નાટકાદિ જોવાં ઇત્યાદિ પ્રમાદ આચરણ કહેવાય છે. આમાં જીવની હિંસા અસત્યનું પોષણ, વિષયને ઉત્તેજન, પ્રમાદ-આળસને પુષ્ટિ અને વખતનો દુરુપયોગ ઇત્યાદિ અનેક દૂષણો રહેલાં છે. વિવેકી મનુષ્યોએ યથાશક્તિ આ અનર્થદંડનો ત્યાગ કરવા પ્રયત્ન કરવો.
•
આઠમા વ્રતના પાંચ અતિચાર
૧. કંદર્પ-કામ વિકાર ઉત્પન્ન થાય, રાગાદિને પોષણ મળે એવાં ` હાસ્યાદિવાળાં વચનો બોલવાં તે આ વ્રતનો અતિચાર (દૂષણ) છે.
૨. કૌકુચ્ય-સ્વ-પરનો મોહ ઉત્પન્ન થાય તેવી ભ્રકુટી, નેત્ર, ઓષ્ટ, નાસિકા, હાથ, પગ, મુખની ચેષ્ટાઓ કરવી તે અતિચાર છે.
૩. મૌખર્ય-વાચાળપણું, સંબંધ વિનાનું યદ્ઘાતદ્દા બોલવું એકબીજાની વાતો એકબીજા આગળ કરી વિના પ્રયોજને એકબીજાને લડાવી મારવી તે અતિચાર છે. ધર્માર્થિ મનુષ્યોએ બહુ વિચાર કરી જરૂર જેટલા જ શબ્દો બોલવા.
Page #100
--------------------------------------------------------------------------
________________
આઠમા વ્રતના પાંચ અતિચાર
[ ૮૩ ]
૪. અધિકરણ-જીવોની હિંસા જેનાથી થઈ શકે તેવાં અધિકરણો. ઉપકરણો એકબીજા સાથે સંયોજી-જોડીને તૈયાર રાખવાં. જેમ કે ધનુષ્ય સાથે બાણ, ઉરખલ સાથે મુસલ, કુહાડા સાથે હાથો, ઇત્યાદિ પોતાને જરૂરિયાત ન હોય તેવા પ્રસંગે તૈયાર રાખવા પોતાના રક્ષણ અર્થે તૈયાર હોય તેમાં હરકત નથી.
૫. ઉપભોગાતિરિક્ત-વસ્તુઓ જ્યારે જોઇએ ત્યારે મળી રહે તેમ છે છતા પોતાના ઉપભોગથી અધિક વસ્તુઓનો સંગ્રહ કરી રાખવો તે બીજાઓને તે વસ્તુના ઉપભોગનો અંતરાય કરવા બરોબર છે. અર્થાત્ તે વસ્તુના ઉપભોગથી બીજાઓ બેનસીબ (વંચિત) રહે છે, વળી તેવાં ફૂલ, ફળ, શાક પત્રાદિમાં કુંથુઆ આદિ જીવો ઉત્પન્ન થાય છે. અનાજ આદિ સડી જાય છે. ઘી, તેલાદિ ખોરાં થઈ જાય છે. વસ્ત્રાદિ સડી જાય છે. પોતાના વૈભવના પ્રમાણમાં ખર્ચ રાખવામાં હરકત નથી. અથવા આગામી કાળના ભય, સંકટ કે દુષ્કાળાદિથી બચવા સંગ્રહ કરવામાં હરકત નથી.
આ પ્રમાણે આઠમા વ્રતના પાંચ અતિચારો (દૂષણો) પ્રમાદ સ્મૃતિ ભ્રંશથી લાગે છે તેને જાગૃતિપૂર્વક અટકાવવા.
નવમું સામાયિક વ્રત
सामाझ्यमिह पढमं, सावज्जे जथ्थ वज्जिय जोगे.
समणाणं होइ समो, देसेण देस विरओपि. ॥ १ ॥ જેમાં સાવધ-પાપવાળા વ્યાપારનો ત્યાગ કરાય છે તે સામાયિક
નામનું પ્રથમ શિક્ષાવ્રત છે. આ સામાયિકમાં રહેલો ગૃહસ્થ પણ અમુક ભાગે સાધુ સરખો ગણાય છે. ૧.
પૂર્વે
ત્રણ ગુણવ્રત કહેવાયા હવે ચાર શિક્ષાવ્રતો કહે છે. બતાવેલ મૂલવ્રતોને વધારે પોષણ મળે તે માટે આત્મ જાગૃતિ સાથે
Page #101
--------------------------------------------------------------------------
________________
[ ૮૪J___––––
ગૃહસ્થ ધર્મ
આત્મ સ્થિરતાનું શિક્ષણ વારંવાર જેમાં અથવા જેનાથી મળે છે તે શિક્ષાવ્રત કહેવાય છે.
સામાયિકનો વખત ઓછામાં ઓછો બે ઘડી-અડતાલીશ મિનિટ સુધીનો છે તેટલા વખતમાં મનથી વચનથી અને શરીરથી પાપવાળું સદોષ આચરણ, વચન અને વિચાર તે કરવા, કરાવવા અને કરનારને સંમતિ આપવાનું બંધ કરવામાં આવે છે.
સમ-આય-ક-સમપરિણામે રાગદ્વેષની ગૌણતાવાળી સ્થિતિમાં રહીને જ્ઞાનાદિકનો લાભ થાય અથવા કર્મનું નિર્જરણ થાય તે સામાયિક અર્થ છે.
કોઈ પણ પ્રકારની ગડબડ કે ધાંધલ વિનાના નિરાકૂળ; શાંત અને સ્વચ્છ સ્થળે સામાયિક કરવા બેસવું. ઘણે ભાગે ગુરુની સમીપે, નિવૃત્તિવાળા ઉપાશ્રયમાં કે ડાંસ મચ્છર વિનાના, હવા અને અજવાળા તથા એકાંતવાળા પોતાના ઘરના એક ભાગમાં અથવા જ્યાં વિશેષ શાંતિ મળે તેવા સ્થળે સામાયિક કરવી.
સામાયિકમાં ઘણે ભાગે બોલવાનું બંધ કરવું. બે ઘડી જેટલા ટૂંક વખતમાં તો ધર્મ ધ્યાનમાં જ મગ્ન રહેવું પરિણામની વિશુદ્ધિ અને ઉપયોગની જાગૃતિ બહુ જ રાખવી. ગૃહ સંબંધી કે વ્યવહાર સંબંધી કોઈ પણ વિચારો મનમાં લાવવા નહિ. કેવળ ધર્મ ધ્યાનમાં સ્વાધ્યાયમાં કે ધર્મશ્રવણમાં તેટલો કાળ વ્યતિત કરવો જો એકાગ્રતા સાથે નિરંજન પરમાત્માનું ધ્યાન કરવામાં આવે. મનને તે સ્વરૂપમાં લીન કરી દેવામાં આવે તો તે ઉત્તમોત્તમ સામાયિક છે, આવી સ્થિતિ માટે પ્રયત્ન કરવો. મનની ચંચળતાથી તેમાં સ્થિરતા ન થાય. વિક્ષેપ આવે, તો પછી એકાગ્રચિત્તે જાપપરમેષ્ઠિ મંત્રનું સ્મરણ કરવું. અથવા ગુર્વાદિ સમીપે કર્મ બંધનથી છૂટવાના ઉપાયો સંબંધી ધર્મ કથા સાંભળવી, અથવા મહાન પુરુષોનાં જીવન ચરિત્રો સંભારવા કે
Page #102
--------------------------------------------------------------------------
________________
સામાયિકના પાંચ અતિચાર
[ ૮૫ ] આત્મસ્વરૂપની જાગૃતિ આપે તેવાં ધાર્મિક પુસ્તકો વાંચવા કે તેવાં બીજાં ધર્મ સંબંધી ઉત્તમ પદોનું ચિંતન કરવું ગમે તેવી રીતે પણ તેટલા વખતમાં સર્વ જીવો ઉપર સમભાવ રહે, સંયમ માર્ગમાં ભાવની વૃદ્ધિ થાય, આત્મસ્વરૂપનું ભાન થાય કે સ્મરણ બન્યું રહે આરૌદ્રધ્યાનનો ત્યાગ થાય અને ધર્મધ્યાન કે શુક્લધ્યાનને પોષણ મળે તેવી રીતે સામાયિકનો વખત પૂરો કરવો.
| દિવસમાં એક કે તેથી વધારે વખત સામાયિક કરવાથી આત્મ જાગૃતિમાં ઘણો સારો વધારો થાય છે. ગૃહસ્થોને સ્વરૂપ સ્થિરતા માટે આ કર્તવ્ય ઘણું જ ઉપયોગી અને જરૂર કરવાનું છે.
સામાયિના પાંચ અતિચાર ૧. મનદુપ્રણિધાન-મનની એકાગ્રતા જે પ્રકારની જોઇએ તેના કરતાં વિપરિત એકાગ્રતા જેમ કે સામાયિક કરીને વ્યવહાર-ગૃહાદિસંબંધી ચિંતન કરે. કોઈ પણ સાવધ વ્યાપારમાં મનને એકાગ્ર કરી દે. આ પ્રમાણે અજાણતા અનિચ્છાએ તેમ થઈ જતું હોવાથી અતિચાર કહેવાય છે. જાણીને તેમ થાય તો વ્રત ભંગ થાય છે.
૨. વચન દુપ્રણિધાન-અનાઉપયોગે અકસ્માતુ કોઈને સામાયિકમાં પાપવાળા, કઠિન કર્કશ વચન કહેવા તે સામાયિકમાં
દૂષણ છે.
૩. કાયદુપ્રણિધાન-કાયાની સ્થિરતાનો ભંગ કરી હાથ, પગ હલાવે, લાંબા પહોળા કરે અને તેમ કરતાં દષ્ટિથી જોયા સિવાય કોઈ જંતુનો ઉપઘાત થવાનો પણ પ્રસંગ આવે તે અતિચાર છે.
૪. અનવસ્થા-સામાયિકનું પ્રમાણ વખતનું માન ન રાખે, ઓછા વખતમાં સામાયિક પાળે, અનાદરપણે સામાયિક કરે. અવસરે સામાયિક ન કરે, બધા કામથી પરવારે નવરો હોય ત્યારે સામાયિક
Page #103
--------------------------------------------------------------------------
________________
____હસ્ય ધમ
[ ૮૬ ]. કરે. મતલબ કે સામાયિક કરતાં તેને વધુ અગત્યતા આપી પ્રથમ વ્યવહારનું કામ કરે અને નકામો હોય તે વેળા નવરાની નિશાની તરીકે સામાયિક કરે તે અતિચાર છે.
૫. સ્મૃતિ રહિત-સામાયિક લઈને નિદ્રામાં પડે, વ્યવહારની વ્યગ્રતામાં સામાયિક કરવું ભૂલી જાય, શૂન્ય અને સામાયિક કરે. સામાયિક કર્યું કે નથી કર્યું? સામાયિકનો વખત પૂરો થયો કે નહિ? ઇત્યાદિ સાંભરે નહિ તે પાંચમો અતિચાર છે.
પ્રમાદની અધિકતાથી ઉપયોગની શૂન્યતાએ આ અતિચારો લાગે છે. તેમ કરવાની તેની લાગણીઓ ન હોવાથી વ્રતનો ભંગ થતો નથી.
દશમું દેશાવકાશિક વ્રત पृथ्वी गहियस्स दिसा, वयस्स सव्ववयाण वाणुदिणं जं संखेवो देसा, वगासि तं वयं विझ्यं ॥ १ ॥
પૂર્વે છઠ્ઠા વ્રતમાં ગ્રહણ કરેલ દિશાવતનો, અથવા સર્વ વ્રતોનો નિરંતર જે સંક્ષેપ કરવો તે બીજું દેશાવકાશિક શિક્ષાવ્રત કહેવાય છે.
- છઠ્ઠા વ્રતમાં અમુક ગામ કે શહેરથી સર્વ દિશામાં જવા આવવા માટે કાયમનું જે પ્રમાણ ઇચ્છાનુસાર રાખવામાં આવેલ છે, તેટલું જવાનો કાંઈ નિરંતર પ્રસંગ પડતો નથી, અને તેથી કેટલીક આરંભની પ્રવૃત્તિ ખુલ્લી રહેલી છે તે પ્રવૃત્તિનો આ વ્રતમાં સંક્ષેપ કરવામાં આવે છે. એટલે સો, પાંચસો યોજનમાંથી, ગાઉ, બેચાર ગાઉ કે તેથી પણ ઓછું, અમુક મર્યાદિત સ્થળ કે ધર્મસ્થાનથી બહાર ન જતાં તે સ્થળમાં રહી ધર્મધ્યાન કરવું. ઈત્યાદિ નિયમો આ વ્રતમાં કરાય છે.
અથવા બીજાં સર્વ વ્રતોનો આ વ્રતમાં સંક્ષેપ કરવામાં આવે છે. દાખલા તરીકે જે સવાસો અહિંસા પાળવાનું પહેલા વ્રતમાં ખુલ્લું રાખેલ છે તેમાંથી અમુક પ્રમાણમાં પૃથ્વી, પાણી, વનસ્પતિ ઈત્યાદિનો
Page #104
--------------------------------------------------------------------------
________________
દશમા વ્રતના અતિચારો
[ ૮૭ ]
ઉપયોગ કરવો. સર્વથા બ્રહ્મચર્ય પાળવું, સત્ય બોલવું વગેરેની અમુક ઘડી, પહોર, દિવસ કે પખવાડિયા સુધી નિયમ કરવો તેને પણ દેશાવકાશિક વ્રત કહે છે.
આ વ્રતનું ઓછામાં ઓછું પ્રમાણ બે ઘડીનું છે, મધ્યમ પ્રમાણ બાર કલાકનું છે અને ઉત્કૃષ્ટ પ્રમાણ ઇચ્છાનુસાર પખવાડિયા સુધી પણ છે.
આ વ્રતમાં ચૌદ નિયમો ધારવામાં આવે છે અને તેની અંદર એકંદર બીજાં વ્રતોનો ટૂંકામાં સમાવેશ કરવામાં આવે છે. દશમા વ્રતના અતિચારો
૧. પોતાના ઘરમાં અથવા અમુક મર્યાદાવાળા સ્થળમાં દેશાવકાશિક વ્રત કરેલું હોય, તે નિયમિત જગ્યાની બહાર કોઈ ઉપયોગી વસ્તુ હોય તેની જરૂરિયાત જણાતાં ચાકર પ્રમુખને મોકલીને તે વસ્તુ મંગાવવી. તે આણવણ પ્રયોગ નામનો પહેલો અતિચાર છે. પોતે ગયો નથી એ અપેક્ષાએ વ્રત ભંગ કર્યું નથી પણ અન્યને તે નિયમિત મર્યાદાની બહાર મોકલ્યો તે અપેક્ષાએ દૂષણ લાગ્યું તેથી અતિચાર એમ સર્વત્ર સમજી લેવું.
૨. પોતાની પાસેની વસ્તુ કોઈ (ચાકરાદિની) મારફતે નિયમિત જગ્યાથી બહાર મોકલવી તે પેસવણ પ્રયોગ નામનો બીજો અતિચાર છે.
૩. પોતાની નિયમિત મર્યાદાથી બહાર કોઈ માણસ રહેલો છે તેની જરૂરિયાત જણાતા વ્રતભંગના ભયથી તેને તેડવા તો જતો નથી પણ છીંક, બગાસું, ઉધરસ, ખોંખારો કે શબ્દો કરી બોલાવવો-સામાને ચેતાવવો. તે શબ્દાનુપાતિ અતિચાર છે.
૪. જાળી, ગોખ કે અગાશીમાં ઊભા રહી જરૂરના પ્રસંગે
Page #105
--------------------------------------------------------------------------
________________
[ ૮૮ ]
ગૃહસ્થ ધર્મ
નિયમિત જગ્યાની બહાર મનુષ્યની દૃષ્ટિએ પડી તે પોતાની પાસે આવે તેમ ઇચ્છવું તે રૂપાનુપાતિ અતિચાર છે.
૫. કોઈને મળવાની જરૂરિયાત હોય તે પોતાની પાસે નજીક થઈને જતો હોય છતાં તે જગ્યા નિયમિત સ્થળની બહારની હોય તે પ્રસંગે પોતાપણું (પોતે આ સ્થળે રહેલ છે તે) જણાવવા અર્થે કાંકરો કે લાકડાદિનો કટકો ફેંકી સામાનું ધ્યાન પોતા તરફ ખેંચવું તે પુદ્ગલપ્રક્ષેપ અતિચાર છે.
ધર્મધ્યાનમાં સ્થિર રહી ચંચળ મનોવૃત્તિઓને કાબૂમાં રાખવી એ આ વ્રતનું રહસ્ય છે.
અગિયારમું પૌષધ વ્રત
आहार देहसक्कार, गेहबावार विरइब भेहिं. પતિળાનુ ટાળ, તફ્ટ પોસહવયંચહા. || 9 || આહાર, શરીરસત્કાર, ગૃહવ્યાપાર અને અબ્રહ્મચર્ય એ ચારથી વિરમવા-પાછા હઠવા રૂપ પર્વને દિવસે કરવા યોગ્ય અનુષ્ઠાનક્રિયા-તે ત્રીજું ગુણવ્રત-પૌષધ-ચાર પ્રકારે છે.
આત્મગુણને પોષણ આપે તે ક્રિયાને પૌષધ કહે છે. અથવા આત્મગુણનું રક્ષણ કરનાર ઔષધ તે પૌષધ છે.
ભોજન, શરીરની સુશ્રુષા, ગૃહાદિના વ્યાપાર અને અબ્રહ્મચર્ય આચાર માર્ગે વ્યય થતા પોતાના મન, વચન, શરીરના સામર્થ્યને રોકીને તે શક્તિનો તથા વખતનો સદુપયોગ આત્મપોષણમાં કરવો તે પૌષધનો મુખ્ય હેતુ છે.
ગૃહસ્થો કાંઈ નિરંતર આવી રીતે પોતાના મન, વચન શરીરબળનો કાયમ માટે સદ્ઉપયોગ કરી શકતા નથી, એટલે તેના માટે આ ક્રિયાઓ ઘણે ભાગે તિથિને દિવસે કરવામાં આવે છે. નિરંતર
Page #106
--------------------------------------------------------------------------
________________
અગિયારમું પૌષધ વ્રત
[ ૮૯ ] કે ગમે તે દિવસે આ ક્રિયા કરવાથી ગેરફાયદો તો નથી જ છતાં નિરંતર આ ક્રિયાઓમાં રહેતાં ગૃહસ્થાશ્રમ ચલાવવામાં હરકત પડે છે. નિરંતર આત્મભાવમાં રહેવાનું કામ તો ત્યાગમાર્ગમાં રહેલા મહાત્માઓનું છે, છતાં કોઈ સંપૂર્ણ સગવડતાની સામગ્રીવાળો તથા વ્યવહાર માર્ગથી . ફારગત થયેલો માણસ ઘણા લાંબા વખત સુધી આ ક્રિયામાં રહે તો તે બનવા યોગ્ય છે. આ વ્રત દેશથી અને સર્વેથી એમ બે પ્રકારે થાય છે. ચારે પ્રકારના આહારપાણીનો તે દિવસ માટે ત્યાગ કરવો તે આહાર ત્યાગ સર્વથી વ્રત છે પણ તેવી શક્તિ જેનામાં ન હોય તેમણે એક વખત ખાઈને એટલે આયંબિલ, નિવી, એકાસણું કરીને પણ પૌષધદ્રત કરવું. આવી જ રીતે શરીર સુશ્રુષા ગૃહવ્યાપાર અને અબ્રહ્મચર્યનો દિવસના અમુક ભાગમાં ત્યાગ અને સર્વથા ત્યાગ એમ બની શકે છે.
અહીં એટલું ખાસ ધ્યાન રાખવા જેવું છે કે આહારનો, વ્યાપારનો કે શરીર સુશ્રુષાનો ત્યાગ કરવો એટલાથી જ સંપૂર્ણ કાર્ય થયું એમ માની લેવા જેવું નથી અથવા એજ કર્તવ્ય છે એથી સંતોષ પકડવાનો નથી પણ આ સર્વ ભોજનાદિ ક્રિયા આમાંથી બચેલા વખતનો ઉપયોગ આત્માને પોષણ મળે તેવા માર્ગે પ્રવૃત્તિ કરવામાં રોકવાનો છે. મનનો ધર્મ જ એવો છે કે તેને કાંઈ કામ જોઈએ જ. નવરું બેઠું નખોદ વાળે. આ ન્યાયે વ્યવહારના અને શરીરના કાર્ય માત્રથી પાછા હઠાવેલા મનને પણ કોઈ સારા માર્ગમાં વાળવું જોઈએ જો તેમ કરવામાં નહિ આવે તો ખરાબ વિચાર કરી ઊલટા તમને કર્મબંધથી બંધિત કરશે આ માટે તે દિવસ પરમાત્માના સ્મરણમાં, આત્મગુણના મનનમાં કે આત્મ સ્વરૂપમાં લીન થવામાં અર્થાત્ જ્ઞાન ધ્યાનમાં પસાર કરવો જોઇએ અને તે સાથે વિચાર કે સરખામણી કરવી કે આજની મારી આ ક્રિયાથી મારા વર્તન ઉપર કે મન ઉપર કેવી અસર થઈ છે? પષધનું ફળ આત્મગુણને પોષણ મળવું જોઈએ
Page #107
--------------------------------------------------------------------------
________________
[ ૯૦ ]
2 __._.___ * * ._._.__._. તે મળ્યું છે કે નહિ? અને જો તેવી અસર કાંઈ ન થઈ હોય તો તેનું કારણ શોધી કાઢવું. દરેક ક્રિયા ફળવાળી છે જમીનમાં બીજ વાવ્યું હોય તો તેનો પણ અંકુરો પાંચ સાત દિવસે બહાર આવ્યા સિવાય રહેતો નથી અને જો તે બહાર ન આવે તો માનવું કે કાં તો જમીન ખારી છે અને કાં તો બીજ બળી ગયેલું છે તેમ કાં તો પોતાની હૃદય ભૂમિ લાયક નથી કે કાં તો તે કર્મમાં શક્તિ નથી. આમ વિચાર કરી ભૂલો શોધી કાઢી પાછી જાગૃતિપૂર્વક આત્મ પોષણમાં પ્રવૃત્તિ કરવી. બનતાં સુધી દિવસે મૌન રહેવું. પ્રમાદ ન કરવો. વિવિધ પ્રકારનાં આલંબનો લઈ ધ્યાનમાં જ તે દિવસ પસાર કરવો. તે સિવાય આત્માને પોષણ મળી શકવાનું કામ મુશ્કેલ છે.
આ ચારે પ્રકારના પૌષધ સાથે સામાયિક ઉચરવાથી પૌષધ વ્રત કહેવાય છે. ચાર પહોર કે આઠ પહોરની સામાયિક સાથે ઉચરવામાં આવે છે. જેને ધ્યાનાદિ કરવાની શક્તિ ન હોય તેમણે પવિત્ર મંત્રનો જાપ કરવો. નવીન જ્ઞાન ભણવું. ગુર્નાદિ પાસે સિદ્ધાંત સાંભળવા, આત્મ સ્થિરતાની પ્રાપ્તિનાં રહસ્યો પૂછવાં, મહાન પુરુષોનાં અનુકરણીય પવિત્ર ચરિત્રો વાંચવાં મનન કરવાં અને તેમના ઉત્તમ ગુણોનું સ્મરણ કે અનુકરણ કરવામાં તે દિવસ પૂરો કરવો.
પૌષધ મુખ્યતાએ ગુરુ પાસે કરવો. તેના અભાવે પૌષધશાળામાં અથવા જ્યાં આત્મ શાંતિ મળે તેવા શાંત પવિત્ર સ્થળમાં પૌષધ કરવો.
પોષધ વ્રતના પાંચ અતિચાર ૧. જીવજંતુ કે પાણી વનસ્પતિ આદિ વિનાની ભૂમિ દષ્ટિથી તપાસ્યા વિના મળ, મૂત્ર, શ્લેષ્મ, કફાદિનો ત્યાગ કરવો તે પૌષધમાં અતિચાર-દૂષણ છે. તેનો ત્યાગ કરવો.
Page #108
--------------------------------------------------------------------------
________________
બારમું અતિથિસંવિભાગ વ્રત
[ ૯૧ ]
૨. જરૂરીયાતની વસ્તુ જોયા કે પ્રમાર્જન કર્યા વિના વાપરવી કે લેવી તે અતિચાર છે.
૩. જોયા કે પ્રમાર્જયા વિના સંથારો કરવો તે અતિચાર છે. ૪. પૌષધમાં અનાદર હૃદયના પ્રેમ કે લાગણી વિના તે ક્રિયા કરવી તે અતિચાર છે.
૫. પૌષધ કર્યો કે નહિ તેની વિસ્મૃતિ થવી તે અતિચાર છે. દરેક અતિચાર ન લગાડવા માટે કોઈ જીવને દુઃખ ન થાય, તેની લાગણી ન દુઃખાય તેની સાવચેતી રાખેલી છે. પાછલા બે અતિચારોથી બચવામાં પોતાના લક્ષ બિન્દુરૂપ કર્તવ્યમાં પ્રેમ, ઉત્સાહ, પરમ આદર અને ઉપયોગની તીવ્ર લાગણી સૂચવી છે.
બારમું અતિથિસંવિભાગ વ્રત
,
जंचगिही सुविसुद्ध मुणिणो असणाइ देइपारणए. परम विणण एयं, तुरिय मतिहिसंविभागवयं ॥ १ ॥
ગૃહસ્થીઓ પરમ વિનયપૂર્વક પૌષધને પારણે મુનિઓને જે અત્યંત વિશુદ્ધ આહારાદિ આપે છે તેને અતિથિ સંવિભાગ નામનું ચોથું શિક્ષાવ્રત કહે છે.
તિથિ પર્વાદિ લોક વ્યવહારથી જેઓ અલગ થયેલા છે. અર્થાત્ આત્મસ્વરૂપ પ્રાપ્તિ એ જેઓનું લક્ષબિન્દુ હોવાથી વ્યવહાર માર્ગની પાર જે પરમાર્થ નિશ્ચય આત્મમાર્ગ છે તેમાં જેઓ અહોનિશ પ્રવૃત્તિ કરી રહેલ છે તે અતિથિ, શ્રમણ, ત્યાગી, મુનિ, સાધુ, ભિક્ષુ ઇત્યાદિ નામોથી વ્યવહારાય છે. બોલાવાય છે તેવા અતિથિઓને નિર્દોષ આહાર, પાણી આદિ આપવાં તે અતિથિસંવિભાગવ્રત કહેવાય છે. तिथिपर्वोत्सवाः सर्वे त्यक्तायेन महात्मना,
,
अतिथितं विजानीया च्छेषमभ्यागतंविदः ॥ १ ॥
Page #109
--------------------------------------------------------------------------
________________
_ગૃહસ્થ ધર્મ
[ ૯૨ ]
આજે તિથિ છે માટે અમુક ખાવું, અમુક ન ખાવું. ઉપવાસ, વ્રત કરવાં તથા આજે આ પર્વ છે, ઉત્સવના દિવસો છે માટે સારું ખાવું સારા વસ્ત્રો પહેરવા. ઇત્યાદિ સર્વે લોક વ્યવહાર જે મહાત્માએ ત્યાગ કરેલા છે. અર્થાત્ આત્મસ્વરૂપમાં રમણતા હોવાથી સર્વ વસ્તુ જેને મન બાહ્ય અને ત્યાગ કરવા યોગ્ય છે. એવા મહાત્માઓને તિથિ પર્યાદિના કર્તવ્યનો કાંઈ નિયમ નથી. તેવી સ્થિતિવાળાને તમે અતિથિ જાણો. તે સિવાયનાને અભ્યાગત કહે છે. / ૧ / તેવા અતિથિઓને નિર્દોષ અને ન્યાયથી ઉપાર્જન કરેલ દ્રવ્યથી બનાવેલા શ્રદ્ધા અને બહુમાનપૂર્વક આહાર પાણી આદિ આપવા, તે આહાર પાણી આદિ લઈને તેઓ જ્ઞાન ધ્યાનમાં પ્રવૃત્તિ કરે છે. અન્ય જનોને તેઓ ધર્મોપદેશ દ્વારા ઉદ્ધાર કરે છે. આહારાદિની સહાય આપનારને તેમાંથી અમુક હિસ્સો મળે છે. તે મહાત્માઓને આહારાદિ દેહના આધાર ભૂત સાધનો સિવાય બીજી જરૂરિયાત ન હોવાથી નિઃસ્પૃહ રહે છે અને તે નિસ્પૃહતાના ગુણથી ખુલ્લા હૃદયે નિડરપણે સત્ય વસ્તુનો બોધ આપી શકે છે.
આ અતિથિસંવિભાગ વ્રત પ્રાયે પૌષધને પારણે કરવામાં આવે છે. પારણે તેમને આપ્યા-વહોરાવ્યા પછી પારણું કરવું એમ રિવાજ છે. કેટલાક તો જે વસ્તુ આપી હોય વહોરાવી હોય તે જ તે દિવસે જમે છે. આ વ્યવહારો ઠીક છે. છતાં સામાન્ય રીતે ગૃહસ્થોએ આવા મહાત્માઓને દાન આપવું તે પણ અતિથિસંવિભાગવ્રત છે કેમ કે તેવા ઉત્તમૈં પુરુષોનો સમાગમ નિરતરને માટે મળવો દુર્લભ છે.
પૌષધને પારણે આ વ્રત કરનારને ગુર્નાદિનો યોગ ન મળે તો તેમણે એક બારવ્રત ધારણ કરનાર ઉત્તમ શ્રાવકને જમાડવો. અથવા જમવાનો વખત પૂર્ણ થયા સુધી તેવા શ્રમણ-મુનિના આવવાની રાહ જોઈને પછી તે સંબંધી ઉત્તમપાત્ર દાન કરવાની પ્રબળ ભાવના સાથે જમી લેવું આ પ્રમાણે પણ આ વ્રતનો નિર્વાહ કરવામાં આવે છે.
Page #110
--------------------------------------------------------------------------
________________
અતિથિ સંવિભાગ વ્રતમાં લાગતા પાંચ અતિચાર
[ ૯૩ ]
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
(અતિથિ સંવિભાગ વ્રતમાં લાગતા પાંચ અતિચાર)
૧. મુનિઓને આપવા લાયક પદાર્થો અનુપયોગ સહસત્કારે સચિત્ત માટી, પાણી, અનાજ કે તેવી વસ્તુ ઉપર મૂકી દે. આ કારણથી મુનિ તેનું દાન લઈ શકતા નથી અને પોતે આપી શકતો નથી આથી બન્નેને અનુક્રમે એકને લાભનો અને બીજાને દાનનો અંતરાય થાય છે અને તેમાં ઉપયોગની અજાગૃતિ-શૂન્યતા એ મુખ્ય કારણ છે. તે સચિત્ત નિક્ષેપન અતિચાર છે.
૨. મુનિને આપવા લાયક પ્રાસુક-નિર્દોષ અન્નને અનુપયોગે કે સહસા સચિત્ત વસ્તુ વડે ઢાંકે તે સચિત્ત વિધાન નામનો બીજો અતિચાર છે.
૩. પારકી વસ્તુને પોતાની કરીને આપે. આમાં સાધુની જરૂરીયાત પૂરી પાડવા માટે દેવાની બુદ્ધિની મુખ્યતા છે. એટલે પાછળથી બને ઘણી આપસમાં અદલાબદલો કરી સમજી લે. સાધુને માટે આ એક નિયમ છે કે જેની વસ્તુ હોય તેના માલિકની ઈચ્છા વિના બીજો કોઈ માણસ તે વસ્તુ આપે છતાં પણ તે લે નહિ. કેમ કે તેથી આપસમાં કલેશ અને સામાને અપ્રીતિ થવાનો સંભવ છે.
૪. ઇર્ષા કરીને દાન આપે. અમુક માણસ ગરીબ છતાં આપે છે તો હું કયાં નબળો કે તેથી ઓછો છું? આમાં સુપાત્ર બુદ્ધિ, પૂર્ણશ્રદ્ધા, હૃદયપ્રેમ એ સર્વની ખામી છે. તેથી દેનાર તેના ખરા ફળથી બેનસીબ રહે છે.
૫. ભિક્ષા-ગોચરીનો વખત વીતી જવા પછી ભોજન તૈયાર કરે. આમાં કાંઈક પ્રમાદ, કાંઈક કૃપણતા, કાંઈક ઓછી લાગણી અને બહુમાન કે પ્રેમની સાધુ પ્રત્યે મંદતા સૂચન થાય છે.
આ પાંચ અતિચારો ત્યાગ કરવા યોગ્ય છે.
આ પ્રમાણે બારવ્રતો ગૃહસ્થને પાળવા લાયક નિયમો સમાપ્ત થયા.
Page #111
--------------------------------------------------------------------------
________________
[ ૯૪ ]
ગૃહસ્થ ધર્મ
૩||ગૃહસ્થના ચૌદ નિયમ
सचित्त दव्वविगई, वाणह तंबोलवथ्थ कुसुमेसु. वाहण सयण विलेवण, बंभ दिसि न्हाणभत्तेसु ॥ १ ॥
(૧) સજીવ (૨) દ્રવ્ય (૩) વિગય (૪) ઉપાનહ (પ) તંબોલ (૬) વસ્ત્ર (૭) કુસુમ (૮) વાહન (૯) શયન (૧૦). વિલેપન (૧૧) બહ્મચર્ય (૧૨) દિશિ (૧૩) સ્નાન (૧૪) ભોજન આ ચૌદ નિયમો છે.
(૧) સજીવ : પૃથ્વી-માટી, મીઠું વગેરે અમુક પ્રમાણ જેટલી ખપે તેનો નિયમ રાખવો.
સચિત્તપાણી-પીવા તથા સ્નાન કરવામાં આવે તેનું પ્રમાણ. સચિત્ત અગ્નિ-ચુલા, સગડી વગેરેનો નિયમ. સચિત્તવાયુ-પંખાદિનો નિયમ.
સચિત્ત વનસ્પતિ-અમુક અને તોલમાં આટલી ખાવી તેનો નિયમ. (૨) દ્રવ્ય : ખાવાપીવાના પદાર્થો-દશ, વીશ કે ઇચ્છાનુસાર તેની ગણતરી રાખવી.
(૩) વિગય : ઘી, તેલ, દુધ, દહીં, ગોળ અને કડાવિગય (તળેલ પદાર્થ) એ છ વિગય કહેવાય છે તેમાંથી એક, બે કે ચારનો ઇચ્છાનુસાર ત્યાગ કરવો. ખાવામાં ન લેવી તેનો નિયમ રાખવો.
(૪) ઉપાનહ :પગરખાં, મોજાં વગેરે પગમાં પહેરવાની જોડનો નિયમ રાખવો. તે ઉપરાંત તે દિવસે પહેરાય નહિ કોઈના પગરખામાં પગ નાખે કે પહેરે તો તે પણ ગણતરીમાં ગણાય.
(૫) તંબોલ : પાન, સોપારી, એલાયચી ઇત્યાદિ મુખવાસનું તોલથી માપ રાખવું.
(6) વસ્ત્ર : દિવસમાં પહેરવામાં કેટલા વસ્ત્રો ઉપયોગમાં લેવા તેની અમુક સંખ્યા-ગણતરી રાખવી.
Page #112
--------------------------------------------------------------------------
________________
ગૃહસ્થના ચૌદ નિયમ
[ ૯૫ ] (૭) કુસુમ: આમાં સુંઘવાની તમામ વસ્તુના માપનું પ્રમાણ રાખવું
(૮) વાહન ગાડી, ઘોડા બળદગાડી-મોટર, વહાણ સ્ટીમર ઇત્યાદિની મુસાફરી વખતે નિત્યને માટે ગણતરી રાખવી. - ૯) શયન શય્યા, પલંગ, ખાટ, ખાટલા, પથારી, ગાદલા ગોદડાંદિ સુવાના સાધનો તેની આગળથી ગણતરી રાખવી અને તેટલાં વાપરવાં.
(૧૦) વિલેપન : ચંદન, તેલાદિ શરીરે અત્યંગન કરવાની ચોળવાની વસ્તુનું તે દિવસને માટે માપ રાખવું
(૧૧) બ્રહ્મચર્ય : પોતાની સ્ત્રીમાં સંતોષ રાખવો તેમાં પણ તે દિવસે બ્રહ્મચર્ય પાળવું કે તે દિવસે ન પાળવું તેનો નિયમ સવારમાંથી ધારી રાખવો.
(૧૨) દિશિ તેજ દિવસ માટે સર્વ દિશા તરફ જવા માટે અમુક ગાઉનું પ્રમાણ રાખવું.
(૧૩) નાન:દિવસમાં સ્નાન કેટલી વખત કરવું તેની મર્યાદા નિયમ રાખવો.
(૧૪) ભોજન : ખાવાનો ખોરાક કેટલા પ્રમાણમાં લેવો તેનું માપ તોલથી રાખવું.
આ પ્રમાણે સવારે તથા સાંજે દિવસમાં બે વખત નિયમ ધારવા અને બીજીવાર ધારતી વખતે પ્રથમના નિયમો તરફ દૃષ્ટિ ફેરવી જવી તે બરાબર પાળ્યા છે કે કેમ? તેની તપાસ કરી લેવી. જેથી વિસ્મૃતિથી ભૂલ થવા ન પામે અને ભૂલ થઈ હોય તો તેમાં સુધારો કરી શકાય.
એક દિવસ અમુક સ્થળે બેસી દશ સામાયિક કરવાં તેને હાલ રૂઢિમાં દશાવકાશિક કહે છે. અપેક્ષાએ તે પણ ઠીક છે. છતાં કાયમ માટે ચૌદ નિયમો ધારવા તે વધારે ઉત્તમ છે કેમ કે તેમાં ઉપયોગની જાગૃતિ વિશેષ રાખવી પડે છે અને તેથી આશ્રવનો નિરોધ પણ થાય છે.
Page #113
--------------------------------------------------------------------------
________________
[ ૯ ] -------------ગૃહસ્થ ધર્મ
(૪) દેવપૂજન કરવાની વિધિ અને તેનો આશ્રય
& Tયા.
સ્નાન કર્યા સિવાય દેવપૂજન કરાતું નથી. જે જગ્યાએ કીડી પ્રમુખનાં દરો ન હોય, તેવી જંતુ વિનાની જગ્યાએ સ્નાન કરવું જોઈએ. એકને એક સ્થળે સ્નાન કરવાથી તે જગ્યાએ કીચડ થવા સાથે લીલ ફૂલ વગેરે થવાનો સંભવ રહે છે. વધારે ગંદકી થવાથી બીજા પણ ઝીણા ઝેરી જંતુઓ, ચાંચડ વગેરે થવાથી શરીરની સુખાકારીને, આરોગ્યતાને બાધ પહોંચાડે છે, માટે છુટી છૂટી જગ્યાએ સ્નાન કરવું જોઈએ અથવા સ્નાન કરવા માટે પ્રવાળવાળો બાજોઠ કે ચોકડી હોવી જોઈએ કે જે પ્રનાળ દ્વારા સ્નાન કરાયેલું પાણી બીજા વાસણમાં ઝીલી લઈને પછી ખુલ્લી જગ્યામાં છુટું છુટું ફેંકી દેવાય. આમ પાણી સુકાઈ જવાથી આરોગ્યતા સાચવવા સાથે જંતુઓની ઉત્પત્તિ થવાનો સંભવ રહેતો નથી.
પૂર્વદિશા સન્મુખ મુખ રાખી સ્નાન કરવું તે વધારે યોગ્ય છે. રજસ્વલાનો સ્પર્શ, સૂતક કે કોઈ મૃતકને અડાયું હોય તો સંપૂર્ણ સ્નાન પૂજન વખતે કરવું, નહિતર મસ્તકનો ભાગ ન પલાળાય તોપણ હરકત જેવું નથી. સ્નાન માટે સહજ ઉનું પાણી લેવું અને તે પણ જરૂરીયાતથી વધારે, વિના પ્રયોજને ઢોળાવું ન જોઈએ. સ્નાન કરતી વખતે બને ત્યાં સુધી મનમાં પરમાત્માના નામનો જાપ શરૂ રાખવો જોઈએ. પણ વાતોના તડાકામાં પોતાના મનને મલીન કરી પોતાનું લક્ષ ભૂલવું ન જોઇએ. આ બાહ્યસ્નાન વખતે અંતર સ્નાન તરીકે ઉત્તમ વિચારો અથવા પરમાત્માના નામનો જાપ અને પોતાનું લક્ષ એ વધારે જાગૃત રાખવું જોઇએ. બાહ્ય સ્નાનથી શરીર શુદ્ધ થાય છે પણ આત્માને શુદ્ધ કરવા માટે તો સર્વ મલિન ઇચ્છાઓનો ત્યાગ કરવો અને પરમાત્માનું
Page #114
--------------------------------------------------------------------------
________________
દેવપૂજન કરવાની વિધિ અને તેનો આશ્રય
[ ૯૭ ]
સ્મરણ કરવાની તે વખતે ખાસ જરૂર છે. મનની પવિત્રતા વિના પૂજાનો લાભ મળી શકતો નથી માટે સ્નાન કરતી વખતે આવી રીતે મનને પણ સ્નાન કરાવી શુદ્ધ કરવાનું ભૂલવું નહિ.
સ્નાન કર્યા પછી જ્યાં સુધી પગ લીલા હોય ત્યાં સુધી ત્યાં ઊભા રહેવું, નહિતર પગે ધુળ કે અશુચિ ચોંટવાનો સંભવ છે. અથવા લીલા પગ સાથે કીડા પ્રમુખ જંતુ ચોંટી જવાથી તેનું મરણ થવાનો સંભવ છે. જે માણસ ઘેર સ્નાન કરી આવેલ હોય તેણે મંદિર આગળ આવ્યા પછી પગને શુદ્ધ કરવા જોઈએ.
વસ્ત્ર પવિત્ર પહેરવાં ૧. મંદિરની અંદરની શુદ્ધિ કરવી, પોતાને હાથે ભૂમિનું સમાર્જન (સાફસૂફ) કરવું. ૨. સ્નાન કરવા વડે શરીર શુદ્ધ કરવું. ૩. પરમાત્માના જાપથી વચન અને મનને શુદ્ધ કરવાં. ૪-૫. પૂજાના ઉપકરણો શુદ્ધ અને સ્વચ્છ રાખવા. ૬. જીવજંતુ વિનાની જમીન જોઇને ઊભા રહેવું કે શુદ્ધ આસન પર બેસવું. ૭. આ સાત શુદ્ધિ પૂજા વખતે રાખવી જોઇએ. સ્ત્રીઓએ પુરુષોના વસ્ત્રો પૂજામાં પહેરવા ન જોઈએ. તેમ જ પુરુષોએ સ્ત્રીના વસ્ત્રો પૂજાના કામમાં લેવા ન જોઈએ, કેમ કે કામ-રાગને વૃદ્ધિ કરનાર નિમિત્ત છે. અન્યોન્ય સ્ત્રી પુરુષોનાં પહેરેલાં વસ્ત્રોમાં વિરુદ્ધ આકર્ષણવાળા પરમાણુઓ હોવાથી તે વખતે વિપરિત ભાવના થવાનો સંભવ જાણી, તે ઉપયોગમાં ન લેવાં એ વધારે હિતકારી છે.
ઉત્તરાસણ ખભે નાખી, મોઢે મુખકોસ પૂજા વખતે બાંધવો જોઈએ અને પછી શાંતિથી અષ્ટપ્રકારી પૂજા કરવી. (અષ્ટપ્રકારી પૂજા-અને તેનું રહસ્ય )
(જળપૂજા - ૧) સન્મુખ વીતરાગ દેવની પ્રતિમાજી છે છતાં તે દ્વારા સાક્ષાત્
Page #115
--------------------------------------------------------------------------
________________
[ ૯૮ ]
ગૃહસ્થ ધર્મ
પ્રભુજીને સ્મરણમાં લાવી, પોતાના અંતઃકરણને વિશુદ્ધ કરવા નિમિત્તે તેમનું પૂજન કરતાં શરૂઆતમાં નિર્મળ પાણીથી તેમને અભિષેક કરવો. ચાલુ શબ્દોમાં કહીએ તો સ્નાન કરાવવું.
આ સ્થળે એટલું ધ્યાન રાખવું જોઇએ કે જે પ્રભુને ઉદ્દેશીને સ્નાન કરાવાય છે તે તો સદાય પવિત્ર છે. આત્મ સ્વરૂપથી અગાધ નિર્મળતામાં ઝીલી રહ્યા છે. તેને આપણે પાણીથી સ્નાન કરવાની જરાપણ અપેક્ષા નથી એટલે આપણે પ્રભુને સ્નાન કરાવીએ તેનો હેતુ પ્રભુને રાજી કરવાનો હોય એમ ધારવાનું નથી, પણ આપણને પોતાને શુદ્ધ અને પવિત્ર થવું છે તે ઉદ્દેશ ધ્યાનમાં રાખી આ નિમિત્ત દ્વારા તે કાર્ય સિદ્ધ કરવાનું છે એ આશયથી આ સ્નાન કરવાનું શરૂ કરવું.
સ્નાન કરવામાં ઉત્તમ તીર્થના પાણી, કૂવા, વાવ, સરોવર કે નદી યા સમુદ્રના પાણીનો ઉપયોગ કરવો. આપણી ભાવનાની વિશુદ્ધિમાં વધારો કરવા નિમિત્તે ઉત્તમ, પવિત્ર, નિર્મળ પાણીનો ઉપયોગ કરવો. .
આ સ્નાન કરાવતી વખતે આપણા હૃદયની ભાવનાઓ ચાલુ રાખવી જોઇએ. એટલે સ્નાન કરાવતી વખતે મનમાં એવો વિચાર કરવો કે, હે પ્રભુ ! તમે પોતે તો સ્વભાવથી વિશુદ્ધ જ છો તમને મારા તરફથી કરાતા સ્નાનની કાંઇ પણ અપેક્ષા નથી પણ સ્નાન કરવામાં મારો પોતાનો જ સ્વાર્થ છે, અને તે સ્વાર્થ આ નિર્મળ પાણી દ્વારા હું પ્રગટ કરું છું કે હે નાથ ! આ પાણી પવિત્ર હોઈ મળને દૂર કરનાર છે. તેને પીવાથી તૃષા દૂર થાય છે. સ્નાન કરવાથી ગરમીનો તાપ શાંત થાય છે. આ પાણી જગતનું જીવન છે. અનંત જીવોનો આધાર આ પાણી ઉપર છે, અને પાણીને લઈને જ આ દુનિયાના જીવોની હૈયાતિ ટકી રહે છે. પાણીનો આપના શરીર ઉપર અભિષેક કરતાં હું મારી અંતઃકરણની ભાવના ને પ્રગટ કરું છું.
Page #116
--------------------------------------------------------------------------
________________
અષ્ટપ્રકારી પૂજા અને તેનું રહસ્ય
. [ ૯૯ ] આ પાણી જેમ જગતનું જીવન છે તેમ આત્માનું શુદ્ધ સ્વરૂપ એજ અમારું જીવન છે. અમારું શુદ્ધ સ્વરૂપ તે અમારી હૈયાતિ છે. એ શુદ્ધ સ્વરૂપ તે અમારો આધાર છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ તે જ અમારી તૃષ્ણાને શાંત કરનાર છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ તે જ મનને પવિત્ર કરનાર છે. અને તે શુદ્ધ સ્વરૂપ જ અમારા જન્મ-મરણના તાપને શાંત કરી પૂર્ણ શાંતિ આપનાર છે. તેના વિના આ દુનિયા ત્રિવિધ તાપથી એટલે આધિ, વ્યાધિ અને ઉપાધિથી અને વિવિધ પ્રકારની યાતનાઓ-પીડાઓ સહન કરી છે અને હજી સહન કરીએ છીએ. માટે હે કૃપાળુ ! અમારા ઉપર કૃપા કરી અમારું અંતઃકરણ જેમ નિર્મળ થાય તેમ લાગણીઓ અમારામાં ઉત્પન્ન કરો, અથવા આ આપના અભિષેકરૂપે કરાતી ક્રિયાથી અમારું અંતઃકરણ નિર્મળનિષ્પાપ થાઓ. આવી ઉત્કૃષ્ટ લાગણી ઉત્પન્ન કરી; શાંત મને તે જળનો અભિષેક તે પરમાત્માની પુન્ય મૂર્તિ ઉપર કરવો.
અભિષેક કર્યા પછી ઉત્તમ ધોળા વસ્ત્ર વડે પરમાત્માની મૂર્તિ ઉપર પાણીની ભીનાશ રહેલી હોય તે લૂસી નાંખી શરીર તદ્દન કોરું કરવું. આ અંગ લુણાં કરતી વખતે પણ પોતાની ઉત્તમ ભાવના ચાલુ રાખવી. જેમ કે આ પાણીનો લેપ વસ્ત્ર વડે દૂર કરી શકાય છે તેમ ઉત્તમ વિચાર વડે કર્મ લેપ દૂર કરી શકાય છે, અથવા રાગદ્વેષ વિના કાર્યમાં પ્રવૃત્તિ કરવાથી કર્મ લેપ લાગતો નથી, ઈત્યાદિ વિચારો કરવા પૂર્વક જલ પૂજા પૂર્ણ કરવી.૧
બીજી ચંદન પૂm - ૨) સુગંધીદાર ઉત્તમ ચંદન ઘસી પરમાત્માની પ્રતિમાના નવ અંગે તિલક કરવાં, તથા શરીરના બીજા ભાગો ઉપર પણ તે ચંદનથી વિલેપન કરવું. આ ચંદનથી વિલેપન કરતાં તે પરમાત્મા પ્રત્યે
Page #117
--------------------------------------------------------------------------
________________
__ 2
*
_
__
______
[ ૧૦૦ ] પોતાની આંતર ભાવના પ્રગટ કરવી કે હે પ્રભુ! આ ચંદન કે જેને લોકો બાળે છે; કાપે છે, ઘસે છે, છતાં પણ તે પોતાનો સુગંધીવાળો સ્વભાવ આવા વિપત્તિના પ્રસંગમાં પણ મૂકતું નથી. દરેક સુખદુઃખના કે શાંતિ અશાંતિના પ્રસંગમાં પોતાનો મૂળ સ્વભાવ તે જાળવી રાખે છે. હે નાથ ! આવી જ રીતે આ દુનિયામાં રહેતાં મારે માથે આવી પડતી વિવિધ પ્રકારની આધિ, વ્યાધિ, ઉપાધિ કે હર્ષ, શોક, સુખ, દુઃખ, આનંદ ઈત્યાદિ પ્રસંગોમાં પણ મારી એક સ્થિતિ બની રહે. આત્માનો આનંદ બન્યો રહે, આત્મ જાગૃતિ કાયમ ટકી રહે, રાગદ્વેષ કે હર્ષ શોક ન થતાં તે સર્વ સમભાવે સહન કરવાનું બળ આવે તેવી આપ કૃપા કરો, તેવી અમને શક્તિ આપો. અથવા આ આપની પૂજાથી અમારામાં તેવું દઢ બળ કે શક્તિ પ્રગટ થાય એવી અમારી પ્રાર્થના છે.
આ ચંદન! આવી મહાન સહનશક્તિથી સુખદુઃખમાં એક રસ એક સ્થિતિમાં સ્થિત થવાના કારણથી પરમાત્માના શરીર ઉપર આરૂઢ થવાને-ચડવાને-સમર્થ થયું છે. તેના આ ઉત્તમ શીતળ-સમ પરિણામવાળા ગુણથી મનુષ્યો પણ પોતાના કપાળ ઉપર તેનું તિલક કરે છે. શોભા અને શાંતિ માટે કપાળ ઉપર આડ કરવારૂપે પોતાના મસ્તક પર ચડાવે છે તો હે પ્રભુ! મનુષ્યો વિચાર પ્રગટ કરવાની કે યોગ્ય પ્રવૃત્તિ, નિવૃત્તિ કરવાની શક્તિ ધરાવનારાઓ આ ચંદન પ્રમાણે સમભાવની શાંતિવાળી શીતળવૃત્તિ ધારણ કરવાથી આ દુનિયાના લોકોને માનનીય, પૂજનીય, અનુકરણીય થઈએ તેમાં આશ્ચર્ય શું?
હે કૃપાળુ ! અમારી આ જ પ્રાર્થના છે કે અમારામાં ચંદનના જેવી સહનશીલતા, શાંતિ, શીતળતા અને સદ્ગણની સુગંધતા પ્રગટ થાય. ૨.
ત્યાર પછી ત્રીજી પુષ્પ પૂજા કરવી.
Page #118
--------------------------------------------------------------------------
________________
પુષ્પ પૂજા
[ ૧૦૧ ]
-
પુિષ્ય પૂજ - ૩.) જાઈ, જુઈ, ચંપક, ગુલાબ, મોગરો, કેતકી, પારિજાત અને વિવિધ પ્રકારનાં કમળો, ઇત્યાદિના પુષ્પો લઈ તે પ્રભુજીના શરીર ઉપર-પ્રતિમાજી ઉપર ચડાવવા. તેનો હાર કરી ગળામાં પહેરાવવો. ઇત્યાદિ વિધિએ પુષ્પ પૂજા કરવી. આ પુષ્પો કીડાએ ખાધેલાં ન હોય, જમીન ઉપર પડેલા ના હોય, મલિન વસ્ત્રમાં લાવેલા ન હોય, કાચી કળીઓ ન હોય. રજસ્વલા કે મલિન મનુષ્યોને અડકાયેલાં ન હોય, તેવા પુષ્પો પ્રભુને ચડાવવા પુષ્પના કકડાઓ ન કરવા. તેમ તેને વિધવા પણ નહિ. હાર કરવા માટે દોરાઓથી ગૂંથીને હાર કરવોઇત્યાદિ વિવેકપૂર્વક પુષ્પો ચડાવવા.
આ પુષ્પો ચડાવતી વખતે મનમાં ઉત્તમ ભાવના ચાલુ રાખવી. પ્રભુ ઉપાસનાથી વિશુદ્ધ થયેલા હૃદયમાંથી નીકળતી પવિત્ર રસથી ભીંજાયેલી આંતરભાવના તે મહાપ્રભુ આગળ પ્રગટ કરવી.
પ્રભુ! આ પુષ્પમાં જેમ સુગંધ છે, તેમ અમારા દેહમાં આત્મા રહેલો છે. પુષ્પો પોતામાં રહેલી ઉત્તમ સુવાસ-સુગંધ દુનિયામાં ફેલાવે છે તેમ અમે અમારા ઉત્તમ વર્તનથી આત્માના ઉત્તમ ગુણોની કીર્તિ દુનિયામાં ફેલાવી શકીએ તેવું અમને બળ આપો.
હે નાથ ! આ કમળો જેમ કાદવમાં ઉગે છે, પાણીથી વૃદ્ધિ પામે છે અને કાદવ તથા પાણીથી નિર્લેપ રહી પાણીની ઉપર આવી પોતાનું સાચું સૌંદર્ય પ્રકાશિત કરે છે હે દયાળુ! એવી રીતે અમારું શરીર આ કર્મ કાદવથી ઉત્પન્ન થયું છે. વિવિધ પ્રકારના વિષય પાણીથી પોષણ પામ્યું છે. આ કર્મ અને વિષયથી નિર્લેપ રહી અમે અમારું સાચું સૌંદર્ય-ખરું આત્મ સ્વરૂપે પ્રગટ કરી શકીએ તેવું આત્મબળ આપો.
Page #119
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૨ ]
ગૃહસ્થ ધર્મ પુષ્પોએ પોતાની સુંદરતા અને સુગંધતાને લઈ દેવોને પણ મસ્તકે ચડવાની શક્તિ પ્રાપ્ત કરી છે તેમ અમે અમારા સત્યસ્વરૂપની સુંદરતા અને ઉત્તમ વર્તનની સુગંધતાને લઈ આ લોકના અગ્રભાગ ઉપર સિદ્ધ જીવોની સમીપમાં નિવાસ કરી શકે તેવી અમારામાં આત્મશક્તિ પ્રગટ થાય તેવી વિશુદ્ધિ આપો. આ પ્રમાણે પુષ્પ પૂજા થયા પછી ધૂપ પૂજા કરવી.
દ્વિપ પૂજા - ૪) પોતાના દુષ્કૃત્યનો નાશ કરવા નિમિત્તે દશાંગ ધૂપ તે પ્રભુની આગળ ડખેવવો-સળગાવવો તે રૂપ ધૂપ પૂજા કરવી. આ ધૂપની પૂજા કરતી વખતે પોતાની ઉત્તમ હૃદયગત ભાવના તે મહાપ્રભુની આગળ પ્રગટ કરવી. હૃદયના ઊંડા વિશુદ્ધ ભાગમાંથી નીકળેલી ભાવના મનને વિશુદ્ધ બનાવે છે, કર્મનો ક્ષય કરાવે છે.
પ્રભુઆ ધૂપ પોતે બળે છે છતાં વાતાવરણને સુધારે છે, મનને શાંતિ, આફ્લાદ ઉત્પન કરે છે અને ધૂમાડો ઊંચો જાય છે. લોકો તે સુવાસવાળા ધુમાડાને પ્રભુની નજીક હડસેલે છે. આ ધૂમાડો પણ પોતાની સુગંધ સાથે તે પ્રભુના નજીકમાં જઈને વિરામ પામે છે.
આ ધૂપને આપની પાસે ઉખેવીને હે કૃપાળુદેવ! અમે એમ કહેવાને ઇચ્છીએ છીએ કે, આ ધૂપ પોતે બળવા છતાં વાતાવરણને સુધારવાને સમર્થ થાય છે તેમ અમે પૂર્વ કર્મસંયોગે વિવિધ તાપથી બળવા છતાં આત્મજાગૃતિથી આજુબાજુના લોકોનું અને અમારું પોતાનું મન રૂપ વાતાવરણ તેને શુદ્ધ કરી શકીએ તેવું આત્મબળ આપો. મતલબ કે આ ધૂપની માફક અમે જે જે સ્થળે બેસીએ, વસીએ, રહીએ ત્યાં ત્યાં ઉત્તમોત્તમ વિચારોનું વાતાવરણ ફેલાવી શકીએ. અમે પોતે સુધરીએ અને અમારી સોબતમાં આવનારને પણ
Page #120
--------------------------------------------------------------------------
________________
ધૂપ પૂજા - દીપક પૂજા
[ ૧૦૩ ] સારા વિચારો આપી તેના ખરાબ વિચારો દૂર કરાવી શકીએ એવી વિશુદ્ધિ પ્રાપ્ત થાઓ.
ધૂપ મનને શાંતિ અને આલાદ ઉત્પન કરાવે છે. તેમ છે પ્રભુ! અમારું વર્તન એવું શુદ્ધ થવું જોઇએ કે અમને પોતાને તથા અમારા આશ્રિતો અગર સમાગમમાં આવનારાઓને શાંતિ અને આલાદ ઉત્પન થવો જોઈએ. હે દયાળુ! તારી આ પૂજાથી અમારામાં એવી વિશુદ્ધિ ઉત્પન થાઓ કે જેથી સર્વને અમે શાંતિ તથા આફ્લાદ ઉત્પન્ન કરાવી શકીએ અને અમે પણ તે ભોગવી શકીએ.
ધૂપનો ધૂમાડો જેમ ઊંચો જાય છે તેમ ત્રિવિધ તાપથી બળવા છતાં અમારી ઈચ્છા કે ભાવનાઓ ઉચ્ચગામી જ થાઓ. અમારા હૃદયમાં ભાવનાઓ જ પ્રેરાઓ તેને લઈ અમારું જીવન ઉચ્ચ બનો, અને અમારી ગતિ પણ ઉચ્ચ જ પ્રાપ્ત થાઓ.
લોકો જેમ સુગંધી ધૂપના ધૂમાડાને પ્રભુની તરફ પ્રેરે છે, તેમ અમારું સુગંધી જીવન-સદ્ગણી જીવન પ્રભુના માર્ગ તરફ જ પ્રેરાઓ. ધૂપના ધૂમ્રની માફક અમે પોતે અમારા આત્મિક જીવનથી શુદ્ધ સ્વરૂપ આત્માને જ પ્રાપ્ત થઈએ. પોતાનાં જ શુદ્ધ સ્વરૂપરૂપ પરમાત્માને પામીને તે સ્વરૂપમાં જ ધૂપની માફક વિરામ પામીએ. હે નાથ ! આવું ઉત્તમ બળ આપ. આવી નિર્દોષ વિશુદ્ધિ આપ. એવી અગાધ શક્તિ અમારામાં પ્રગટ થાય એ જ અમારી હૃદયની લાગણી છે.
આ પ્રમાણે યથાયોગ્ય વિચાર કરવા પૂર્વક ધૂપ પૂજા સમાપ્ત કરી દીપપૂજા કરવી.
(દીપક પૂજ - પ.) ઘીનો દીવો પ્રભુની પાસે કરવો. પાંચ દીવાની આરતી કરવી, એક દીવાવાળો મંગળદીવો પ્રગટાવવો, આ સર્વ દીપકપૂજા છે. આ
Page #121
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૪ ]
' ગૃહસ્થ ધર્મ દીપકપૂજા કરતી વખતે માનસિક લાગણીઓ તે પરમાત્મા પાસે જાહેર કરવી. હૃદયનો ખરો આવેશ આ દીપકના બહાના નીચે વ્યક્ત કરવો. હે દેવાધિદેવ ! આ દીપક પ્રકાશરૂપ છે. અંધકારનો નાશ કરનાર છે. વાતાવરણ શુદ્ધ કરનાર છે. અનેક દીવાઓને પ્રગટાવનાર છે. આ દીપક આપની પાસે વ્યક્ત કરવાનો મારો આશય એવો છે કે હે પ્રભુ ! જેમ આ દીપક પ્રકાશક છે તેમ તમે જ્ઞાન વડે લોકાલોકના પ્રકાશક છો. દીપક અંધકાર નાશક છે. આપ અજ્ઞાન અંધકારનો નાશ કરનારા છો. દીપક વાતાવરણ શુદ્ધ કરનાર છે. આપ મલિન વાસનાને સુધારનાર છો. આ દીવાથી અનેક દીવા પ્રગટાવાય છે. તેમ આપના કેવળજ્ઞાનરૂપ નહિ બુઝાય તેવા દીપકથી અનેક યોગ્ય જીવોના આત્મદીપક પ્રગટાવાયા છે. સદાને માટે પ્રકાશતા થાય છે તે શરણાગત વત્સલ ! મારામાં આવી જ્ઞાનદીપક પ્રકાશિત થાઓ. અજ્ઞાન અંધકાર દૂર થાઓ. મલિન વાસનાઓ નાશ પામો. સદાને માટે મારો આત્મદીપક પ્રકાશિત રહો. એવી મારી અંતઃકરણની ઇચ્છા છે.
- આ આરતીમાં પાંચ દીવા છે. ચાર નીચા છે અને એક સર્વથી ઉપર છે તેમ આ પાંચ દીપક તે પાંચ જ્ઞાન છે. ચાર જ્ઞાન ક્ષયોપશમજન્ય છે. આ સર્વથી ઊંચું તે કેવળજ્ઞાન છે જે આત્માના સ્વભાવભૂત છે. તેમ મંગલદીપકમાં આ એક જ મોટો દીપક પ્રકાશિત થઈ રહ્યો છે. તે એમ સૂચવે છે કે આ સર્વથી મોટું કેવલજ્ઞાન તે એક જ છે. સર્વનો પ્રકાશ છે અને તે શુદ્ધ આત્મા જ છે. હે દીનાનાથ ! આ શુદ્ધ સ્વપર પ્રકાશક એક કેવલજ્ઞાન કે જે મારું આત્મસ્વરૂપ છે તેની જ મને પ્રાપ્તિ થાઓ. આ એક દીપકથી હું સૂચવું છું કે આ એક આત્મસ્વરૂપની જ મને જરૂરિયાત છે. બીજા કશાની મને જરૂર નથી.
હે નાથ ! એવી ઉન્નત લાગણી મારામાં ઉત્પન્ન કરો કે તે
Page #122
--------------------------------------------------------------------------
________________
અક્ષતપૂજા
[ ૧૦૫ ] મારું સ્વરૂપ મને પ્રગટ થાય.
આ પ્રમાણે દીપક પૂજા કરી છઠ્ઠી અક્ષત પૂજા કરવી.
અક્ષતપૂજા - 6. ઉજ્જવળ, અખંડ, ફોતરાં વિનાના ઉત્તમ ચોખાનો સાથીઓ કરવા રૂપ તે મહાપ્રભુની અક્ષતપૂજા કરવી.
આ પૂજા કરતી વખતે પોતાની માનસિક લાગણીઓ, તે દયાળુ પ્રભુ પાસે પ્રગટ કરવી. પોતાની લાગણીઓ જેમ જેમ વ્યક્ત થાય છે તેમ તેમ ભાવવૃદ્ધિ સાથે તન્મય-એકાકારવૃત્તિ પૂજામાં બની રહે છે. માટે જેમ બને તેમ લાગણીઓ પ્રગટ કરવા પ્રયત્ન કરવો.
હે આત્મદેવ! આ અક્ષત એટલે (ચોખાનો) સાથીઓ આપની પાસે કરવારૂપ નિમિત્તથી મારી આંતર લાગણીઓ હું આપની પાસે એવી રીતે વ્યક્ત કરું છું કે આ ચોખા ઉજ્જવળ છે તેમ તમારું આત્મસ્વરૂપ ઉજ્જવળ છે. ચોખા અખંડ (આખા) છે. તેમ તમારું સ્વરૂપ અખંડ છે. આ અક્ષતમાંથી અંકુરો ઉગે તેવી શક્તિ નાશ પામેલી છે. તેમ આપના સ્વરૂપમાંથી કર્મઅંકુરાઓ ઉત્પન્ન થાય તેવી શક્તિ નાબૂદ થઈ છે. અર્થાત્ તમે કર્મબીજથી રહિત થયા છો. આ ચોખા ફોતરાં વિનાના છે. તેમ તમે કર્મરૂપ કે દેહરૂપ ફોતરાં રહિત કેવળ શુદ્ધ સ્વરૂપ થયેલા છો.
હે કૃપાનિધિ ! આપની સેવાથી મારું ઉજ્જવળ, અખંડ આત્મસ્વરૂપ પ્રગટ થાઓ. કર્મશક્તિ નાશ પામો અને દેહરૂપ પરાળફોતરાં વિનાની શુદ્ધ સ્થિતિ પ્રાપ્ત થાઓ. આથી વધારે મને કાંઈ જરૂર નથી મારું સ્વરૂપ મને સમજાય તે સિવાય હું કાંઈ ઇચ્છા કરતો નથી. સાથીઓ કરતી વખતે એ મનોરથો કરવા કે હે દયાળુ પ્રભુ! આ ચાર પાંખડી સમાન ચાર ગતિ ઘણી વાંકી છે તેમાં વારંવાર
Page #123
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૬ ]
ગૃહસ્થ ધર્મ
જન્મમરણ કરવા પડે છે તેને તું છેદી નાખ અથવા તેને અમે છેદી શકીએ તેવી વિશુદ્ધિ આપ અગર યોગ્ય માર્ગ બતાવ.
ત્યાર પછી સાથીઆ ઉપર ત્રણ ઢગલી કરતાં એવી લાગણી પ્રદર્શિત કરવી કે આ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રણ રત્નની પ્રાપ્તિ અમને થાઓ. એટલે આત્માનું સમ્યજ્ઞાન સમ્યક્દર્શન અને તે શુદ્ધ સ્વરૂપમાં સ્થિરતારૂપ ચારિત્ર અમને પ્રાપ્ત થાઓ. છેવટે તે ત્રણ ઢગલીના ઉપરના ભાગમાં અષ્ટમીના ચંદ્ર સરખી સિદ્ધ શીલા કરી તેના ઉપર ફળ મૂકતી વખતે એ લાગણી પ્રગટ કરવી કે આ લોકના અગ્રભાગ ઉપર રહેલ સિદ્ધ પરમાત્માઓ છે તે સ્થળે અમારો નિવાસ થવા રૂપ ફળ અમને પ્રાપ્ત થાઓ.
મતલબ કે આ પ્રભુરૂપ શુદ્ધ આત્મા તેની સેવાનું છેવટનું ફળ જન્મમરણ વિનાની આત્મસ્થિતિ છે તે પ્રાપ્ત થાઓ. આ પ્રમાણે પોતાની લાગણીઓને આ પ્રભુની પૂજા દ્વારા ઉત્તેજીત કરી, સ્મરણ કરી તે મેળવવા ઉત્સાહિત થવું એમ છઠ્ઠી પૂજા થઈ. અક્ષત પૂજા કર્યા બાદ સાતમી નૈવેદ્યપૂજા કરવી.
નૈવેધપૂજા - ૭.
લાડુ, બરફી, ઘેબર, ખાજાં, ભાત, દાળ આદિ ઉત્તમ પ્રકારના વિવિધ જાતિના નૈવેદ્ય લાવી પ્રભુના નજીકના ભાગમાં સુંદર ૨કેબી કે થાળમાં ધરાવવાં આ પ્રકારનાં નૈવેદ્ય પ્રભુ આગળ ધરી પોતાની ભક્તિ પ્રદર્શિત કરવી. આ નૈવેદ્ય ધરાવતી વખતે પોતાની અંતરંગ લાગણીઓ પોતાના મન દ્વારા તે મહાપ્રભુ આગળ નિવેદિત કરવી. હૃદયના ઊંડાણમાંથી નીકળતી પોતાની ઊર્મિઓ સરલ આશયથી જણાવવી પ્રભુ ! આપ તો ક્ષુધા, તૃષા આદિથી રહિત છો. આ વસ્તુઓ કાંઈ આપને ખવરાવવાને માટે
Page #124
--------------------------------------------------------------------------
________________
નૈવેધપૂજા
[ ૧૦૭ ] મેં આપની આગળ નથી ધરી. તેમ આ વસ્તુઓ આપને દેખાડવાના આશયથી મેં આપની આગળ ધરી નથી. નાથ ! આપ તો સર્વજ્ઞ છો. સર્વભાવને, વસ્તુના ગુણદોષને કે સ્વભાવને જાણનાર છો. આ નૈવેદ્ય ધરાવવાના બહાના નીચે કેવળ હું મારી લાગણી આપની આગળ નિવેદિત કરું છું.
દયાળુ પ્રભુ! આ જે વસ્તુઓ મેં આપની સમક્ષ ધરી છે તે અને તેવી બીજી અનેક વસ્તુઓ મેં અનેકવાર ખાધી છે. આ શરીર અને બીજા અનેક ભવમાં ધારણ કરેલા અનેક શરીરો દ્વારા અનેકવાર અનેક વસ્તુઓનો ઉપભોગ થયો છે, કર્યો છે પણ તેથી આ મનની તૃપ્તિ કોઈ દિવસ થઈ નથી. માટે હવે તો કૃપા કરો. અમને સમ્બુદ્ધિ આપો. યોગ્ય માર્ગ બતાવો અને અમારું નિરાહારી પદ-અણહારીપણું શરીર વિનાની સ્થિતિ પ્રાપ્ત કરાવો.
આ આહાર શરીરનું પોષણ કરનાર છે, તે સિવાય શરીર ટકી શકતું નથી અમને જે સદાનું પ્રિય છે તે અમે આપની સેવામાં હાજર કરીએ છીએ. તે આપ ગ્રહણ કરો. કહેવાનો આશય એવો છે કે, શરીરનું પોષણ તો પ્રારબ્ધ દ્વારા અમને મળી રહે છે તે માટે અમારી ઇચ્છા કે માગણી નથી, પણ અમને સ્વરૂપની પ્રાપ્તિ થઈ આવે અને છેવટે અમારું જે નિરાહારી પદ શુદ્ધ આત્મસ્વરૂપ તેમાં અમે લીન થઈએ તેવું બળ આપો. હે નાથ ! આ ભોજન તો શરીરનું પોષણ કરનાર છે. અમે કાંઈ શરીર નથી. અમે જે સ્વરૂપે છીએ તે સ્વરૂપે સ્થિર થઈએ તેમાં વિક્ષેપ ન આવે, તે સ્વરૂપે કાયમ બન્યાં રહીએ, અમારું તે ભાન કોઈ દિવસ ન ભૂલાય, તેવી સ્થિતિને માટે જે જે સદ્વિચારોનું, વિશુદ્ધ ભાવનાનું અને ઉત્તમ જ્ઞાનનું પોષણ જોઇએ, તે તે પોષણ અમને મળે, તેવી સ્થિતિને માટે અમે લાયક થઈએ તેવું અલૌકિક બળ અમારામાં પ્રગટ થાઓ. એ જ અમારી આપની પાસે નમ્ર પ્રાર્થના છે.
Page #125
--------------------------------------------------------------------------
________________
_
__
_
_
_
_
_
* *
_
_
_
__
[ ૧૦૮ ]
ગૃહસ્થ ધર્મ આ ભાવનાપૂર્વક સાતમી નૈવેદ્યપૂજા પૂર્ણ કરી આઠમી ફળપૂજા કરવી.
(ફળપૂજ ૮. ). ફળપૂજા કરતી વખતે નાળિયેર, પનસ, આમળાં, બીજોરાં, બીર, નારંગી, લીંબુ, સોપારી, આમ્રફળ ઇત્યાદિ ઉત્તમ ફળો પ્રભુની પાસે મૂકી પોતાની અંતરગત ભાવના પ્રગટ કરવી.
ફળ છે. ફળ મૂકી ફળની ઈચ્છા કરું છું એટલે આ દુનિયામાં પરિભ્રમણ અને પ્રયત્નો કરતાં આજ સુધીમાં મને કરેલા કાર્ય કે પ્રયત્નને છેડે જે ફળો મળ્યા છે તે બધાં નીરસ છે. વિયોગશીલ છે. સંતાપ કરનાર છે. અશાંતિ ઉત્પન્ન કરનારા છે. અસંતોષવાળા છે. નિરાશા ઉત્પન્ન કરનારા છે. એકાંતિક કે આત્યંતિક સુખ તેમાંથી કોઈ વખત મળ્યું નથી અને મળવાની આશા પણ નથી.
આ કારણથી તે લૌકિક ફળને સૂચવનાર આ ફળ આપની આગળ ધરાવ્યું છે, મેં મૂકયું છે. તે મૂકીને હું આપને એમ સૂચવું છું કે આવા અલૌકિક ફળ મારા મન, વચન, શરીરના શુભાશુભ પ્રયત્નથી મને અનેકવાર મળ્યા છે. તેની મને ઇચ્છા નથી તેથી તો ઊલટો હું હેરાન થયો છું, મારા સ્વરૂપનું ભાન ભૂલી ગયો છું. આ ફળોથી તો ઊલટું આવરણ ઘાટું મજબૂત થયું છે. હું તે ફળોનો ત્યાગ કરું છું, અને આપની પાસે એ યાચના કરું છું કે મને એવું તે ફળ આપો અગર તેવો માર્ગ બતાવો અથવા મારા હૃદયમાં એવી વિશુદ્ધિ ઉત્પન કરો કે જન્મ, મરણ, આધિ, વ્યાધિ, ઉપાધિ વિનાની શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિરૂપ ફળની પ્રાપ્તિ થાય. જે ફળ મળ્યા પછી બીજા ફળની ફરી કોઈ પણ દિવસ ઈચ્છા ઉત્પન્ન ન થાય. જે ફળનો આનંદ અખંડિતપણે રહ્યા કરે.
Page #126
--------------------------------------------------------------------------
________________
__
__
_
_
_
__
_
_
ફળપૂજા
[ ૧૦૯ ] આ પ્રમાણે અષ્ટપ્રકારી પૂજા, દ્રવ્ય તથા ભાવપૂર્વક કરવી. દ્રવ્યપૂજા આ શરીર દ્વારા સ્નાન, ચંદન, પુષ્પ, ધૂપ, દીપક, અક્ષત, નૈવેદ્ય અને ફળ મૂકવા પ્રમુખથી કરવી. ભાવપૂજા, આ ઉપર બતાવ્યા પ્રમાણે પોતાના મનની વિશુદ્ધિ વિચારવાની ભાવના-લાગણી અને જાગૃતિપૂર્વક કરવી. જેમ પોતાનો ભાવ ઉલ્લાસ પામે, પોતાનું સાધ્ય લક્ષમાં રહે, પોતાનું લક્ષ ન ભૂલાય અને પોતાના લક્ષરૂપ સાધ્યને જ પોષણ મળે તેમ અખંડ ઉપયોગની જાગૃતિપૂર્વક આ અષ્ટકારી પૂજા કરવી.
પૂજા પૂર્ણ થયા બાદ પૂર્વે કહી આવ્યા છીએ તે વિધિએ ચૈત્યવંદન પ્રભુ ગુણની સ્તુતિ કરવી. દેરાસરજીમાંથી નીકળી ઘર તરફ જવાના પ્રસંગે દેરાસજીના મૂળ પ્રવેશદ્વાર પાસે આવી ત્રણ વાર આવસ્સહિ કહેવી એટલે પહેલાં દેરાસરજીમાં પ્રવેશ કરવાના વખતે જે ગૃહવ્યાપારાદિનો નિષેધ કરવા, તે સંબંધમાં કાંઈ પણ ન બોલવા કરવા કે વિચાર ન કરવારૂપ પ્રતિજ્ઞા કરી હતી તેની હવે સમાપ્તિ કરવી અને અવશ્યના વ્યવહારિક કાર્ય પ્રસંગે હવે તે પ્રતિજ્ઞામાંથી મુક્ત થાઉં છું, તેમ મનથી યાદ કરી પછી દેરાસરજીમાંથી બહાર નીકળવું. ભાવપૂજા સંબંધે શ્રીમાન યશોવિજયજી
ઉપાધ્યાયજીના વિચારો પૂજા વિધિમાંહી ભાવીઈજી અંતરંગ જેહ ભાવ; તે સવી તુજ આગળ કહુંજી, સાહેબ સરળ સ્વભાવ સુહંકર અવધારો પ્રભુ પાસ.
સુ. ૧. દાતણ કરતાં ભાવીઇજી, પ્રભુ ગુણજળ મુખ શુદ્ધિ, ઉલ ઉતારી પ્રમત્તતાજી, હો મુજ નિર્મલ બુદ્ધિ. સુહંકર અવધારો પ્રભુ પાસ.
સુ. ૨.
Page #127
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૦ ]
ગૃહસ્થ ધર્મ યતનાઈ સ્નાન કરીજી, કાઢો મયલ મિથ્યાત. અંગુછે અંગ શોષવીજી, જાણું છુવો અવદત. સુ. અ. ૩. ક્ષીરોદકનાં ધોતીયાંજી, ચિંતવું ચિત્ત સંતોષ; અષ્ટ કરમ સંવર ભલોજી, આઠપડો મુખકોશ. સુ. ૪. ઓરસીઓ એકાગ્રતાજી, કેસર ભગતિ કલ્લોલ; શ્રદ્ધાચંદન ચિંતવ્યુંજી, ધ્યાન ઘોલ રંગરોલ.
સુ. ૫. ભાવિહો આણા ભલોજી, તિલકતણો તેહ ભાવ, જે નિરમાલી ઉતારીઇજી, તે ઉતાર્યા વિભાવ - સુ. ૬. જે આભરણ ઉતારીઇજી, તે તો ચિત્ત ઉપાધિ. પખાલ કરતાં ચિંતવેજી, નિરમલ ચિત્ત સમાધિ સુ. ૭. અંગલુણાં બે ધર્મનાંજી, આત્મ સ્વભાવ તે અંગ; જે આભરણ પહેરાવીઇજી, તે સ્વભાવ નિજચંગ સુ. જે નવવાડી વિશુદ્ધતાજી, તે પૂજન નવ અંગ, પંચાચાર વિશુદ્ધતાજી, તેહ ફૂલ પંચ રંગ. સુ. ૯. દીવો કરતાં ચિંતવોજી, જ્ઞાન દીપક સુખ ખાસ. નય ચિંતા ધૃતપુરીઈજી, તત્ત્વ પાત્ર સુવિલાસ, સુ. ૧૦. ધૂપ રૂપ ઇતિકાર્યતાજી, કૃષ્ણા ગુરુ તેનુ યોગ. શુદ્ધ વાસના મહમહેજી, તે તો અનુભવ યોગ. સુ. ૧૧. મદ થાનક અડ છાંડવાજી, તેહ અષ્ટ મંગલિક, જે નૈવેદ્ય નિવેદઈજી, તે મન નિશ્ચલ ટેક સુ. ૧૨. લવણ ઉતારી ભાવિઈજી, કૃત્રિમ ધર્મનો ત્યાગ. મંગલ દીવો અતી ભલોજી, શુદ્ધ ધરમ પરભાગ. સુ. ૧૩. ગીત નૃત્ય વાજિંત્રનોજી, નાદ અનાહત સાર. સમરતી રમણી જે કરે છે, તે સાચો થેલ્થકાર સુ. ૧૪. ભાવપૂજા એમ સાચવીજી, સત્ય વજાવો રે ઘંટ.
Page #128
--------------------------------------------------------------------------
________________
ભાવપૂજા સંબંધે શ્રી યશોવિજયજી મ.સા.ના વિચારો [ ૧૧૧ ].
ત્રિભુવન માંહી તે વિસ્તરેજી, ટાળી કરમનો ફંદ સુ. ૧૫. ઈણિપરે ભાવના ભાવતાંજી, સાહિબ સુજસ પ્રસન. જનમ સફળ જગ તેહનોજી, તેહપુરુષ ધન ધન. સુ. ૧૬. પરમ પુરુષ પ્રભુ શામળાજી, માનો એ મુજ સેવ. દૂર કરો ભવ આમળાજી, વાચક જશ કહે દેવ. સુહંકર-અવધારો-પ્રભુપાસ
સુ. ૧૭. (શ્રીમાન યશોવિજયજીના કરેલા સ્તવનનો ટૂંકમાં)
અક્ષરાર્થ જેટલો ભાવાર્થ આ પ્રમાણે છે :
પૂજાની વિધિની અંદર જે અંતરંગ ભાવ છે તેની ભાવના કરવી તે સર્વ હે પ્રભુ! સુખકારી ! સાહેબ! સરલ સ્વભાવે તારી આગળ કહું છું. હે પ્રભુ પાર્શ્વ ! તે આપ અવધારો, સાંભળો, તેના તરફ આપ ધ્યાન આપો. મતલબ કે મારું કહેવું બરોબર છે કે કેમ? તે આપ અવધારો ૧.
ગૃહસ્થોએ દાતણ કરતાં એમ ભાવના કરવાની છે કે પ્રભુના ગુણરૂપ જળવડે મુખ શુદ્ધિ કરવી અને પ્રમાદ દશા રૂપ ઉલજીભનો મેલ-ઉતારી નાખવો અને તેમ કરી પ્રભુ આગળ એ પ્રાર્થના કરવાની છે કે પ્રભુ! તેથી મારી બુદ્ધિ નિર્મળ થાઓ. ૨.
કોઈ જીવજંતુને નુકસાન ન થાય તે રૂપ યતના, એ તનાવડે સ્નાન કરીને મિથ્યાત્વરૂપ મેલને કાઢી નાંખો. અને પછી અંગ લુણું જે ટુવાલ કે રૂમાલ લઈ જે શરીર સ્નાન કરવાથી ભીનું થયેલું છે તેને લૂછી નાખવું અને તેમ કરતાં એમ માનવું કે હું કૃતાર્થ થયો છું. ૩.
સ્નાન કર્યા પછી ક્ષીર તથા પાણીના જેવાં ઉજ્જવળ ધોતિયાં અથવા ક્ષીરોદક જાતિના ઉત્તમ-સ્વચ્છ-નિર્મળ ધોતિયાં પહેરવાં. આ
Page #129
--------------------------------------------------------------------------
________________
__ગૃહસ્થ ધર્મ
[ ૧૧૨ ] ધોતિયાં તે મનમાં સંતોષ સખવા રૂપ સમજવા-પહેરવા. અને પછી મુખકોશ, જે મોઢા ઉપર નાસીકાથી મોઢા પર્યત સુંદર વસ્ત્ર બાંધવામાં આવે છે તે પ્રભુ પૂજા વખતે પોતાની નાસીકા કે મુખનો શ્વાસ અશુદ્ધ શ્વાસોશ્વાસ પ્રભુ ઉપર પ્રભુ તરફ ન જાય તે માટે અઠપડો આઠ પડવાળો મુખકોશ બાંધવામાં આવે છે તેને સ્થાને આઇ કમને સંવરવા. સંવરવા એટલે પોતામાં આઠ કર્મ ન આવે તેવો ઉત્તમ આત્મઉપયોગ જાગૃત કરવો. તે રૂપ આઠપડો મુખકોશ બાંધવો. ધારણ કરવો. ૪.
- એકાગ્રતા રૂ૫ ઓરસીયા ઉપર ભક્તિના કલ્લોલ વારંવાર ફુરણાઓના તરંગો ઉચ્ચ ભાવનાનાં આંદોલનો તે રૂપ કેસર કાઢીને તે ઓરસીયા ઉપર મૂકીને આત્મશ્રદ્ધા યા પ્રભુ ઉપર શ્રદ્ધા, તે શ્રદ્ધારૂપ ચંદનથી કેસર ઓરસીયા ઉપર ઘસવું. પછી ધ્યાનરૂપ વિવિધ રંગવાળું ઘોળ-કેસર ચંદન મિશ્રિત દ્રવ, પ્રવાહિ ઘટ પદાર્થ તૈયાર કરવો. ૫.
તે કેસર ચંદન મિશ્રિત ઘોળવડે પોતાના કપાળ ઉપર પ્રભુની આજ્ઞા મારા મસ્તક ઉપર ધારણ કરું છું આ ભાવનાપૂર્વક તિલક કરવું. પછી પ્રભુની મૂર્તિ આગળ જઈ આગલા દિવસનું જે પુષ્પાદિ ચડેલું હોય તેને નિર્માલ્ય કહે છે તે વિભાવ આત્મસ્વભાવથી પર હોવાથી વિભાવરૂપ નિર્માલ્ય ઉતારી નાખવા. પોતામાં વિભાવ દશામાં આનંદ માનવારૂપ જે નિર્માલ્ય રહેલ હોય તે કાઢી નાખવાં. ૬.
ત્યાર પછી પ્રભુની પ્રતિમાજી ઉપર જે આભરણો રહેલાં છે તે આભરણોને ઠેકાણે ચિત્તમાં રહેલી ઉપાધિ વિવિધ પ્રકારના વિક્ષેપ પમાડી હેરાન કરનાર લાગણીઓ ને ઉતારી નાખવી અને પછી પ્રભુના શરીર ઉપર પ્રક્ષાલ કરવો, પાણીથી સ્નાન કરાવવું, આ સ્નાન કરાવતા એમ વિચાર કરવો કે મારા મનને હું નિર્મળ-સમાધિવાળું બનાવું છું, આધિ, વ્યાધિ, ઉપાધિથી મુક્ત-રહિત-કરું છું. ૭.
Page #130
--------------------------------------------------------------------------
________________
શ્રીમાન યશોવિજયજીના રચેલા સ્તવનનો ભાવાર્થ [ ૧૧૩ ]
પછી ભગવાનના અંગ ઉપર બે અંગાણાં કરી આભરણ પહેરાવવા, આ અંગલુણાં તે બે પ્રકારનો ધર્મ છે. ગૃહસ્થ ધર્મ તથા ત્યાગધર્મ. પહેલું મંગલુણું ગૃહસ્થ ધર્મ દ્વાદશત્રતરૂપ, અને બીજું અંગલુણું તે પાંચ મહાવ્રતરૂપ ત્યાગધર્મ ગ્રહણ કરવારૂપ છે. આ બે અંગલુણાં અંગ ઉપર શરીર ઉપર કરવાં. આત્માનો શુદ્ધ સ્વભાવ તે જ અંગ છે અને તેના ઉપર બે ધર્મરૂપ અંગલુણાં ફેરવવા તથા પોતાનો પવિત્ર સ્વભાવ-જ્ઞાન આનંદરૂપ આત્મસ્વભાવ તે રૂપ આભરણ એ શુદ્ધાત્મારૂપ અંગ ઉપર પહેરાવવાં. ૮.
પછી નવ અંગે પૂજન કરવું અને પંચરંગી પુષ્પો ચડાવવા. આ નવ અંગે પૂજન તે વિશુદ્ધ નવવાડો પાળવી. નવવાડપૂર્વક પવિત્ર બ્રહ્મચર્ય પાળવું તે છે, અને પાંચ રંગના પુષ્પો તે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર તપાચાર અને વર્યાચાર. આ પાંચ પ્રકારના આચારમાં પોતાની શક્તિ ફોરવવી. વિશુદ્ધ પાંચ આચાર પાળવા તે પાંચ પ્રકારના પુષ્પો પ્રભુને ચડાવવા બરોબર છે. ૯.
પછી પ્રભુની આગળ દીપક કરવો, આ દીપક કરતાં એમ વિચાર કરવો કે, તત્ત્વરૂપ પાત્રની અંદર વિવિધ પ્રકારના નયનઅપેક્ષાના ચિંતન કરવા રૂપ ઘી પુરીને, જ્ઞાનરૂપ દીપક પ્રગટ કરવો. મતલબ કે આત્મા એ જ તત્ત્વરૂપ છે. તેને વિવિધ પ્રકારના નયોએ ચિંતવવો. સાતે નયે આત્માનું સ્વરૂપ જુદી જુદી રીતે ચાવી, એવંભૂતનયમાં સ્થિરતા કરવી અને આ તત્ત્વરૂપ પાત્રમાં નયની વિચારણા કરવા વડે આત્મજ્ઞાનરૂપ દીપક પ્રગટ કરવો. ૧૦.
પછી કૃષ્ણાગરુ નામનો મઘમઘાટ કરતો સુગંધી ધૂપ કરવો. આ કૃષ્ણાગરુ તે શરીર યોગ. તેમાં શુદ્ધ વાસના-લાગણી કે ભાવના તે રૂપ મઘમઘાટ કરતો સુગંધવાળો અનુભવ યોગરૂપ ધૂપ કરવો. ૧૧.
પછી અષ્ટમંગળ આલેખીને પ્રભુ આગળ નૈવેદ્ય ધરવું. આ
Page #131
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૪ ]
ગૃહસ્થ ધર્મ અષ્ટમંગળ તે મદના આઠ સ્થાન-આઠ પ્રકારનો મદ-અહંકાર જે ઉત્પન્ન થાય છે તેનો ત્યાગ કરવો. તે અષ્ટમંગળ સમજવાં. અને મનની જે નિશ્ચલ ટેક. મનના ચોક્કસ વિચારે ઉત્તમ કાર્યમાં પ્રવૃત્તિ કરવા દેઢ કરેલા વિચારો તે રૂપ નૈવેદ્ય પ્રભુની આગળ ધરવું. ૧૨.
પછી લવણ ઉતારી મંગલ દીવો કરવો-ઉતારવો. આ લવણ ઉતારવું એટલે કૃત્રિમ-બનાવટી-મનની કલ્પનાથી ઉપજાવી કાઢેલા ધર્મનો ત્યાગ કરવો તે છે. અને મહાન ઉત્તમ શુદ્ધધર્મ તે રૂપ મંગલ દીવો ઘણો સારો પ્રગટ કરવો. ૧૩.
પછી ગીત, નૃત્ય અને વાજિંત્ર વગાડવાં. આ ગીત અને વાજિંત્ર તે વિવિધ પ્રકારના અનાહત નાદ જે મસ્તકમાં થાય તે સમજવા સ્થિર આસને બેસી સાંભવીમુદ્રાપૂર્વક જમણા કાનની અંદર લક્ષ રાખતાં જે શબ્દ સંભળાય છે તેને અનાહત નાદ કહે છે, કારણ કે અનાહત એટલે કોઈના વગાડયા સિવાય વાગનાર નાદ. તે અનાહત રીતે વાગે છે, અને શમતિ સમભાવમાં પ્રીતિરૂપ સ્ત્રી, જે નાચે છે, શમભાવમાં જે આનંદ થાય છે તે રૂપનાદ તે સાચો થૈર્થંકાર નાચ છે. ૧૪.
આ પ્રમાણે ભાવપૂજાને સાચવીને સત્યનો ઘંટ વગાડો હે પ્રભુ ! તુંજ જગતમાં એક સત્ય છે. અથવા પવિત્ર આત્મા-શુદ્ધસ્વરૂપએજ સત્ય છે. એ સત્યને સૂચવનાર ઘંટ વગાડવો. અને તે એટલા જોરથી વગાડવો કે તેનો નાદ-શબ્દ-પ્રતિધ્વની ત્રણ ભુવનમાં વિસ્તાર પામે. અથવા કર્મના ફંદ-કર્મનું ધાંધલ ટાળીને અથવા ટાળવારૂપ સત્યનો ઘંટ વગાડવો કે જેના ગુણોની ત્રણ ભુવનના લોકોને ખબર પડે કે સત્ય તો દુનિયામાં આ જ છે કે કર્મનો નાશ કરવો અને આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવું. ૧૫.
આ પ્રમાણે ભાવના ભાવતાં ઉત્તમ યશવાન સાહિબ પ્રભુ પ્રસન્ન થાય. આ પ્રમાણે પૂજા કરનાર મનુષ્યનો દુનિયામાં જન્મ થાય
Page #132
--------------------------------------------------------------------------
________________
માનસિક પૂજન
[ ૧૧૫ ]
તે પણ સફળ છે. અને તે પુરુષને ધન્ય છે ! ધન્ય છે ! ૧૬. હે પરમ પુરુષ પ્રભુ ! શામળા પ્રાર્શ્વનાથ ! આ મારી સેવા માન્ય કરો. હું આવી રીતે ભાવથી આત્મ પ્રભુની આપની સેવા કરું છું. મારો ભવનો આમળો-વળ-વિષમતા દૂર કરો. હે દેવ ! વાચકઉપાધ્યાય યશોવિજયજી આ પ્રમાણે આપની સેવા કરે છે. વિનંતી કરે છે. સુખકર પાર્શ્વપ્રભુ ! મારી સેવા અવધારો.
ઇતિશ્રી ભાવપૂજા વિષયે શ્રીમદ્ ઉપાધ્યાય યશોવિજયજી કૃત સ્તવનં સમાપ્ત.
માનસિક પૂજન
દરેક મનુષ્યોએ નિરંતર પરમાત્માનું પૂજન કરવું જોઇએ. દેવપૂજન કર્યા સિવાય ભોજન નહિ કરવું. પૂર્વે કહી આવ્યા તેવી પૂજા કરવાની સામગ્રી ન હોય તેમણે માનસિક પૂજા કરવી. એટલે કોઈ જરૂરી પ્રસંગને લઈ વખત ન હોય, અથવા દેવમંદિરની જોગવાઈ ન હોય. અથવા દેવપૂજનની સામગ્રી ન હોય, શરીર અશક્ત હોય, અથવા જન્મ, મરણનું સૂતક હોય, અથવા શરીર શુદ્ધિ ન હોય. ઇત્યાદિ હરકોઈ કારણે પૂર્વે કહેલી દેવપૂજા બની શકે તેમ ન હોય તેઓએ આ આગળ બતાવવામાં આવે છે તેવી રીતે માનસિક પૂજા તો અવશ્ય કરવી. કેમ કે પૂજન કર્યાથી સમ્યક્ત્વ નિર્મલ થાય છે. મન વિશુદ્ધતાને પામે છે. પુન્યબળ વધે છે. ચિત્તની એકાગ્રતા થાય છે. અને જીવો ધ્યાન કરવા લાયકની યોગ્યતા પ્રાપ્ત કરી શકે છે. વળી આ પૂજન કરવું તે ઘણું જ સહેલું છે. આ બાળ, યુવાન, સ્ત્રી, વૃદ્ધ, સધવા કે વિધવા સ્ત્રી ઇત્યાદિ સર્વ કોઈથી પણ બની શકે તેમ છે. છેવટની સ્થિતિમાં આવેલા રોગીઓઅશક્તો સૂતાં સૂતાં પણ ઘણી સહેલાઈથી આ માનસિક પૂજા કરી શકે છે. તેની વિધિ આ પ્રમાણે છે :
Page #133
--------------------------------------------------------------------------
________________
ગૃહસ્થ ધર્મ
-
~
~
-
૯
[૧૧૬ ].
જ્યારે અનુકૂળતા હોય ત્યારે પાછલી રાત્રીએ કે પ્રભાતે કોઈ એક સ્થળે શાંતપણે પૂર્વ કે ઉત્તરના સન્મુખ પદ્માસન કરીને અથવા પલાંઠી વાળીને બેસવું. રોગીએ સૂતાં સૂતાં પણ આ પૂજા કરવી. મનમાંથી બધા હલકા વિચારોને કાઢી નાખી. બે ચાર મિનિટ સુધી નવકાર મંત્રનું સ્મરણ કરવું ત્યાર પછી જેવી રીતે નિરંતર સ્નાન કરી શુદ્ધ થાઓ છો તેમ મનથી સ્નાન કરી શુદ્ધ થવું, ત્યાર પછી એક દેરાસરની કલ્પના કરવી. તેમાં તમે ઊભા છો. સન્મુખ એક સુંદર પ્રભુની મૂર્તિ રહેલી છે તે તમારા મનથી તમે જુઓ. જે મૂર્તિ કે દેરાસર તમને વધારે પરિચિત હશે તે તમારા મનમાં વહેલું દેખાવ આપશે તે પ્રભુની પ્રતિમાજી તમે આંખો બંધ કરી ધારી ધારીને દેખો. તેનો ભાસ તમારા મનમાં પડે ત્યાર પછી તે પ્રતિમાજીને દૂધનું હવણ કરી, નિર્મળ પાણીથી સ્નાન કરાવો. પછી અંગલુણાથી અંગ લૂછી નાખી, માનસિક કલ્પનાથી ચંદન આદિ સામગ્રીથી નવ અંગે તિલક કરો, શરીરે ચંદનનો લેપ કરો, ધૂપ ઉખેવો, દીપક કરો, પુષ્પ ચડાવો, સાથીઓ કરો, નૈવેદ્ય ધરાવો, ફળ મૂકો. આ પ્રમાણે પૂર્વે કહી આવ્યા છીએ તેવી ઉત્તમ ભાવના સાથે, ઉત્સાહિત માનસિક લાગણીઓપૂર્વક અષ્ટપ્રકારી પૂજા કરો.
ત્યારબાદ ત્રણ ખમાસમણાં આપી, જો વડતું હોય તો ચૈત્યવંદન, સ્તવન વગેરે મનથી બોલો કહો.
જેવી રીતે દ્રવ્યપૂજા કરો છો તેવી રીતે મનથી તે પરમાત્માની પૂજા કરવી, ત્યારબાદ જેટલી તમને સ્થિરતા હોય તે પ્રમાણે મનથી, આંતરદૃષ્ટિથી તમારા સન્મુખ મનમાં દેખાતી તે મહાપ્રભુની શાંત મૂર્તિ સન્મુખ એક દષ્ટિથી જોયા કરો. તેમાં એટલા બધા સ્થિર થઈ જાઓ કે તમારા દેહ શુદ્ધાનું ભાન તેટલા વખત માટે ભૂલાઈ જાય, સામેની મૂર્તિ પણ તમારા મનમાંથી અદૃશ્ય થઈ જાય, તે પ્રભુના શુદ્ધ સ્વરૂપ
Page #134
--------------------------------------------------------------------------
________________
માનસિક પૂજન
[ ૧૧૭ ] સાથે એકરસ થઈ જાઓ, ધાતા, ધ્યાન અને ધ્યેય એ ત્રણનો વિલય થઈ એક ધ્યેયરૂપ થઈ રહેવાય. આત્મામાં મન ગળી જઈ તદાકાર થઈ રહે. આવી રીતે જો આ માનસિક પૂજા બની શકે તો બહારની દ્રવ્યપૂજા કરતાં પણ વિશેષ લાભ મેળવી શકો. '
શરૂઆત નિરંતર ધીમાશથી થાય છે, એકાદ કે વધારે દિવસ સુધી કદાચ આ પ્રતિમાજી મનમાં સ્થિર નહિ થાય, પણ નિરંતરના અભ્યાસથી તેમ બની શકશે. અને આલંબન દ્વારા મનની મલિનતાનો નાશ કરી, ચિત્ત એકાગ્ર કરી શકશો. મહાન આનંદ મેળવી શકશો. પરમાત્માનું ઉત્તમ ધ્યાન કરવાની યોગ્યતા પ્રાપ્ત થશે. ધીમે ધીમે કર્મનો ક્ષય થતાં પોતાના શુદ્ધ સ્વરૂપનું ભાન આલંબન દ્વારા થશે. આ માનસિક પૂજામાં મનને એક પછી એક એમ અનેક કાર્ય કરવાના હોવાથી મનની આકૃતિઓ વારંવાર જુદા જુદા કાર્યોમાં જુદી જુદી રીતે બદલાવવાની હોવાથી, ચંચળ મનવાળાઓનું મન પણ બીજી ચંચળતા મૂકી દઈને રાજીખુશીથી આ નવીન દેખાવો કે વિચારોમાં જોડાશે. એટલે એકંદર મનની ચંચળવતાવાળાને પણ આ માનસિક પૂજા વિશેષ ઉપયોગી થઈ પડશે. '
એકાદ આલંબનમાં મનને સ્થિર થવાની ટેવ પડ્યા પછી કદાચ તે આલંબનમાં રસ ન પડે તો તેમણે નવીન તીર્થસ્થળો કે પહાડો, વનો કે જે પોતે અનુભવેલાં જોયેલાં હોય તેવો એકાદ દેખાવ પોતાના મનથી કલ્પીને મનમાં ખડો કરવો અને તે સ્થળે પ્રભુની પ્રતિમાજીને કલ્પીને ત્યાં બેઠા બેઠા પૂજાદિ કરવાનું ચાલુ રાખવું.
શત્રુંજય, ગિરનાર, આબુ, તારંગા, સમેતશિખરાદિ તીર્થ સ્થળોના જેમણે દર્શન કર્યા હોય તેમણે તે સ્થળોનું સ્મરણ કરી, જાણે તે જ પહાડ ઉપરના મંદિરમાં પ્રભુની આગળ પોતે ઊભો છે, અને પ્રભુની સેવા-પૂજા કરે છે. તેવી માનસિક કલ્પના કરી ત્યાં
Page #135
--------------------------------------------------------------------------
________________
* [ ૧૧૮ ]
ગૃહસ્થ ધર્મ પણ આ પ્રમાણે ધ્યાનપૂજન કરવું. સાક્ષાત્ પ્રભુની-જીવનમૂર્તિ - પ્રભુના સ્વરૂપની કલ્પના જો મનથી થઈ શકે તો તેમ કરી તેમને વંદન, નમન, પૂજન કરવું.
અથવા જેમને પોતાના ગુરુ ઉપર વિશેષ લાગણી હોય તેમણે તે ગુરુની મનથી કલ્પના કરી તેનું સ્વરૂપ મનમાં ખડું કરવું અને તેમને વંદન, નમન કરવું. ગમે તે પ્રકારે પણ આ પૂજનનો ઉદ્દેશ મનની એકાગ્રતા, વિશુદ્ધિ, વિચારમંતરનો અભાવ, ઉત્તમ આલંબનમાં મનનો લય અને વખતનો સદુપયોગ વગેરે કરી સફળ કરવો.
- આ સર્વ પોતાના ભલા માટે કરવાનું છે. આમ જ કરવું, અને આમ ન જ થાય, આવા બંધનમાં તમે બંધાયા નથી, અને કોઈ બાંધી પણ શકે નહિ, જે પૂજનમાં તમારો ઉત્સાહ વૃદ્ધિ પામે અને મનનિર્મળ થાય તે કામ કરી આત્મસ્વરૂપ પ્રાપ્તિ માટે આગળ વધવું એ જ પોતાનો ઉત્તમ ઉદેશ રાખવો અને તે પાર પાડવા પ્રબળ પ્રયત્ન કરવો. ભોજન કરવાના પ્રસંગે ઘેર આવી પોતાના કુટુંબીજનોની સાથે બેસી શાંતિથી ભોજન કરવું.
Page #136
--------------------------------------------------------------------------
________________
ભોજન-ભક્ષ્યા-ભક્ષ્યનો વિવેક
[ ૧૧૯ ]
૫ ભોજન-ભક્ષ્યા-ભક્ષ્યનો વિવેક
ભોજન ત્રણ પ્રકારનું છે : (૧) રાક્ષસી (૨) માનુષી ભોજન (૩) દેવ ભોજન પેટ ભરવું, ભૂખ ભાંગવી એ તો સર્વ જીવને સાધારણ વાત છે છતાં ભોજનમાં આવા વિભાગો પાડવામાં આવે છે તે પોતાની સાત્ત્વિક, રાજસીક અને તામસિક પ્રકૃતિને લઈને જ છે. વસ્તુ એકની એક હોય છે તોપણ પોતાની પ્રકૃતિ અને પ્રવૃત્તિના પ્રમાણમાં તેના ફળનો ભેદ પડે છે. ભોજનમાં પણ તેમ જ છે. -
જ
રાક્ષસી ભોજન
હાથ, પગ ધોયા વિના, ક્રોધથી અંધ બની દુર્વચન બોલતાં દક્ષિણ દિશાના સન્મુખ બેસી ભોજન કરવું તે રાક્ષસી ભોજન છે.
મલિન, ગંધાતા, અશુચીવાળા પ્રદેશોમાં જો ઉઘાડે પગે ફરવામાં આવ્યું હોય અથવા હાથથી તેવી કાંઈ લેવડદેવડ કે લે મૂક કરવામાં આવી હોય તો તે હલકા રજકણો હાથે તથા પગે ચોંટવાનો સંભવ રહે છે. આ હલકા રજકણો પેટમાં જવાથી તેની ખરાબ અસર શરીર અને મન ઉપર થાય છે. અથવા કોઈ ચેપી રોગાદિકના ક્ષુદ્ર જંતુઓ હાથે પગે લાગેલા હોય અને તેને ધોઈને કે સ્નાન કરીને દૂર કર્યા સિવાય ભોજન કરવામાં આવે અને કદાચ તે ઝેરી કે ચેપી જંતુઓની અસર શરીર ઉપર થાય તો તેથી તે તે જાતના રોગના ભોગ થઈ પડવાનો સંભવ મોટે ભાગે રહે છે. આ હેતુથી તેવા હલકાં ખરાબ રજકણોની કે ચેપી રોગ કે જંતુઓની અસર પોતા ઉપર ન થાય તેથી બચવા માટે સ્નાન કરવાની કે હાથ પગ ધોવાની ભોજન કરતી વખતે અગત્યતા જણાવવામાં આવી છે. આ સિાય આમાં બીજો કોઈ હેતુ જાણવામાં આવતો નથી.
Page #137
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૦ ]
ગૃહસ્થ ધર્મ જે વખતે પોતાને ક્રોધ ઉત્પન્ન થયો હોય, ક્રોધથી હૃદય ધમધમ થતું હોય, લોહી તપી ગયું હોય કે પૂરજોશમાં ઉછળતું હોય તે વખતે ભોજન કરવાથી લોહી તથા સ્નાયુની ગતિ અવ્યવસ્થિત હોવાથી શરીરમાં એક પ્રકારનું વિષમ ઝેર ઉત્પન્ન થાય છે. તેથી ખાધેલો ખોરાક વિષરૂપે પરિણમે છે. લોહીની ગતિ સ્વાભાવિક થયાં સિવાય ખોરાક પાચન થતો નથી. આવા વખતે ભોજન કરવાથી વિવિધ પ્રકારના રોગો થવાનો ચોક્કસ સંભવ છે. આ ઉપરથી એમ સમજવાનું કે જ્યારે પોતાનો ક્રોધ શાંત થઈ જાય, લોહી સ્વાભાવિક ગતિમાં ચાલતું હોય, મન પ્રફુલ્લિત હોય ત્યારે જ ભોજન કરવા બેસવું.
તેમજ ભોજન કરતાં કરતાં પણ કોઈ જાતનાં કોઈને દુર્વચનો કહેવા નહિ. એકબીજાના મનને ખેદ કે કલેશ થાય, ક્રોધ થઈ આવે, લોહી તપી આવે, તેવાં વચનો કે તેવી વાતો ભોજન કરતી વખતે બિલકુલ કાઢવી નહિ, પણ આનંદની વાતો કરવી.
ઘણી વખતે કેટલીક અજ્ઞાન બાઇઓ કે કેટલાક અજ્ઞાન ભાઇઓ જમતી વખતે અનેક પ્રકારના વ્યવહારના કલેશ કંકાસ કે કુથલીની વાતો કરી શાંત પ્રકૃતિવાળાના મનને પણ ઉશ્કેરી મૂકે છે. આમ કરવાથી તેમની તંદુરસ્તી ઉપર ઘણી માઠી અસર થાય છે. ગુપ્ત રીતે તેના ભોજનમાં જ વિષ રેડાય છે. પાચનશક્તિ મંદ થાય છે. શરીર અવ્યવસ્થિત થાય છે, આ પ્રયોગ વધારે દિવસ ચાલુ રહે છે તો છેવટે તે મનુષ્ય રોગનો ભોગ થઈ પડે છે.
જ
ઘણા મોટા લોકોમાં આવા ભોજનના પ્રસંગે આનંદની કે હસાહસવાળી રમૂજી વાતો કરવામાં આવે છે. એકબીજાના મનો પ્રફુલ્લિત રહે તેવો પ્રસંગ જાણીજોઈને લાવવામાં આવે છે. મતલબ કે ભોજન કરતી વખતે ખેદ કે કલેશ થાય તેવા કોઈ પણ પ્રસંગો જાણીજોઇને લાવવા દેવામાં આવતા નથી.
Page #138
--------------------------------------------------------------------------
________________
માનવ ભોજન
[ ૧૨૧ ]
ભોજન કરતી વખતે દક્ષિણ કે પશ્ચિમ દિશા તરફ મુખ કરી બેસવું નહિ પણ ઉત્તર કે પૂર્વ સન્મુખ મુખ રાખી ભોજન કરવું. આ ઉપર બતાવ્યાથી વિપરીત રીતે એટલે હાથ પગ ધોયા વિના, ક્રોધથી ધમધમતાં અને દુર્વાક્ય બોલતાં દક્ષિણ દિશામાં બેસી ભોજન કરવામાં આવે તો તેને રાક્ષસી ભોજન કહેવામાં આવે છે. આવી રીતે ભોજન કરવામાં પોતાના મન તથા શરીરને જ નુકસાન થાય છે. અને તેમ નહિ કરીને પોતાનો જ બચાવ કરવાનો છે.
માનવ ભોજન શરીરને પવિત્ર કરી, સારા સ્થાને બેસી, નિશ્ચલ આસને બેસી દેવગુરુનું સ્મરણ કરી પછી ભોજન કરવું તે માનવ ભોજન કહેવાય છે. ખરાબ હવાવાળા સ્થાનોમાં પોતે ન ગયેલ હોય તથા અપવિત્ર કે અશુચિ પદાર્થોનો સ્પર્શ પોતાના શરીરને ન થયો હોય તો હાથ પગ ધોઈ પવિત્ર થવું, નહિતર સ્નાન કરી શુદ્ધ થવું, ત્યાર પછી ભોજન કરવું. ભોજન કરવા માટે સારા ઠેકાણે બેસવું. અશુચિ વિષ્ટાદિ પડ્યાં હોય, જ્યાં લોકો પેશાબાદિ કરતા હોય, માખી આદિ જંતુઓ જ્યાં બણબણાટ કરી રહ્યાં હોય, જ્યાં અંધારું હોય, મતલબ કે મનને ઉગ ઉત્પન્ન થાય તેવાં સ્થાનોએ જમવા ન બેસવું. પણ સ્વચ્છ સ્થળ હોય. પ્રકાશ હોય, ખુલ્લી હવા હોય અને મનને ઉલ્લાસ થાય તેમ હોય તેવા સ્થાને ભોજન કરવા બેસવું.
નિશ્ચળ બેસવું, મતલબ કે હાલતાં ચાલતાં ઊભા કે ઉભડક પગે બેસી જમવું નહિ, પણ નિશ્ચળ આસને શાંતપણે બેસીને ભોજન કરવું. કોઈ વિષમ કે વિપત્તિના પ્રસંગની વાત જુદી છે પણ શાંતિના વખતમાં તો આવી રીતે બેસીને ભોજન કરવું.
ભોજન કરવા બેસતા પહેલાં કે બેસતી વખતે દેવગુરુનું સ્મરણ
Page #139
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૨ ].
ગૃહસ્થ ધર્મ કરવું. તેમનું પવિત્ર નામ લેવું ત્યાર પછી જમવું, દેવગુરુનું નામ પવિત્ર છે. મનને આનંદ આપનાર છે. મંગલમય છે. શુદ્ધ મને સ્મરણ કરી દરેક કાર્યમાં તેનો કાર્ય કરવાથી વિપત્તિઓ દૂર થાય છે અને દરેક પ્રમાણિક કાર્યમાં તેનો વિજય થાય છે.
આ પ્રમાણે પવિત્ર શરીર કરી કે હાથ પગ ધોઈને સારા સ્થળે બેસી નિશ્ચળ આસન રાખી, દેવગુરુનું સ્મરણ કરી પછી ભોજન કરવું. આ મનુષ્યપણાને લાયક હોવાથી મનુષ્ય ભોજન કહેવાય છે.
ઉત્તમ દૈવી ભોજન - સ્નાન કરી, દેવનું પૂજન કરી, પોતાના પૂજ્ય ગુરુ, માતા પિતાદિને નમન કરી, સુપાત્રમાં દાન આપી પછી ભોજન કરવું તે ઉત્તમ ભોજન કહેવાય છે. આ દૈવી પ્રકૃતિવાળાનું ભોજન હોવાથી તેને દૈવી ભોજન પણ કહે છે.
શરીર ઉપરનો મેલ આદિ અશુચિ દૂર કરવા માટે સ્નાન કરવું, સ્નાન કર્યાથી અશુચિ દૂર થાય છે. મન પ્રસન્ન રહે છે. વળી અશુચિવાળા દેહથી દેવ પૂજન થતું નથી, એટલે આ સ્નાન કરવાની સાથે તરત જ દેવનું પૂજન કરવું પૂજનથી પોતાની સાત્ત્વિક વૃત્તિમાં વધારો થાય છે. પુન્ય પ્રકૃતિ વધે છે. મન શરીર આદિ પણ ઉલ્લાસમાં આવે છે. અશુભ પ્રકૃતિ હઠી જાય છે. દેવપૂજન પછી પોતાનો પૂજ્ય વર્ગ કે જેમણે દેહનો જન્મ આપી, વિવિધ પ્રકારે પાલન કરી, યોગ્ય શિક્ષણ આપી વ્યવહારના દરેક કાર્યમાં સુગમતા કરી આપનાર પરમ ઉપકારી માતા પિતાને નમસ્કાર કરવો. તેમની આજ્ઞા માનવી, પોતાથી બને તેટલી યોગ્ય સુગમતા કે સગવડતા તેમના કાર્યમાં કે જરૂરિયાતમાં કરી આપવી. ઇત્યાદિ પ્રકારે તેમને નમન કરવું. નમનનો અર્થ પગે લાગવું અને તેમનું કોઈ પણ કાર્ય ન કરવું, કે તેમની આજ્ઞા ન માનવી
Page #140
--------------------------------------------------------------------------
________________
ઉત્તમ દૈવી ભોજન .
[ ૧૨૩ ] એવો અર્થ ન કરવો. પણ તેમની દરેક પ્રકારે સેવા બજાવવી.
ત્યારબાદ પોતાના બન્ને લોકના પરમ ઉપકારી સત્ય માર્ગ બતાવનાર જ્ઞાનનેત્ર દાતા ગુરુને નમસ્કાર કરવો. નમસ્કાર કર્યા બાદ કોઈ પણ સત્પાત્ર, મહાત્મા, ત્યાગી ગુરુને યોગ્ય દાન આપવું. ગૃહસ્થોએ બને ત્યાં સુધી સત્પાત્રને દાન આપ્યા પછી જમવું. અહીં સપાત્ર કહેવાથી અનુકંપા બુદ્ધિથી ગરીબ, અનાથ, નિરાધારને દાન આપવાનું તો દરેક પ્રસંગે ચાલુ હોય છે જે તેથી ભોજન કર્યા પહેલાં સુપાત્રને પણ દાન આપવું એમ જણાવ્યું છે. ત્યાગ આશ્રમ ગૃહસ્થાશ્રમને આધારે રહેલો છે. તેથી ગૃહસ્થોએ તેનું સારી રીતે પોષણ કરવું, તેમ કરવાથી ઉત્તમ ગુરુઓ પોતાનું જ્ઞાન ધ્યાન નિર્વિદનપણે આગળ વધારી શકે છે. અને તેઓ તરફથી ગૃહસ્થોને ઉત્તમ પ્રકારનો બોધ સહેલાઈથી મળી શકે છે. ત્યાર પછી ભોજન કરવું. -
આ કહેવાથી એમ કહેવાયું કે, ગૃહસ્થોએ સ્નાન કરી દેવપૂજન કરવું. માતા-પિતા, ગુરુ આદિને વંદન કરવું, અને સુપાત્રમાં દાન કરવું. ત્યાર પછી ઉત્તમ સ્થાને અને સ્થિર આસને બેસી, શાંતપણે આનંદપૂર્વક ભોજન કરવું. આ ઉત્તમ ભોજન છે.
આથી પુણ્ય પ્રકૃતિ વધે છે. પાપ પ્રકૃતિ હઠે છે. શરીર નિરોગી રહે છે. મન આનંદિત રહે છે. આવી જ રીતે કોઈ પણ વ્યવહારિક કાર્યમાં પ્રવૃત્તિ કરવાની હોય તે પ્રસંગે આત્મજાગૃતિ બની રહે અને મનની વિશુદ્ધિ થાય તેવી પ્રવૃત્તિ રાખતા જવું. (ભોજન જમતી વખતે પાળવા યોગ્ય સૂચના)
ભોજન કરતી વખતે ઘણી બોલવાની ટેવ ન રાખવી. ભોજનમાં કાંઈ ફેરફાર થયો હોય કે પોતાની રુચિથી વિરુદ્ધ આસ્વાદવાળું
Page #141
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૪ ]
ગૃહસ્થ ધર્મ ભોજન બન્યું હોય તે તે વખતે શાંતપણે ભોજન કરવું. ત્યારબાદ ધીમાશથી મીઠા શબ્દ રાંધનારને કે ભોજન લાવનારને યોગ્ય સૂચના આપવી, અને ફરી તેવી ભૂલ ન થાય તે માટે સાવચેતી રાખવા સૂચવવું, પણ જમતી વખતે ન કહેવું તેમ કરવાથી ક્રોધ, કષાય, કલેશ વગેરે કદાચ ઉત્પન્ન થાય તો જમેલું ભોજન વિષમય થાય છે. વળી મીઠા શબ્દોથી જે કાર્ય ઘણી વખત સહેલાઈથી સિદ્ધ થાય છે તેવું તપી જવાથી કે કલેશ કરવાથી થતું નથી.
સંધ્યા વેળાએ, ગ્રહણ વખતે અને સગાંસંબંધીઓનું મૃત કલેવર જ્યાં સુધી ઘરમાં પડેલું હોય ત્યાં સુધી ભોજન ન કરવું. મતલબ કે તે વખત વીત્યા પછી અને મૃતક બહાર લઈ ગયા બાદ ભોજન કરવું.
પોતાના ઘરમાં ધન સંપત્તિ સારી હોય તો ખાવામાં કૃપણતા ન કરવી. મતલબ કે અનાજ, ઘી, ફળાદિ હલકાં સડી ગયેલાં, ગંધાઈ કે બગડી ગયેલાં હોય તે ખાવાના ઉપયોગમાં ન લેવાં. તેમ જ પોતાના ધનની આવકના પ્રમાણમાં ભોજન ખર્ચ રાખવું. ઉત્તમ ખોરાકથી શરીર બળવૃદ્ધિ પામે છે. શરીરની કાંતિ દેદીપ્યમાન થાય છે. દૂધ વિર્યને વૃદ્ધિ પમાડનાર છે. ઘીથી શરીર મજબૂત થવા સાથે કાંતિ વધે છે. મીઠાશથી લોહી વધે છે. અનાજથી શરીર બળવાન થાય છે.
અજાણ્યે ભોજન કે અજાણ્યાં ફળો ખાવાં નહિ. ધર્મથી ભ્રષ્ટ થયેલા, બાળ, સ્ત્રી, પશુ, આદિની ઘાત કરનારા અને ઉત્તમ આચારને લોપનારાઓને ઘેર કે સાથે બેસી ભોજન ન કરવું. તેમ કરવાથી લોકમાં નિંદા પાત્ર થવાય છે અને તેના મલિન વિચાર કે અણુઓની અસરથી નિષ્ફરતા કે નિર્દયતા પોતામાં આવવાનો સંભવ રહે છે.
મદિરા, માંસ, આદિનું ભોજન કે પાન કદી પણ ન કરવું. તે તામસી ખોરાક છે તેથી મનુષ્યમાં ભયંકર ક્રૂરતાનો વધારો થાય છે.
તેમ જ વધારે વખત છાશ બહાર રહેલું માખણ તથા મહુડાં,
Page #142
--------------------------------------------------------------------------
________________
ભોજન જમતી વખતે પાળવા યોગ્ય સૂચના
[ ૧૨૫ ] મધ, તદ્દન કુણા ફળ કે પાંદડાં, સડી ગયેલ પાંદડાં કે ફળ, કુથિત અન્ન વાસી રાધેલું અનાજ, કાચા દહીં, દૂધ કે છાશ સાથે કઠોળ, બે દિવસ પછીનું દહીં, જીવોની ઉત્પત્તિવાળું બોળ અથાણું. ભૂમિ કંદ વગેરે. તથા ઘણા તીખા તમતમતા સ્વાદો વગેરેનો બને ત્યાં સુધી ખાવામાં ઉપયોગ ન કરવો. આ રાજસિક ખોરાક છે તેમ જ અનેક જંતુઓથી મિશ્રિત છે. તેથી શરીરમાં વિવિધ પ્રકારના વિકારો કે રોગો - થવાનો સંભવ છે.
ઘઉં, ચોખા, ઘી, સાકર, દૂધ વગેરે સાત્ત્વિક ખોરાક છે. તે લોહીને નિયમિત ગતિમાં રાખે છે. મલિન વિકારોને હઠાવનાર છે. સાત્ત્વિક વૃત્તિને ઉત્તેજીત કરનાર છે.
ભોજનની શરૂઆત કરતી વખતે પ્રથમ પાણી ન પીવું તેમ જ જમ્યા પછી વધારે પાણી ન પીવું, ભોજનની વચમાં પાણી મધ્યમસર પીવું. ભોજનની શરૂઆતમાં પાણી વિષ સમાન ગણાય છે. અંતમાં પથ્થર સમાન ગણાય છે. અને વચમાં પીધેલું પાણી અમૃત સમાન લેખાય છે. રોગી શરીરવાળાએ આ વાત પર વિશેષ ધ્યાન આપવું. અજીર્ણ થતાં ભોજનનો એકાદ વખત કે દિવસ માટે ત્યાગ કરી દેવો, તેથી અજીર્ણ મટી જાય છે પણ પાણી પૂરતી જરૂરિયાતના પ્રમાણમાં પીવું, તેથી વધારાનું ભોજન પાચન થઈ જાય છે. તેમ જ‘પ્રકૃતિને અનુકૂળ ભોજન બનતાં સુધી નિત્યના વખતસર જમી લેવું.
Page #143
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૬ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ગૃહસ્થ ધર્મ
ગૃહસ્થ ધન કમાવવાનો પ્રયત્ન કરવો
ગૃહસ્થોએ ધન ઉપાર્જન કરવા માટે પ્રયત્ન કરવો, પણ દેવના ઉપર આધાર રાખીને બેસી ન રહેવું. કેમ કે પ્રયત્ન કર્યા સિવાય ભાગ્ય પણ કોઈ દિવસ ફળતું નથી. ભાગ્યનો નિશ્ચય પણ પ્રયત્ન દ્વારા જ થઈ શકે છે.
ધન ઉપાર્જન કરવાનો વ્યવહાર ન્યાયપૂર્વક થવો જોઈએ. કૃષિકર્મ-ખેતીવાડીમાં જીવહિંસા થવાનો પ્રસંગ છે તથાપિ જે દેશનો મોટો આધાર ખેતીવાડી ઉપર હોય છે તે દેશમાં તે કર્મ નિંદનીય ગણાતું નથી. થોડી બુદ્ધિવાળો પણ મહેનતુ વર્ગ આ કૃષિ કર્મથી સુખે નિર્વાહ ચલાવી શકે છે. ખેતીવાડીમાં પાપ માની જો બધાએ તેનો ત્યાગ કરે તો કાં તો મરવાનો પ્રસંગ આવે અને કાં તો તેથી વધારે પાપવાળી માંસાહારાદિ કાર્યમાં પ્રવૃત્તિ કરવી પડે.
વ્યવહારમાં વિવિધ પ્રકારના છળ, પ્રપંચો, ઓછું દેવું વધારે લેવું, વસ્તુઓનાં ભેળસેળ, જૂઠું બોલવું, અન્ય બતાવી અન્ય આપવું, ખોટા લેખ, કુડા તોલ માપ વગેરે પ્રપંચો વ્યાપારમાં કરવાં પડે તેનાં કરતાં તો, અંગત જાત મહેતનથી ખરા પરસેવાવાળી મહેનતથી કરાતી ખેતીવાડી હજાર દરજ્જ સારી છે.
વળી વિવિધ પ્રકારના યંત્રો, મિલો, પીલવાના કે લોઢવાના સંચાઓ વગેરેમાં જે પાપ કર્મ થાય છે તેના કરતાં ખેતીવાડીમાં વધારે પાપ હોવાનો સંભવ નથી.
જેમ ખેતીવાડી આરંભ છે તેમ સેંકડો પંખી આદિ, નાનાં પ્રાણીઓ, ગરીબ, વાચકો ઈત્યાદિને મદદ પણ ખેતીમાંથી આવતા અનાજ આદિ દ્વારા મળે છે. મતલબ કે જે દેશનો આધાર સેંકડે નેવું
Page #144
--------------------------------------------------------------------------
________________
ગૃહસ્થ ધન કમાવવાનો પ્રયત્ન કરવો
[ ૧૨૭ ] ટકા જેટલો ખેતીવાડીના ઉપર છે તે દેશમાં તીક્ષ્ણ બુદ્ધિવાળા સુધરેલ અને દયાની લાગણીવાળા મનુષ્યો ખેતીના ધંધામાં જોડાય તો થોડી મહેનતે પણ સૂક્ષ્મ બુદ્ધિ વડે તેઓ ઘણી સારી પેદાશ કરી શકે, તે સાથે સંતોષવૃત્તિથી જીવન ગુજારતા ધર્મ કાર્યો પણ નિવૃત્તિના વખતમાં સારી રીતે કરી શકે.
વ્યાપાર પ્રસંગમાં બેઠેલ મૂલ્યથી વધારે લાભ મલ્યો હોય તો સંતોષવૃત્તિ રાખી તે માલ વેચી નાંખવો. પણ અધિક અધિક લાભની ઈચ્છા રાખી, ન વેચતાં કોઈ પ્રસંગે મૂળ ધનનો પણ નાશ થવા સંભવ છે.
લાભ વધારે મળતો હોય તોપણ ચિંતા અને ઉપાધી વિનાનું શાંતિવાળું જીવન ઈચ્છનાર મનુષ્યોએ ઉધારે માલ ન આપવો. તેમ જ ઘરેણાં કે જમીન પ્રમુખ રાખ્યા સિવાય વ્યાજે પૈસા પણ ન આપવા. તેમ કરવાથી ઊલટી હાથે કરી ઉપાધિ વહોરી લેવા જેવું થાય છે. કાકા ટળી ભત્રીજા થવા જેવું થાય છે અને ચિંતા તથા આર્તધ્યાનને આમંત્રણ કરવા જેવું બને છે.
બુદ્ધિમાન મનુષ્યોએ રાજ્ય વહીવટ આદિ કાર્યમાં પણ બનતા પ્રયત્ન ભાગ લેવા ચૂકવું નહિ. રાજ્ય સેવાની અને તેમાં પણ ઊંચા પ્રકારના હોદા ભોગવવા કે મેળવવા પ્રયત્ન કરવાની જરૂર છે. કારણ કે તેથી અનેક મનુષ્યોને ઉપકાર કરી શકવા સાથે આજીવિકા મેળવાવી આપવામાં મદદગાર થવાય છે. મોટી વિપત્તિઓ રાજ્યની મદદ વિના ભાંગી શકાતી નથી પરોપકારી કાર્યો હકુમત વિના જોઇએ તેવાં ચોક્કસ થઈ શકતાં નથી. ધર્મનો ઉદ્ધાર પણ રાજ્ય ધર્મ વિના થઈ શકતો નથી. રાજ્યની મદદ વિના એકલા ઉપદેશથી લોકોને સન્માર્ગે ચડાવી શકાતા નથી. લોકોની દરિદ્રતાનો અંત રાજ્યની મદદ વિના થઈ શકતો નથી. અજ્ઞાનતાનો નાશ કરવામાં રાજ્યની હકુમત ઘણી
Page #145
--------------------------------------------------------------------------
________________
ગૃહસ્થ ધર્મ
[ ૧૨૮ ] ઉપયોગી થઈ પડે છે. અનેક પ્રકારના સુધારા કરવા તે હકુમતના અંગે કરવા સહેલા થઈ પડે છે. ભાંગી પડેલા હુનર ઉદ્યોગો નવી નવી શોધખોળો, અને દેશની આબાદી એ સર્વ રાજ્યના અંગે જ દૃઢ થઈ શકે છે.
પોતાની બુદ્ધિના પ્રમાણમાં યોગ્યતાનુસાર રાજ પ્રકરણીય કામમાં ભાગ લેવા ચૂકવું નહિ, તેના ખરા ફાયદાઓ તો તેવા અણીના પ્રસંગે જ ઉપયોગી થઈ પડે છે, અથવા જણાય છે.
પૈસાપાત્ર, બુદ્ધિમાન, હિંમતવાન અને સાહસિક મનુષ્યોએ દેશના મોટા મોટા ગણાતા વ્યાપારમાં જોડાવું જોઈએ. બુદ્ધિ, પૈસો. અને સાહસ એ લક્ષ્મીને આવવાનાં દ્વાર છે.
જે મનુષ્યમાં જે જાતની શક્તિઓ ખીલેલી હોય છે તે મનુષ્યને તે તે જાતના વ્યાપાર, હુનર, ઉદ્યોગ, નોકરી વગેરે કરવાની ઇચ્છા થાય છે અને તેની ઇચ્છાને વિશેષ પોષણ મળે તેવી મદદ આપી તે તે કામમાં તે માણસને યોજવામાં આવે તો અવશ્ય તે મનુષ્ય તે તે કામમાં વિજય મેળવ્યા સિવાય રહે જ નહિ, તે સિવાય ઇચ્છા વિરુદ્ધ કોઈ કામમાં તેને યોજવામાં આવે તો જરૂર તેમાં તે નિરાશ થવાનો જ.
થોડી મિલકત ધરાવનાર પણ અનેક મનુષ્યો સાથે જોડાઈને કંપની ભાગીદાર તરીકે તેઓ પોતાના ભાગ્યની અજમાયશ કરે તો તેઓ મોટા મોટા સાહસ કરવાને પણ સમર્થ થઈ શકે. પૈસાદારોની હરીફાઈમાં પણ ઉતરી શકે અને પોતાના દેશનો ભાંગી ગયેલ વ્યાપાર પણ ખીલવી દેશનો ઉદય કરવા સાથે પોતાનો તથા પોતાના આશ્રિતોનો ઉદ્ધાર કરી શકે.
:
:
Page #146
--------------------------------------------------------------------------
________________
સંધ્યા વખતની ગૃહસ્થની ક્રિયા
——
—
(૯)સંધ્યા વખતની ગૃહસ્થની ક્રિયા
દિવસનો આઠમો ભાગ બાકી રહે તે વખતે ગૃહસ્થોએ ભોજન કરી લેવું, રાત્રિએ બુદ્ધિમાનોએ ભોજન ન કરવું રાત્રે ભોજન કરતાં ચોમાસાના વખતમાં ઘણાં એવા ઝીણાં જંતુઓ થાય છે તે ઉડી ઉડીને ભાણામાં પડે છે. તે જીવોનો નાશ તો થાય છે, સાથે તેમાં કોઈ ઝેરી જંતુ ભોજનમાં આવી જાય તો શરીરને પણ મોટું નુકસાન થાય છે. કીડી ભોજનમાં આવી જાય તો બુદ્ધિનો નાશ થાય છે. જૂથી જળોદર થાય છે. કરોળિયાની લાળથી કોઢ થાય છે. ખડમાકડી જેવું પ્રાણી શરીર પર મૂતરી જતાં દાઝયાની માફક ફોલ્લા ઉત્પન્ન કરી મનુષ્યોને ત્રાસ પોકારાવે છે તો પછી ભોજનમાં રાત્રે તે ઉડતાં પ્રાણીના મૂત્રનો ભાગ આવી જાય તો ભયંકર દાહ કે પેટમાં રોગ થાય તેમાં આશ્ચર્ય શું છે? આ બન્નેથી બચવા માટે રાત્રિએ ન જમવું પણ દિવસે જમવું તે વધારે ડહાપણ ભરેલું છે.
વળી વહેલું ભોજન કર્યું હોય તો રાત્રીએ પ્રભુની પ્રાર્થના કે ધર્મધ્યાનાદિમાં બેસતા વધારે આળસ કે પ્રમાદ થતો નથી. ઊંઘ ઓછી આવે છે. કારણ કે ખાધેલો ખોરાક બે, ત્રણ કલાક જવા પછી પાચન થઈ જાય છે. સાંજે જમવાની જરૂર પડે તો ઘણો સાદો જલદી પાચન થાય તેવો અને થોડો આહાર જમવો તે વધારે યોગ્ય છે. ઘણો આહાર જમવાથી નિદ્રા તથા આળસ વધે છે. અજીર્યાદિ થતાં રોગોની વૃદ્ધિ થાય છે.
થોડા પાણીથી હાથ પગ અને મોઢું ધોઈને સાંજે ધૂપ અને દીપવડે વિતરાગ દેવની પૂજા ગૃહસ્થોએ કરવી અને તે પૂજા વખતે પૂર્વે કહી આવ્યા તેવી ભાવના પ્રબળ લાગણી સાથે ભાવવી.
Page #147
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૦ ]
ગૃહસ્થ ધર્મ
ત્યાર પછી પ્રતિક્રમણ કરવું. કેમ કે ક્રિયા સહિત જ્ઞાન મોક્ષનું સાધક છે. એકલું જ્ઞાન કે એકલી ક્રિયા ફળ આપતી નથી પણ બન્નેની સાથે જરૂર છે. જ્ઞાનથી પોતે જે જાણ્યું છે ક્રિયા દ્વારા તે પ્રમાણે વર્તન કરવાનું છે. તે વર્તનમાં જ્યાં જ્યાં ભૂલો થઈ હોય, વિસ્મરણ થયું હોય અથવા તેવા વિષમ પ્રસંગો આવી પડતા ધીરજ ન રહી હોય, તેને લઈ લીધેલ નિયમમાં, કરેલ પ્રતિજ્ઞામાં જ્યાં જ્યાં દૂષણ લાગ્યું હોય તે તે યાદ કરી, તેને માટે પશ્ચાતાપ કરી, માફી માંગી, પ્રાયશ્ચિત લઈ કરેલી ભૂલને સુધારી લેવી, છિદ્ર પડ્યું હોય ત્યાં થીંગડું-ડગળી, આપી છિદ્ર બંધ કરી વ્રતને મજબૂત બનાવવાં, કરેલી પ્રતિજ્ઞાને દૃઢ કરવી અને ઉત્તમ વર્તન પાછું ચાલુ રાખવું. આ હેતુ પ્રતિક્રમણનો છે અને તે પૂર્વે બતાવી આવ્યા છીએ તે પ્રમાણે પ્રતિક્રમણ કરવું.
ધર્મથી જ સર્વ કાર્યો સિદ્ધ થાય છે. એમ જાણી નિરંતર ધર્મને જ હૃદયમાં રાખનાર મનુષ્યોએ વ્યાવહારિક પ્રપંચોમાં ગૂંથાઈને ધર્મની વેળાનું ઉલ્લંઘન ન કરવું. અર્થાત્ જે ક્રિયા જે જે કાળે કરવાની કહી છે તે તે કાળે તે તે ક્રિયા આદરપૂર્વક કરવી. વ્યાવહારના પ્રપંચમાં, આળસ અને વાતોના તડાકામાં ચાલુ ક્રિયાનો વખત ઓળંગી જવો તે, તે ક્રિયા પ્રત્યે અનાદર સૂચવે છે અને વ્યાવહારના પ્રસંગો કરતાં તેની કિંમત ઘણી હલકી-ઓછી ટાંકવામાં આવે છે, એમ સૂચના કરાય છે. છતાં વિષમ પ્રસંગો માટે અપવાદ હોય છે પણ તે અપવાદનો ઉપયોગ પોતાની આળસ અને બેદરકારી માટે કરવાનો નથી. પણ કોઈ તેનાથી વધારે અગત્યના કે અગવડતાવાળાં કારણે તે અપવાદ મુખ્ય કરી વર્તવામાં આવે તો હરકત નથી.
પ્રતિક્રમણ કર્યા બાદ ગુરુ, પ્લાન, તપસ્વી આદિની ભક્તિ કરીને વખત હોય તો (મંદિર બંધ ન થયેલ હોય અથવા મહોત્સવદિનો પ્રસંગ હોય તો) પરમાત્માનાં દર્શન કરી પછી ઘેર જવું.
ન
Page #148
--------------------------------------------------------------------------
________________
-
-
સંધ્યા વખતની ગૃહસ્થની ક્રિયા
[ ૧૩૧ ) વ્યાવહારિક પ્રસંગોની તથા જરૂરિયાતના કાર્યોની તપાસ કરી, નોકર ચાકરની હાજરી લઈ, હિસાબ વગેરે તપાસી, કરવા યોગ્ય કાર્યોની આશ્રિતોને ભલામણ કરી, પછી રાત્રીએ પોતાના કુટુંબવર્ગને બોલાવી ધર્મ તથા વ્યવહારના કાર્ય સંબંધી તપાસ કરવી. આજે કોણે પોતાને સોંપેલા કાર્યમાં પ્રમાદ કર્યો છે? ઘરમાં કોઈ કલેશ થયો છે? કોઈનાં મન એકબીજા પર નારાજ થયાં છે? થયાં છે તો શા કારણથી? ઈત્યાદિ તપાસ કરી તેનો પક્ષપાતપણે તરત નિકાલ કરી નાખવો, નહિતર કલેશના તણખાખો કાળાંતરે ભયંકર આગનું સ્વરૂપ પકડે છે. જેના પરિણામે મુંબનો પ્રેમ, એકબીજાની વાત્સલ્યતા; એકબીજાને મદદ કરવાની રૂઢી, એકબીજાની મર્યાદા સાચવવાની રીત ઇત્યાદિ સર્વ નાશ પામે છે, બધાં જુદાં થઈ છિન્નભિન્ન થઈ જાય છે. આબરુને ધક્કો લાગે છે અને નિર્બળ તથા મદદ વિનાના નિર્માલ્ય લાચાર, થયેલાનો સર્વ કોઈ પરાભવ કરે છે. આ વિષમ વિપત્તિમાંથી બચવા માટે ઘરના આગેવાને બહુ કાળજી રાખવી.
વળી અધર્મને રસ્તે ચાલનાર તથા ધર્મ તરફ પ્રવૃતિ નહિ કરનારને પણ સત્ય સમજાવી, ભાવી દુઃખમય પરિણામ અન્યના દષ્ટાંતોથી બતાવી, ધર્મ તરફ પ્રવૃત્તિ કરાવવી. કુટુંબોનું પોષણ, રક્ષણ અને સન્માર્ગ ગમન, ઇત્યાદિ માટે ઘરના આગેવાનોને માથે મોટી જવાબદારી રહેલી છે. તેનું સ્મરણ રાખી કુટુંબને સન્માર્ગે ચલાવવામાં જરાપણ બેદરકારી ન રાખવી. એકાદ વખત ખરાબ રસ્તે ગમન કરનાર માણસને ફરીથી ઠેકાણે લાવતા ઘણી મહેનત પડે છે. માટે શરૂઆતથી જ કાળજી રાખી કુટુંબને સારા ધર્મિષ્ઠ (ધર્મઘેલાં નહિ) માણસોના સહવાસમાં રાખવાં, ખરાબ સોબતથી અટકાવવા, ધર્મ શ્રવણ કરવા મોકલવા અને પોતે ધાર્મિક પુસ્તકો વાંચી
Page #149
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૨ ]
સંભળાવવાં ધાર્મિક કથાઓ કહી બતાવી અને અનુભવની વાત કરી શિખામણો આપી, તેઓ સર્વ પવિત્ર જિંદગી ગુજારે તેવો પ્રયત્ન કરવો.
ગૃહસ્થ ધર્મ
1
રાત્રિએ સૂતાં પહેલાં હાથ પગ ધોઇ પંચ પરમેષ્ઠિ મંત્રનું સ્મરણ કરવું. અરિહંતનું, સિદ્ધપરમાત્માનું, પવિત્ર સાધુઓનું અને ધર્મનું શરણ અંગીકાર કરવું તે તે શરણ કરતી વખતે તે તે મહાન વ્યકિત અને શક્તિનો ઉચ્ચતમ આદર્શ પોતાનાં આંતરચક્ષુ સામે ખડો કરી, તેમના શરણે, તેઓની પવિત્ર છાયા નીચે પોતાના જીવનને મૂકવું.
એઓ મારા હૃદયમાં પવિત્રતાને પ્રેરો, દુર્ગુણોને બહાર કાઢો, સત્ય સમજાવો, સત્યના માર્ગમાં ચલાવો અને વિષમ પ્રસંગે મારો સર્વ વાતે બચાવ કરો, આ ઉદ્દેશ તે મહાન પવિત્રાત્માઓનું શરણ ગ્રહણ કરવાનું છે.
ત્યાર પછી ગૃહસ્થાશ્રમમાં પણ પવિત્ર શીયળ પાળનાર સુદર્શન આદિ પવિત્ર જીવાત્માઓની અનુમોદના કરવી, શ્રીમાન સ્ફુલિભદ્રાદિ મહાત્માઓ જેઓ પવિત્ર જીવન ગુજારનારા છે, વિષમ પ્રસંગમાં પણ દેઢ બ્રહ્મચર્ય પાળનારા છે, તેમના જીવનના નિર્મળ આદર્શો પોતાના નેત્ર આગળ ખડા કરી, અપૂર્વ લાગણી સાથે નમન કરવું અને પોતામાં તેવી દૃઢતા કેમ આવે તેનો વિચાર કરવો.
બ્રહ્મચર્ય પાળવાની પોતાની અદૃઢતાને જોઈ પોતાથી અધિક દૃઢતાવાળાની અનુમોદના કરવી. ખરેખર પોતાનું સત્ય સ્વરૂપ પ્રગટ કરવામાં વિઘ્નરૂપ વિષયોની વાસના જ છે, તે જો શાંત થાય તો મોક્ષ જરાપણ દૂર નથી.
આ પ્રમાણે વિચારો કરી નિદ્રાવશ થવું. ધર્મના પર્વ દિવસોમાં કોઈ પણ વખત મૈથુન સેવવું નહિ તથા બને તેટલો વિષયવાસના ઉપર મનનો કાબૂ રાખવો.
ઘણા વખત સધી ઊંઘવું નહિ વધારેમાં વધારે છ કલા નિદ્રા
Page #150
--------------------------------------------------------------------------
________________
સંધ્યા વખતની ગૃહસ્થની ક્રિયા
[ ૧૩૩ ] મનુષ્યો માટે પૂરતી છે. વધારે નિદ્રા ધર્મ, અર્થ અને સુખનો નાશ કરે છે. જેને અલ્પ આહાર, અલ્પ નિદ્રા, અલ્પ આરંભ, અલ્પ પરિગ્રહ અને અલ્પ કષાય હોય તો તેનાએ હકાપવાન અલ્પ ભવભ્રમણ કરનાર જાણવો. • •
- નિંદ્રા, આહાર, ભય, સ્નેહ, કામ, કલેશ, ક્રોધ એ જેટલા વધારીએ તેટલા વધે છે અને ઘટાડીએ તેટલા ઘટે છે.
સૂતી વખતે બાળ બ્રહ્મચારી નેમનાથ પ્રભુનું સ્મરણ કરનાર ખરાબ સ્વપ્નોથી પરાભવ-પીડા-પામતો નથી.
પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ કરી નિંદ્રા કરનારને ખરાબ સ્વપ્ન આવતું નથી અને શ્રીમાન ચંદ્રપ્રભુનું સ્મરણ કરી નિંદ્રા કરનારને સુખે નિદ્રા આવે છે. શાંતિ કરનાર શ્રીમાન શાંતિનાથ પ્રભુનું સ્મરણ કરનારને ચોરાદિથી ભય લાગતો નથી.
આ પ્રમાણે શ્રાવકધર્મમાં ગૃહસ્થોનું દિવસનું કર્તવ્ય કહેવાયું. હવે ગૃહસ્થાશ્રમમાં કાયમ માટે ઉપયોગી કેટલીક બાબતોની સૂચનાઓ કરવામાં આવે છે.
Page #151
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૪ ]
-------------
*
પુત્રાહિકને શિખામણ
ભોજન કર્યા બાદ બે ઘડી લગભગ શાંતિ લેવી આ શાંતિનો વખત પોતાના પુત્રાદિ કુટુંબ વર્ગને સારી શિખામણો આપી સગુણી બનાવવાના પ્રયત્નમાં વ્યતિત કરવો.
ઘર કે કુટુંબમાં આગેવાન ગણાતા પુરુષો કે સ્ત્રીઓની ફરજ છે કે પોતે સગુણી-સદાચારી થવું અને તેની છાપ કુટુંબના માણસો ઉપર પાડવી. જો ઘરનો આગેવાન માણસ સદ્ગણી નથી હોતો તો તે વિરુદ્ધ માર્ગે વર્તન કરનાર કુટુંબને સુધારી શકતો નથી. એટલું જ નહિ પણ તેના આચરણો જોઇને ઘરના માણસો તેનું અનુકરણ કરે છે અને તેમ થતાં પોતે તથા પોતાના આશ્રયતળે વસનાર કુટુંબના તે દુર્ગતિના માર્ગમાં હડસેલે છે. માટે ઘર કે કુટુંબના આગેવાન માણસોએ પોતે સદાચારી થવું અને કુટુંબના માણસોને તેવા બનાવવા માટે પ્રયત્ન કરવો.
ભાઈઓ! ધનવાન થવું તે દૈવ(પૂર્વકમ)ને આધિન છે. પ્રયત્નની પૂર્ણ જરૂર છે છતાં જ્યારે બધા પ્રયત્નો નિષ્ફળ નીવડે છે, અથવા વિપરિત થાય છે, વસ્તુ મળવા છતાં રૂપાંતરે નાશ પામે છે અને એમ સર્વ રીતે નિષ્ફળ નીવડે છે. ત્યારે સમજાય છે કે ધનાદિ સંપત્તિની પ્રાપ્તિમાં પૂર્વ કર્મનો હાથ છે. આવા પ્રસંગે પણ સગુણ મેળવવાસગુણી થવું તે તો પોતાને આધિન છે. એ વાત ચોક્કસ ધ્યાનમાં રાખવી. જેમ જેમ સત્ય તત્ત્વ સમજવામાં પ્રયત્ન કરાય છે. તેમ તેમ સદ્ગુણો આત્મા તરફ આકર્ષાય છે. સગુણ મેળવવા માટે પૂર્ણ પ્રયત્નની જરૂર છે અને આ પ્રયત્નમાં પ્રયત્નના પ્રમાણમાં મનુષ્યો વિજયી નિવડે છે. કારણ આત્મા સ્વભાવથી જ પૂર્ણ છે સત્ય એ જ
Page #152
--------------------------------------------------------------------------
________________
પુત્રાદિકને શિખામણ
[ ૧૩૫ ] તેનું સ્વરૂપ છે. ત્રાંબાના વાસણ પર ચઢેલા કાટને જો પ્રયત્નથી દૂર કરી તેનું ખરું સ્વરૂપ પ્રગટ કરી શકાય છે તો પછી આત્મા પર ચઢેલા ઉપાધિરૂપ મળને કેમ પ્રયત્નથી દૂર કરી ન શકાય? ગુણોથી જ મનુષ્યો ઉત્તમતાને પામે છે, શાસ્ત્રમાં અને પ્રત્યક્ષ એવા અનેક દાખલાઓ છે કે નીચ કુળ કે વંશમાં ઉત્પત્તિ થયેલ મનુષ્યને પોતાના ગુણો વડે ઉત્તમતાને અથવા જગતમાં પૂજ્યતાને પ્રાપ્ત થયેલા છે. કમળ કાદવવાળા પાણીમાંથી ઉત્પન્ન થાય છે છતાં તેમાં સુંદરતા અને સુગંધતા અથવા કોમળતા હોવાથી દેવોના પણ મસ્તક પર તે ચઢે છે, ત્યારે તેજ કમળને ઉત્પન્ન કરનાર કાદવ પગથી કચરાય છે. લોકો પણ મહાવીર, રામ, કૃષ્ણ આદિના પ્રાતઃકાળમાં નામોનું સ્મરણ કરે છે, પણ સિદ્ધાર્થ, દશરથ કે વાસુદેવ ઈત્યાદિને કોઈ સંભારતું નથી, આનું કારણ દુનિયામાં સદ્ગણીઓની જ કિંમત છે. આવા ઉત્તમ પુરુષોને ઉત્પન્ન થવાની કોઈ ખાણ નથી અથવા એવું કોઈ કુળ નથી કે તેમાં જ સર્વ ઉત્તમ પુરુષો પાકે છે કે ઉત્પન્ન થાય છે. પણ સ્વાભાવિક રીતે પોતાના સગુણો વડે મનુષ્યો જગતને નમન કરવા કે માન્ય કરવા યોગ્ય થાય છે.
મહાત્મા હરિકેશી નામના એક પવિત્ર સાધુ પુરુષ પહેલાં થઈ ગયા હતા. આ મહાત્મા ચંડાળના કુળમાં ઉત્પન્ન થયેલા હતા. તેઓ પોતાની બાલ્યાવસ્થામાં ઘણા જ તોફાની હતા. એક દિવસ ચંડાળોની ઉજાણી હતી, તેમાં વિશેષ તોફાન કરનાર હરિકેશીને તે સમુદાયમાંથી બાતલ કરવામાં આવ્યો એ પ્રસંગે એક સર્પ ત્યાંથી નીકળ્યો, આ ઝેરી જાનવર બીજાના પ્રાણ લેનાર છે એમ કહી ચંડાળોએ તે સાપને મારી નાંખ્યો. થોડીવાર પછી એક મોટું અળસીયું નીકળ્યું તેને દેખી તે લોકોએ કહ્યું કે આ ઝેરી જાનવર નથી, માટે તેને જવા દો, તેને જીવતું મૂકી દીધું. આ બને પ્રસંગો ભોજનના વાડાની બહાર ઊભેલા
Page #153
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૬ ]
ગૃહસ્થ ધર્મ
હરિકેશીએ દીઠા અને સાથે પોતાના મિત્રો ઉજાણીનું ભોજન આનંદથી કરી રહ્યા હતા તે પણ જોયું. આ સર્વ જોઈ તેને વિચાર આવ્યો કે સાપ ઝેરી હતો, બીજાને નુકસાન કરનાર હતો તેથી તે પોતાના દોષથી મરાયો. અળસીયું નિર્દોષ હતું તે છૂટી ગયું, જીવતું રહ્યું. તેમ હું પણ કલેશ કરનાર, બીજાને મારનાર, અપરાધી હોવાથી જ જ્ઞાતિની પંક્તિમાંથી બહાર થયો છું. મારા મિત્રો ગુણવાન છે, કલેશી નથી, . તેથી આનંદમાં પ્રીતિ ભોજન કરે છે. ત્યારે શું દુનિયામાં સર્વજીવો પોતાના જ ગુણ અવગુણથી માનાપમાનને કે-સુખદુઃખને પામે છે ? હા ! પ્રત્યક્ષ એમ જ જણાય છે એ નિશ્ચય તેને એટલો બધો દૃઢ થયો કે તરત જ તેણે તે પ્રમાણે વર્તન કરવાની પ્રતિજ્ઞા કરી, વિચારની વિશુદ્ધિ અને મનની એકાગ્રતાને લીધે તેને પૂર્વજન્મનું જ્ઞાન સ્મરણમાં આવ્યું, તે જ દિવસથી તે એક ત્યાગી જૈન મહાત્મા થયા. આગળ જતાં તે પોતાના પ્રબળ પ્રયત્ને અનેક દેવોને પણ પૂજનીક થયા. તેઓની આત્મશ્રદ્ધા, હૃદયની વિશુદ્ધિ; મનની એકાગ્રતા, ઉપયોગની તીવ્રતા, સ્વરૂપ સ્થિરતા અને પરોપકાર પરાયણતા એટલી બધી ઉત્તમ હતી કે પોતે જે વનમાં રહી ધ્યાન કરતા હતા તે વનનો અધિષ્ઠાતા યક્ષ તેઓનો પૂર્ણ ભક્ત થયો. એટલું જ નહિ પણ પોતાના મોજશોખના સાધનોને એક બાજુ રહેવા દઈ નિરંતર તેઓની સેવામાં જ તે હાજર રહેતો હતો. તેણે વિવિધ રૂપે મુનિના ઉપદેશથી અનેક જીવોને તારવામાં મદદ કરી મુનિના ગુણોથી અનેક જીવોને માહિતગાર કરી ગુણાનુરાગતા પ્રગટ કરી, ગુણની અધિકતાં છે જાતિ કે કુળની નહિ; એ વાત તે મહાત્માની સેવા કરી તેણે દુનિયામાં પ્રસિદ્ધ કરી.
· આવા અનેક દૃષ્ટાંતોથી આ વાત સિદ્ધ થાય છે કે કુળની કે જાતિની મોટાઈ કરતાં ગુણની મોટાઈ જ દુનિયામાં અધિક છે. અત્યારે પણ જાતિ કે કુળમાં હલકા છતાં ગુણમાં અધિક મોટા હોવાથી અનેક
7
Page #154
--------------------------------------------------------------------------
________________
વિવિઘ સદ્ગુણો
[ ૧૩૭ ]
હોદ્દા અને પદવીઓ ઉપર અમલ ચલાવતા માણસો નજરે પડે છે. કુટુંબના આગેવાનોએ પોતાના આશ્રિતોને અધિકતા પ્રગટ કરવા ઉત્સાહિત કરવા.
વિવિધ સદ્ગુણો
ઘરના વડીલ પુરુષે પોતાના આશ્રિત મનુષ્યવર્ગને પોતાની પાસે બોલાવી લાગણીપૂર્વક શિખામણ આપવી કે ભાઈઓ ! સત્ત્વાદિ સંપૂર્ણ ગુણવાન્ મનુષ્ય જેમ રાજ્યને યોગ્ય થાય છે તેમ વિવિધ પ્રકારના ગુણવાળા મનુષ્ય આત્મધર્મને લાયક થાય છે. ધર્મ એ આત્માનો સ્વભાવ છે. મનની મલિનતા એ આવરણ સરખી છે. સૂર્યની આડેથી વાદળો દૂર થતાં સૂર્યનો પ્રકાશ પૃથ્વીતળ પર પડે છે તેમ કર્મ આવરણો દૂર થતાં, અથવા મનની મલિનતા દૂર થતાં આત્માનો પ્રકાશ બહાર આવે છે. મનની મલિનતા દૂર કરવા કહો કે આત્મપ્રકાશ બહાર લાવવા કહો પણ ઉત્તમ સદ્ગુણો ખીલવવાની જરૂર છે. મનને સદ્ગુણોથી વાસિત કરતાં મલિનતા દૂર થાય છે. શરૂઆતમાં અશુભ દૂર કરવાની ઘણી જરૂર છે. શુભમાં-શુભ સદ્ગુણોની અધિકતામાં એવો સ્વભાવ રહેલો છે કે તે અશુભને હઠાવી દે છે અને પછી નિર્મળ આત્મ સ્વભાવના જ્ઞાનની મદદથી તે શુભ પણ ખસી જઈ સ્ફટિકની તે માફક બાકી શુદ્ધ સ્વરૂપ પ્રકાશી રહે છે.
ગંભીરતા
છોકરાઓ ! ગંભીરતા એટલે મન મોટું રાખવું, ઉછાંછળી બુદ્ધિ ન રાખવી. પૃથ્વી વિશાળ છે. અનંતજંતુઓથી ભરપુર છે. જીવો કર્માધિન છે. કર્મોદયને લઈ જીવો ન કરવાના કર્તવ્યો અનિચ્છાએ પણ કરે છે જીવોની આવી વિષમ અથવા વિપરીત પ્રવૃત્તિને દેખીને
Page #155
--------------------------------------------------------------------------
________________
**,
[ ૧૩૮ ]
-- – – – – – – – –– – – – – – –– કાંઇ પણ આશ્ચર્ય પામવા જેવું નથી. તેવી પ્રવૃત્તિવાળા મનુષ્યને જોઈ પોતાની ગંભીરતાનો ત્યાગ ન કરવો. તેઓની ગુપ્ત વાતો યા આચરણો ઉઘાડા ન પાડવાં. પોતાથી બની શકે તો તેઓને સન્માર્ગે દોરવવા બીજા પાસે સુધરાવવા પ્રયત્ન કરવો.પણ તુચ્છબુદ્ધિ રાખી પોતાની વિરુદ્ધ થતાં તેના ખાનગી કર્તવ્યો ઉધાડાં ન પાડવાં. એકની વાતો સાંભળી બીજા આગળ કહેવી અને બીજાની વાતો સાંભળી પહેલા આગળ કહી આપસમાં બન્નેને લડાઈ ન મારવા. પણ જે કાંઈ એકબીજાની વિરુદ્ધનું સાંભળો તે સર્વ ગંભીરતાથી હૃદયમાં રાખી મૂકો. અથવા તે ઉપર લક્ષ ન આપો. તે વાતોથી કોઈને પણ નુકસાન પહોંચે તેવું હોય તો મૌન ધારી રહો. - દુનિયા પ્રપંચથી ભરેલી છે. વ્યવહાર અને રાજ્ય ખટપટો હદપારના ગુંચવાડાથી ભરપૂર હોય છે. આ પ્રપંચ જાળમાં એક બીજાઓ એકબીજાના છિદ્રો શોધતા જ હોય છે. તેવા પ્રસંગે ગંભીરતા ન જાળવનાર માણસ મોટું નુકસાન કરી બેસે છે. તેમ થતાં ગંભીરતાના સ્થળે ગંભીરતા ઉપયોગી છે. જે કર્તવ્યથી હજારો મનુષ્યોને નુકસાન થતું હોય કે સંહાર થવાનો પ્રસંગ પ્રાપ્ત થતો હોય તેવા પ્રસંગમાં મૌન ધારણ કરવું કે ગંભીરતા રાખવી, તે મહાન જોખમ ભરેલું કામ છે. માટે લાભાલાભનો વિચાર કરી તમે બધાઓ ગંભીરતાનો સદ્ગુણ વધારજો. તમે ગંભીરતાવાળા થજો.
(શાંત પ્રકૃતિ) વહાલા સ્વજનો ! સ્વભાવથી જ શાંત પ્રકૃતિવાળો મનુષ્ય વિશ્વાસ કરવા યોગ્ય હોય છે. તેની આગળ ગમે તેવી ગુપ્ત વાત કરવામાં આવી હશે તો પણ તેની પાસેથી તે વાત જ્યાં તેનો દુરુપયોગ થાય ત્યાં જશે જ નહિ કારણ કે સ્વભાવ શાંતિમય ત્યારે જ થઈ શકે
Page #156
--------------------------------------------------------------------------
________________
શાંત પ્રકૃતિ
[ ૧૩૯ ] છે કે જ્યારે ક્રોધાદિ કષાયોની મંદતા, મનની સ્થિરતા અને આત્માની ઉજ્જવળતા થયેલી હોય છે, સંસારની વિષમતાવાળી વિવિધતા અનુભવવામાં આવી હોય છે, દુનિયામાંથી આશ્ચર્ય લાગવા જેવું જેને કાંઈ હોતું નથી, જેનું જીવન પરોપકારી થયેલું હોય છે, આવા મનુષ્યોના હૃદયમાં જ શાંતિ હોવાથી તેની પ્રભા બહાર મુખ ઉપર આવી રહેલી હોય છે. જે વૃક્ષના મૂળમાં અગ્નિ લાગેલો હોય છે તેનો બહારનો દેખાવ પત્ર પુષ્પ ફલાદિ વિનાના બળી ગયેલા કે સુકાઈ ગયેલા વૃક્ષના જેવો જ હોય છે પણ જે વૃક્ષના મૂળમાં વિશેષ ખાતર અને પાણી હોય છે તે વૃક્ષ, પત્ર, ફળાદિથી નવપલ્લવિત અને સુંદર ઘટાવાળું સુશોભિત હોય છે, તેમ જેના હૃદયમાં શાંતિ નથી તેનો ઉપરનો શાંતિવાળો દેખાવ નકામો છે. ઢોંગ છે, દંભ ભરેલો છે, પણ જેના અંતરમાં શાંતિ છે તે જ ખરી શાંતિ છે તેના બાહ્ય અંતર બને દેખાવો, ગમે તેવા પ્રસંગે પણ શાંતિમય સૌમ્યતાવાળા જ હોય છે. અનેક મનુષ્યો આવા મનુષ્યોનો આશ્રય કરીને રહે છે. તેનો શાંતિમય દેખાવ જ બીજાને પોતા તરફ આકર્ષે છે તેની પાસેથી જ્ઞાન, ધ્યાન, સદુપદેશ કે ઉત્તમ શિક્ષણ ગમે તે માણસ ઘણી સહેલાઈથી લઈ શકે છે. તેવા મનુષ્યને ઘણે ભાગે કોઈ સાથે વિરોધ હોતો નથી. અને તેનું જીવન પરોપકારમય હોય છે. આવા મનુષ્યો ઘણી સહેલાઈથી ધર્મનું આરાધના કરી શકે છે. પિત્ત પ્રકૃત્તિવાળા મનુષ્યની પ્રકૃતિ કદી શાંત થઈ શકતી નથી. સહેજ નિમિત્ત મળતાં તેનામાં ક્રોધ કે અશાંતિ પ્રગટ થઈ આવે છે. આવી પ્રકૃતિવાળાએ પિત્તને ઉત્તેજન મળે તેવો ખોરાક ન ખાવો પણ સાત્વિક ખોરાક લેવો અને ઉત્તમ શાંત સ્વભાવવાળાના સહવાસમાં રહેવું.
Page #157
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૦ ]
ગૃહસ્થ ધર્મ
- અક્રૂરત). ભાઈઓ! શૂરતા એટલે કિલષ્ટ પરિણામ. મત્સર આદિથી . દૂષિત પરિણામ, આ ક્રૂરતા જેમાં ન હોય તે અફર કહેવાય છે. સુખી મનુષ્યને જોતાં તેના સુખની ઈર્ષ્યા કરવાના પરિણામો અથવા બીજાને દુઃખમાં પાડવાના પરિણામો તે કિલષ્ટ પરિણામ કહેવાય છે. મારફોડના વિચારો, અન્યના સુખનો નાશ કરવાના વિચારો, કોઈની ચડતી નહિ જોઈ શકવાના વિચારો, આ સર્વ કિલષ્ટ પરિણામનો અગ્નિ હૃદયમાં બળતો હોય ત્યાં ધર્મ-શુદ્ધ સ્વભાવસમપરિણામની સ્થિતિ કયાંથી હોય? તાપ અને ટાઢ, ગરમી અને શીતળતાને જેટલું આંતરું છે તેટલું જ આંતરું કિલષ્ટ પરિણામ અને સમભાવ રૂપ ધર્મ વચ્ચે છે.
આ કિલષ્ટ પરિણામ હોય ત્યાં સુધી નિર્દોષ ધર્મ આરાધવા કે સાધવાને મનુષ્ય સમર્થ થતો નથી, માટે ધર્મ પામવાને ઇચ્છતા મનુષ્યોએ અન્યનું બુર કરવાના વિચારોનો ત્યાગ કરી પોતાના મનના પરિણામોને ઉત્તમ બનાવવા.
લોકપ્રિય થવું
ભાઈઓ! આ લોક તથા પરલોકથી વિરુદ્ધ કામ નહિ કરનાર, તથા આ લોકમાં ઉત્તમ કાર્યો, તથા પરમાર્થના કાર્યો, સ્વાર્થ વિના કરનાર માણસ લોકપ્રિય થાય છે.
અન્યની નિંદા કરવી, વિશેષ પ્રકારે ગુણવાનની નિંદા કરવી, ભોળાભાવે ધર્મ કરનારની હાંસી કરવી, લોકમાન્ય પુરુષોનું અપમાન કરવું, ઘણા મનુષ્યો જેનાથી વિરુદ્ધ હોય તેવાની સોબત કરવી, દેશાચાર, કુળાચાર, જાતિના આચાર જેઓ હિતકારી હોય તેનું
Page #158
--------------------------------------------------------------------------
________________
લોકપ્રિય થવું
[ ૧૪૧ ] ઉલ્લંઘન કરવું, ઉલ્ટટ વેશ પહેરવો. હોંશાતોંશથી-દેખાદેખીથીચડસા-ચડશીથી પરમાર્થની બુદ્ધિ વિના દાન કરવું, સારા માણસને કષ્ટ પડતા રાજી થવું, છતી શક્તિએ ઉત્તમ ઉત્તમ માણસને પડતા નિવારણ ન કરવું, ઇત્યાદિ કાર્યો લોક વિરુદ્ધ જાણવાં. જે કામ કરવામાં વિના પ્રયોજને નિર્દયતા વાપરવી પડે, તે સર્વ પરલોક વિરુદ્ધ કાર્યો જાણવાં.
આ લોક તથા પરલોક ઉભય વિરુદ્ધ કાર્ય સાત વ્યસનો છે. (૧) જુગાર રમવો (૨) માંસ ભક્ષણ કરવું (૩) દારૂ, માદક પદાર્થો ખાવા-માદક પીણાં પીવાં (૪) વેશ્યાગમન કરવું (૫) શિકાર કરી નિર્દોષ પશુ-પંખીઓનો સંહાર કરવો (૬) ચોરી કરવી (૭) પરસ્ત્રીગમન કરવું.
આ કર્મો આપણાં તરફ પ્રીતિ ધરાવનારા લોકોને આપણાથી વિમુખ રાખનાર છે. અપ્રીતિ ઉત્પન્ન કરાવનાર છે તેનો ત્યાગ કરનાર મનુષ્ય જ ધર્મનો અધિકારી થાય છે.
તેમ જ દાન દેવું, યોગ્ય સ્થળે સખાવતો કરવી, યોગ્ય ગુણવાન મનુષ્યોનો વિનય-સત્કાર કરવો, સદાચારી થવું ઇત્યાદિ સારાં કામોથી લોકોને પ્રિય થવાય છે આવો લોકપ્રિય માણસ પોતે ધર્મ માર્ગે ચાલે છે. અને બીજાઓને પણ ધર્મ અંગીકાર કરવામાં આંતર પ્રીતિ ઉત્પન્ન કરે છે.
ભીરુ) છોકરાઓ ! પોતાના દુષ્ટ કર્મોથી આ લોકમાં તેમ જ પરલોકમાં ઉત્પન થતાં દુઃખોનો વિચાર કરી પાપમાં પ્રવૃત્તિ નહિ કરનાર મનુષ્ય પાપ ભીરુ કહેવાય છે. અથવા જન્મ, મરણ, રોગ, શોક, આધિ, વ્યાધિ, ઉપાધિથી ઉત્પન્ન થતાં ભવનાં-સંસારનાં દુઃખોનો
Page #159
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૨ ]
ગૃહસ્થ ધર્મ વિચાર કરી, તે દુઃખો ઉત્પન ન થાય તેવી ઉત્તમ પ્રવૃત્તિ કરનાર મનુષ્ય ભીરુ કહેવાય છે. આવા મનુષ્યો જ ધર્મને યોગ્ય ગણાય છે.
ભીરુનો અર્થ ગમે તે માણસ કે જાનવરથી ભય પામી નાશી જાય તેવો અહીં નથી. શૂરાતનની તો દરેક પ્રાણીઓમાં જરૂરિયાત છે. શૂરાતન વિનાનો માણસ ડગલે ને પગલે દુનિયામાં પરાભવ પામે છે. ગમે તેવા મનુષ્યો તેના ઉપર દાબ ચલાવે છે. હુકુમત ચલાવે છે અને પગ તળે છુંદી નાખે છે. પુરુષાર્થ એ પણ શૂરાતનની જ જાત છે વ્યવહાર અને પરમાર્થ બન્નેમાં શૂરાતન-પુરુષાર્થની જરૂરિયાત છે. નિર્માલ્ય, બાયલા જેવાઓ મોહનો-કર્મનો નાશ કેમ કરી શકશે? એટલે જ અહીં ભીરુનો અર્થ પોતાના કુળને કલંક લાગે તેવા ઘોર કર્મમાં પ્રવૃત્તિ કરવા માટે ભીરુ, આ લોકના કષ્ટો જે કોઈ પણ જાતના સ્વાર્થ કે પરમાર્થ માટે વહોરી લેવાથી ભીરુ પોતાના ધર્મથી ભ્રષ્ટ થવાનો ભીરુ પર લોકમાં અધોગતિ પ્રાપ્ત થાય તે માટે ભીરું. અપયશનો ભીરું. ઇત્યાદિ કાર્યોમાં ભીરુપણું કરનાર મનુષ્ય ધર્મને યોગ્ય ગણાય છે.
(અશઠતા
વ્હાલાં બાળકો ! શઠ એટલે માયાવી; કપટી કહેવાય છે. તેનાથી તમારે વિપરીત વર્તન કરવું. અર્થાત્ નિષ્કપટી થવું આ ગુણથી મનુષ્ય અન્યને વિશ્વાસપાત્ર થાય છે. તે કોઈને ઠગતો નથી. જેવું ચિત્તમાં તેવું જ વાણીમાં અને તેવું જ કર્તવ્યમાં હોય છે. માયાવી માણસ કોઈને ઠગતો ન હોય તથાપિ તેનો કોઈ વિશ્વાસ કરતું નથી. ધર્મને બહાને કપટી લોકો અન્યને ઠગે છે પણ ખરી રીતે તેજ ઠગાય છે. પવિત્ર ધર્મ અને ઉત્તમ મનુષ્ય-જીવનનો તે દુરુપયોગ કરે છે. તેના બનાવટી આડંબરથી લોકો ખુશી થાય છે અર્થાત લોકોને તે રાજી કરી શકે છે પણ તે પોતાના આત્માને કદી પણ સંતોષ આપી
Page #160
--------------------------------------------------------------------------
________________
દાક્ષિણ્યતા પ્રાર્થના ભંગ નહિ કરનાર [ ૧૪૩ ].
----– –––––––– – – – – શકતો નથી. તેનું મલિન હૃદય તેને જ ડંખ્યા કરે છે અને કર્મનો કે કુદરતનો અનિવાર્ય બદલો તેને ભોગવવો જ પડે છે. સરળ સ્વભાવિ મનુષ્યો જ ધર્મને યોગ્ય હોય છે. દાયિતા પ્રાર્થના ભંગ નહિ કરનાર
વ્હાલા સંબંધીઓ ! તમારી આગળ કોઈએ આવીને પ્રાર્થના કે - માંગણી કરી કે આ કામ તમે કરી આપો તો તે અવસરે તમારામાં તે કાર્ય કરવાની શક્તિ હોય તો છતી શક્તિએ તેને નિરાશ ન કરવો. એ દાક્ષિણ્યતા ગુણ કહેવાય છે. આ જ પ્રમાણે કોઈ માણસ તમારી પાસેની કોઈ વસ્તુની માંગણી કરે અને તેનાથી સામાને વિશેષ ફાયદો થતો હોય તેમ જણાતું હોય તેમ જ.તે આપવાથી પોતાને કે પોતાના કુટુંબને એવું નુકસાનકારક કાંઈ પણ ન થતું હોય તો તે વસ્તુ આપીને સામાને સંતોષ આપવો યા પરોપકારના આભાર તળે લાવીને તેને પરોપકારી થવાનો પાઠ શીખવવો. છતાં અહીં એક વિચાર મુખ્ય કરવાનો એ છે કે તે દાક્ષિણ્યતા ધર્મનો કે પોતાના કર્તવ્યનો નાશ કરનારી ન હોય, ઉન્માર્ગે દોરવનારી ન હોય અથવા એકના ભોગે અનેકનો સંહાર કરનારી ન હોય, જેમ ઉપાધ્યાયની સ્ત્રીએ વસુ રાજા ઉપર લાગવગ ચલાવીને નારદ સંબંધી જૂઠી સાક્ષી ભરાવી સત્યનો નાશ કર્યો તેવી દાક્ષિણ્યતા ન હોય એ ખાસ ધ્યાનમાં રાખવું.
દાક્ષિણ્યતાવાળા માણસ પોતાનું કામ અધૂરું મૂકીને પણ પરોપકાર કરે છે. તેના વચન પર લોકોને વિશ્વાસ પડે છે અને તેના કહ્યા મુજબ લોકો વર્તન કરે છે. કારણ કે પરોપકાર કરનારનું હૃદય પવિત્ર હોય છે. અને તે પવિત્રતાને લીધે પોતે ધર્મ તરફ વળે છે અને બીજાઓને પણ ધર્મના પવિત્ર માર્ગ તરફ તે ખેંચે છે. તમે પણ દાક્ષિણ્યતાવાળા થજો.
Page #161
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૪] –– ––– –––––––––2
ગૃહસ્થ ધર્મ લિજજાવાના-અકાર્યનો ત્યાગ ક્રનાર)
છોકરાઓ ! લજ્જાવાન માણસ અકાર્યનો ત્યાગ કરે છે. નાનામાં નાના ખરાબ વર્તન કરવામાં પણ શરમ આવે છે.
- લજ્જાવાન માણસ અંગીકાર કરેલી પ્રતિજ્ઞા-વ્રત, નિયમ, ટેક વગેરેનો નિર્વાહ કરે છે. તેનો પાર પામે છે. સ્નેહ કે કોઈના બળાત્કારથી પણ પોતાની તે કરેલી પ્રતિજ્ઞાનો ભંગ કરતો નથી. આરંભેલા કાર્યનો ત્યાગ કરવો તે તેને મન મરવા જેવું લાગે છે. છતાં આ લજ્જાળું ગુણમાં એટલી સાવધાનતા રાખવાની છે કે કોઈ ખોટી પ્રતિજ્ઞા, બીજાને નુકસાનકારક પ્રતિજ્ઞા, અજ્ઞાન કે ક્રોધાદિ પરિણતિવાળી સ્થિતિમાં બીજાને નુકસાનકારક કરાયેલી પ્રતિજ્ઞાને વળગી રહેવાનો કદાગ્રહ આ લજ્જાળુ ગુણને અંગે ન હોવો જોઈએ.
જ્યાં લજ્જાની જરૂરિયાત હોય ત્યાં લજ્જાવાન થવું અને જ્યાં સત્ય કહેવાની જરૂરિયાત હોય ત્યાં સામાને છાતીમાં વાગે તેવું હોય પણ પરિણામે સુખકારી હોય તો હિંમતથી તે સત્યનો આશ્રય કરી સાચેસાચું જણાવી દેવું. ખોટી લજ્જા સ્વપર બનેને નુકસાનકારક છે.
લજ્જાળું માણસ સદાચારી હોય છે. અકાર્યનો ત્યાગ કરનાર હોય છે. સદાચાર માટે જરા પણ તેને શરમ હોતી નથી. અને તેથી જ હૃદયની પવિત્રતા વધતાં નિર્મળ ધર્મનો પણ તે અધિકારી થાય છે. માટે તમે પણ લજ્જાવાન થજો.
(દયાળુ) પ્રાણીઓની અનુકંપવાળા થવું વહાલા બાળકો ! દયા એટલે પ્રાણીઓનું રક્ષણ કરવું. દુઃખીઓને મદદ કરવી. તેના દુઃખો ઓછાં કરવાં. નિરાશ થયેલાઓને
Page #162
--------------------------------------------------------------------------
________________
મધ્યસ્થ
[ ૧૪૫ ] સારી આશા આપવી. દુઃખમાં ડૂબેલાઓને સારી સલાહ આપવી. સંકટમાં સપડાયેલાને તેમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવવો. ગમે તેવા ભગીરથ પ્રયત્ને પણ દીન, અનાથ, નિરાધાર, રોગી, વૃદ્ધ, વિપત્તિમાં સપડાયેલાઓને શક્તિ અનુસાર તન, મન, ધનાદિથી મદદ કરવી.
ધર્મથી વિમુખ થયેલાઓને તેમનો ધર્મ બતાવવો, સમજાવો, સત્યના માર્ગે ચડાવવો આ સર્વ દયા છે.
આ દયા કરનારે એટલું ધ્યાન રાખવાનું છે કે દયાનો જ્યાં દુરુપયોગ થાય ત્યાં દયાનો ઝરો વહેરાવવો બંધ કરવો. દયા કરતી વખતે ભાવિ પરિણામોનો પણ વિચાર કરવો. જેમાંથી મહાન અનર્થ થવાનો સંભવ હોય તેવી દયાને બાદ કરવી જોઈએ. અર્થાત્ દયા કરતી વખતે ભાવિ પરિણામ પણ વિચારવાનું છે. દેખીતી દયા ન થતી હોય તોપણ તેથી પરિણામ ઉત્તમ જણાતું હોય તો તે પણ દયા જ છે. કારણ પરિણામે અન્યનું ભલું કરવાના જ છે.
દયા ધર્મનું મૂળ છે. દયાનું રક્ષણ કરવા માટે જ વ્રતાદિ છે. અહિંસા જ મોક્ષ આપનારી છે. જ્યાં દયા નથી ત્યાં દાન, તપ, જ્ઞાન કે ધ્યાન પણ નથી. દયાળુ મનુષ્ય જ ધર્મને લાયક છે. બાળકો ! તમે પણ દયાળુ થજો.
મધ્યસ્થ
વ્હાલા બાળકો ! તમારે મધ્યસ્થ એટલે પક્ષપાત વિનાની દૃષ્ટિ રાખવાની બહુ જરૂર છે. રાગદ્વેષવાળી યા પક્ષપાતવાળી દૃષ્ટિથી જ્યાં દોષ હોય ત્યાં પણ રાગને લીધે દોષ જણાતા નથી ઊલટા દોષને ગુણરૂપે સમજવામાં આવે છે. અને દ્વેષને લીધે જ્યાં ગુણ હોય ત્યાં દ્વેષને લીધે દોષ દેખાય છે. આ પક્ષપાતની લાગણીથી સત્યનો નિશ્ચય
Page #163
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૬ ]
ગૃહસ્થ ધર્મ કરી શકાતો નથી. બીજાના સત્ય વિચારો સાંભળવા જેટલી પણ ઉદારતા કે સભ્યતા સાચવી શકાતી નથી. મધ્યસ્થ-દષ્ટિથી શાની પુરુષોના સમાગમમાં આપણે આવી શકીએ છીએ તેમના પવિત્ર વચનોનું પાન કરી શકીએ છીએ. અને તેમના અનુગ્રહને લાયક થઈ શકીએ છીએ. તેમના વચનો ઉપર વિચાર કરવાનો પ્રસંગ મળે છે. આપણને મધ્યસ્થ જાણીને તેઓ પણ ઉત્તમ લાગણીથી સત્ય સમજાવે છે. કદાગ્રહીને કોઈ પણ માણસ લાગણીથી સારી શિખાણમાં પણ આપતો નથી. વ્યવહારમાં પણ મધ્યસ્થ મનુષ્યનું મોટું માન હોય છે. કોઈ ન્યાય કરાવવાનો હોય તો પણ તેઓ તેને જ મધ્યસ્થ નીમી કામ લે છે. તેના વચનો ઉપર સર્વને શ્રદ્ધા હોય છે. અને ધર્મ સમજવા કે ગ્રહણ કરવાને પણ તેજ લાયક થાય છે. તમે પણ મધ્યસ્થ થજો.
ગુણાનુરાગ ગુણનો પક્ષપાત સગુણી બાળકો ! તમારે ગુણવાન મનુષ્યોની ઉપર પ્રીતિ રાખવી, તેમના ગુણો બોલવા, તેમના કોઈ અછતા અવગુણ બોલતો હોય તો તેને સત્ય સમજાવવું યા અટકાવવો.
જેમ એક પાણીની ટાંકીમાંથી નળ વડે પાણી બહાર બીજા વાસણમાં લેવામાં આવે છે તેમ ગુણનો પક્ષપાત કરનાર પોતાના ગુણાનુરાગી નળ વડે ગુણવાન મનુષ્યરૂપ ટાંકીમાંથી ગુણો પોતામાં ખેંચે છે. અર્થાત્ ગુણાનુરાગી માણસ પોતે તો ગુણવાન બને છે. ખૂબી એ છે કે નળવાટે પાણી લેતાં મૂળ ટાંકીમાંથી તે ખાલી યા ઓછું થાય છે. પણ ગુણાનુરાગ કરનાર તો સામામાં ગુણ ભરેલા રહેવા દે છે અને પોતે પણ ગુણવાન બની જાય છે.
મનુષ્યને જે જે જાતની પ્રીતિ થાય છે. તે તે વસ્તુ તરફ તેનાં મન, વચન, શરીરાદિ આકર્ષાય છે. અહોનિશ તેનું જ ચિંતન, મનન
Page #164
--------------------------------------------------------------------------
________________
શુભ અને શુદ્ધકથા
[ ૧૪૭ ] કરે છે અને છેવટે તે વસ્તુ મેળવે છે. તેમ જે જે ગુણ કે દોષ તરફ પ્રીતિ કે અપ્રીતિ હોય છે. તે તે વસ્તુનું ગ્રહણ કે ત્યાગ તે પોતાની પ્રબળ નિર્બળ ભાવના પ્રમાણમાં થોડે કે ઝાઝે ભાગે કરે છે.
ગુણાનુરાગી મનુષ્ય ગુણીજનોનું બહુમાન કરે છે. નિર્ગુણીની ઉપેક્ષા કરે છે. છતાં કે અછતા અન્યના દોષો બોલવા કે સાંભળવામાં કોઈ ગુણ તો થતો નથી પણ તે બતાવતાં વૈરની વૃદ્ધિ થાય છે અને દુર્બુદ્ધિ યા દ્વેષ ઉત્પન્ન થાય છે.
અનાદિકાળથી જીવો દોષોથી ભરપૂર છે તે દોષો જોવા તેમાં કાંઈ અધિકતા નથી પણ ગુણ પેદા કરવા કે અન્યમાંથી ગુણ જોવા તેજ ઉત્તમ કર્તવ્ય છે. ગુણાનુરાગી મનુષ્ય ધર્મને લાયક થાય છે. ભાઈઓ! તમે પણ ગુણાનુરાગી થજો.
શુભ અને શુદ્ધક્યા) | વિનયવાન બાળકો ! તમારે વ્યવહારના પ્રસંગોમાંથી મળેલી ફુરસદનો વખત તત્ત્વજ્ઞાનનો, આત્મકર્તવ્યનો અને પ્રાપ્તવ્યનો વિચાર કરી સફળ કરવાનો છે. મનુષ્ય જન્મની એક ક્ષણપણ ઘણી જ કિંમતી છે. છેલ્લી મરણ પથારીએ પડેલા મનુષ્યને જ તેની અમૂલ્યતાની ખરી ખબર પડે છે. એવું દુર્લભ અને પવિત્ર જીવન અસત્ કથાઓ, નિંદા અને કુથલીઓ કરી વ્યતિત કરવામાં આવે તો તેના જેવું બીજું શોચનીય શું ગણાય?
સ્ત્રીની કથા, દેશની કથા, રાજ્યની કથા અને ભોજન સંબંધી સારા નઠારા ગુણ અવગુણવાળી કથાને વિકથા કહે છે, આત્મભાન ખોઈને, રાગદ્વેષની કે અજ્ઞાનતાની પરિણતિમાં પરિણમીને જે આવી કથામાં પ્રવૃત્ત થાય છે તે યુક્ત અયુક્તનો વિવેક કરી શકતો નથી. તે અછતા અપવાદ બોલી વેર વિરોધને વધારે છે. અને પરિણામમાં
Page #165
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૮ ]
--
ગૃહસ્થ ધર્મ
લાભ કાંઈ થતો નથી. આ અશુભ કથાઓથી કલુષિત (મલિન) થયેલા મનવાળો મનુષ્ય પોતાના વિવેક રત્નનો નાશ કરે છે.
એકાંત વખત મળતાં શાંત ચિત્તે બેસી મનુષ્યોએ તીર્થકર, ગણધરદેવ અને મહર્ષિઓના જીવનચરિત્રો યાદ કરવાં. તે રસ્તે ચાલવાનો નિશ્ચય કરવો. પોતાના પૂર્વજો જે ઉત્તમ રસ્તે ચાલેલા હોય તેનું અનુકરણ કરવા તત્પર રહેવું, અથવા તત્ત્વજ્ઞાનનો નિશ્ચય કરવો, સત્ય સમજવું, અન્યને સમજાવવું, પરોપકારી જીવન ગુજારવાનો નિશ્ચય કરવો, અન્યને સારા રસ્તા પર દોરવવા, આ અને તેવા જ બીજા ઉત્તમ રસ્તે અનુકૂળ વખતનો તેનો સદુપયોગ કરવો.
આવી સત્કથા, ધર્મકથા કરનાર અને તેમાં પ્રીતિ રાખનાર મનુષ્ય સત્ય સમજે છે અને તેને મેળવવાને માટે પૂર્ણ લાયક થાય છે. માટે વિચારવાનોને યોગ્ય છે કે તેમણે નિરંતર શુભ કથાઓમાં જીવન વ્યતીત કરવું. બાળકો ! તમે પણ આ રસ્તે ચાલજો.
Page #166
--------------------------------------------------------------------------
________________
ઉત્તમ પરિવાર
[ ૧૪૯ ]
––––
ઉત્તમ પરિવાર
મારા વ્હાલા કુટુંબીઓ ! તમારે તમારા કુટુંબ, પુત્ર, સ્ત્રી, પૌત્ર, ભાઈ પ્રમુખ પરિવારને અનુકૂળ અને સદાચારી બનાવવા.
જે ઘરનો માલિક પોતાના આશ્રિત પરિવારને આત્મજ્ઞાન, ઉત્તમ વિચાર, વ્યવહારિક કેળવણી અને સમય ઉચિત વર્તન કરવામાં પ્રવીણ બનાવતો નથી તેનું પોતાનું જીવન સુખરૂપ નીવડતું નથી અને આશ્રિતોનું હિત બગડે છે.
પરિવાર અનુકૂળ ન હોય તો તે ધર્મ કાર્યમાં વિદનરૂપ આડે આવે છે. અનુકૂળ પરિવાર ધર્માદિ કાર્યમાં ઉત્સાહ વધારનાર અને ખરે પ્રસંગે મદદગાર થાય છે.
ધર્મશીલ પરિવાર ધર્મ કાર્યમાં રોકાતા પોતાના વખતને અનુમોદન આપનાર થાય છે અને તે સિવાયનો પરિવાર ધર્મની નિંદા કરે છે, વિદન કરે છે, ઉત્સાહ તોડી નાખે છે, પોતે પતિત થઈ બીજાને પતિત કરે છે.
સદાચરણવાળો પરિવાર સન્માર્ગે ચાલી લોક વિરુદ્ધ, રાજય વિરુદ્ધ ઈત્યાદિ અકાર્યનો ત્યાગ કરતો હોવાથી ધર્મ, વ્યવહાર લાજ, આબરુ, ઇત્યાદિમાં વધારો કરે છે.
કેળવણી પામેલો પરિવાર વ્યવહાર કુશળ થઈ પોતાની આજીવિકા અને કુટુંબની આજીવિકા ચલાવવાને સમર્થ થાય છે. તેથી ઘરનો માલિક નિશ્ચિત થઈ સ્વ-પર-ઉપકાર અને આત્મસાધન શાંતિથી કરી શકે છે. ઉત્તમ વિચારવાનું પરિવાર ઘરમાં થતાં કજીયા, કલેશ, કંકાસને દૂર કરી, સહનશીલતા વધારી કુટુંબની લાજ-આબરૂમાં વધારો કરી વડીલનું ગૌરવ વધારે છે.
Page #167
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૦ ]
સમય ઉચિત વર્તન કરનાર પરિવાર કોઈ પણ પ્રસંગે અણધારી વિપત્તિમાં સપડાતો નથી. અને આવી પડેલા વિષમ પ્રસંગોને સહેલાઈથી તરી પાર પામે છે. ઇત્યાદિ અનેક સદ્ગુણો પોતાના પરિવારને ઉત્તમ બનાવવાથી પ્રગટ થાય છે અને ધર્મનું આરાધન પણ તે સહેલાઈથી કરી શકે છે. માટે પોતાના પરિવારને વિચારશીલ, વ્યવહાર કુશળ, સમય ઉચિત વર્તન કરનાર, અનુકૂળ ધર્મશીલ અને સદાચારી બનાવવા પ્રયત્ન કરજો.
ગૃહસ્થ ધર્મ
———
Page #168
--------------------------------------------------------------------------
________________
વૃદ્ધ પુરુષોની સેવા કરવી
– – – –– –
–
–
––
–
–
__૧૫૧ ] ૧વૃદ્ધ પુરુષોની સેવા કરવી)
છોકરાઓ ! વૃદ્ધ પરિપક્વ બુદ્ધિવાળા મનુષ્યોની તમારે સેવા કરવી, તેમનો વિનય કરવો, તેમના હિત ભરેલા અનુભવી વચનો સાંભળવા. તેઓ તમારા કરતાં આ દુનિયામાં વહેલા આવેલા હોવાથી તેમણે અનેક અનુભવી પુરુષોની સેવા કરી કિંમતી અનુભવો લીધેલા હોવાથી તથા પોતાની જાતને વિવિધ પ્રસંગોમાંથી પસાર કરેલી હોવાથી તેમની પાસે બુદ્ધિનો ખજાનો એકઠો થયેલો હોય છે તે તમને મળે છે. તેવા વૃદ્ધોની સેવા-આજ્ઞા માન્ય કરવાથી વિપત્તિના ખરાબે ચડેલું આપણું જીવન-વહાણ મૂળ સુખના માર્ગ ઉપર પાછું સહીસલામત આવી પહોંચે છે.
એટલું ધ્યાન રાખવું કે તે વૃદ્ધ પુરુષ ઉંમરમાં વૃદ્ધ ધોળા વાળ અને ખડખડી ગયેલ શરીરવાળો જ હોય એમ માનવાનું નથી. પણ પાકી બુદ્ધિવાળો, સુંદર પરિણામવાળી મતિવાળો, વિવેકાદિ ગુણયુક્ત, શ્રુત જ્ઞાનનો અનુભવી, મહાન ધીરજવાળો, સંયમ-ઈદ્રિય મનાદિના નિગ્રહવાળો, વિવિધ પ્રકારના અનુભવોની કસોટીમાંથી પાર ઉતરેલો ત્યાગ, ગ્રહણના જ્ઞાનમાં પરિપક્વ અનુભવવાળો ઇત્યાદિ ગુણવાનું વૃદ્ધ કહેવાય છે.
ઉંમરમાં યુવાન છતાં જેની બુદ્ધિ પ્રબળ તિક્ષ્ણ અને વિપત્તિનો પાર પામે તેવી હોય છે તે વૃદ્ધ છે, પણ ઉંમરમાં વૃદ્ધ હોવા છતાં બુદ્ધિમાં મંદ હોય તો તે ખરી રીતે વૃદ્ધ નથી. જેની બુદ્ધિ ઠરી ગઈ છે સ્થિર થયેલી છે ઉછાંછળાપણું કરતી નથી તે વૃદ્ધ છે. આવા વૃદ્ધ મનુષ્યો પાપાચારમાં પ્રવૃત્તિ કરતા નથી. કરનારને ભાવી વિપત્તિનું ભાન કરાવી તેવા કર્તવ્યોથી પાછા વાળે છે. એમની સેવાથી મનુષ્ય
Page #169
--------------------------------------------------------------------------
________________
—
—
—
—
—
—
—
—
—
—
[ ૧૫ર ]
ગૃહસ્થ ધર્મ જન્મ સાર્થક થાય છે. ધર્મને માટે અધિકારી થવાય છે. વ્યવહાર સુખરૂપ વિપત્તિના કંટક વિનાનો થાય છે.
આ પ્રમાણે ઘરની આગેવાન ગૃહસ્થ પોતાના મિત્ર, બંધુવર્ગ અને વાત્સલ્યતાવાળા કુટુંબ વર્ગની સાથે બેસી આપસમાં ધર્મકથા કરે, ઉત્તમ શિખામણ આપી પરિવારના મનુષ્યોને સન્માર્ગે ચડાવે અને પોતે પણ યોગ્ય સુંદર આચરણ રાખે.
આ પ્રમાણે કરવાથી પોતાનો પરિવાર દૈવી જીવન ગુજારનારો થાય છે અને તેથી પરસ્પર સર્વનાં જીવનો આત્મ માર્ગમાં ગગન વિહારી થાય છે.
--
Page #170
--------------------------------------------------------------------------
________________
વ્યાવહારિક શિક્ષા
(૧) વ્યાવહારિક શિક્ષા
નિત્ય ન બની શકે તો પર્વના અને વિશ્રાંતિના દિવસે પુત્ર, પુત્રાદિ કુટુંબ વર્ગને પોતાની પાસે બેસાડી વ્યવહાર સંબંધી પણ ઉત્તમ શિક્ષા કુટુંબના આગેવાને આપવી જેમ કે
:
૧.
છોકરાઓ ! જે મનુષ્યની સોબતથી તમારામાં પાપની બુદ્ધિ પ્રગટ થાય તેવાઓની સોબત તમારે ન કરવી.
૨.
૩.
૪.
૫.
૬.
[ ૧૫૩ ]
૭.
૮.
મન, વચન અને કાયા વડે કોઈ પણ દિવસ ન્યાયનો માર્ગ મૂકી અન્યાયને માર્ગે ચાલવું નહિ.
કોઈનો પણ અવર્ણવાદ-અપવાદ-તમારે ન બોલવો, તેમાં વિશેષ પ્રકારે માતા, પિતા, ગુરુ, સ્વામી અને રાજા પ્રમુખની તો જરા પણ નિંદા ન કરવી.
મુર્ખ, દુષ્ટ, દુરાચારી, મલિન, ધર્મનિંદક, દુઃશીલ, લોભી અને ચોરની સોબતનો અવશ્ય ત્યાગ કરવો.
કીર્તિ મેળવવા માટે અજાણ્યા માણસના સાક્ષી ન થવું. અજાણ્યા માણસને પોતાના ઘરમાં રહેવા સ્થાન ન આપવું. દયા કે પરોપકારની લાગણીથી સ્થાન આપવું હોય તો ઘર સિવાય અન્ય સ્થળે આશ્રય આપવો.
અજાણ્યા કુળની સાથે વિવાહનો સંબંધ ન કરવો.
અજાણ્યા માણસને જ્યાં સુધી તેની ખાતરી ન થાય ત્યાં સુધી નોકર ન રાખવો.
૯. પોતાથી અધિક શક્તિવાળા સાથે કોપ ન કરવો.
૧૦. પોતાથી મહાન બળવાન શત્રુ સાથે યુદ્ધ ન કરવું કેમ કે તેથી સમૂળ પોતાનો નાશ થાય છે.
Page #171
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૪ ]
ગૃહસ્થ ધર્મ ૧૧. પોતાથી અધિક ગુણવાન સાથે ગર્વ ન કરવો. ગુણ વિનાના
ગર્વથી પોતાનું જ અપમાન થાય છે. ૧૨. પોતાથી અધિક શક્તિવાળા અર્થાત્ પોતા ઉપર જેનો પ્રભાવ
પડે તેવા નોકરોનો સંગ્રહ ન કરવો કેમ કે તે દિવસે ગૃહનો માલિક તે જ થઈ પડે છે. અથવા તેના કહ્યા મુજબ-નચાવ્યા
પ્રમાણે નાચવું પડે છે. ૧૩. દેવામાંથી મુક્ત થવા માટે ઉધારે લાવવું નહિ કેમ કે તેનું
પરિણામ પહેલાથી પણ વિશેષ વિપરીત આવે છે. ૧૪. નોકરોના દંડીના દંડનો ઉપભોગ પોતે ન કરવો પણ કોઈ સારા
પ્રસંગે ઇનામ તરીકે તેને પાછો આપવો. ૧૫. દરિદ્ર અવસ્થામાં પૂર્વે ઉપાર્જન કરેલી પ્રસંશા કે કીર્તિ ગાવી,
વારંવાર સંભારવી, અથવા પોતાના પૂર્વજોએ આવા મહાન કાર્ય કર્યા છે એ સંભારી બેસી રહેવું તે મૂર્ખાઈ ભરેલું છે. પોતાનો ઉત્સાહ જાગૃત કરવામાં તે ઉપયોગી છે, પણ તેથી પેટ ભરાતું નથી.
' ૧૬. પોતે પોતાના ગુણનું વર્ણન ન કરવું, કેમ કે પોતાને માટે તે
હિતકારી નથી તેનાથી ઊલટું અભિમાન વધે છે અને ગુણથી પાછું પડાય છે. બીજા મનુષ્યો તે ગુણોનું પોતાને આગળ વધવા
માટે ગ્રહણ કરે તો તે યોગ્ય જ છે. ૧૭. દેવું કરી ધમદાના માર્ગમાં પૈસા ખર્ચવો નહિ. તેમ જ કીર્તિ
ફેલાવવા માટે પણ ઋણ કરવું નહિ, પૈસાથી જ ધર્મ થાય છે તેમ કાંઈ નથી, તેવી શક્તિ ન હોય તો શરીર, મન, વચન
દ્વારા પણ અનેક ધર્માદાના કાર્યો કરી શકાય છે. ૧૮. ધર્મના કાર્યોમાં પૈસા ખર્ચવા માટે પાપમાં પ્રવૃત્તિ ન કરવી,
મતલબ કે પાપથી પૈસો પેદા કરી ધર્મના કાર્યોમાં ખર્ચવાની
Page #172
--------------------------------------------------------------------------
________________
વ્યાવહારિક શિક્ષા
[ ૧૫૫ ] – – – – –– – ––
ઇચ્છા ન કરવી. લૂગડું લોહીમાં ખરડી ધોવા બેસવું તેના કરતાં
લોહીમાં ન બગાડવું તે જ ઉત્તમ છે. ૧૯. સ્વજનોની સાથે વિરોધ ન કરવો. કારણ કે ખરી જરૂરિયાતનાં
પ્રસંગે તેઓ જ મદદગાર થાય છે અને વિરોધ કરવાથી પોતાનું બળ તૂટી જાય છે. તેને નિર્બળ મદદ વિનાનો ધારીને નિર્બળ
પણ તેનો પરાભવ કરે છે. ૨૦. સગાં, સંબંધીને મૂકીને પરની સાથે સ્નેહ ન કરવો. મતલબ કે
પ્રથમ સ્વજન સંબંધી અને પછી બીજા, પણ પ્રથમ પર અને પછી સંબંધી એમ ન કરવું. એક લોહીવાળાને જેટલું તેનું દાઝશે
તેટલું બીજાને ઓછું જ લાગશે. ૨૧. પોતે બોલીને પોતે હસવું નહિ એ મૂર્ખાઈમાં ગણાય છે અને
તે બોલનારની કિંમત ઓછી થાય છે. ૨૨. ગમે તે ખાવું કે ગમે તે બોલવું નહિ પણ અભક્ષ્યનો ત્યાગ
કરવો અને સભ્યતાપૂર્વક જરૂરિયાત જેટલું જ પ્રસંગે બોલવું. ૨૩. આ લોક તથા પરલોક વિરુદ્ધ કાર્ય કરવું નહિ. તેથી આ લોકનો
વ્યવહાર બગડે છે અને પરલોકમાં દુઃખમય સ્થિતિ પ્રાપ્ત થાય છે. આ સર્વ હિત શિક્ષાઓથી વિરુદ્ધ વર્તન કરવું તે સર્વ મૂર્ખ
માણસના લક્ષણો છે. ૨૪. ઘણો લાભ છતાં પણ ચોરીનો માલ ગ્રહણ કરવો નહિ. કેમ કે
તેથી કેટલીક વખત મૂળ ધનનો પણ નાશ થાય છે. ૨૫. સોનું અને રત્નાદિકની પરીક્ષા કર્યા સિવાય લેવાય નહિ કેમ
કે તેવા બનાવટી માલથી ઠગાવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. ૨૬. વ્યાપાર કરતાં અસત્ય ન બોલવું, પ્રતિજ્ઞાનો ભંગ ન કરવો.
વસ્તુ જોયા તપાસ્યા વિના સાટું કરવું નહિ. રાજાને પરાધીન ન થવાય તેમ રાજાનો આશ્રય લેવો.
Page #173
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૬ ]
ગૃહસ્થ ધર્મ
૨૭. તપસ્વી, કવિ, વૈદ્ય, મર્મને જાણનાર, રસોઈયો, મંત્રવાદી અને પોતાના પૂજ્ય વર્ગને કદી વિદ્વાનોએ કોપિત કરવા નહિ. ૨૮. તપસ્વીનું હૃદય દુઃખાવવાથી તેના નિઃસાસા ઊંડા શ્રાપ તુલ્ય ફળે છે.
૨૯. કવિનું મન દુઃખાવવાથી તે આખા દેશમાં ફજેત કરે છે અને તેને લઈ ચાલુ વ્યવહારને મોટો ધક્કો પહોંચે છે.
૩૦. વૈદ્યને કોપ ઉત્પન્ન થાય તેવું તેના તરફ વર્તન કરવાથી ખરી વખતે ઉપયોગી દવા ન આપે અથવા વિપરીત દવા આપે તો તેથી મરણ સુધીનો ભય ઉત્પન્ન થાય છે.
૩૧. મર્મને જાણનાર માણસ આપણા પર ગુસ્સે થયેલ હોવાથી આપણી વિરુદ્ધતાવાળા માણસો આગળ આપણા મર્મછિદ્રો ગુપ્ત રહસ્યો અને સંકેતો પ્રગટ કરી આપે તો તેથી દેહાંત દંડ સુધીનો ભય ઉત્પન્ન થાય છે અથવા આબરૂને ધક્કો પહોંચે છે.
૩૨. રસોઇયાને કોપ ઉત્પન્ન થાય તેવું તેના તરફ વર્તન કરવાથી તે કોઈ વિરોધી સાથે મળી જાય, અથવા કોઈ વિરોધી તેને ઉશ્કેરે તો તેની શિખવણીથી ભોજનમાં ઝેર આદિ આપે, અથવા રસોઈયાની વિરુદ્ધતાનો લાભ લઈ તે રસોઇયા દ્વારા ભોજનમાં કોઈ પણ જાતના ઝેરી પદાર્થનો ભેળ કરાવવાનો તેના શત્રુઓ લાભ લે અને તેથી મરણાંત કષ્ટ થવાનો સંભવ છે.
૩૩. મંત્રવાદીને પણ કોપ ઉત્પન્ન થાય તેવી રીતે તેના તરફ વર્તન કરવાથી તે પણ પોતાની શક્તિનો ઉપયોગ સામાનું બુરું કરવા માટે કરે અને ભાવિ પરિણામ દુઃખરૂપ આવે.
૩૪. પોતાના પૂજ્ય વર્ગના એટલે માતા, પિતા, ગુરુ અને વૃદ્ધ
Page #174
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
-
--
વ્યાવહારિક શિક્ષા
[ ૧૫૭ ] - - - - - -
આશ્રય આપનાર આ સર્વના કોપને ઉત્તેજન મળે તેવું તેમના તરફ વર્તન કરવાથી પવિત્ર પ્રેમ, હિતકારી શિક્ષા, ધાર્મિક મર્મતાનું જ્ઞાન અને વિવિધ અનુભવોથી બેનસીબ રહેવાય છે. એટલું જ નહિ પણ તેઓની કકળતી આંતરડીની કદુવા નિરંતર
આપણને સુખથી વિમુખ રાખે છે. ૩૫. ધન ઉપાર્જન કરવા નિમિત્તે કોઈ સાથે અતિશય કલેશ કરવો
નહિ, ધર્મનું ઉલ્લંઘન કરવું નહિ, નીચ માણસની સેવા કરવી
નહિ અને વિશ્વાસઘાત કરવો નહિ. ૩૬. લેવડ દેવડ કરવામાં બોલેલા વચનનો લોપ ન કરવો. જે
માણસ પોતાના બોલેલા વચનમાં સ્થિર નિશ્ચય હોય છે તેની
પ્રતિષ્ઠા લોકોમાં ઘણી સારી જામે છે. ૩૭. સંધ્યાકાળે ભોજન, નિંદ્રા, મૈથુન અને સ્વાધ્યાય આ ચાર કરવાં
નહિ. ભોજન કરવાથી વ્યાધિ થાય છે. મૈથુન સેવવાથી ગર્ભ દુષ્ટ થાય છે. નિંદ્રા કરવાથી ભૂતથી પીડા થવાનો સંભવ છે અને સ્વાધ્યાય (ભણેલું યાદ કરવું તે) કરવાથી બુદ્ધિની હીનતાહાનિ થાય છે.
Page #175
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૮ ]
ગૃહસ્થ ધર્મ
-
-
-
-
-
-
-
૧) ગર્ભવતી સ્ત્રીઓએ દયાનમાં
રાખવાની બાબત ગર્ભ રહે ત્યારથી જ બાળકને ઉછેરવાની ફરજ માતા, પિતા ઉપર આવી રહેલી છે ગર્ભ રહ્યા પછી ગર્ભ ધારણ કરનાર સ્ત્રીએ વિષયવાસના ઉપર કાબૂ રાખવો, કલેશ કંકાશ ન કરવો, ઘણાં ઠંડા, ઘણાં ઉનાં, ઘણાં વાયુ કરનાર, પિત્ત કરનાર, કફની વૃદ્ધિ કરનાર પદાર્થો ખાવા નહિ, ધીમે ચાલવું, ધીમે બોલવું, મંદ હસવું, દોડવું નહિ, ઊંચા નીચાં થનારાં, ખડખડાટ કરનારાં અને જેને લઈ શરીર હચમચાવી નાખે તેવાં વાહનો ગાડી, ઘોડા આદિ પર તે બાઇએ બેસવું નહિ, પછાડી ખાવી નહિ, કૂદવું કે ઠેકવું નહિ. ઉપવાસ કરવા નહિ, ઘણો ભાર ઉપાડવો નહિ, ઘણા ઊંચે ચડવું નહિ, ઘણા નીચાણમાં ઉતરવું નહિ, ઘણી ચિંતા ન કરવી ઇત્યાદિ અનેક પ્રકારની સાવચેતી ગર્ભવાળી સ્ત્રીઓએ ગર્ભના હિત માટે રાખવાની છે.
( ગર્ભવાળી સ્ત્રીઓનું કર્તવ્ય)
ગર્ભના મહિનાઓની અંદર ગર્ભવતીએ સારા સારા વિચારો કરવા, ઉત્તમ બળ, શૌર્ય હિમ્મત આવે તેવા પુસ્તકો વાંચવા, પરોપકાર, આત્મપરાયણતા, સત્યનો નિર્ણય અને સાત્વિક પ્રકૃતિનો વિકાસ થાય તેવા ધાર્મિક વ્યાખ્યાનો સાંભળવાં. વિવિધ પ્રકારના કુદરતી દેખાવો નિહાળવા, જ્ઞાતિનો, ધર્મનો, દેશનો ઉદ્ધાર કરવા સંબંધી વિચારો કરવા સારા બુદ્ધિમાન, વિવેકી, ધર્મશીલ અને આત્મપરાયણ મનુષ્યોના સમાગમમાં આવવું અને તેમની કહેલી અગર આપસમાં થતી વાતચીત ઉપર ધ્યાન આપવું. આ પ્રમાણે વર્તન
Page #176
--------------------------------------------------------------------------
________________
ગર્ભવતી સ્ત્રીઓએ ધ્યાનમાં રાખવાની બાબત [ ૧૫૯ ] કરવાથી તે તે વિચાર, શ્રવણ સોબત અને વાંચન આદિથી હૃદયમાં ઉત્પન્ન થતાં ભાવોની ભાવી અસર તે ગર્ભના જીવ ઉપર અમુક અંશે પણ થયા સિવાય રહેશે નહિ. મતલબ કે તેથી ગર્ભમાં રહેલો જીવ તેવા ગુણવાળો થાય છે. અને તેવો પ્રતાપી ગર્ભ-પુત્ર ઉત્પન્ન કરવાની માતાની ઇચ્છા હોવી જ જોઈએ. જેને પ્રતાપે ‘રત્નકુક્ષી’ વીરજનેતા ! એવા વિવિધ સુંદર ઉપનામોથી આ દુનિયામાં અમર નામો લાંબાકાળ પર્યંત જેના ગવાઈ રહે છે તે માતાઓએ પોતામાં પરાક્રમી બાળકો ઉત્પન્ન કરવા માટે ગર્ભ અવસ્થામાં જ આવા ઉત્તમ વિચારના દૃઢ સંસ્કારો પાડવા પ્રયત્ન કરવો.
ગર્ભવાળી સ્ત્રી માટે સાવચેતીના ઉપાયો
પતિએ પણ ગર્ભનાં હિત માટે દરેક જાતની સગવડ પોતાની સ્ત્રીને કરી આપવી જોઇએ. ગર્ભ રહ્યા બાદ લગભગ ત્રણ મહિને વિવિધ પ્રકારની ઇચ્છાઓ જેને દોહલા કહે છે તે ઉત્પન્ન થાય છે. ગર્ભ જેવી પ્રકૃતિવાળો હોય, જેવા શુભાશુભ કર્મવાળો હોય, તેવા જ દોહલા તેની માતાને ઉત્પન્ન થાય છે. આ ઇચ્છાઓ તે સ્ત્રીની જ્યાં સુધી પૂર્ણ થતી નથી ત્યાં સુધી તેને ચેન પડતું નથી અને તેથી ગર્ભને શાંતિ મળતી નથી, માટે બુદ્ધિમાન પતિએ સ્ત્રીની સર્વ ઇચ્છાઓ જેને ગર્ભના દોહલા તરીકે ગણવામાં આવે છે તે સર્વ પૂર્ણ કરવી જોઇએ.
જન્મ થયા બાદ સૂતિકાબાઇની શરીરસંપત્તિ લથડી ન જાય તે માટે તરત ચાંપતા ઉપાયો લેવા. જો તે બાઇને તરત જોઇતી મદદ મળતી નથી. તો તેનું મરણ થવા સુધીના પ્રસંગો ઉત્પન્ન થાય છે અથવા લાંબા વખત સુધી મોટી બિમારી ભોગવવી પડે છે અને સુવારોગ જેવા ભયંકર રોગથી શરીરનું લોહી ચાલ્યા જવા સાથે જિંદગીભર માટે નિર્બળ શરીર થઈ જવાનો પણ ભય રહે છે.
Page #177
--------------------------------------------------------------------------
________________
[ ૧૬૦ ]
ગૃહસ્થ ધર્મ
–
–
–
–
––
–
બાળકો ઉછેરવાની કાળજી
જેટલી કાળજી સુવાવડી સ્ત્રી માટે રાખવાની છે તેટલી જ કાળજી તે બાઈએ જન્મેલા બાળક માટે રાખવાની છે. માતાની વિવિધ પ્રકારની યોગ્ય અયોગ્ય ખોરાક ખાવાની ઇચ્છાઓથી, નાના બાળકોને તે જ ખોરાક રૂપાંતરે માતાના દૂધ દ્વારા મદદ કરતા, હરકત કરતા અને રોગ ઉત્પન કરનાર થઈ પડે છે. કેટલીક હર્ષઘેલી માતાઓ આખો દિવસ બાળકને ધવરાવ ધવરાવ કરે છે જેને પરિણામે દૂધ પણ અજીર્ણનું રૂપ લઈ બાલ્યાવસ્થામાં જ બાળકને પ્રાણ છોડવાની ફરજ પાડે છે.
ઘણી ખરી માતાઓ પોતાના બાળકને ઉછેરવા માટેની અજ્ઞાનતાવાળી હોય છે અને તેના પ્રતાપે કુમળી વયના બાળકોનું મરણ પ્રમાણ ઘણું જ ભયંકર આવે છે.
કેટલીક વખત માતા, પિતાના રોગો પુત્રાદિ સંતતિમાં વારસા તરીકે ઉતરે છે, આવા માતા પિતાઓએ બાળકોના હિત ખાતર, પ્રજાની મજબૂતાઈ ખાતર પ્રજા ઉત્પત્તિ બંધ કરવી એ વધારે યોગ્ય છે અને પોતાની વાસના કાબૂમાં ન રહે તો રજસ્વલા થયા પછી સોળ દિવસ પછી ગર્ભ રહેતો નથી તે વાત ખાસ ધ્યાનમાં રાખી વર્તન કરવું.
બાલ્યાવસ્થામાં બાળકો પર નાના રોગોના જીવલેણ હુમલાઓ ચાલુ રહે છે તે સર્વ બાબતમાં વૃદ્ધ અનુભવી સ્ત્રીઓ અને તેવા જ બાળકના અનુભવી વૈદ્યોની સલાહ લઈ તરત જ ચાંપતા ઉપાયો યોજવા વધારે હિતકારી છે.
માતાએ પણ બાળકને ગરમી, શરદી અને ઠંડીથી બચાવવા પૂરતી કાળજી રાખવી તેમ જ ભીનાં-ઝાડા અને પેશાબવાળાં-વસ્ત્રમાં કે આસનમાં બાળક વધારે વખત પડી રહી તેની તંદુરસ્તી ન બગડે તે
Page #178
--------------------------------------------------------------------------
________________
બાળકો ઉછે૨વાની કાળજી
માટે પણ સાવચેતી રાખવી.
માતાની બીજી ફરજ એ છે કે કોઈ પણ વખતે તે બાળક ન રડે તે માટે પણ પૂરતી કાળજી રાખવી. બાલ્યાવસ્થામાં જ રોતલ માવડી જેવાં બાળકો આગળ પર બહાદુરીનાં કાર્યો કેમ કરી શકશે ? કેટલીક વખત બાળક કોઈ કારણસર રડે છે તો અજ્ઞાન માતા તરત જ પોતાનો સ્તન તેના મોઢામાં છાનો રાખવા આપે છે, પણ તેણીએ ધ્યાન રાખવું કે દરેક વખત બાળક કાંઇ ધાવવા માટે જ રડતો હોતો નથી. તેની પથારીમાં કાંઈક ખૂંચતું હોય, ટાઢ લાગતી હોય, કે સૂઈ સૂઈને વાંસો બળતો હોય તો પણ રડે છે. આવે પ્રસંગે તેને તેડી ખુલ્લી હવામાં રમાડવો, હસાવવો અને આનંદિત કરવો.
કેટલીક વખત રોતા બાળકને છાનો રાખવા માટે અજ્ઞાન માતાઓ બાવો આવ્યો ! ઓ હાઉ આવ્યો ! અરે બાવા આને પકડી જા ! અજ્ઞાન બાળક છતાં માતા પરના વિશ્વાસને લઈ માતાના શબ્દોની જાદુઈ અસરથી કેટલીક વાર છાનો રહી જાય છે ખરો પણ છતાં મહા ખેદની વાત છે કે તે ભયના દુર્બળ વિચારો બાળકના મગજમાં સંસ્કારૂપે પડે છે, અને મોટો થતાં પણ તે બીકણ જ રહે છે. સહેજસાજનાં ખડખડાટથી કે અંધારામાં જવાના કારણથી, યા એકલો ઘરમાં રહેતાં પણ ડરે છે, આવી રીતે માતાના મલિન હલકાં ભયના વિચારોથી તેનું જીવન નિર્માલ્ય બને છે. ડગલે ને પગલે અન્યથી પરાભવ પામે છે. વીરતા, ધૈર્ય અને સાહસના ગુણો નાશ પામે છે. આવી નાલાયક પ્રજા દેશને બોજારૂપ થાય છે. દેશનો નાશ કરવામાં મુખ્ય ભાગ ભજવે છે. માટે માતાની ઉત્તમમાં ઉત્તમ ફરજ એ છે કે તેણીએ બાળકોમાં હિંમત, બહાદુરી અને શૂરવીરતા જેમ પ્રગટ થાય તેમ વર્તન કરવું જોઇએ.
મારા બેટા ! તું બહાદુર છે ! શૂરવીર છે ! તારે અનેક મહાન કાર્યો કરવાના છે. જો જે હો ! કોઈથી જરાપણ ડરતો ! તારામાં અનંત બળ છે, અનંત શક્તિ છે. તું કોઈથી પરાભવ પામે તેવો નથી.
[ ૧૬૧ ]
Page #179
--------------------------------------------------------------------------
________________
_ગૃહસ્થ ધર્મ
[ ૧૬૨ ] આપણા કુળમાં તારા વડીલોએ મહાન બહાદુરીના કાર્યો કર્યા છે, તેનો પુત્ર થઈ તું જરાપણ પાછો હઠતો નહિ.
તારા પૂર્વજોએ કેટલાં પરમાર્થના કાર્યો કર્યા છે ! કેવા દેશાંતરો ખેડ્યા છે ! કેટલી અઢળક દોલત મેળવી હતી ! તારે તેનાથી પણ આગળ વધારે વધવાનું છે. તેઓ કેવા બુદ્ધિમાન હતા! દેશ ઉપર આવતાં વિપત્તિના વાદળો તેમણે બુદ્ધિબળથી વિખેરી નાખ્યાં હતા. રાજ્યતંત્રો તેમને આધિન હતા. રાજ્યના તેઓ વડીલ પ્રધાન હતા રાજ્યતંત્રો તેઓ જ ચલાવતા ! દેશમાં શાંતિ તેઓએ જ પાથરી હતી ! તેઓ કેવા ઉદ્યોગી હતા ! તેમણે કેવા હુન્નરો શોધી કાઢ્યા હતા! તેઓ કેવા સાહસિક હતા! તેમના નામથી દેશ કંપતો ! મારા વ્હાલા પુત્ર ! તારે પણ તેઓથી અધિક થવાનું છે !!
ઈત્યાદિ જે જે સગુણોની ખામી બાળકમાં જણાતી હોય, અથવા જે જે સદ્ગુણ ખીલવવાની જરૂરિયાત જણાય તે તે સંબંધી ઉત્સાહ વધે, લાગણી સતેજ થાય, તેના સંસ્કારો બીજરૂપે દઢ રોપાય, તેવા તેવા વિચારોથી બાળકનું હૃદય ઉશ્કેરવું અને બાળક તેવી ચેષ્ટા કરે, તેવું બોલે કે મોટો થતાં આવો થઈશ ને તેવો થઈશ આમ કરીશ ને તેમ કરીશ, ત્યાં સુધી તે તે વાતના દઢ સંસ્કારો માતાએ તેના મગજ પર ઠસાવવા.
જોઈ લો પછી તે બાળકની સ્થિતિ અને તેના કર્તવ્યો. મોટો થતાં જ તે બાળપણાના દઢ થયેલા સંસ્કારો પ્રમાણે જ વર્તન કરશે. અને કુટુંબ, નાત, ધર્મ તથા દેશનો ઉદ્ધારક તે બનશે. માતાએ બાળકોને નવરાવી ધોવરાવીને સાફસૂફ રાખવાં. ભલે ભારે કપડાં પહેરાવવા ન હોય પણ મેલાં, ગંદા, તેની તંદુરસ્તી બગડે તેવાં કપડાં તો પહેરાવવા જ નહિ, પણ સાદા, ધોયેલા અને સ્વચ્છ કપડાં પહેરાવવાં.
Page #180
--------------------------------------------------------------------------
________________
બાળકો ઉછેરવાની કાળજી
[ ૧૬૩ ] કેટલીક અજ્ઞાન માતાઓ અથવા હર્ષઘેલી માતાઓ નાના બાળકોના કોટમાં અને શરીર ઉપર વિવિધ પ્રકારના ઘરેણાંનો બોજો લાદે છે, આનું પરિણામ કેટલીક વખતે એવું ખરાબ આવે છે કે ઘરેણાંની લાલચે લુચ્ચા લોકો તેનું ખૂન પણ કરે છે. આવા ઘણા દાખલાઓ બનેલા છે અને અત્યારે બને છે. માટે અજ્ઞાન બાળકો પર તેના જીવને જોખમમાં નાખનાર ઘરેણા પહેરાવવા નહિ, જરૂર જેટલા પહેરાવવા હોય તો ચોક્કસ દેખરેખ રાખવી અને રમવા કે એકલો ફરવા જાય ત્યારે તો અવશ્ય તે કાઢી લેવા.
ઘણી ઓછી સમજણવાળી સ્ત્રીઓ નાના બાળકોને નવરાવતાં જોરથી તેનું માથું-વાળ-મસળે છે. બાળકની આંખમાં સાબુ કે ખારનું પાણી જાય છે, બાળક ચીસો નાખે છે તો પણ તેને પકડીને, બે સાથળ વચ્ચે બાળકને ઘાલીને જાણે મહાન પરોપકાર કે કલ્યાણનું કાર્ય કરતી હોય તેમ મારી - પીટીને પણ નવરાવે છે. આ અજ્ઞાનતા છે. હસમુખા ચહેરે અને બાળકની મરજી પ્રમાણે ધીમે ધીમે ફોસલાવીને નવરાવવાની જરૂર છે. શિયાળામાં ગરમ અને ઉનાળામાં ઠંડા પાણીથી બાળક ખુશી થાય તેમ નવરાવવો, માતા ના પાડે તોપણ પરાણે બાળક નાહવાનું માંગી લે. આ એક જાતની કળા છે અને માતા થવાને લાયક સ્ત્રીઓમાં તે અવશ્ય જરૂરની છે.
ગમે તેવો પુત્ર કે પુત્રી હાલો કે હાલી હોય, એક જ હોય તોપણ તેને ભણાવવા માટે જરાપણ તેની દયા ખાવી નહિ. મતલબ કે કેળવણીના ફાયદાની તેને હાલ ખબર નથી તેથી તે ભણવા જવા માટે કદાચ હા-ના કરે તોપણ હસાવીને, રમાડીને, ફોસલાવીને પણ તેને ભણવા તો મોકલવો જ. '
શરૂઆતમાં બાળકને ખાવાની, રમવાની કે બીજી તેવી લાલચો આપીને તેના સરખી ઉંમરવાળા સાથે નિશાળે મોકલવા અને વધા
Page #181
--------------------------------------------------------------------------
________________
[ ૧૬૪ ]
ગૃહસ્થ ધર્મ
હોશિયાર થાય, આગળ ભણે, ભણવામાં ઉત્સાહ વધે તે માટે તેને જોઇતી વસ્તુઓ આપવી, યા ઇનામની લાલચો બતાવવી અને તે પ્રમાણે આપવું પણ ખરું.
માબાપે છોકરા છોકરીઓને મોઢે ચડાવવા નહિ. તેમને સારું ખાવાનું આપવું પણ કોઈ વાંક ગુન્હામાં આવ્યાં હોય તો શિખામણ આપવા અને શિક્ષા કરવામાં પાછી પાની ન કરવી. બાલ્યાવસ્થામાંથી છૂટા કરી દેવામાં, મરજી આવે તેમ બોલવા દેવામાં અને ઇચ્છાનુસાર વર્તન કરવા દેવામાં, ભાવિ પરિણામ તે માબાપોને જ પ્રથમ શોસવાં પડે છે. છતાં છોકરાઓ પોતાને બંધનરૂપ માની, પોતાની વિચારશક્તિને દાબી પણ ન દે તેટલા માટે અમુક દરજ્જે છૂટ પણ તેમને મળવી જોઈએ આપવી જોઇએ.
છોકરાંઓને ખુલ્લી હવામાં ફેરવવાં અને કસરત કરાવવી. તેઓના શરીર મજબૂત બનાવવાની ઘણી જરૂર છે. કસરતથી મજબૂત બંધાયેલો બાંધો ભવિષ્યમાં શરીર સંપત્તિને સારી રીતે ટકાવી રાખે છે. નિરોગી શરીરવાળો ભણવા આદિમાં આગળ વધે છે અને દરેક જાતમહેનતવાળા કાર્યમાં પાછળ પડતો નથી.
માબાપોએ છોકરાઓને બોલાવવા માટેનો વિવેક લાગણી પૂર્વક શીખવાડવો જોઇએ. ટૂંકારે હુંકારે ન બોલાવે તે માટે પ્રસંગે ટોકતા રહેવું. મોટા-નાનાંનો વિવેક શીખડાવવો. મોટાના સામું ન બોલવું તેમના શબ્દો પર વિચાર કરવો, તેમની કહેલી શિખામણો લાગણીપૂર્વક સાંભળીને આચરણમાં મૂકવી. આ વાતની સાથે તે છોકરાંઓ માખણીયા-હાજીહા કરનારા પણ ન થાય તે માટે કાળજી રાખવી, સામામાં ભૂલ જણાય તો હિંમતથી પણ વિવેકપૂર્વક કહી આપે એવી લાગણીઓને ઉત્તેજીત કરવી, યા ઉત્તેજન આપવું. કેટલાક મોટી ઉંમરના માણસોમાં પણ બાલ્યાવસ્થાથી બૂરી આદત પડી ગયેલી
Page #182
--------------------------------------------------------------------------
________________
બાળકો ઉછેરવાની કાળજી .
[ ૧૬૫ ] હોય છે કે પોતાને જે વાત અયોગ્ય લાગતી હોય, અયોગ્ય હોય, હૃદય જરાપણ તે તરફ લાગણી ધરાવતું ન હોય તથાપિ “સામાને ખોટું લાગશે” તેથી અથવા પોતાની લાગણીઓમાં હિંમત દબાઈ ગયેલી હોવાથી અસત્ય વાતને પણ ટેકો આપે છે, પોષણ આપે છે અથવા તેનો નિષેધ કરી શકતા નથી.
બોલવામાં વિવેક વધારવા માટે માબાપોએ પણ છોકરાંઓને બહુ આદરથી બોલાવવાં, બહુવચનથી-આવો જાઓ. કેમ છો? વગેરે શબ્દોથી બોલાવવા. આ ટેવથી છોકરાંઓ બીજા પ્રત્યે અનુકરણ કરતાં શીખશે. પણ માબાપો કે કુટુંબમાં જ તોછડાઈથી બોલાવવાની ટેવ પડી હશે, બીજાનો તિરસ્કાર કરવાની કે કોઈની નિંદા, કુથલી કરવાની ટેવ પડી હશે, જૂઠું બોલવાની, ગાળો ભાંડવાની ટેવ હશે તો તેનાં છોકરાંઓ તેમનાથી સુધરે એ વાત સ્વપ્ન પણ સાચી માનવા જેવી નથી.
- કેટલાક સુરત જેવા શહેરમાં બાપ પણ છોકરાને કે ભાઈભાઈને આપસમાં સાલો કહીને સેજસાજની વાતમાં ભાંડે છે. માતાઓ છોકરીઓને રાંડ, વાંઝણી, મૂઈ છોકરાઓને નખોદીયા, વાંઝીયા, સાળા ઇત્યાદિ ખરાબ અને જેના અર્થનો વિચાર કરતાં પોતાના વ્હાલા બાળક બાળકીઓના હકમાં જ નુકસાન કરતા શબ્દો વાપરતા અચકાતા નથી, તેઓ આ પોતાની નઠારી ટેવ સુધાર્યા વિના બાળકોને કેમ સુધારી શકે ? એ વાત વિચારવા જેવી છે.
માની સોડમાંથી બહાર નીકળ્યા બાદ છોકરાને સુધારવાને તેના પિતાએ જેટલી કાળજી રાખવી ઘટે છે તેટલી કાળજી છોકરીને સુધારવા માટે માતાએ પણ રાખવાની જરૂર છે.
સારી રીતે વાંચતાં, લખતાં, ગણિત, હિસાબ, નામા, લેખાં, સંસ્કૃત, પ્રાકૃતાદિનું જ્ઞાન છોકરાની માફક છોકરીઓને પણ આપવાનું છે. અને ત્યાર પછી ગૃહવ્યવહારને યોગ્ય રાંધવા, દળવા ખાંડવા,
Page #183
--------------------------------------------------------------------------
________________
[ ૧૬૬ ]
_ગૃહસ્થ ધર્મ ગૂંથવા ભરવા, ઈત્યાદિ સ્ત્રીવર્ગને તરતની જરૂરિયાતની તમામ તાલીમ માતા તરફથી છોકરીને મળવી જોઇએ.
છોકરાંઓને માટે વ્યવહાર કુશળ કરી પોતાની મેળે જાતમહેનતથી કમાઈ કરી શકે, પોતાના કુટુંબનું પોષણ ઘણી સહેલાઈથી કરી શકે ત્યાં સુધીની, જમાનાને અનુસરતી. તેની ઇચ્છાને લાયકની અને તેના બુદ્ધિબળ તથા શરીરબળને યોગ્ય કેળવણી પિતાએ આપવા; અપાવવા પ્રયત્ન કરવો.
આ પ્રસંગે પોતાના દેશાભિમાનનું, જાતિઅભિમાનનું ગૌરવ તેના હૃદય પ્રદેશમાં સ્ફરે તેવા વિચારશક્તિના તણખલાઓ તેની બુદ્ધિના પ્રદેશમાં ફેંકવા. જે તણખલાઓ આગળ ચાલત શક્તિ ખીલતાં સ્વદેશ પ્રેમ, સ્વજાતિ પ્રેમ, સ્વધર્મ પ્રેમ વગેરેની જ્વાલાઓના રૂપમાં પ્રગટી, પરોપકાર લાયક માનવોના હૃદયમાં રહેલી નિર્બળતાની ઠંડી દૂર કરી સર્વને આશ્વાસન આપે અર્થાત્ શાંતિ પ્રગટ કરાવે. પોતાનું કર્તવ્ય બજાવવા માટે તત્પર બનાવે.
આટલી સ્થિતિએ પુત્રને લાવી મૂકતાં માતા પિતાઓનું કર્તવ્ય ઘણે ભાગે પૂર્ણ થાય છે. તેમ જ પુત્રીને ભણાવી, ગણાવી વ્યવહારકુશળ, સુશીલ સદાચારી અને વર લાયક બનાવતાં તે તરફનું કર્તવ્ય પણ ઘણે ભાગે સમાપ્ત થાય છે.
કેટલીક હર્ષઘેલી, માનઘેલી, ગર્વઘેલી, અજ્ઞાનઘેલી, માતાઓ પોતાના નાની ઉંમરના બાળકો કે જેઓ હજી વ્યવહાર શું છે? દુનિયા શું છે ? લગ્ન શું છે? કર્તવ્ય શું છે? ઇત્યાદિનું જેને ભાન નથી તેવા બાળક બાળકીઓને પરણાવવાનો લહાવો લેવા નિમિત્તે લાકડે માકડું વળગાડી આપવાની માફક બાલ્યાવસ્થામાં અને કહો કે કેવલ નિર્દોષ અજ્ઞાનવસ્થામાં પુત્ર, પુત્રીઓને પરણાવી દે છે ! કેટલાકના તો ઘોડીયામાં સૂતા હોય ત્યાં વેવિશાળ કે લગ્ન કરવામાં આવે છે! આવા
Page #184
--------------------------------------------------------------------------
________________
બાળકો ઉછેરવાની કાળજી
[ ૧૬૭ ] અજ્ઞાન બાળકોને જ્યારે પોતાની ફરજનું ભાન થાય છે ત્યારે કાં તો વર મૂર્ખ કે રોગી યા તો વિવિધ પ્રકારનાં દૂષણોવાળો હોય છે. અને કાં તો સ્ત્રી અજ્ઞાન, ભાવથી લૂખી, શુષ્ક, પ્રેમ વિનાની, ખોડ ખાંપણવાળી, મૂર્ખ કે દુર્ગુણી હોય છે તેથી આપસમાં સ્નેહ બંધાતો નથી, તેમ જાત જાતના બંધનો પ્રમાણે એક બીજાઓને છોડીને કોઈ બીજા સાથે લગ્નના સંબંધથી જોડવાતું નથી. પરિણામે જીવન કલેશમય નીવડે છે, અનિચ્છાએ વ્યવહાર ચલાવવો પડે છે પણ તે ઉપરનો જ. વળી કદાચ રોગાદિ કારણે પતિના દેહનો વિયોગ થયો તો લગ્ન શું છે તે સમજવા પહેલા વિધવાશ્રમ સ્વીકારવો પડે છે. આવા સેંકડો કજોડાંઓ અત્યારે આ દેશમાં વિદ્યમાન છે કે જેઓ પોતાના આ લગ્ન સંબંધ જોડનાર માતાપિતાઓના કામને ધિક્કારે છે, અને કળકળતા હૃદયે જન્મપર્યત શ્રાપ આપે છે, આવા અજ્ઞાનતા ભરેલા વ્યવહારનો જો તે માતાપિતાઓ યા જ્ઞાતિ જાતિના આગેવાનો ત્યાગ નહિ કરે યા તો તેમાં સુધારો વધારો નહિ કરે તો થોડા જ વર્ષમાં એવો પ્રસંગ અનુભવવાની તેમને ફરજ પડશે કે, માતાપિતાઓએ કેળવણી આપી બાળકોને તૈયાર કરવા અને ત્યાર પછી તેઓના લગ્નને માટે તેમને માથે જ ફરજ રહેવા દઈ પોતે તે કામ ઉપરથી પોતાના હાથ ઉઠાવી લેવા અર્થાત્ મોટી ઉંમરના પુત્ર પુત્રીઓ પોતાને માટે પતિ પત્નીઓને પસંદ કરીને પરણશે અને ચાલુ લગ્ન કરવાનો કોન્ટ્રક્ટ જે માતાપિતાએ માથે લીધો છે તેમાંથી તેમણે પોતાનું રાજીનામું આપવું પડશે.
આ સાથે એક કરતાં અધિક સ્ત્રીઓ કરવાનો અને તેના સબબે કેટલાકને જીવન પર્યત કુંવારી જિંદગી ગાળવાના પ્રસંગો અત્યારે અનેક જ્ઞાતિઓમાં દેખાય છે તેને માટે પણ તે કુંવારા યુવાનિયાઓ વિચાર કર્યા વિના રહેશે નહિ.
Page #185
--------------------------------------------------------------------------
________________
[ ૧૬૮ ]
ગૃહસ્થ ધર્મ
(૧૪ો સાસુની વહુ પ્રત્યે ફરજ
સાસુઓએ પોતાની પુત્રવધૂને પોતાની પુત્રી સમાન સમજીને તેની સાથે વર્તન કરવું. શરૂઆતમાં નવીન ઘરમાં અણ- માહિતગાર વહુએ અનેક ભૂલો કરવાનો સંભવ છે તે સર્વ દરગુજર કરતાં શીખવું અને પ્રસંગે મીઠા શબ્દોમાં શિખામણ આપીને ધીમે ધીમે તેની ભૂલો સુધારવા પ્રયત્ન કરવો. મોટા નાનાની મર્યાદા રાખતાં શીખવવું. ઘેર આવેલાઓની માવજત કરવાનું સમજાવવું સાધુ સંતોનું સન્માન કરવાનું બતાવવું, સુવા બેસવાની, નાહાવા ધોવાની, પેશાબ-પાણી, કરવાનાં સ્થાનોની શરૂઆતમાં ગોઠવણ કરી આપવી યા બતાવવા, નહિતર શરમમાં રહેતાં શરીરમાં રોગ થવાનો અથવા મર્યાદા મૂકવાનો પ્રસંગ આવે છે. વસ્ત્ર ઘરેણાં વગેરેથી યોગ્ય રીતે વહુનો સત્કાર કરવો. પ્રેમભરી તથા અનુકૂળ લાગણીઓ વડે સાસુએ વહુનું મન પોતાને સ્વાધીન કરવું જેથી કુટુંબમાં ભેદ પડવાનો, જુદા થવાનો કે કલેશ કરવાનો પ્રસંગ ન આવે. સર્વ પુત્રોની સ્ત્રીઓ પ્રત્યે સરખો ભાવ રાખવો અને પોતાની પુત્રી કરતાં પણ વહુને અધિક ગણવી. આ વર્તનથી વહુ સાસુને માતા સમાન લેખે તેમાં શી નવાઈ ? અને ઘરમાં સંપ બન્યો રહે તેમાં આશ્ચર્ય શું ?
Page #186
--------------------------------------------------------------------------
________________
વહુઓનો સાસુ તથા કુટુંબીઓ પ્રત્યે ધર્મ
––––– ––– ––––
[ ૧૬૯ ] ––––
i
n
:
-
-
::
.!
iા
ક : 1.
ન
ખ
1
(૧૫)વહુઓનો સાસુ તથા કુટુંબીઓ પ્રત્યે હમ
નવીન વધુએ સાસુને પોતાની માતા સમાન ગણવી, તેમની આજ્ઞામાં રહેવું, તેમની રજા સિવાય કે પૂછયા સિવાય કોઈને ઘેર જવું નહિ ઘરનાં બનતા બનાવોની બહાર વાતો ન કરવી. બધા સૂતા પછી સૂવું, સર્વથી વહેલા ઉઠવું, ઘરના કાર્યો ઘણા ઉમંગથી કરવા, નણંદ, જેઠાણી આદિને પ્રેમથી ચાહવા, તેમના અવર્ણવાદ ન બોલવા, સર્વને જમાડીને જમવું, અથવા સાથે બેસીને જમવું, સસરાના ઘરની વાતો પીયર જઈને ન કરવી. નહિતર અન્યોન્ય વિરોધનાં બીજ વવાય છે. કલેશ ન કરવો. સંતોષ રાખવો, વિધવા, દુઃખી નણંદ આદિ હોય તો તેમને મદદ કરવી. કોઈ જાતની સ્પર્ધા કે ઈર્ષા ન કરવી, પોતાનો પતિ કમાતો હોય તો પણ ગર્વ ન કરવો, કોણ જાણે કોના પુન્યનું સર્વે ખાય છે? વસ્ત્ર અને ઘરેણાં માટે કલેશ ન કરવો. જુદા થવાની કદીપણ પતિને સલાહ ન આપવી, નરમ, ગરમ થતાં સમુદાયમાં એક બીજાએ મદદગાર થાય છે. કોણ જાણે છે કે જુદાં થયા પછી સુખી જ રહેશો કે નિરોગી જ હશો ? દિયર, જેઠ કે દેરાણી, જેઠાણી સાથે કદી પણ વાદવિવાદ કે કલેશ ન કરવો, દરગુજર કરતાં શીખવું, સહનશીલતા વધારવી, પરોપકાર કરીને કે બીજાને મદદ કરીને ખુશી થવું, મેણાં, ટોણાં મારવાં નહિ, નજીવી વાતને મોટું રૂપ આપી ભાઈ ભાઈઓનાં દિલ ઉશ્કેરી એક બીજાઓની પ્રીતિ તોડવાનો કદી પણ પ્રયત્ન ન કરવો.
ભાઈઓએ પણ ઉદાર દીલ રાખી થોડું કમાવનારની અવગણના ન કરતાં તેઓને પણ આગળ વધારવા પ્રયત્ન કરવો. અને ખોરાક, વસ્ત્રાદિમાં સર્વ ભાઈઓએ એકસરખું જ ખર્ચ રાખવું. કદાચ નાની ઉંમરના બંધુઓ ઓછું કમાતા કે વધારે ખર્ચ કરતા હોય કે વસ્ત્રાદિ કિંમતી પહેરતા હોય તો પણ તેમાં પોતાની જ આબરૂમાં વધારો થાય છે એમ માની ઉદારતા વાપરી દરગુજર કરતા રહેવું.
Page #187
--------------------------------------------------------------------------
________________
[ ૧૭૦ ]
ગૃહસ્થ ધર્મ
૧૦
સ્ત્રીઓનો પતિ પ્રત્યે ધર્મ
સ્ત્રીઓએ નિરંતર પવિત્ર રહેવું, પતિ સિવાય કોઈ તરફ પતિ તરફના સ્નેહની દૃષ્ટિથી જોવું નહિ, પવિત્ર પ્રેમ માટે તો આ સર્વ જગતપર ભલમનસાઈ વાપરવાની છૂટ છે. પતિની સેવામાં હાજર રહેવું. ભોજન, પાનાદિ સર્વ સામગ્રીઓ વખતસર હાજર કરવી. નોકરી ઉપરથી કામ ઉપરથી, દુકાન વ્યવહાર ઉપરથી કે રાજ્યતંત્રના વ્યવહારથી પતિ ઘેર આવતાં અરસપરસના, સાસુવહુના, નણંદ ભોજાઈના, દેરાણી જેઠાણીના કે તેવા જ બીજા કલેશ અને કંટાળા ભરેલા વિચારો જણાવી તેના મગજને ઉશ્કેરવું નહિ. કે અશાંતિ ઉત્પન્ન ન કરવી. વળી પોતાને કાંઈ પણ જરૂરિયાતની વાતો કહેવાની હોય તો તે ભોજન કર્યા બાદ શાંતિથી કહેવી, પણ ભોજન કરતી વખતે કલેશ કરવો નહિ કે તેવી વાતો કહીને ભોજનને વિષરૂપ બનાવવું નહિ. ભોજન કરતાં જો મગજ ઉશ્કેરાઈ જાય છે તો તે ભોજન વિષપણે પરિણમી શરીરમાં વિવિધ પ્રકારના રોગો ઉત્પન્ન કરે છે.
પતિના જમ્યા પછી જમવું કે તેની મરજી હોય તો સાથે જમવું. પતિનું મન કેમ આનંદમાં રહે તેમ વર્તન કરવું. તેનાથી કોઈ વાત છુપાવવી નહિ. સ્ત્રીએ પતિની આવક ઉપર વિચાર કરીને જ ઘરનું ખર્ચ વધારવું કે ઘટાડવું.
બનતા પ્રયત્ને સ્ત્રીએ જાતે જ પતિને સ્નાન કરાવવું, વસ્ત્રો આપવાં, ભોજન તૈયાર કરવું અને જમાડવું. શય્યા પાથરી આપવી, અને સેવા કરવી. પૈસાપાત્રને ઘેર કે રાજા રજવાડામાં દાસ, દાસીઓની કાંઈ ખોટ હોતી નથી છતાં પણ સ્ત્રીઓએ પતિની સેવા પ્રમુખ પોતાને
Page #188
--------------------------------------------------------------------------
________________
સ્ત્રીઓનો પતિ પ્રત્યે ધર્મ
[ ૧૭૧ ] કરવાના કામ બીજાને સોંપવા નહીં જે સ્ત્રી પતિ સેવાના કામ બીજાને સોંપે છે તે સ્ત્રી પોતા ઉપર પોતાના પતિનો પૂર્ણ પ્રેમ મેળવી શકતી નથી. નોકરનું કામ નોકર કરે છે. ભલે તેઓ ઘરની માલિક સ્ત્રીથી વધારે કામ કરે પણ પ્રેમ અને નોકરી સરખી હોતી જ નથી. જેવી પોતાની પતિ પ્રત્યેની લાગણી હોય છે તેટલો જ પ્રેમ તે સ્ત્રી પોતાના પતિ તરફથી મેળવી શકે છે.
દુઃખ કે વિપત્તિના પ્રસંગમાં સ્ત્રીએ પતિનો કદી પણ ત્યાગ ન કરવો. ખરી કસોટીનો તેજ વખત છે આવા પ્રસંગે સ્વાર્થી બની સ્ત્રી પોતાના સુખ માટે પતિને મૂકી પીયર કે બીજે સ્થળે જુદી રહે છે. તો તે સ્ત્રી પોતાના પતિનો પ્રેમ મેળવી શકતી જ નથી.
રોગના પ્રસંગે સ્ત્રીએ જાતે જ પતિની સેવા કરવી. કોઇ બીજી સ્ત્રીને તેની સેવાના સમાગમમાં, રોગી પતિની માવજત કરવા દેવામાં પોતાની છતી શક્તિએ દાખલ થવા ન દેવી. નહિતર તે સ્રીના સૌભાગ્યમાં વિભાગ પાડ્યા વિના ભાગ્યે જ રહે છે. ખરી રીતે વિપત્તિ કે દુઃખના પ્રસંગે મદદ કરનાર તરફ દીલ ખેંચાયા સિવાય રહેતું નથી, અને ખરા અણીના પ્રસંગે મદદ ન કરનાર તરફ દીલ તૂટ્યા સિવાય પણ રહેતું નથી.
દિલગીરીના વખતમાં પોતાના ડહાપણનો ઉપયોગ કરી પતિને દિલાસો આપવો. ખોટા ખર્ચામાં પતિને ઉતારવો નહિ, ઘરની, નોકરચાકરની, પશુઓની, સ્ત્રીએ જાતે દેખરેખ અને સાર સંભાળ કરવી.
પતિના સૂતા પછી સૂવું અને ઉઠતાં પહેલાં ઉઠવું. પતિના મિત્રોની હૈયાતીમાં સારી સારસંભાળ કરવી, પતિ બહાર જવા પછી તેની સાથે ઠઠ્ઠા મશ્કરી કદી પણ ન કરવાં, તેમ કરતાં તેનું પરિણામ પોતાના ગેરલાભમાં શોકદાયક આવે છે.
વાસનાને કાબૂમાં રાખવી. શરીર સાચવતા શીખવું. શરીરની
Page #189
--------------------------------------------------------------------------
________________
[ ૧૭૨ ]
ગૃહસ્થ ધર્મ
મજબૂતાઇ વધે તે માટે બહુ નિયમિત રહેવું, પતિની સામા કદી પણ ન થવું. પોતાનો પતિ કદાચ અકારણ ગુસ્સો કરે તો વખત જોઈ મૌન રહેવું અને તે ખુશીમજામાં હોય તે વેળાએ ખરી હકીકત કે ખરો આશય બતાવી તેની ભૂલ સમજાવીને સુધરાવવી, પણ તે જ વખતે સામા બોલી કલેશ ન કરવો. કોઈની કહેલી વાત પર લક્ષ ન આપતા જાતે તપાસ કરી પછી જ તે વિશે પતિનો ખુલાસો માંગવો. કોઈ પ્રસંગે ઇશારાથી ભૂલ બતાવવી પણ તેનો અંત ન લેવો પતિના સુખી દિવસોમાં આનંદ કરવો. દુઃખી દિવસોમાં મદદગાર થવું. આમ જીવન ગુજારનાર પતિ પત્નીના ગૃહવ્યવહાર સુખમય નીવડે છે.
Page #190
--------------------------------------------------------------------------
________________
પતિની પત્ની પ્રત્યેની ફરજ
[ ૧૭૩ ] -–––––––––––
પતિની પત્ની પ્રત્યેની ફરજ
ઘણી વખત બુદ્ધિમાન સ્ત્રીઓ વ્યવહાર પ્રસંગમાં પતિને મહાન મદદગાર થાય છે. ન્યાય માર્ગને મૂકીને અન્યાયમાં પ્રવૃત્તિ કરનારને સન્માર્ગમાં જોડે છે અને ધર્મથી પતિત થતા પતિને પ્રેમની અનહદ લાગણીથી મયણાસુંદરીની માફક ધર્મમાં પણ યોજે છે.
પણ આ સર્વ ડહાપણ, બુદ્ધિ, ચાતુર્ય જો તે સ્ત્રીઓને સારી રીતે કેળવવામાં આવે છે તો જ તેનામાં ફુરી આવે છે. કેળવવાનો અર્થ એવો નથી થતો કે મોટી મોટી પરીક્ષાઓમાં પાસ કરાવવી. બી.એ. અને એમ.એ.ના ચાંદો અપાવવા.
નીતિમય જીવન સાથે સાત્વિક અને રસમય આદ્રતાવાળું મનોબળ કેળવવામાં નથી આવતું ત્યાં સુધી ઉપર કહેલી સૂકી કે લૂખી બાહ્યાડંબરવાળી કેળવણી વિકારી, બેપરવાઈવાળી અને ધિક્કાર યોગ્ય આચરણવાળી નીવડે તો તેમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું નથી.
પતિની ખરી ફરજ એ છે કે પ્રથમ સ્ત્રીને યોગ્ય રીતે લખી, વાંચી જાણે તેવી કેળવણી અપાવવી. નીતિમય જીવનને પોષણ મળે માટે તેવા ઉત્તમ સદાચરણવાળી અને પ્રૌઢ વિચારવાળી સુશીલ સ્ત્રીઓની સોબત મેળવી અપાવવી, અથવા તેવી સોબતમાં લાંબો વખત રહી શકે તેવી સગવડ કરી આપવી. નીતિના તથા ગૃહવ્યવહારને ઉપયોગી પુસ્તકો વંચાવવા. પ્રસંગે પ્રસંગે સ્ત્રીના ધર્મો પોતે સમજાવવા અને તેના ઉપર છાપ પડે એવા પૂજ્ય વર્ગ પાસે હિત શિખામણો અપાવવી.
વ્યવહારનાં સાધનો બધાં પૂરાં પાડવા. જરૂરી પ્રસંગે અને પોતે ગામ બહાર ગયા હોય તેવા પ્રસંગે ઘેર કોઈ મહેમાન, પરોણાઓ
Page #191
--------------------------------------------------------------------------
________________
[ ૧૭૪ ]
ગૃહસ્થ ધર્મ આવે. અગર કોઈ અતિથિ, સાધુ-સંત આવે તે વખતે તેમની સગવડ કરી આપવા ખાતર અમુક પૈસા આપી રાખવા અથવા તેવી સગવડતાનું સાધન બતાવી આપવું.
ઘેર કોઈ આવ્યા ગયાની ખબર રાખવાનું, જમાડવાનું પરોણાગત કરવાનું કામ બાઈઓનું છે અને તે યોગ્ય સામગ્રી વિના થઈ શકતું નથી.
ઘરના માણસો, નોકરો ચાકર વગેરેની જરૂરિયાતની સગવડો પણ તેણે જ કરવાની છે.
ઘરમાં રહેલાં પશુઓ તેના ખોરાક, પાણી, રહેવાના સ્થાને તેની આવક અને તેનો ઉપયોગ એ સર્વ સ્ત્રીઓને કરવાના છે.
તેમાં જરૂરિયાત પ્રમાણે બીજાની મદદ લેવી કે પતિની સલાહ લેવી તે જરૂરી છે. તથાપિ તેનું ઉપરીપણું તો સ્ત્રીઓનું જ છે.
પતિએ નિરંતર એક પત્નીવ્રત પાળવું. અને પોતાની સ્ત્રી સિવાય અન્ય સ્ત્રી તરફ જરાપણ વિકારી દૃષ્ટિ ન કરવી.
દેશના રિવાજ પ્રમાણે પુત્રાદિ સંતતિ માટે બીજી સ્ત્રી કરવી પડે તો પહેલી સ્ત્રી ની રજાથી જ કરવી. ઘરમાં કલેશ ન થાય માટે તેની પ્રથમ સંમતિ મેળવવી બનતા સુધી તે પહેલી સ્ત્રીને જ આગેવાન કરી લગ્ન કરવું, લગ્ન થયા પછી પણ પ્રથમની સ્ત્રીને જ મોટી ગણીને ઘરના કામકાજમાં પ્રથમ તેને ભાગ આપવો, તેની સલાહ લેવી, અને આગેવાનીપણાના સર્વ હકો પ્રથમ સ્ત્રીને જ મળવા-આપવા જોઇએ.
પ્રથમ સ્ત્રીએ પણ બીજી સ્ત્રીને પોતાની બહેન તુલ્ય ગણવી અને તેને મદદગાર થવું. પોતાની મોટાઈના પ્રમાણમાં સારું વસ્ત્ર, ઘરેણું અને ચીજ પોતાને હાથે જ તેને બહુ લાગણીથી આપવી. અને કોઈ પણ દિવસ કલેશ ન થાય તેમ વર્તન કરવું.
પતિને પણ સંતોષી રાખવાની જરૂર છે કે તેણે બનતાં સુધી
Page #192
--------------------------------------------------------------------------
________________
!
_________ ! 'જે
પતિની પત્ની પ્રત્યેની ફરજ બીજી સ્ત્રી પરણવાનો વિચાર ન જ કરવો પડે. પુત્રાદિ સંતતિ માટે સર્વત્ર ભાગ્યની મુખ્યતા છે એટલે આ બહાને સ્ત્રીને છેહ ન આપવો; એકલી ન રાખવી, તદ્દન સ્વતંત્ર ન કરવી તેમ બંધિખાના જેવી સ્થિતિમાં પણ ન મૂકવી તેના ઉપર અવિશ્વાસ ન કરવો તેમ વિશ્વાસ પણ તેની યોગ્યતા જેટલો રાખવો. પોતે કમાવા શીખે અને પોતા સિવાય બીજાઓનું પોષણ કરવાનું બળ આવે ત્યાર પછી જ પુરુષે લગ્ન કરવું, તે સિવાય તેના બાપની કમાઈ પર તાગડધિન્ના કરનારા સાથે પોતાની બહેન કે પુત્રીનું કદી લગ્ન કરવું નહિ કારણ લક્ષ્મી તો આજ છે ને કાલે ચાલી જશે પણ તે પોતાની મેળે કમાણી કરી શકે તેવો બુદ્ધિમાન પુરુષ હશે તો પોતાને આશ્રયે રહેલાનો ગમે તે પ્રકારે પણ નિર્વાહ કરશે. નહિતર ભૂખે મરવાનો પ્રસંગ આવવાનો.
જેમ પતિએ પોતાની સ્ત્રીને વ્યવહાર ઉપયોગી બનાવવાની તેમ પરમાર્થમાં ઉપયોગી થાય તેવી પણ કેળવણી આપવાની છે.
ધર્મના કાર્યમાં પણ કલાક બે કલાક સગવડતા અને અનુકૂળતાના પ્રમાણમાં તેના વખતનો ઉપયોગ થાય તો તે વધારે હિતકારી છે.
સુશીલ, સદાચારી, સાત્ત્વિક પ્રકૃતિવાળી અને ધર્માત્મા સ્ત્રી એ ઘરની એક દેવી સમાન છે. તે સ્ત્રી પોતાના તેજસ્વી પ્રકાશનાં બીજો પોતાના પરિવારમાં નાખ્યા સિવાય રહેશે નહિ. અને તેને લઈને વંશ પરંપરાનો પરિવાર ઘણો જ સદાચારી થાય છે. આ કોઈ જેવો તેવો ફાયદો નથી.
સ્ત્રીઓએ પોતાના બાળકોને ગુરુના દર્શને તથા દેવનાં દર્શને જતી વખતે સાથે તેડી જવા. કારણ તેથી કાળાંતરે તેઓ ધર્મને ભૂલતા નથી. ધર્મના સંસ્કારો કાળાંતરે તેનામાં પ્રગટ થાય છે. સંતતિને સન્માર્ગે ચડાવવાનો માબાપને માટે આ ઘણો સહેલો માર્ગ છે.
Page #193
--------------------------------------------------------------------------
________________
^ ૧૧
______
[ ૧૭૬ ]
જરૂરિયાતનાં કામો માટેની હાજતો પૂરી પાડવામાં પતિએ પત્નીને પૂરતી મદદ આપવી. લગ્ન પછીથી તે મરણ પર્યત પતિએ પત્નીની જરૂરિયાતો પૂરી પાડવા તૈયાર રહેવું, ટૂંકમાં વ્યવહાર ઉપયોગી અને પરમાર્થપરાયણ કરી આપી, શાંતિમાં તેનું જીવન વ્યતીત થાય અને છેવટનો પ્રેમી હૃદયે શાંતિભર્યો આશીર્વાદ આપી પત્ની પરલોકમાં જાય, આટલી ફરજ પતિની પત્ની પ્રત્યેની છે.
Page #194
--------------------------------------------------------------------------
________________
છોકરાંઓની માબાપ પ્રત્યેની ફરજ
[ ૧૭૭ ]
(૧૦છોકરાંઓની માબાપ પ્રત્યેની ફરજ
જેમણે નવ માસ ગર્ભમાં રાખી, પાળી પોષી, ભીનામાંથી સૂકામાં સુવાડી, ટાઢ તાપ સહન કરી વિવિધ પ્રકારની કેળવણી આપી, વ્યાવહારિક જીવન સુખમય કરી શકાય તે માટે પૂરતી કાળજી રાખી, સર્વ વ્યવહારમાં કુશળ બનાવી લગ્નની ગાંઠથી જોડાવી આપી, વધારાનું મનુષ્યપણાને યોગ્ય બનાવ્યા તૈયાર કર્યા તે માબાપોના ઉપકારનો બદલો એવો કોણ કૃતઘ્ન નિષ્ફર હૃદયનો છે કે ભૂલી જાય !
છોકરાઓએ માબાપના વચનનું કદી ઉલ્લંઘન ન કરવું તેમના પર સાચો પ્રેમ રાખવો. તેઓ કેમ સુખી થાય તેને માટે નિરંતર કાળજી રાખવી. ખાવા, પીવા, પહેરવા ઓઢવા, સુવા બેસવા, હરવા ફરવા ઈત્યાદિની બધી સગવડો કરી આપવી.
મોટી ઉંમરનાં માતાપિતાઓને છોકરાઓએ વિશ્રાંતિ આપવી. તેમના હૃદયો જરાપણ ન દુઃખાય તે માટે પૂરતી કાળજી રાખવી. સેવામાં, નોકર, ચાકરો આપવાં તથા પોતે જાતે તેમની સેવા ચાકરી. સ્ત્રી આદિ પરિવારને તેમની સેવામાં રોકવા, વૃદ્ધ, ગ્લાન અને અશક્ત માતાપિતાની વારંવાર સંભાળ રાખવી.
સવારમાં ઊઠી તેમને નમસ્કાર કરવો કોઈ કાર્યનો આરંભ કરતાં પહેલાં તેમની સલાહ લેવી અને યોગ્ય રીતે તેનો સ્વીકાર કરવો-અમલ કરવો.
તીર્થાટન કરવાની ઇચ્છા હોય તો તીર્થાટન કરાવવું મહાન પુરુષોના સમાગમો મેળવી આપવા અને છેવટનું જીવન ધર્મપરાયણ કરી દે તેવી અનુકૂળતાઓ કરી આપવી.
માતા પિતાની ભક્તિ માટે ભગવાન મહાવીરદેવનો દાખલો
Page #195
--------------------------------------------------------------------------
________________
_ ગૃહસ્થ ધર્મ
[ ૧૭૮ ] ધ્યાનમાં રાખવા જેવો છે. ગર્ભમાં આવ્યા પછી “મારા ચાલવાથી માતાને પીડા ન થાય તો ઠીક આ આશયથી ગર્ભમાં જ રહ્યા હતા અને જાણ્યું કે મારા ન ચાલવાથી માતાને અનિષ્ટ શંકા થઈ કે તરત જ હલન-ચલન શરૂ રાખ્યું. કારણ માતાને તે ઈષ્ટ હતું.
ગર્ભમાં જ પ્રતિજ્ઞા કરી કે મારા જન્મ થયા પહેલાં માતાનો આટલો સ્નેહ મારા પરે છે તો જમ્યા પછી કેટલો થશે? વળી જો તેમની હૈયાતીમાં હું ચારિત્ર લઈશ તો તેમને દુઃખનો પાર નહિ રહે એમ ધારી તેમની હૈયાતીમાં દિક્ષા પણ ન સ્વીકારવાનો નિયમ લીધો. આ કેટલી બધી ભક્તિ? ભક્તિની અવધિ !
ઠણાંગમાં “પણ તે પ્રભુએ કહ્યું છે કે માતા પિતાના ઉપકારનો બદલો ખંભે બેસાડી અડસઠ તીર્થોમાં ફેરવો તો પણ ન વળી શકે. નિરંતર સારું ભોજન આપો અને જીવન પર્યત પાળો તોપણ તેના ઉપકારનો બદલો ન વળી શકે, પણ તેને વીતરાગ પ્રભુના કથન કરેલ ધર્મમાં જોડી આપો તો જ બદલો વળી શકે.”
અત્યારના મનુષ્યોમાંથી કેટલાક માતાપિતાની ભક્તિથી પરાભુખ થયેલાઓ, સ્ત્રી પરણી લાવ્યા બાદ જુદા થનારાઓ, પરાધિન થયેલા માતાપિતાના ભોજન માટે ભાઈઓમાં પરસ્પર વારા કરી ભોજન કરાવનારાઓએ મહાવીર દેવના અનુભવમાંથી કાંઈક અનુકરણ કરવા ધ્યાન આપવું જોઈએ.
જે સ્ત્રી કોને ઘેર ઉત્પન્ન થયેલી, અને જ્યાં પૈસા લેવાય ત્યાં કહો કે ખરીદ કરીને વેચાતી લાવેલી સ્ત્રી તેઓના કલેશને લઈ ઘરમાં વૈભવ માણે અને હાલી જન્મદાતા માતાના વારા ! ભોજન કરવા માટે વારા! ધિક્કાર છે આવા નરપશુઓને ! હજાર વાર ધિક્કાર છે ! હૃદયની લાગણીથી ઉછેરનારી, સ્તનપાન કરાવનારી જેનાં દૂધથી પોષણ પામેલા, અરે જેના રક્તબીજમાંથી ઉત્પન્ન થયેલાઓ તે માતા
Page #196
--------------------------------------------------------------------------
________________
છોકરાંઓની માબાપ પ્રત્યેની ફરજ ( [ ૧૭૯ ] અત્યારે વૃદ્ધ થવાથી, પતિહીન થવાથી, નિરાધાર થયેલી માતાઓનું અપમાન! તેના ભોજન માટે વારા કરનારાઓ શરમ છે, તમને શરમ છે! આવા નરપશુઓને જન્મ ન જ આપ્યો હોત તો ઠીક હતું. આવી રીતે પરોપકાર કરનાર માતાપિતા તરફ પુત્ર, તરફથી ચલાવાતી આ ગેરવર્તણુંકનો બદલો શું તેના પોતાના છોકરાઓ તરફથી તેને નહિ મળે? અવશ્ય મળશે જ.
વહુ અને છોકરાઓ આનુ અનુકરણ કરશે જ અને એક વખત આવા કૃતઘ્નોનો પણ તેવો વખત આવશે જ.
આવા નરાધમો પ્રત્યે તે માતાના આશીર્વાદને બદલે કળકળતા શ્રાપ જ ઉતરવાના.
ઉત્તમ પુરુષો માતાપિતાને તીર્થરૂપ સમજી તેની સેવા કરે છે, પશુઓ સ્તનપાન કરવા સુધી મર્યાદા સાચવે છે. મધ્યમ પુરુષો ઘરના કામકાજ કરે ત્યાં સુધી માતાપિતાની દરકાર કરે છે અને અધમ પુરુષો " સ્ત્રીનો લાભ થતાં જ તેનાથી જુદા પડે છે. આવા અધમ આચરણનો ત્યાગ કરી ઉત્તમ પુરુષોનું અનુકરણ કરવું.
- -
-
-
-
Page #197
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૦]------------_ગૃહસ્થ ધર્મ
ઉપદ્રવ્યનો સદુપયોગ (સાત ક્ષેત્ર)
ગૃહસ્થોએ પોતાની ન્યાયથી પેદા કરેલ મિલકતમાંથી શક્તિ અનુસાર સાથે માર્ગે ખર્ચ કરવો. જે વાર્ષિક કમાણી આવતી હોય તેમાંથી સેંકડે પાંચ કે દશ ટકા જેટલો ભાગ ધર્માદા ખાતે બહાર કાઢવો. અને જ્યાં જેટલી જરૂરિયાત હોય ત્યાં તેનો ઉપયોગ કરવો.
છળ, પ્રપંચ, વિશ્વાસઘાત કે ચોરી, ઠગાઈ કરીને ધન મેળવી ખર્ચ કરવાની ઇચ્છા ન કરવી વિવિધ પ્રકારના આરંભો કરી ધર્મધ્યાનને એક બાજુ મૂકી, લોકોને રંજાડીને, ગરીબોને રીબાવીને, ઓછું વધતું આપી કે લઈ પૈસો પેદા કરી ધર્મ માર્ગે પૈસો ખર્ચવો તેના કરતાં શક્તિ ન હોય તો કાંઈ પણ અન્યાય ન કરવો તે વધારે ઉત્તમ છે. અન્યાય અને આરંભથી પૈસો મેળવી ધર્માદો કરવો તે તો માથું ફોડી શીરો ખાવા જેવું અથવા લુગડાં કાદવમાં બોળી ધોવા જેવું છે. •
સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, દેરાસર, પ્રતિમા અને જ્ઞાન આ સાત ક્ષેત્ર છે; તેમાં પોતાના પૈસાનો ઉપયોગ કરવો તે ઉત્તમ પાત્રમાં સારા ક્ષેત્રમાં અનાજ વાવવાની માફક ફળદાયક છે.
(સાધુ-સાધ્વીજી) તેમને ભણાવવામાં, તેમની શારીરિક પ્રકૃતિ અનુકૂળ ન હોય તો ઔષધ ઉપચાર કરાવવામાં મદદ કરવી, તેમના સંયમનો નિર્વાહ થાય તેવી રીતે ખપે તેવી જરૂરિયાતો પૂરી પાડવામાં પૈસાનો ઉપયોગ કરવો. આ ક્ષેત્રો પરમ ઉપકારી છે તેમના જ્ઞાન ધ્યાનનો લાભ તેઓ પોતાના આશ્રિતોને આપે છે. એટલે તેમની ચડતીમાં તમારી પોતાની ચડતીનો આધાર રહેલો છે. કૂવામાં હશે તો અવાડામાં આવશે આ
Page #198
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યનો સદુપયોગ (સાત ક્ષેત્ર)
[ ૧૮૧ ] દેખાતે તે વર્ગ જ્ઞાન ધ્યાનમાં આગળ ચડેલો હશે તો ગૃહસ્થોને તે ધર્મોપદેશ દ્વારા વધારે આગળ ખેંચી શકશે. સમાજ અને કોમમાં સુધારો કરશે અને શ્રાવક વર્ગમાં નવું જીવન તે રેડશે. આ સ્થિતિએ તેઓ પહોંચે તેટલે દરજ્જ તેમને કેળવવામાં પહેલાં મદદગાર થવાની જરૂર છે. વૃક્ષ વાવીને સાર સંભાળથી ઉછેર્યા પછીથી જ તેના મીઠાં ફળ ખાવાની આશા રાખવી.
કદાચ તત્કાળ ફળ તે આપે તેવા ન પણ હોય અને તમને તેનાથી ફળ મેળવવાનો પ્રસંગ ન પણ આવે તોપણ તે સાધુ સાધ્વીરૂપ વૃક્ષને ઘણી સંભાળપૂર્વક ઉપયોગી રીતે પાણી સિંચતા જ રહેવું કે જેથી કાળાંતરે તમને નહિ તો તમારા વારસદારોને પણ તેના મીઠાં ફળો ખાવાનો પ્રસંગ મળશે. પણ સ્વાર્થી થઈને તે ઝાડને પાણી પાવું બંધ કરી ઉખેડી કે સુકવી નાંખશો તો તમે અને તમારો પરિવાર કાયમને માટે તેના ફળોથી બેનસીબ રહેશે.
જરૂરિયાતના પ્રમાણમાં આ ક્ષેત્રમાં પૈસા ખર્ચવો. જો આ ક્ષેત્રમાં જરૂરિયાત ન જણાય તો તે પૈસો આના કરતાં વધારે નબળી સ્થિતિમાં આવી પડેલાં બીજા ક્ષેત્રોમાં ખર્ચવો, પણ એવો આગ્રહ ન કરવો તે આમાં જ ખર્ચવો અને બીજામાં નહિ.
શ્રાવક-શ્રાવિકા) આ બને ક્ષેત્રો પર ધર્મનો મુખ્ય આધાર છે. કારણ સાધુસાધ્વી પણ આ ક્ષેત્રમાંથી ઉત્પન્ન કરાય છે. પ્રતિમાજી, દેરાસર અને જ્ઞાન એ પણ આ સંઘની હૈયાતિ હોય તો જ ઉપયોગી છે અને તે પાંચ ક્ષેત્રોને પોષણ આપનાર આ બંને ક્ષેત્રો છે. આ હોય તો જ બીજા હોય અને આનો નાશ થાય તો સર્વનો નાશ જ થાય.
આ ઉપરથી નિશ્ચય કરાય છે કે જેટલો આ ક્ષેત્રનો વિસ્તાર
Page #199
--------------------------------------------------------------------------
________________
__ગૃહસ્થ ધર્મ
[ ૧૮૨ ] જેટલું આ ક્ષેત્ર સુખી, જેટલું આ ક્ષેત્ર કેળવાયેલું, શ્રીમંત અને ઊંચા અધિકારવાળું હોય છે. તેના પ્રમાણમાં જ બીજા ક્ષેત્રોની હયાતિ. વૃદ્ધિ અને ઉચ્ચતા હોય છે. આ કારણથી આ ક્ષેત્રને મોટા વિસ્તારમાં કેળવવાની જરૂર છે, શરીરની તંદુરસ્તી, મજબૂતાઈ અને મનની વિવેકવાળી કર્તવ્ય ભાવનાવાળી લાગણીઓ જેમ વધારે ઉત્તેજીત થાય તેમ કરવાની જરૂર છે. સાંકડા ક્ષુલ્લક વિચારો દૂર કરી વિશાળ વિચારોવાળા બનાવવાની જરૂરિયાત છે. શરીર વધારે મજબૂત થાય તેમ કસવાની આવશ્યકતા છે. આ સાથે ઊંચી કેળવણી પામી રાજ્ય દરબારમાં ઊંચા હોદ્દાઓ પામે તેવી ગોઠવણ કરવાની જરૂર છે. કારણ કે વિવિધ પ્રકારની વિપત્તિ ટાળવાનું અને સંપત્તિ મેળવવાનું સાધન રાજ્યની મદદ વિના બીજું ચોક્કસ ઉપયોગી કોઈ નથી. ધર્મની વૃદ્ધિ પણ આવા રાજ્યમાં આગેવાન કર્તા હર્તા વિના થઈ શકતી નથી, કોમની કે દેશની દરિદ્રતાનો નાશ પણ રાજ્યની મદદ વિના થઈ શકતો નથી. બુદ્ધિમાનો આવા ઊંચા કેળવાયેલા હોદ્દા પર પહોંચી શકે તે માટે તેમને કેળવવા પ્રયત્ન કરવો.
વ્યવહાર કુશળતા મેળવવા માટે પણ તેવા બુદ્ધિમાનો, વૃદ્ધ અનુભવીઓ અને નીતિશાસ્ત્રમાં કુશળતાવાળાઓના સહવાસમાં રાખી નિપુણ બનાવવા જોઈએ. દેશના વિવિધ વ્યાપારોમાં નિપુણતા મેળવવા માટે જે સગવડની જરૂરિયાત હોય તે સગવડતા પૂરી પાડવી જોઈએ.
વિવિધ પ્રકારની કળાઓમાં કુશળ થવાપણું અને હુન્નર, ઉદ્યોગાદિના સાધનો જ્યાંથી મેળવી શકાય તેમ હોય ત્યાં તેમને મોકલાવી તેમાં પ્રવીણ બનાવવા.
ધાર્મિક શિક્ષણ અધૂરું નહિ, પણ ટૂંકામાં આપવું છતાં પણ મુદ્દાનું આપવું જોઈએ. આત્માની હયાતિ, પુર્નજન્મ, પુન્ય-પાપ, બંધ, મોક્ષ, આદિની ટૂંકી પણ ચોક્કસ માહિતી આપવી.
Page #200
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાજી અને દેરાસર
[ ૧૮૩ ] શ્રાવિકાઓ એક પણ કેળવાયેલ વિનાની હોવી ન જોઈએ. વ્યવહારના સર્વ કામમાં કુશળ થાય તેવી કેળવણી આપવી, તે સાથે જરૂરિયાતના પ્રસંગે પોતે પોતાના હાથે હુન્નર ઉદ્યોગથી પોતાની આજીવિકા ચલાવી શકે તેવા કામમાં પ્રવિણ કરવી જોઈએ. સંપીને કુટુંબ સાથે રહી શકે, એકબીજાઓને પ્રસંગે મદદ આપતી રહે, બાળકોને ઉત્તમ સંસ્કારી બનાવી શકે, અને વિધવા કે નિરાધાર સ્થિતિમાં બીજા પર આધાર ન રાખતા પોતાનો નિર્વાહ પોતે જ ચલાવી શકે, આવી રીતે સ્વાશ્રયવાળી બનાવવી જોઈએ.
આત્મા, પુર્નજન્મ, પુન્ય પાપનાં શુભાશુભ ફળ, બંધ મોક્ષના માર્ગો ઇત્યાદિ. આત્મધર્મ સંબંધી પણ કેળવણી આપવી. આ બને સમુદાય ઉપયોગી રીતે ઉત્તમ કોટિનું જીવન પસાર કરી શકે તેવી રીતે શ્રાવક શ્રાવિકાને કેળવણી આપવામાં દ્રવ્યનો ઉપયોગ કરવો તે ત્રીજું અને ચોથું ક્ષેત્ર છે.
(પ્રતિમાજી અને દેરાસર વખતનો સદુપયોગ કરવામાં, આત્મજ્ઞાન જાગૃત કરવામાં, પરમ ઉપકારીનું ચીરકાળ પર્યત સ્મરણ રાખવામાં, ભક્તિ ભાવની વૃદ્ધિ કરવામાં, અને પુન્યનો પવિત્ર પ્રવાહ વધારવામાં પરમાત્માની મૂર્તિ ઉપયોગી સાધન છે. તથા તેમને સ્થાપન કરવા માટે મંદિરદેરાસરની જરૂરિયાત છે. આ બન્ને સ્થળે પૈસાનો શ્રાવકોએ સદુપયોગ કરવો તે બે ક્ષેત્રો છે.
આ ક્ષેત્રમાં દ્રવ્ય ખર્ચતાં, અર્થાત્ દેરાસરો નવીન બનાવતાં અને પ્રતિમાજી નવા ભરાવતાં પહેલા આ સર્વની કયાં કેટલી ઉપયોગિતા છે તે ઉપર ખાસ લક્ષ આપવું. એક ગામમાં વધારે દેરાસરો હોય ત્યાં નવા દેરાસરો બંધાવવાથી તે ગામના સંઘને માથે
Page #201
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૪ ]
ગૃહસ્થ ધર્મ તેના રક્ષણ અને પાલન માટે કાયમનો બોજો આવી પડે છે. ત્યાંના સંઘની તેવી ઉત્તમ સ્થિતિ ન હોય તો પછી કાયમને માટે મુશ્કેલી આવી પડે છે. તીર્થોમાં ગોખલા અને જાળીઓ જ્યાં ખાલી જગ્યા દીઠી ત્યાં પ્રતિમાજી પધરાવવાની રીત પસંદ કરવા યોગ્ય નથી. કારણ કે, ઘણો વિસ્તાર વધારવાથી કેટલાક સ્થળોએ લોકો દર્શન કરવામાં પણ બેદરકાર રહે છે. પુજારીઓ યોગ્ય રીતે પૂજન કરતા નથી, આટલા મોટા પ્રમાણમાં પ્રતિમાજી હોય છે ત્યાં લોકોનો અતિ વિયાવજ્ઞા' અતિ પરિચયથી અવજ્ઞા થાય છે, આ ન્યાયે આદરભાવ ઓછો થાય છે.
તેમ જ નાના ગામો જેમાં વસ્તી ઓછી હોય તેવા સ્થળોમાં મોટા દેરાસરો કરવામાં પણ વિચાર કરવો જોઈએ. તેવા સ્થળોમાં ઘર દેરાસરો સામાન્ય રીતે બનાવવાં જોઇએ. તેમ જ જ્યાં દેરાસરો જીર્ણ થયાં હોય ત્યાં નવા બંધાવવાની ઇચ્છા ન કરતાં, તે જીર્ણનો જ ઉદ્ધાર કરવો જોઈએ.
થોડાં દેરાસરો જ્યાં હોય છે ત્યાં સાચવણી અને ગામમાં ઐક્યતા બની રહે છે. આજકાલ કળીકાળનો મહિમા કહો કે કુસંપનું જોર કહો, જે ગામમાં જેટલા દેરાસર હોય છે તેના વહીવટ અને સાચવણી માટે તે ગામમાં તેટલા વિભાગો પડી જાય છે. એક દેરાસરજીમાં ધનનો વધારો હોય તો ટ્રસ્ટીઓ બીજા દેરાસરજીના રક્ષણ કે મરામત યા ખર્ચ માટે તેનો ઉપયોગ કરતાં અચકાય છે એ કેટલી બધી શોચનીય સ્થિતિ ગણાય ? ઉપાશ્રય માટે પણ આવી જ સ્થિતિ છે જે ગામમાં જેટલા ઉપાશ્રય તેટલા તે ગામના સંઘના કટકા થયેલા જોવામાં આવે છે. તેનું રક્ષણ અને તેમાં ધર્મક્રિયા કરવાના બહાના નીચે સંઘનો જથ્થો તેટલા ભાગમાં વહેંચાઈ જાય છે. ઊપજ અને ખર્ચ માટે વારંવાર કલેશો કરે છે. અને પરિણામે આખા ગામમાં
Page #202
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન
[ ૧૮૫ ] કુસંપના બીજ રોપાય છે. આ પ્રમાણે કેટલાક ગામમાં અત્યારે આ પ્રમાણ બનતું નજરે દેખાય છે. માટે શ્રાવકોએ ખાસ સાવચેતી રાખી જરૂરિયાતથી અધિક દેરાસરજી કે ઉપાશ્રય વધારવા માટે જરાપણ પ્રયત્ન ન કરવો, પણ તેના રક્ષણ માટે તથા તેની ઉપયોગિતા ઉપર ધ્યાન આપી ભક્તિ કરવા માટે જ સાવધાન રહેવું.
દેરાસરજીની ઊપજ વધારવા કરતાં અને ત્યાં સુધી સાધારણની ઊપજ વધારવા પ્રયત્ન રાખવો. કેમ કે તે સાધારણમાંથી ગમે તે જરૂરિયાતવાળા ક્ષેત્રમાં તેનો ઉપયોગ કરી શકાય છે.
(જ્ઞાન જ્ઞાન-જ્ઞાની વિના રહેતું નથી. આધેય આધાર વિના ન હોય. જ્ઞાન આત્માનો ગુણ છે તે ગુણી આત્મા વિના રહી ન શકે. આ જ્ઞાનની વૃદ્ધિ થાય તે માટે દરેક મનુષ્યોએ પ્રયત્ન કરવો તે જ્ઞાન પ્રગટ કરવામાં મદદ તરીકે, ઉપયોગી સાધનો પૂરાં પાડવા માટે જ્ઞાન દ્રવ્યનો ઉપયોગ કરવો. પાઠશાળાઓ ખોલવી અને તેમાં ચતુર્વિધ સંઘને જ્ઞાન ભણાવવાની સગવડતા કરાવી આપવી, તે સાથે જ્ઞાન આપનારને ઉપયોગી મદદ આપવી, જ્ઞાનના સાધન પુસ્તકાદિ તે મેળવી આપવા, તેમાં ઉપયોગી મુકામ આદિની સગવડ કરાવી આપવી.
જિનેશ્વર ભગવાનના જ્ઞાનનો દેશમાં બહોળો ફેલાવો થાય તે માટે તેવા ઉપદેશકો તૈયાર કરવા, અને તેમને જમાનાને અનુસરતી કેળવણી આપવી. તેમને જૈન ધર્મના સિદ્ધાંતોનાં રહસ્યો સમજાવવા અને દેશકાળ પ્રમાણે કેવા સ્થળે કેવી રીતે બોલવું તે સમજાવવું. તેની પરીક્ષાઓ લેવી અને તાત્કાલિક પ્રબળ અસર સામા શ્રોતાના મન પર કરી શકે, તેમને ઉત્તમ પ્રકારનો બદલો આપી ઉપદેશક તરીકે નીમવા. જો સાધુ-સાધ્વી વર્ગ આ કામમાં ઉપયોગીપણે જમાના અનુસાર વક્તા તરીકે બહાર આવવા ઇચ્છા કરે તો તેમનો ઉત્સાહ
Page #203
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૬ ]
–
ગૃહસ્થ ધર્મ
–
––
–
–
––
––
–
–
–
––
વૃદ્ધિ પામે તેવા માનપાનથી અને પદથી સત્કારિત કરવા.
આ સાથે જમાનાને અનુસરતી જેની વધારે ઉપયોગિતા સિદ્ધ થાય તેવા અનેક ગ્રંથો નવીન લખાવવા. બનાવટી કલ્પિત નહિ પણ પૂર્વના પુસ્તકો ઉપરથી વિવિધ ભાષાઓમાં તે પ્રગટ કરાવવા નવો શણગાર પહેરાવી, જમાનાનુસાર પણ મૂળ આશય બદલાઈ ન જાય તેમાં સુધારો વધારો ફેરફાર કરી તે પુસ્તકો છપાવવાં. જેમાં કોઈ મત-પક્ષની ખેંચતાણ ન હોય પણ પોતાના ધર્મની ખુબીવાળી ગૌરવતા સાથે, સરળ શબ્દોમાં, યુક્તિપૂર્વક, પૂર્વાપર વિરોધ રહિત ભાવ જેમાં આવી શકે તેવા પુસ્તકો બહાર પાડવા. તથા અનેક ભાષાઓમાં છપાવીને તેનો ફેલાવો કરવો.
ટૂંકમાં કહીએ તો જિનેશ્વર ભગવાનનું તાત્ત્વિક જ્ઞાન જેમ બહોળા વિસ્તારમાં દુનિયામાં ફેલાવો પામે તેવી રીતે જ્ઞાન દ્રવ્યનો ઉપયોગ કરવો. તે જ્ઞાનદ્રવ્યનો સદુપયોગ છે.
વળી પાઠશાળા તથા કન્યાશાળાઓમાં ધર્મનું શિક્ષણ આપવા માટે જેમાં ટૂંકામાં નવતત્ત્વ, આત્માની અમરતા, પુનર્જન્મ, કર્મનો બંધ, આવતા કર્મ કેમ અટકાવવા, પૂર્વનાં કર્મો કેવી રીતે કયા ઉપાયે કાઢી નાખવા, પુન્ય અને પાપના પરિણામો, દિવસ અને રાત્રિનું કર્તવ્ય, નીતિમય જીવન, વ્રત અને પચ્ચખાણ તે શા માટે, અને કેટલા પ્રમાણમાં તેની જરૂર છે, તે તથા ધર્માભિમાન, કુળાભિમાન, જાતિઅભિમાન, દેશાભિમાન તે શા માટે અને કેટલા પ્રમાણમાં ખીલવવું યોગ્ય છે ઇત્યાદિ વિવિધ વિષયોથી ભરપુર નવા જમાનાને ઉપયોગી થઈ પડે તથા ધર્મ અને વ્યવહાર બનેમાં પ્રવીણ થઈ શકાય તેવાં પુસ્તકો વિદ્વાન વર્ગ પાસે લખાવીને દરેક પાઠશાળાઓમાં તે ચલાવવા. તે બનાવવામાં, છપાવવામાં, તન, મન, ધનનો ઉપયોગ કરવો. આ સર્વ જ્ઞાનદ્રવ્યનો ઉપયોગ છે.
Page #204
--------------------------------------------------------------------------
________________
સાધારણ દ્રવ્ય
[ ૧૮૭ ]
—
—
—
—
—
—
—
(૨ને સાધારણ દ્રવ્યો
આ દ્રવ્ય ઘણું ઉપયોગી છે. આ ક્ષેત્ર ઘણું વિશાળ છે. ઉપરના સાત ક્ષેત્રો અને તે સિવાયનાં બીજાં નાના મોટાં તમામ ખાતામાં આ દ્રવ્યનો ઉપયોગ કરવામાં હરકત નથી. નાનામાં નાના જંતુઓ, પશુ અને પક્ષીઓ તથા કોઈ પણ પ્રકારના નાત, જાત કે ધર્મના તફાવત વિના દરેક મનુષ્ય જાતને આ ખાતાના દ્રવ્યમાંથી મદદ આપવામાં હરકત નથી. આ માટે કોઈ પણ વખતે હર્ષ કે શોકના પ્રસંગે જે દ્રવ્ય ધર્મ કે પરોપકાર માટે ખર્ચવાનું નક્કી કરવામાં આવે તે સાથે આ દ્રવ્યનો અમુક નાનો કે મોટો હિસ્સો બહાર કાઢવો. અને જરૂરિયાતના પ્રમાણમાં ગમે તે ખાતાને આ દ્રવ્યમાંથી મદદ આપવી.
અમુક નિયમિત મંદિર કે તીર્થ યા સાત ક્ષેત્રમાં કે પાંજરાપોળ યા જીવદયા ઈત્યાદિ ખાતાનું નામ પાડવા કરતાં સાધારણ ખાતે દ્રવ્ય ખર્ચવાનું નક્કી કરવામાં આવે તો તે ખાતામાંથી જે ખાતાને ચોક્કસ મદદ કરવાની જરૂરિયાત હોય તેમાં મદદ કરી શકાય, આ પ્રમાણે જ્યાં નથી કરવામાં આવતું ત્યાં કોઈ એક ખાતું ઘણા પૈસાવાળું થાય છે કે જેની અત્યારે જરૂરિયાત ઓછી હોય છે તેમાં દ્રવ્ય ભરપુર હોય છે, અને ખરી જરૂરિયાતવાળાં ખાતાંઓ દેવાદાર હોય છે. આથી જે દ્રવ્યની મદદથી સમાજ આગળ વધવાનો હોય છે તે પાછળ પડી જાય છે અને વગર પ્રયોજને બીજા ખાતામાં દ્રવ્યનો ઉપયોગ કરવામાં આવે છે કે જેની ઉપયોગિતા અત્યારે ભાગ્યે જ સ્વીકારી શકાય, આ સ્થિતિ ઘણી સુધારવાની જરૂરિયાત છે.
Page #205
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૮ ]
ગૃહસ્થ ધર્મ
સ્વામીવરછલ
સ્વધર્મી-એક ધર્મ પાળનાર-મનુષ્યોનું હિત કરવું ભલું કરવું, તે સ્વામીવચ્છલ છે. ધનવાન મનુષ્યોએ પોતાના કુટુંબમાં, નાતમાં, સંઘમાં અને એક ધર્મ પાળનાર મનુષ્યોના સમુદાયમાં, કોઈ પણ મનુષ્ય દુઃખી ન રહે તે માટે ઘણી જ સાવચેતી રાખવી, રોગીઓના રોગો મટાડવા, દવા પ્રમુખની મદદ આપવી, નિરાધારોને આધાર આપવો, નિરાશ્રિતને આશ્રય આપવો. દુઃખીઓને દિલાસો આપવો. ગરીબોને મદદ આપવી, ના હિમ્મતને હિમ્મત આપવી, મહેનતુને રસ્તે ચડાવવા, બુદ્ધિમાનોને વ્યાપારાદિ કાર્યમાં યોજવા, ઈત્યાદિ અનેક પ્રકારે મદદ આપી સ્વધર્મીની ભક્તિ કરવારૂપ સ્વામીવચ્છલ કરવો.
હાલ સ્વામીવચ્છલનો અર્થ અમુક ગામના સંઘે એકઠા મળી જમવું એવો સાંકડો એક પક્ષવાળો જે કરવામાં આવે છે એ ખરેખર શોચનીય છે !
કદાચ એકસાથે બેસી જમવાથી એકબીજાની પ્રીતિમાં વધારો થાય એ કારણ કોઈ એક અપેક્ષાએ યોગ્ય હશે.
અથવા સુખી જમાનામાં પૈસા ખર્ચવાનો કે સાથે એકઠા મળી જમવાનો પ્રસંગ ઓછો હશે તે વેળાએ આ જમવાનું નામ સ્વામીવચ્છલ આપવા માટે યોગ્ય ધાર્યું હશે. પણ અત્યારે પોતાની કોમના સ્વધર્મ પાળનાર મનુષ્યો જ્યાં અન્ન વિના કે વેપાર રોજગાર વિના ગરીબાઈમાં સડતા હોય, કાલે ખાવાનું ઠેકાણું જ્યાં ન હોય આવી સ્થિતિમાં આવી પડ્યા હોય ત્યાં પણ તેવા વખતમાં જરા
Page #206
--------------------------------------------------------------------------
________________
સ્વામીવચ્છલ
[ ૧૮૯ ] પણ જમવું એ જ સ્વામીવચ્છલ મનાય તો એના જેવું બીજું ખેદકારક શું હોઈ શકે?
એવા પૈસાથી ગરીબોને ધંધે ચડાવાય, બુદ્ધિમાનોને વિદ્યા અભ્યાસ કરાવાય, નિરાધારોને આધાર અપાય અને ભૂખ્યાને ભોજન કરાવાય આનું નામ આ જમાનામાં સ્વામીવચ્છલ રાખવામાં નહિ આવે તો કોમ પાયમાલ થઈ જશે. કોમની આબાદ સ્થિતિ વખતે જમવા રમવામાં આનંદ માનો તો તમને કોઈ કહેનાર પણ કદાચ ન મળે, પણ વિચારવાનું જમાનામાં કોમની નિર્ધન સ્થિતિ વખતે પેટને માટે ધર્મને વેચવાનો પ્રસંગ આવતો હોય તે વખતે તેવા જમાનામાં પણ જમવામાં આનંદ મનાય તો પછી એ કોમ બુદ્ધિમાન છે એમ કોણ કહેશે? માટે સ્વધર્મનું હિત કરવું એ જ સ્વામીવચ્છલનો ખરો અર્થ છે એ ધ્યાનમાં રાખી અવસર ઉચિત વર્તન રાખવું.
Page #207
--------------------------------------------------------------------------
________________
[ ૧૯૦ ]
ગૃહસ્થ ધર્મ
૨૦ તીર્થયાત્રા
ગૃહસ્થોએ વર્ષમાં એકાદવાર તીર્થયાત્રા કરવી; તીર્થ એટલે જેનાથી તરાય તે તીર્થ. જ્યાં જવાથી મનના પરિણામ નિર્મળ થાય, વિષય કષાય ઓછા થાય, વિવિધ પ્રકારની પૌદ્ગલિક ઇચ્છાઓ નાશ પામે, આત્મા ઉજ્જવળ થાય, સત્ય પ્રાપ્ત થાય તે તીર્થ કહેવાય છે.
સ્થાવર અને જંગમ એમ બે પ્રકારના તીર્થો છે. જે સ્થળે તીર્થંકર દેવના જન્મ, દિક્ષા, કેવળ અને નિર્વાણ કલ્યાણકો થયાં હોય, જ્યાં તે જીવંત પ્રભુનું વિચરવું વિશેષ થયું હોય, જ્યાં કોઈ મહાત્માઓને-જ્ઞાનીઓને કેવળજ્ઞાન થયેલ હોય, જ્યાં તે મહાન પુરુષોએ વિશેષ સ્થિરતા કરી જ્ઞાન ધ્યાન કર્યાં હોય તેવી ભૂમિકાઓ તે સ્થાવર તીર્થ ગણાય છે.
તે તીર્થભૂમિને સ્પર્શવાથી, ત્યાં તેમની યાદગીરીના ચિન્હો, દેવાલયો, પાદુકાઓ, સ્તૂપો વગેરેના દર્શન કરવાથી તે મૂળ મહાન પુરુષોનું સ્મરણ થાય છે, તેમના અદ્ભુત-અલૌકિક-કર્તવ્યો યાદ આવે છે, તેમના અપૂર્વ અને પ્રચંડ પુરુષાર્થનું સ્મરણ થાય છે, તેથી હૃદયમાં અપૂર્વ આહ્લાદ ઉત્પન્ન થાય છે, મન વિકાસ પામે છે, ભાવના વૃદ્ધિ પામે છે, આનંદ ઉલ્લસે છે, પરિણામોની ધારા વિકાસ પામે છે, પરિણામની ઉત્કટતાથી અપૂર્વ વીર્ય-ઉત્સાહ બહાર આવે છે, આવી અપૂર્વ જાગૃતિવાળા શુભ પરિણામે શુદ્ધ ઉપયોગે મહાન કલિષ્ટ કર્મનો નાશ થાય છે; અપૂર્વ પુન્યાનુબંધી પુન્ય બંધાય છે. ગુણાનુરાગ વધે છે, સત્ય સમજાય છે, કર્તવ્ય કરવા પ્રેરણા થાય છે. અને થોડા વખતની પણ તીવ્ર ભાવનાના પરિણામે અપૂર્વ વિચારોની શ્રેણી લંબાય છે. આવી પ્રબળ ભાવનામાં આત્માની વિશુદ્ધિ વૃદ્ધિ પામે છે, અપૂર્વ
Page #208
--------------------------------------------------------------------------
________________
તીર્થયાત્રા
શાંતિ પ્રગટ થાય છે, આત્માનો દિવ્ય આનંદ પ્રગટ થાય છે.
આત્મા નિમિત્તવાસી છે. જેવું નિમિત્ત તેવી લાગણીઓ હૃદયમાં ઉદ્ભવે છે. અહીં નિમિત્ત ઉત્તમ હોવાથી ભાવનાઓ ઉત્તમ થાય છે. તેનું ફળ પણ ઉત્તમ જ છે.
[ ૧૯૧ ]
ગૃહની સર્વ જંજાળોનો થોડા દિવસને માટે ત્યાગ કરેલો હોવાથી યાત્રાના સ્થળોમાં મન તે સંબંધી ઉપાધિથી મુક્ત રહે છે વિષય વિકારોનો ત્યાગ કરાય છે. કષાયોને દૂર કરવામાં આવે છે. વિકથાઓ વેગળે મુકાય છે. સત્સંગ, સત્કથા અને સત્યનું જ શોધન એ વાતોની મુખ્યતા અહીં હોય છે. ઘર મૂકી, અનેક દ્રવ્યનો ખર્ચ કરી કુટુંબથી છૂટો પડી, વ્યવહારને અળગો કરી હું અહીં શા માટે આવ્યો છું ? આ તીર્થ ભૂમિમાં મારું કર્તવ્ય શું છે ? એ વાત યાત્રા કરનારની લક્ષ બહાર હોતી નથી.
આ તીર્થ ભૂમિમાં યા તીર્થ ભૂમિએ જતાં રસ્તામાં છ રી” પાળવાની હોય છે. એકલ આહારી. એક વખત દેહને પોષણ મળે તો ધર્મકાર્યમાં શરીર શિથીલ અને નિરુત્સાહી ન થાય તે માટે એક વખત સાદું ભોજન કરે છે.
સચિતપરિહારી – ખાવા પીવા મોજશોખ માટે અનેક દિવસો છેં. આ તીર્થ ભૂમિમાં તો આત્મસાધન કરવા માટે આવેલ છું, માટે વિકાર ઉત્પન્ન કરે તેવો માદક આહાર ન લેતાં, સાદો જલ્દી પાચન થાય તેવો; પ્રમાદ ન થાય પણ જાગૃતિ બની રહે તેવો, અચિત્ત નિર્દોષ આહાર કરું. આ ભાવના હોય છે, બની શકે તો તપશ્ચર્યા કરે છે.
પગચારી—તીર્થ ભૂમિ પગે ચાલી સ્પર્શે છે. ગાડાં અને વિવિધ વાહનોનો આશ્રય તે લેતો નથી, ચાલવાની શક્તિ હોય તો નરવાહન
Page #209
--------------------------------------------------------------------------
________________
[ ૧૯૨ ]
ગૃહસ્થ ધર્મ ડોળીનો પણ આશ્રય ન લેતાં પગથી તે ભૂમિ સ્પર્શી વિવિધ ભાવના ઉત્તેજીત કરે છે.
ગુરુસાવિહારી-તીર્થ ભૂમિમાં ગુરુમહારાજની સાથે ચાલે છે તેથી પોતાનું કર્તવ્ય વિશેષ સ્મરણમાં રહે છે. ધર્મ કથા અને સત્યની વિચારણાથી પોતાનું સાધ્ય લક્ષબિંદુ વારંવાર સ્મરણમાં રહે છે અને તેથી બીજા કોઈ પણ કાર્યમાં તે પ્રવૃત્તિ કરતો નથી.
બ્રહ્મચારીઆ તીર્થ ભૂમિમાં ઘેરથી નીકળ્યો ત્યારથી તે બ્રહ્મચર્યનું પાલન કરે છે, પોતાની મન, વચન, શરીરની શક્તિનો વ્યય પરમાર્થ સાધવા માટે કરવાનો હોવાથી તેવા કોઈ પણ કાર્યમાં તેનો દુરુપયોગ તે કરતો નથી.
ભોંયસંથારી–બને ત્યાં સુધી તે જમીન ઉપર એકાદ સામાન્ય વસ્ત્ર પાથરી સૂવે છે, મુનિઓની નિરંતર આવી પ્રવૃત્તિની ભાવના યાદ કરી, અલ્પનિદ્રા કરી, બહુ જાગૃત રહી જ્ઞાન ધ્યાનમાં રાત્રિનો વિશેષ વખત તે ગાળે છે.
તીર્થ ભૂમિમાં એકાંત, પવિત્ર ભાવની વૃદ્ધિ થાય તેવા સ્થળે બેસી મહાન પુરુષોના ગુણોનું સ્મરણ, અનુમોદન કરવું. તેમના વર્તન પ્રમાણે અનુકરણ થાય તેટલું કામ કરવા માટે પ્રવૃત્તિ કરવી. પરમેષ્ઠિ મંત્રનો જાપ કરવો ધ્યાન કરવું.
तप जप ध्यानथी पाप खपावे આ મહાવાક્ય ધ્યાનમાં રાખવું તપ, જપ અને ધ્યાનથી પાપ ખપે છે, પણ વાતો કરવાથી કે આંટા ફેરા મારવાથી કાંઈ વળતું નથી. એ વાત બહુજ યાદ રાખી બને તેટલો આ તીર્થ ભૂમિમાં તપ કરવો, જાપ કરવો, ધ્યાન કરવું, અને એ રીતે કર્મ ખપાવવા.
વળી અહીં કોઈ ઉત્તમ જીવન ગાળનારા સાધુ, મહાત્મા પુરુષો હોય તો તેમની પાસે જવું. કારણ કે તીર્થ ભૂમિ પણ આપણી ભાવના
Page #210
--------------------------------------------------------------------------
________________
તીર્થયાત્રા
[ ૧૯૩ ] લાગણીના પ્રમાણમાં ફાયદાજનક થાય છે અને આવી લાગણીઓ કે ભાવનાઓની વૃદ્ધિ આ મહાત્માઓના ઉપદેશથી જ થાય છે માટે સ્થાવર તીર્થ કરતાં આ જંગમ તીર્થ ભૂત સમદર્શી-આત્મજ્ઞાનીસાધુઓ અધિક ફાયદો કરનારા છે એ વાત ધ્યાનમાં રાખી તીર્થ ભૂમિમાં જતાં જ આવા મહાન પુરુષો કોઈ અહીં છે કે નહિ, તેની પ્રથમ તપાસ કરવી, તેમની પાસે જવું, વંદન કરવું, ભોજન આદિ તેમને આપવાં, તેમનો સંગ કરવો, સત્ય પૂછવું, સત્ય સંભળાવવા વિનંતી કરવી, પોતાનું કર્તવ્ય બતાવવા કહેવું અને તેઓ આપણી યોગ્યતાનુસાર જે કાંઈ કર્તવ્ય બતાવે તે પ્રમાણે એકાંત સ્થળે બેસી પ્રયત્ન કરવો. અને તે પ્રમાણે વર્તન કરવું.
જેટલા દિવસો તીર્થભૂમિમાં રહેવાય તેટલા દિવસ આવા જ્ઞાની પુરુષોની હિતશિક્ષાથી વંચિત ન રહેવું, પણ વખત મળતાં તેમની પાસે અમૂલ્ય આત્મહિતકારી કર્તવ્યો સાંભળવાં. સાંભળીને તરત દૂર ખસી જઈ કર્તવ્ય પરાયણ થવું પણ નકામો તેમના અમૂલ્ય વખતનો ભોગ ન લેવો. કારણ આપણા કરતા તેમનું જીવન દુનિયાને વધારે ઉપયોગી છે તેમાં વિદનભૂત ન થવું પણ કર્તવ્ય પૂછવામાં પાછા ન હઠવું. તેઓ મહાન દયાળુ હોય છે તેથી વખતનો ભોગ આપીને પણ આપણને રસ્તે ચડાવે છે.
તીર્થભૂમિમાં આવીને દાન આપવું, શીયળ પાળવું, તપશ્ચર્યા કરવી અને ભાવનાને સુધારવી તથા વધારવી, ગરીબ, અનાથ, રોગી, દુઃખી આદિનો ઉદ્ધાર થાય તેમાં દ્રવ્યનો ઉપયોગ કરવો, યોગ્ય મદદ આપવી. આવી રીતે કેટલા દિવસની અનુકૂળતા હોય તેટલા દિવસ ધર્મધ્યાનમાં પસાર કરી પાછા પોતાના વતન તરફ વળવું.
તીર્થભૂમિમાં વિશેષ રહેવું નહિ કેમ કે તેથી તીર્થનો આદર ઘટી જાય છે. પરિણામ નિર્વસ થાય છે. ખાવા, પીવા, બોલવા,
Page #211
--------------------------------------------------------------------------
________________
[ ૧૯૪ ]
ગૃહસ્થ ધર્મ નિંદા, કુથલી, ઈર્ષ્યા આદિમાં સ્વતંત્રતા થઈ આવે છે તેથી પતિત થવાય છે માટે તીર્થભૂમિમાં થોડું રહેવું, પણ ઘણું કામ સિદ્ધ કરીને પાછા આવવું. વિષય, કષાય પાતળા પાડી નાખવા, ગુણાનુરાગ વધારવો, દેહ અને ધનાદિ ઉપરથી મમત્વ ઓછો કરવો તીર્થમાં ઘણું રહેનારાના પરિણામો ઘણા જ હલકા હોય છે, તીર્થમુંડિયામાં તેને ગણવામાં આવે છે. ગરીબ, ભોળાંઓને છેતરવામાં, વિશ્વાસઘાત કરવામાં કે નીચ વર્તન ચલાવવામાં તેમને મન શંકા રહેતી નથી. આવી સ્થિતિ થતાં તીર્થભૂમિ એ આનંદ ભૂમિને બદલે ખેદની ભૂમિકા થઈ પડે છે.
Page #212
--------------------------------------------------------------------------
________________
અંતિમ કર્તવ્ય
________
૧૯૫ ]
-
-
-
-
-
-
અંતિમ કર્તવ્ય
( ગૃહસ્થોએ પોતાની મરણ અવસ્થા નજીક આવતાં પરલોક ગમનને માટે આનંદપૂર્વક બધી તૈયારીઓ કરી રાખવી. આત્મા અમર છે, દેહ બદલાય છે, જૂનું ઘર મૂકી નવા ઘરમાં રહેવા જવું, જૂનો ડગલો ઉતારી નવો ડગલો પહેરવો આમાં ખેદ નહિ પણ જેમ આનંદ માનીએ છીએ તેમ જૂનું જીર્ણ દેહ મૂકી નવા દેહમાં જવું તે આનંદદાયક છે. પણ ખેદરૂપ નથી. ગમે તે પ્રસંગે દેહનો અવશ્ય ત્યાગ કરવો તો છે જ. | તીર્થકર દેવ, ઈન્દ્રાદિ સમર્થ દેવો, ચક્રવર્તી જેવા રાજાઓ, મહાન બળવાન યોદ્ધાઓ એ સર્વેને પણ આ માર્ગે પ્રયાણ કરવું પડ્યું છે તો પછી બીજાઓની તાકાત છે કે એ નિયમનો અનાદર કરી શકે? નહિ જ.
વિશેષ એ છે કે જેણે આ જિંદગી સાર્થક કરેલ છે. વ્રત, તપ, જપ, પરોપકાર, દયા, દાન, ઇત્યાદિ સત્કર્તવ્યોમાં મન વચન શરીરની શક્તિનો વ્યય કરેલ છે, જેઓએ સત્યને શોધ્યું છે. સત્ય સમજ્યા છે તેમને દેહનું મરણ તે આનંદનો દિવસ છે. તે સિવાયનાઓને માટે મરણ તે દુઃખનો દિવસ છે. શોકનો દિવસ છે. દિલગીરીનો દહાડો છે. કારણ કે તેણે આગળ જઈ શાંતિ લેવાય તે માટેની તૈયારી કરી નથી, સુખ પછી દુઃખ મળવાનું છે, અનેક જીવોને ત્રાસ આપ્યો છે, સંતાપ્યા છે, અનેક કાળા, ધોળાં કર્યા છે, વિષય, કષાય અને અજ્ઞાનમાં જીવન ગુજારેલું છે તેનો ત્યાં બદલો મેળવવાનો છે. બદલો ભોગવવાનો છે તેથી મરણ દુઃખરૂપ છે. પણ જેણે જિંદગીનો ખરો લાભ લીધો છે, અનેક વ્રત, તપ, જપ, પરોપકારાદિ નિષ્કામ બુદ્ધિથી કરેલ છે, વિષય કષાયોને પાછા હઠાવ્યા છે, ઈદ્રિયોને વશ રાખી છે,
Page #213
--------------------------------------------------------------------------
________________
[ ૧૯૬ ]
ગૃહસ્થ ધર્મ મનને વશ કરેલ છે, સત્ય આત્માને સમજ્યા છે, સત્યને પામ્યા છે, અનુભવ કરેલ છે તેને મરણ એ આનંદનો દિવસ છે, કારણ તેમને માટે સઘળી તૈયારીઓ આગળથી થઈ ગઈ છે. જેમ કોઈ પુન્યવાન રાજા પાંચ, પચાસ ગાઉ દૂર જવાનો હોય ત્યાં આગળથી તેના માણસોએ જઈને મુકામ અને ભોજન આદિ સામગ્રી તૈયાર રાખી હોય તો તેને કોઈ જાતની ખાવાપીવા કે મકાનની ચિંતા રહેતી નથી. તેને તો ગાડીમાં બેસી જવાનું અને તૈયાર રસોઈ પર બેસવાનું છે. તેમ આ ભાગ્યવાન જીવને માટે પણ આગળ બધી તૈયારીઓ થયેલી હોવાથી મરણ આનંદરૂપ છે, નિર્ભાગ્ય-નિર્ધન માણસને જેમ પાંચ પચાસ ગાઉ જવું હોય અને ત્યાં જરાપણ સગવડ નહિ તેથી જે ખેદ થાય છે તે આને હોતો નથી.
વળી આત્મા અમર છે. દેહમાં જ ફેરફાર થાય છે. આ વાતનો ચોક્કસ અનુભવ થયેલો હોવાથી તથા આ માયિક પ્રપંચ સાથે તેને તેવી સ્નેહવાળી લાગણીઓ ન હોવાથી જેમ નઠારા પાડોશીઓનો સહવાસ મૂકી સારા પાડોશીની પાસે રહેવા જવામાં ખેદ નહિ પણ આનંદ થાય છે, તેમ આ મરણ તે જ્ઞાનીઓને મન ઓચ્છવનો દિવસ છે.
આ મરણ પ્રસંગના પહેલાં જો ત્યાગમાર્ગ ગ્રહણ કરાય તો ઉત્તમ વાત છે પણ જેઓ વ્યાવહારિક પ્રતિબંધ અને શારીરિક નિર્બળતા અથવા તેવાં જ કોઈ કારણસર ત્યાગ માર્ગ ગ્રહણ ન કરી
શકે તેમ હોય તે ગૃહસ્થોએ પોતાના મરણ પહેલા આ દુનિયાના તમામ સંબંધોથી મનને પાછું ખેંચી લેવું, જ્ઞાનદૃષ્ટિ વડે પોતાને તે સંબંધોથી અલગ કરી દેવો.
જે મિલકતનો સન્માર્ગે વ્યય કરવો હોય તે પોતાની હયાતિમાં જાગૃત અવસ્થામાં કરી લેવો. ઘણી વખત માણસોના મનોરથો મનમાં રહી જાય છે અને ઓચિંતા દેહનો ત્યાગ કરવો પડે છે અથવા પાછળથી
Page #214
--------------------------------------------------------------------------
________________
અંતિમ કર્તવ્ય
[ ૧૭ ] સ્વાર્થી કે લોભી મનુષ્યો તેનો સદુપયોગ કરતાં નથી. કરે છે તો યોગ્ય જરૂરિયાતને માર્ગે નથી થતો. કેટલાક તો મરવા પડ્યા પછી ને બેભાન થાય ત્યારે કહે છે કે બાપા! હજાર રૂપિયા તમને પુન્યના આપું છું. તમારી પાછળ ખર્ચીશ. પણ અફસોસ! બેભાન સ્થિતિવાળો માણસ સાંભળે તો અનુમોદન કરે ને! આવી સ્થિતિ ન થાય તે માટે પોતાને હાથે જરૂરિયાતવાળા સ્થળે તેનો ઉપયોગ કરી દેવો. અને પછી ઘર દ્રવ્યાદિ ઉપરથી પોતાનો મમત્વભાવ ઉઠાવી લેવો.
પોતાનું આયુષ્ય કેટલું છે તેનો નિશ્ચય કરવો. આ નિશ્ચય દૈવિક પ્રયોગથી કે કાળજ્ઞાનથી કરવો.
આયુષ્ય કેટલું બાકી છે તેનો નિર્ણય થતાં જાગૃતિ કોઈ જુદા જ પ્રકારની રહે છે. ક્ષણે ક્ષણે તે દેહના મરણની નજીક જતો હોવાથી ઉપયોગની જાગૃતિ સૂક્ષ્મ યાને તીવ્ર રહે છે. કેમ કે તેણે દુનિયાની તમામ આશા, ઇચ્છા અને જાનમાલથી હાથ ઉઠાવી લીધેલા હોય છે એટલે મનનું ખેંચાણ કરે તેવું કોઈ સ્થાન રહેલું ન હોવાથી પોતાના સ્વરૂપ તરફ જ તેની લાગણીઓ વળેલી હોય છે.
આ પ્રસંગે કોઈ આત્મજ્ઞાની ગુરુનો સમાગમ થાય. આજુબાજુ હોય અને ત્યાં ચડી આવે તો તો પછી ખરેખર તેનો ભાગ્યોદય થયો જ સમજવો. કારણ કે તે ગુરુ પણ આત્મભાનમાં પૂર્ણ જાગૃત હોવાથી તેના તરફથી મળતી સાવચેતી અલૌકિક હોય છે, ભૂલાયેલું ભાન જાગૃત કરાવે છે, અને કોઈ નજીકનો જ્ઞાન કે યોગનો માર્ગ બતાવી તેની મનોવૃત્તિઓને આત્મપ્રવાહ વાહ-વહન કરનારી કરી દે છે. આવા ગુરુનો યોગ મહાન ભાગ્યોદય હોય તો જ મળી આવે છે, તેના અભાવે સારા વિચારવાળા માણસોને પાસે રાખવા તે પણ સારું છે.
Page #215
--------------------------------------------------------------------------
________________
[ ૧૯૮ ]
ગૃહસ્થ ધર્મ
જો કાળજ્ઞાન
મરણ નજીક આવેલું છે તેની ખાતરી માટે શાસ્ત્રમાં અનેક પ્રકારનાં કારણો બતાવેલ છે. આ કારણોની તપાસ રાખતા રહેવાથી મરણના વખતનો નિર્ણય પોતાના માટે કરી શકાય છે.
રોહિણી નક્ષત્ર, ચંદ્રનું લાંછન, છાયા પુરુષ, અરૂન્ધતિનો તારો અને ભ્રકુટી, આમાંથી કોઈ પણ ન દેખાય તો એક વર્ષે મરણ થાય. આંખની કીકી તદ્દન કાળી અંજન સરખી દેખાય, રોગ, વિના અકસ્માત્ તાળુ, હોઠ સુકાય, મોઢું ઉઘાડવાથી ઉપરના અને નીચલા દાંત વચ્ચેના ઊભા આંતરામાં પોતાના હાથની ત્રણ આંગળી ન સમાય; કાગડો, પારેવો અને બીજો કોઈ માંસભક્ષી પંખી માથા ઉપર બેસે તો છ મહિને મરણ થાય.
ચંદ્રને ઉગ્ર, સૂર્યને ઠંડો. જમીનમાં અને સૂર્યમંડળમાં છિદ્ર દેખાય, જીભને કાળી, મોંઢાને તદ્દન લાલ જુવે, તાળવું કંપે, મનમાં શોક થાય, શરીરના અનેક જાતના વર્ણો થઈ બદલાયા કરે, નાભિથી અકસ્માત હેડકી ઉપડે તો બે મહિને મરણ થાય.
હૈ અક્ષર બોલતાં જો શ્વાસ ઠંડો બહાર નીકળે અને ફુત્કાર કરવાથી શ્વાસ ગરમ બહાર આવે, યાદશક્તિ ન રહે, શરીરનાં હાથ, પગ અને માથું એ પાંચે અંગો ઠંડા થઈ જાય તો જાણવું કે દશ દિવસથી અધિક જીવન હવે બાકી નથી.
શરીર અર્ધું ઉભું અને અર્ધું ઠંડું થઈ જાય. કારણ સિવાય અકસ્માત્ શરીરમાં જ્વાળા બળ્યા કરે તો સાત દિવસે મરણ થાય.
સ્નાન કર્યા પછી તરત જ જો પગ અને હૃદય સુકાઈ જાય, અને બીજા ભાગો ન સુકાય તો છઢે દિવસે મરણ સમજવું મડદાની
Page #216
--------------------------------------------------------------------------
________________
કાળજ્ઞાન
[ ૧૯૯ ]
માફક મહાન ખરાબ દુર્ગંધ શરીરમાંથી નીકળે અને શરીરનો વર્ણ બદલાય તો તે ત્રીજે દિવસે મરણ પામે.
પોતાની નાસિકા, જીહ્વા, ગ્રહો, નિર્મળ દિશા અને સપ્તઋષિના સાત તારાઓ તે જોવામાં ન આવે તો બે દિવસે મરણ થાય.
ભ્રકુટી ન દેખાય તો નવ દિવસે મરણ થાય, કાનમાં આંગળીઓ નાખી બંધ કરવાથી અંદર જે શબ્દ થતાં સંભળાયા છે તે ન સંભળાય તો પાંચ દિવસે મરણ થાય. નાકની ડાંડીનો અગ્ર ભાગ ન દેખાય તો સાત દિવસે મરણ થાય.
આંખની કીકી ન દેખાય તો ત્રણ દિવસે મરણ થાય અને જીભ ન દેખાય તો એક દિવસે મરણ થાય.
ઇત્યાદિ જાણવા માટે અનેક ઉપાયો કાળજ્ઞાન, રિષ્ટ સમુચ્ચય, યોગ શાસ્ત્રાદિ ગ્રંથોમાં બતાવેલ છે તે ઉપરથી મરણનો નિશ્ચય કરવો.
અથવા મરણ વહેલું આવે કે મોડું આવે પણ બધી તૈયારીઓ આગળથી કરી રાખવી. મનમાં પશ્ચાતાપ ન થાય કે અમુક ઉત્તમ કાર્ય કરવાનું હું ભૂલી ગયો, બાકી રહી ગયું કે કરી ન શકયો.
છેલ્લા પ્રસંગે વિશેષ પ્રકારે સર્વ જીવોને ખમાવવા, કોઈ સાથે વેર વિરોધ ન રાખવો, કરેલા પાપનો પશ્ચાતાપ કરવો, વ્રતો ફરી ગ્રહણ કરવાં, અથવા મહાવ્રત ઉચ્ચરી લેવાં. ધર્મનાં કાર્યો પોતાના હાથે થયેલ હોય તેની અનુમોદના કરવી દેહાદિ ઉપરથી મમત્ત્વનો ત્યાગ કરવો, અણસણ કરવું, પરમેષ્ઠિ મંત્રનું સ્મરણ રાખવું, અરિહંત, સિદ્ધ સાધુ અને ધર્મનું શરણ લેવું, અઢાર પાપસ્થાનકોનો ત્યાગ કરવો, અને આત્માની અમરતામાં મનને લીન કરી દેવું. ભ્રકુટીમાં મનને સ્થાપન કરી ધીમે ધીમે શ્વાસને મંદ કરી નિરંજન, નિરાકાર સ્વરૂપની ધારણા કરી મનને બ્રહ્મરંધ્રમાં સ્થિર કરી દેહનો ત્યાગ કરવો.
Page #217
--------------------------------------------------------------------------
________________
[ ૨૦b ]
ગૃહસ્થ ધર્મ
કુટુંબીના મરણ પછી રડવા કુટવાનું બંધ કરી આત્માને શાંતિ મળે માટે પરમાત્માનું સ્મરણ કરવું. ધર્મધ્યાનમાં ઉજમાળ થવું. દેહની અસારતાને યાદ કરી મોહ મમત્ત્વ ઓછું કરી ધર્મપરાયણ થવું તથા જે દેહીનો વિયોગ થયો છે તેના ઉત્તમ ગુણોનું વારંવાર સ્મરણ કરીને તેવા ગુણોનું અનુકરણ કરવા તત્પર થવું.
આ પ્રમાણે આ ગૃહસ્થ ધર્મ અહીં સમાપ્ત થાય છે તેમાંથી જે કાંઈ ગ્રહણ કરી, તે પ્રમાણે વર્તન કરવાને પોતાની શક્તિ હોય તે પ્રમાણે ગ્રહણ કરી આત્માને પવિત્ર કરો.
इति श्री तपागच्छीय श्रीमानमुक्तिविजयजीगणि शिष्य पन्यास कमलविजयजीगणि स्तच्छिष्य-पन्यास - केशरविजयजी गणि विरचित-श्रावकगृहस्थ - धर्म - नामक ग्रंथः विक्रमीय संवत्सरस्य एकोनविंशतिशतत्र्युत्तर सप्तति वर्षे पोष शुक्ल प्रतिपदे समाप्तः ॥
Page #218
--------------------------------------------------------------------------
________________
RONANONONAQ
યોગ દીવાકર પ. પૂ. આચાર્ય શ્રીમદ્ વિજયકેશરસૂરીશ્વરજી મ.સા. થી રચિત તત્ત્વજ્ઞાનથી ભરપુર પુસ્તકોની યાદી શ્રી દશવૈકાલિક સૂત્ર (ભાષાંતર) ડo ) શ્રી પ્રબોધ ચિંતામણી
પાછળ શ્રી મહાબલ મલયાસુંદરી ચરિત્ર (ભાષાંતર) છે. શ્રી યોગશાસ્ત્ર (ભાષાંતર) શ્રી સુદર્શન ચરિત્ર યાને સમળીવિહાર (ભાષાંતર) શ્રી ગૃહસ્થ ધર્મ શ્રી નીતિમય જીવન શ્રી ધ્યાન દીપિકા
Shiksom શ્રી સમ્યગુદર્શન ગિ )
શ્રી નીતિ વિચાર રત્નમાળા (૧૧) શ્રી શાંતિનો માર્ગ
વાહ થ ઈ (૧૨) શ્રી આત્મજ્ઞાન પ્રવેશિકા
ની શ્રી આત્મવિશુદ્ધિની ડા
) (૧૪) શ્રી મહાવીર તત્ત્વ પ્રકાશ નારા -
શ્રી આનંદ અને પ્રભુ મહાવીર શ્રી પ્રભુના પંથે જ્ઞાનનો પ્રકાશ શ્રી આત્માનો વિકાસક્રમઅને મહામોહનો પરાજય શ્રી ધર્મોપદેશ તત્ત્વજ્ઞાન શ્રી હસ્તસંજીવની રેખાદર્શન શ્રી પ.પૂ. કમલસૂરીશ્વરજી મ.સ.નું જીવનચરિત્ર.
શ્રી ધર્મરત્ન પ્રકરણ (મૂલ તથા અર્થ સહિત) (૨૨) શ્રી ધર્મરત્નના અજવાળા (૨૩) શ્રી અધ્યાત્મકલ્પદ્રુમ(મૂલ તથા અર્થ સહિત)
. | (૨૪) શ્રી મુક્તિમાર્ગનો સાથી
પણ
(૧૩)
(૧૫)
૧૬)
૧૯)
૨૧)
Page #219
--------------------------------------------------------------------------
________________
(૨૫) શ્રી તપાગચ્છાધિરાજ અને માર્ગદર્શક ગુરૂદેવ
શ્રી તપાગચ્છાધિરાજ શ્રી તપાગચ્છ વંશ વૃક્ષ શ્રી બૃહત્ યોગ વિધિ શ્રી નિત્ય આરાધના
Knowledge of Soul (૩૧) સમાધિની સાધના
પ્રત વિભાગ (૩૨) મહાબલ મલયાસુંદરી ચરિત્ર (ભાષાંતર) (૩૩) સુદર્શના ચરિત્ર યાનિ સમળી વિહાર (ભાષાંતર) (૩૪) ધર્મરત્ન પ્રકરણ (૩૫) શ્રી કલ્પસૂત્ર ભાષાંતર
(શ્રી જ્ઞાન વિમલસૂરી રચિત ઢાળ અને અર્થ સહિત) (૩૬) શ્રી પંચસૂત્ર (૩૭) શ્રી બારસાસૂત્ર (હિન્દી ભાષાંતર) સચિત્ર (૩૮) શ્રી કલ્પસૂત્ર (હિન્દી ભાષાંતર)
શ્રી અષ્ટાબ્લિકા વ્યાખ્યાન (હિન્દી) (૪૦) શ્રી અષ્ટાહિકા વ્યાખ્યાન (ગુજરાતી)
हिन्दी विभाग (४१) श्री आत्म विशुद्धि (४२) श्री प्रभु के पंथ मे ज्ञान का प्रकाश (४३) श्री आत्मज्ञान प्रवेशिका (४४) श्री धर्मोपदेश तत्त्वज्ञान (૪) શ્રી નીતિમય જીવન જીવી (४६) श्री गृहस्थ धर्म (४७) श्री शांति का मार्ग (४८) श्री पथ पदर्शक गुरुदेव
Page #220
--------------------------------------------------------------------------
________________ સખો...અને શાંતિ માટે સતત ટેન્સનમાં દોડતા...ક્ષિણ થયેલી માનસિક શક્તિ અને સ્મૃતિ પાછી મેળવી... જીવનમાં એક નવું જોમ અને જાગૃતિ લાવી વાસ્તવિક સુખ... શાંતિ... અને સમાધિનો અનુભવ કરાવી... એક આદર્શ ડાતી...અને ગુરૂતી ગરજ સારતું અદ્ભુત પુસ્તક