________________
[ ૧૮૪ ]
ગૃહસ્થ ધર્મ તેના રક્ષણ અને પાલન માટે કાયમનો બોજો આવી પડે છે. ત્યાંના સંઘની તેવી ઉત્તમ સ્થિતિ ન હોય તો પછી કાયમને માટે મુશ્કેલી આવી પડે છે. તીર્થોમાં ગોખલા અને જાળીઓ જ્યાં ખાલી જગ્યા દીઠી ત્યાં પ્રતિમાજી પધરાવવાની રીત પસંદ કરવા યોગ્ય નથી. કારણ કે, ઘણો વિસ્તાર વધારવાથી કેટલાક સ્થળોએ લોકો દર્શન કરવામાં પણ બેદરકાર રહે છે. પુજારીઓ યોગ્ય રીતે પૂજન કરતા નથી, આટલા મોટા પ્રમાણમાં પ્રતિમાજી હોય છે ત્યાં લોકોનો અતિ વિયાવજ્ઞા' અતિ પરિચયથી અવજ્ઞા થાય છે, આ ન્યાયે આદરભાવ ઓછો થાય છે.
તેમ જ નાના ગામો જેમાં વસ્તી ઓછી હોય તેવા સ્થળોમાં મોટા દેરાસરો કરવામાં પણ વિચાર કરવો જોઈએ. તેવા સ્થળોમાં ઘર દેરાસરો સામાન્ય રીતે બનાવવાં જોઇએ. તેમ જ જ્યાં દેરાસરો જીર્ણ થયાં હોય ત્યાં નવા બંધાવવાની ઇચ્છા ન કરતાં, તે જીર્ણનો જ ઉદ્ધાર કરવો જોઈએ.
થોડાં દેરાસરો જ્યાં હોય છે ત્યાં સાચવણી અને ગામમાં ઐક્યતા બની રહે છે. આજકાલ કળીકાળનો મહિમા કહો કે કુસંપનું જોર કહો, જે ગામમાં જેટલા દેરાસર હોય છે તેના વહીવટ અને સાચવણી માટે તે ગામમાં તેટલા વિભાગો પડી જાય છે. એક દેરાસરજીમાં ધનનો વધારો હોય તો ટ્રસ્ટીઓ બીજા દેરાસરજીના રક્ષણ કે મરામત યા ખર્ચ માટે તેનો ઉપયોગ કરતાં અચકાય છે એ કેટલી બધી શોચનીય સ્થિતિ ગણાય ? ઉપાશ્રય માટે પણ આવી જ સ્થિતિ છે જે ગામમાં જેટલા ઉપાશ્રય તેટલા તે ગામના સંઘના કટકા થયેલા જોવામાં આવે છે. તેનું રક્ષણ અને તેમાં ધર્મક્રિયા કરવાના બહાના નીચે સંઘનો જથ્થો તેટલા ભાગમાં વહેંચાઈ જાય છે. ઊપજ અને ખર્ચ માટે વારંવાર કલેશો કરે છે. અને પરિણામે આખા ગામમાં