________________
જ્ઞાન
[ ૧૮૫ ] કુસંપના બીજ રોપાય છે. આ પ્રમાણે કેટલાક ગામમાં અત્યારે આ પ્રમાણ બનતું નજરે દેખાય છે. માટે શ્રાવકોએ ખાસ સાવચેતી રાખી જરૂરિયાતથી અધિક દેરાસરજી કે ઉપાશ્રય વધારવા માટે જરાપણ પ્રયત્ન ન કરવો, પણ તેના રક્ષણ માટે તથા તેની ઉપયોગિતા ઉપર ધ્યાન આપી ભક્તિ કરવા માટે જ સાવધાન રહેવું.
દેરાસરજીની ઊપજ વધારવા કરતાં અને ત્યાં સુધી સાધારણની ઊપજ વધારવા પ્રયત્ન રાખવો. કેમ કે તે સાધારણમાંથી ગમે તે જરૂરિયાતવાળા ક્ષેત્રમાં તેનો ઉપયોગ કરી શકાય છે.
(જ્ઞાન જ્ઞાન-જ્ઞાની વિના રહેતું નથી. આધેય આધાર વિના ન હોય. જ્ઞાન આત્માનો ગુણ છે તે ગુણી આત્મા વિના રહી ન શકે. આ જ્ઞાનની વૃદ્ધિ થાય તે માટે દરેક મનુષ્યોએ પ્રયત્ન કરવો તે જ્ઞાન પ્રગટ કરવામાં મદદ તરીકે, ઉપયોગી સાધનો પૂરાં પાડવા માટે જ્ઞાન દ્રવ્યનો ઉપયોગ કરવો. પાઠશાળાઓ ખોલવી અને તેમાં ચતુર્વિધ સંઘને જ્ઞાન ભણાવવાની સગવડતા કરાવી આપવી, તે સાથે જ્ઞાન આપનારને ઉપયોગી મદદ આપવી, જ્ઞાનના સાધન પુસ્તકાદિ તે મેળવી આપવા, તેમાં ઉપયોગી મુકામ આદિની સગવડ કરાવી આપવી.
જિનેશ્વર ભગવાનના જ્ઞાનનો દેશમાં બહોળો ફેલાવો થાય તે માટે તેવા ઉપદેશકો તૈયાર કરવા, અને તેમને જમાનાને અનુસરતી કેળવણી આપવી. તેમને જૈન ધર્મના સિદ્ધાંતોનાં રહસ્યો સમજાવવા અને દેશકાળ પ્રમાણે કેવા સ્થળે કેવી રીતે બોલવું તે સમજાવવું. તેની પરીક્ષાઓ લેવી અને તાત્કાલિક પ્રબળ અસર સામા શ્રોતાના મન પર કરી શકે, તેમને ઉત્તમ પ્રકારનો બદલો આપી ઉપદેશક તરીકે નીમવા. જો સાધુ-સાધ્વી વર્ગ આ કામમાં ઉપયોગીપણે જમાના અનુસાર વક્તા તરીકે બહાર આવવા ઇચ્છા કરે તો તેમનો ઉત્સાહ