________________
[ ૧૮૬ ]
–
ગૃહસ્થ ધર્મ
–
––
–
–
––
––
–
–
–
––
વૃદ્ધિ પામે તેવા માનપાનથી અને પદથી સત્કારિત કરવા.
આ સાથે જમાનાને અનુસરતી જેની વધારે ઉપયોગિતા સિદ્ધ થાય તેવા અનેક ગ્રંથો નવીન લખાવવા. બનાવટી કલ્પિત નહિ પણ પૂર્વના પુસ્તકો ઉપરથી વિવિધ ભાષાઓમાં તે પ્રગટ કરાવવા નવો શણગાર પહેરાવી, જમાનાનુસાર પણ મૂળ આશય બદલાઈ ન જાય તેમાં સુધારો વધારો ફેરફાર કરી તે પુસ્તકો છપાવવાં. જેમાં કોઈ મત-પક્ષની ખેંચતાણ ન હોય પણ પોતાના ધર્મની ખુબીવાળી ગૌરવતા સાથે, સરળ શબ્દોમાં, યુક્તિપૂર્વક, પૂર્વાપર વિરોધ રહિત ભાવ જેમાં આવી શકે તેવા પુસ્તકો બહાર પાડવા. તથા અનેક ભાષાઓમાં છપાવીને તેનો ફેલાવો કરવો.
ટૂંકમાં કહીએ તો જિનેશ્વર ભગવાનનું તાત્ત્વિક જ્ઞાન જેમ બહોળા વિસ્તારમાં દુનિયામાં ફેલાવો પામે તેવી રીતે જ્ઞાન દ્રવ્યનો ઉપયોગ કરવો. તે જ્ઞાનદ્રવ્યનો સદુપયોગ છે.
વળી પાઠશાળા તથા કન્યાશાળાઓમાં ધર્મનું શિક્ષણ આપવા માટે જેમાં ટૂંકામાં નવતત્ત્વ, આત્માની અમરતા, પુનર્જન્મ, કર્મનો બંધ, આવતા કર્મ કેમ અટકાવવા, પૂર્વનાં કર્મો કેવી રીતે કયા ઉપાયે કાઢી નાખવા, પુન્ય અને પાપના પરિણામો, દિવસ અને રાત્રિનું કર્તવ્ય, નીતિમય જીવન, વ્રત અને પચ્ચખાણ તે શા માટે, અને કેટલા પ્રમાણમાં તેની જરૂર છે, તે તથા ધર્માભિમાન, કુળાભિમાન, જાતિઅભિમાન, દેશાભિમાન તે શા માટે અને કેટલા પ્રમાણમાં ખીલવવું યોગ્ય છે ઇત્યાદિ વિવિધ વિષયોથી ભરપુર નવા જમાનાને ઉપયોગી થઈ પડે તથા ધર્મ અને વ્યવહાર બનેમાં પ્રવીણ થઈ શકાય તેવાં પુસ્તકો વિદ્વાન વર્ગ પાસે લખાવીને દરેક પાઠશાળાઓમાં તે ચલાવવા. તે બનાવવામાં, છપાવવામાં, તન, મન, ધનનો ઉપયોગ કરવો. આ સર્વ જ્ઞાનદ્રવ્યનો ઉપયોગ છે.