________________
પ્રતિમાજી અને દેરાસર
[ ૧૮૩ ] શ્રાવિકાઓ એક પણ કેળવાયેલ વિનાની હોવી ન જોઈએ. વ્યવહારના સર્વ કામમાં કુશળ થાય તેવી કેળવણી આપવી, તે સાથે જરૂરિયાતના પ્રસંગે પોતે પોતાના હાથે હુન્નર ઉદ્યોગથી પોતાની આજીવિકા ચલાવી શકે તેવા કામમાં પ્રવિણ કરવી જોઈએ. સંપીને કુટુંબ સાથે રહી શકે, એકબીજાઓને પ્રસંગે મદદ આપતી રહે, બાળકોને ઉત્તમ સંસ્કારી બનાવી શકે, અને વિધવા કે નિરાધાર સ્થિતિમાં બીજા પર આધાર ન રાખતા પોતાનો નિર્વાહ પોતે જ ચલાવી શકે, આવી રીતે સ્વાશ્રયવાળી બનાવવી જોઈએ.
આત્મા, પુર્નજન્મ, પુન્ય પાપનાં શુભાશુભ ફળ, બંધ મોક્ષના માર્ગો ઇત્યાદિ. આત્મધર્મ સંબંધી પણ કેળવણી આપવી. આ બને સમુદાય ઉપયોગી રીતે ઉત્તમ કોટિનું જીવન પસાર કરી શકે તેવી રીતે શ્રાવક શ્રાવિકાને કેળવણી આપવામાં દ્રવ્યનો ઉપયોગ કરવો તે ત્રીજું અને ચોથું ક્ષેત્ર છે.
(પ્રતિમાજી અને દેરાસર વખતનો સદુપયોગ કરવામાં, આત્મજ્ઞાન જાગૃત કરવામાં, પરમ ઉપકારીનું ચીરકાળ પર્યત સ્મરણ રાખવામાં, ભક્તિ ભાવની વૃદ્ધિ કરવામાં, અને પુન્યનો પવિત્ર પ્રવાહ વધારવામાં પરમાત્માની મૂર્તિ ઉપયોગી સાધન છે. તથા તેમને સ્થાપન કરવા માટે મંદિરદેરાસરની જરૂરિયાત છે. આ બન્ને સ્થળે પૈસાનો શ્રાવકોએ સદુપયોગ કરવો તે બે ક્ષેત્રો છે.
આ ક્ષેત્રમાં દ્રવ્ય ખર્ચતાં, અર્થાત્ દેરાસરો નવીન બનાવતાં અને પ્રતિમાજી નવા ભરાવતાં પહેલા આ સર્વની કયાં કેટલી ઉપયોગિતા છે તે ઉપર ખાસ લક્ષ આપવું. એક ગામમાં વધારે દેરાસરો હોય ત્યાં નવા દેરાસરો બંધાવવાથી તે ગામના સંઘને માથે