________________
__ગૃહસ્થ ધર્મ
[ ૧૮૨ ] જેટલું આ ક્ષેત્ર સુખી, જેટલું આ ક્ષેત્ર કેળવાયેલું, શ્રીમંત અને ઊંચા અધિકારવાળું હોય છે. તેના પ્રમાણમાં જ બીજા ક્ષેત્રોની હયાતિ. વૃદ્ધિ અને ઉચ્ચતા હોય છે. આ કારણથી આ ક્ષેત્રને મોટા વિસ્તારમાં કેળવવાની જરૂર છે, શરીરની તંદુરસ્તી, મજબૂતાઈ અને મનની વિવેકવાળી કર્તવ્ય ભાવનાવાળી લાગણીઓ જેમ વધારે ઉત્તેજીત થાય તેમ કરવાની જરૂર છે. સાંકડા ક્ષુલ્લક વિચારો દૂર કરી વિશાળ વિચારોવાળા બનાવવાની જરૂરિયાત છે. શરીર વધારે મજબૂત થાય તેમ કસવાની આવશ્યકતા છે. આ સાથે ઊંચી કેળવણી પામી રાજ્ય દરબારમાં ઊંચા હોદ્દાઓ પામે તેવી ગોઠવણ કરવાની જરૂર છે. કારણ કે વિવિધ પ્રકારની વિપત્તિ ટાળવાનું અને સંપત્તિ મેળવવાનું સાધન રાજ્યની મદદ વિના બીજું ચોક્કસ ઉપયોગી કોઈ નથી. ધર્મની વૃદ્ધિ પણ આવા રાજ્યમાં આગેવાન કર્તા હર્તા વિના થઈ શકતી નથી, કોમની કે દેશની દરિદ્રતાનો નાશ પણ રાજ્યની મદદ વિના થઈ શકતો નથી. બુદ્ધિમાનો આવા ઊંચા કેળવાયેલા હોદ્દા પર પહોંચી શકે તે માટે તેમને કેળવવા પ્રયત્ન કરવો.
વ્યવહાર કુશળતા મેળવવા માટે પણ તેવા બુદ્ધિમાનો, વૃદ્ધ અનુભવીઓ અને નીતિશાસ્ત્રમાં કુશળતાવાળાઓના સહવાસમાં રાખી નિપુણ બનાવવા જોઈએ. દેશના વિવિધ વ્યાપારોમાં નિપુણતા મેળવવા માટે જે સગવડની જરૂરિયાત હોય તે સગવડતા પૂરી પાડવી જોઈએ.
વિવિધ પ્રકારની કળાઓમાં કુશળ થવાપણું અને હુન્નર, ઉદ્યોગાદિના સાધનો જ્યાંથી મેળવી શકાય તેમ હોય ત્યાં તેમને મોકલાવી તેમાં પ્રવીણ બનાવવા.
ધાર્મિક શિક્ષણ અધૂરું નહિ, પણ ટૂંકામાં આપવું છતાં પણ મુદ્દાનું આપવું જોઈએ. આત્માની હયાતિ, પુર્નજન્મ, પુન્ય-પાપ, બંધ, મોક્ષ, આદિની ટૂંકી પણ ચોક્કસ માહિતી આપવી.