________________
[ ૧૪૬ ]
ગૃહસ્થ ધર્મ કરી શકાતો નથી. બીજાના સત્ય વિચારો સાંભળવા જેટલી પણ ઉદારતા કે સભ્યતા સાચવી શકાતી નથી. મધ્યસ્થ-દષ્ટિથી શાની પુરુષોના સમાગમમાં આપણે આવી શકીએ છીએ તેમના પવિત્ર વચનોનું પાન કરી શકીએ છીએ. અને તેમના અનુગ્રહને લાયક થઈ શકીએ છીએ. તેમના વચનો ઉપર વિચાર કરવાનો પ્રસંગ મળે છે. આપણને મધ્યસ્થ જાણીને તેઓ પણ ઉત્તમ લાગણીથી સત્ય સમજાવે છે. કદાગ્રહીને કોઈ પણ માણસ લાગણીથી સારી શિખાણમાં પણ આપતો નથી. વ્યવહારમાં પણ મધ્યસ્થ મનુષ્યનું મોટું માન હોય છે. કોઈ ન્યાય કરાવવાનો હોય તો પણ તેઓ તેને જ મધ્યસ્થ નીમી કામ લે છે. તેના વચનો ઉપર સર્વને શ્રદ્ધા હોય છે. અને ધર્મ સમજવા કે ગ્રહણ કરવાને પણ તેજ લાયક થાય છે. તમે પણ મધ્યસ્થ થજો.
ગુણાનુરાગ ગુણનો પક્ષપાત સગુણી બાળકો ! તમારે ગુણવાન મનુષ્યોની ઉપર પ્રીતિ રાખવી, તેમના ગુણો બોલવા, તેમના કોઈ અછતા અવગુણ બોલતો હોય તો તેને સત્ય સમજાવવું યા અટકાવવો.
જેમ એક પાણીની ટાંકીમાંથી નળ વડે પાણી બહાર બીજા વાસણમાં લેવામાં આવે છે તેમ ગુણનો પક્ષપાત કરનાર પોતાના ગુણાનુરાગી નળ વડે ગુણવાન મનુષ્યરૂપ ટાંકીમાંથી ગુણો પોતામાં ખેંચે છે. અર્થાત્ ગુણાનુરાગી માણસ પોતે તો ગુણવાન બને છે. ખૂબી એ છે કે નળવાટે પાણી લેતાં મૂળ ટાંકીમાંથી તે ખાલી યા ઓછું થાય છે. પણ ગુણાનુરાગ કરનાર તો સામામાં ગુણ ભરેલા રહેવા દે છે અને પોતે પણ ગુણવાન બની જાય છે.
મનુષ્યને જે જે જાતની પ્રીતિ થાય છે. તે તે વસ્તુ તરફ તેનાં મન, વચન, શરીરાદિ આકર્ષાય છે. અહોનિશ તેનું જ ચિંતન, મનન