________________
મધ્યસ્થ
[ ૧૪૫ ] સારી આશા આપવી. દુઃખમાં ડૂબેલાઓને સારી સલાહ આપવી. સંકટમાં સપડાયેલાને તેમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવવો. ગમે તેવા ભગીરથ પ્રયત્ને પણ દીન, અનાથ, નિરાધાર, રોગી, વૃદ્ધ, વિપત્તિમાં સપડાયેલાઓને શક્તિ અનુસાર તન, મન, ધનાદિથી મદદ કરવી.
ધર્મથી વિમુખ થયેલાઓને તેમનો ધર્મ બતાવવો, સમજાવો, સત્યના માર્ગે ચડાવવો આ સર્વ દયા છે.
આ દયા કરનારે એટલું ધ્યાન રાખવાનું છે કે દયાનો જ્યાં દુરુપયોગ થાય ત્યાં દયાનો ઝરો વહેરાવવો બંધ કરવો. દયા કરતી વખતે ભાવિ પરિણામોનો પણ વિચાર કરવો. જેમાંથી મહાન અનર્થ થવાનો સંભવ હોય તેવી દયાને બાદ કરવી જોઈએ. અર્થાત્ દયા કરતી વખતે ભાવિ પરિણામ પણ વિચારવાનું છે. દેખીતી દયા ન થતી હોય તોપણ તેથી પરિણામ ઉત્તમ જણાતું હોય તો તે પણ દયા જ છે. કારણ પરિણામે અન્યનું ભલું કરવાના જ છે.
દયા ધર્મનું મૂળ છે. દયાનું રક્ષણ કરવા માટે જ વ્રતાદિ છે. અહિંસા જ મોક્ષ આપનારી છે. જ્યાં દયા નથી ત્યાં દાન, તપ, જ્ઞાન કે ધ્યાન પણ નથી. દયાળુ મનુષ્ય જ ધર્મને લાયક છે. બાળકો ! તમે પણ દયાળુ થજો.
મધ્યસ્થ
વ્હાલા બાળકો ! તમારે મધ્યસ્થ એટલે પક્ષપાત વિનાની દૃષ્ટિ રાખવાની બહુ જરૂર છે. રાગદ્વેષવાળી યા પક્ષપાતવાળી દૃષ્ટિથી જ્યાં દોષ હોય ત્યાં પણ રાગને લીધે દોષ જણાતા નથી ઊલટા દોષને ગુણરૂપે સમજવામાં આવે છે. અને દ્વેષને લીધે જ્યાં ગુણ હોય ત્યાં દ્વેષને લીધે દોષ દેખાય છે. આ પક્ષપાતની લાગણીથી સત્યનો નિશ્ચય