________________
[ ૮૨ ]
ગૃહસ્થ ધર્મ
આપવાં નહિ. દયાળુ ધર્માત્મા જીવોએ કોઈ પણ જીવોને પોતાથી ઉપદ્રવ કે દુઃખ ન થાય તેવું યોગ્ય જીવન ગુજારવું જોઈએ.
પ્રમાદ આચરણ ૪.
મદ, વિષય, કષાય, નિંદા અને વિકથાદિ પ્રમાદથી જીવોની હિંસા થાય તેમ વર્તન કરવું તે પ્રમાદાચરણ કહેવાય છે, કુકડા, શ્વાન, પાડા, હાથી, ઘેટાં આદિના યુદ્ધ કરાવવા, તે જોવા જવું. કામશાસ્ત્રમાં આશક્તિ રાખવી. મદિરાનું પાન કરવું, જુગાર રમવો, ઘણી નિદ્રા કરવી. સ્ત્રીની, દેશની, રાજની, ભોજનની સારી કે નઠારી કથાઓ, વાતો કરવી. ઘી, ગોળ, તેલ, આદિ રસનાં ભોજનના પાત્રો રાત્રે કે દિવસે ઉઘાડા મૂકવાં. ગીત, નૃત્ય, નાટકાદિ જોવાં ઇત્યાદિ પ્રમાદ આચરણ કહેવાય છે. આમાં જીવની હિંસા અસત્યનું પોષણ, વિષયને ઉત્તેજન, પ્રમાદ-આળસને પુષ્ટિ અને વખતનો દુરુપયોગ ઇત્યાદિ અનેક દૂષણો રહેલાં છે. વિવેકી મનુષ્યોએ યથાશક્તિ આ અનર્થદંડનો ત્યાગ કરવા પ્રયત્ન કરવો.
•
આઠમા વ્રતના પાંચ અતિચાર
૧. કંદર્પ-કામ વિકાર ઉત્પન્ન થાય, રાગાદિને પોષણ મળે એવાં ` હાસ્યાદિવાળાં વચનો બોલવાં તે આ વ્રતનો અતિચાર (દૂષણ) છે.
૨. કૌકુચ્ય-સ્વ-પરનો મોહ ઉત્પન્ન થાય તેવી ભ્રકુટી, નેત્ર, ઓષ્ટ, નાસિકા, હાથ, પગ, મુખની ચેષ્ટાઓ કરવી તે અતિચાર છે.
૩. મૌખર્ય-વાચાળપણું, સંબંધ વિનાનું યદ્ઘાતદ્દા બોલવું એકબીજાની વાતો એકબીજા આગળ કરી વિના પ્રયોજને એકબીજાને લડાવી મારવી તે અતિચાર છે. ધર્માર્થિ મનુષ્યોએ બહુ વિચાર કરી જરૂર જેટલા જ શબ્દો બોલવા.