________________
આઠમા વ્રતના પાંચ અતિચાર
[ ૮૩ ]
૪. અધિકરણ-જીવોની હિંસા જેનાથી થઈ શકે તેવાં અધિકરણો. ઉપકરણો એકબીજા સાથે સંયોજી-જોડીને તૈયાર રાખવાં. જેમ કે ધનુષ્ય સાથે બાણ, ઉરખલ સાથે મુસલ, કુહાડા સાથે હાથો, ઇત્યાદિ પોતાને જરૂરિયાત ન હોય તેવા પ્રસંગે તૈયાર રાખવા પોતાના રક્ષણ અર્થે તૈયાર હોય તેમાં હરકત નથી.
૫. ઉપભોગાતિરિક્ત-વસ્તુઓ જ્યારે જોઇએ ત્યારે મળી રહે તેમ છે છતા પોતાના ઉપભોગથી અધિક વસ્તુઓનો સંગ્રહ કરી રાખવો તે બીજાઓને તે વસ્તુના ઉપભોગનો અંતરાય કરવા બરોબર છે. અર્થાત્ તે વસ્તુના ઉપભોગથી બીજાઓ બેનસીબ (વંચિત) રહે છે, વળી તેવાં ફૂલ, ફળ, શાક પત્રાદિમાં કુંથુઆ આદિ જીવો ઉત્પન્ન થાય છે. અનાજ આદિ સડી જાય છે. ઘી, તેલાદિ ખોરાં થઈ જાય છે. વસ્ત્રાદિ સડી જાય છે. પોતાના વૈભવના પ્રમાણમાં ખર્ચ રાખવામાં હરકત નથી. અથવા આગામી કાળના ભય, સંકટ કે દુષ્કાળાદિથી બચવા સંગ્રહ કરવામાં હરકત નથી.
આ પ્રમાણે આઠમા વ્રતના પાંચ અતિચારો (દૂષણો) પ્રમાદ સ્મૃતિ ભ્રંશથી લાગે છે તેને જાગૃતિપૂર્વક અટકાવવા.
નવમું સામાયિક વ્રત
सामाझ्यमिह पढमं, सावज्जे जथ्थ वज्जिय जोगे.
समणाणं होइ समो, देसेण देस विरओपि. ॥ १ ॥ જેમાં સાવધ-પાપવાળા વ્યાપારનો ત્યાગ કરાય છે તે સામાયિક
નામનું પ્રથમ શિક્ષાવ્રત છે. આ સામાયિકમાં રહેલો ગૃહસ્થ પણ અમુક ભાગે સાધુ સરખો ગણાય છે. ૧.
પૂર્વે
ત્રણ ગુણવ્રત કહેવાયા હવે ચાર શિક્ષાવ્રતો કહે છે. બતાવેલ મૂલવ્રતોને વધારે પોષણ મળે તે માટે આત્મ જાગૃતિ સાથે