________________
આઠમું અનર્થ દંડ વિરમણ વ્રત
[ ૮૧ ] પામે તો બધી મિલકત મારે હાથ આવે, આ સ્ત્રી સારી નથી. તે મરણ પામે તો બીજી સારી સ્ત્રી મળે. ઈત્યાદિ વિચારો આર્ત-રૌદ્ર દુધ્યાનવાળા કહેવાય છે. ધર્માર્થિ જીવોએ આવા વિચારો કે કર્તવ્યોથી અલગ રહેવું જોઈએ. ૧
પાપોપદેશ. ૨. દાક્ષીણતા અથવા જ્યાં પોતાની ફરજ ન હોય તેવા સ્થળે પાપનો ઉપદેશ આપવો તે પાપ ઉપદેશ આર્તધ્યાન છે. જ્યાં પોતાની આગેવાની હોય તેવા કુટુંબ, ગામ, શહેર કે દેશના રક્ષણ કે પોષણના કાર્ય સિવાય, અથવા જ્યાં ઉપદેશ કે સલાહ આપ્યા વિના ચાલે તેમ ન હોય તેવા સ્થળો સિવાય વિના પ્રયોજને બુદ્ધિનું ડહાપણ વાપરવા માટે વ્રતધારી ગૃહસ્થોએ (જેમાં પાપ થતું હોય તેવો) ઉપદેશ ન આપવો જેમ કે, બળદોને દમન કરો, ક્ષેત્રોને ખેડો, ઘોડાઓને નપુંસકખાસી કરો, જંગલમાં કે ખેતરમાં આગ મૂકો, શત્રુને મારો, યંત્રો ફેરવો, શસ્ત્રો સજ્જ કરો ખાણો ખોદો, આ અને તેવા બીજા સર્વ પાપોપદેશનો ત્યાગ કરવો. પોતાના કે પોતાના આશ્રિતોના બચાવ કે રક્ષણ અર્થે તેવો ઉપદેશ કરતાં તેના વ્રતને દોષ આવતો નથી.
હિંસાપ્રદાન ૩. પૂર્વની માફક પોતાના આશ્રિતોની અને પ્રસંગે એક બીજાઓને મદદ કરતા કે લેવડ-દેવડ કરતા હોય તેવાઓની દક્ષીણતા જ્યાં પહોંચતી હોય તેઓ સિવાય જેનાથી હિંસા થાય જીવોનો સંહાર થાય તેવાં શસ્ત્રો, હળ, અગ્નિ, હથિયાર વગેરે માગ્યાં ન આપવાં. ઝેરી ઔષધો, વિષ, નાગદમનની આદિ બુટીઓ, ગર્ભપાત કરનારી વનસ્પતિઓ અને ઉચ્ચાટન, મોહન, ભનાદિ કરનાર મંત્રો ઈત્યાદિ