________________
[ ૮૦ ]
ગૃહસ્થ ધર્મ
દાવ-અગ્નિ મૂકવાનો (૧૫) અસતિપોષણનો (૧૬) આ પંદર વ્યાપારો સાતમા વ્રતમાં અતિચાર રૂપે છે.
આઠમું અનર્થ દંડ વિરમણ વ્રત.
अवझ्झाण पावउवएस, हिंसदाणप्पमाय चरिएहिं । जं चउहासो मुच्चई, गुणव्वयं तं भवे तइअं ॥ १ ॥ ખરાબ-આર્ટરૌદ્ર ધ્યાન ૧. પાપનો ઉપદેશ ૨. હિંસાનું દાન ૩. અને પ્રમાદવાળું આચરણ ૪. આ ચાર પ્રકારના ત્યાગ કરવા રૂપ ત્રીજું ગુણવ્રત થાય છે. ૧
શરીર, કુટુંબાદિ અર્થે જે ફરજ બજાવવા માટે જે કાર્યો કરવામાં આવે તે અર્થદંડ-પ્રયોજનવાળી પ્રવૃત્તિ કહેવાય છે તે સિવાય દંડાય-કર્મ બંધિત થવાય તેવી પ્રવૃત્તિ કરવી તે અનર્થ દંડ કહેવાય છે, એ અનર્થ દંડનો ત્યાગ કરવા યોગ્ય અનર્થ દંડના ચાર પ્રકાર છે.
દુર્ધ્યાન ૧.
સંસારી જીવોને અને તેમાં પ્રાયે ધર્મિષ્ઠ મનુષ્યોને પણ આંતરે આંતરે આર્ત્ત, રૌદ્ર અપધ્યાન થઈ આવે છે પણ સંયમી, ઉન્માર્ગે જતા મનને જ્ઞાનબળથી પાછું ધર્મ ધ્યાનાદિમાં જોડી દે છે જેઓ નિરંતર આર્નરૌદ્ર ધ્યાનમાં પ્રવૃત્તિ કર્યા કરે છે. વિચારો કરે છે તેઓને અપધ્યાન - દુર્ધ્યાન અનર્થદંડ દુઃખરૂપ થાય છે.
જેમાં પોતાનો સ્વાર્થ સિદ્ધ થવાનો કે લાભ થવાનો કોઈ પણ રીતે સંભવ નથી તેવા પણ વિચારો આ માનવ મન કર્યા પણ કરે છે. જેમ કે અમુકનો નાશ કરું; આખા દેશનું રાજ્ય મને મળી આવે, અમુક સ્થળે અગ્નિ સળગાવું. અમુક શહેર કે માલ બળે તો જોવાની મજા આવે. અમુક રાજાનો નાશ થાય તો ઠીક, મારો ભાંગીદાર મરણ