________________
તીર્થયાત્રા
શાંતિ પ્રગટ થાય છે, આત્માનો દિવ્ય આનંદ પ્રગટ થાય છે.
આત્મા નિમિત્તવાસી છે. જેવું નિમિત્ત તેવી લાગણીઓ હૃદયમાં ઉદ્ભવે છે. અહીં નિમિત્ત ઉત્તમ હોવાથી ભાવનાઓ ઉત્તમ થાય છે. તેનું ફળ પણ ઉત્તમ જ છે.
[ ૧૯૧ ]
ગૃહની સર્વ જંજાળોનો થોડા દિવસને માટે ત્યાગ કરેલો હોવાથી યાત્રાના સ્થળોમાં મન તે સંબંધી ઉપાધિથી મુક્ત રહે છે વિષય વિકારોનો ત્યાગ કરાય છે. કષાયોને દૂર કરવામાં આવે છે. વિકથાઓ વેગળે મુકાય છે. સત્સંગ, સત્કથા અને સત્યનું જ શોધન એ વાતોની મુખ્યતા અહીં હોય છે. ઘર મૂકી, અનેક દ્રવ્યનો ખર્ચ કરી કુટુંબથી છૂટો પડી, વ્યવહારને અળગો કરી હું અહીં શા માટે આવ્યો છું ? આ તીર્થ ભૂમિમાં મારું કર્તવ્ય શું છે ? એ વાત યાત્રા કરનારની લક્ષ બહાર હોતી નથી.
આ તીર્થ ભૂમિમાં યા તીર્થ ભૂમિએ જતાં રસ્તામાં છ રી” પાળવાની હોય છે. એકલ આહારી. એક વખત દેહને પોષણ મળે તો ધર્મકાર્યમાં શરીર શિથીલ અને નિરુત્સાહી ન થાય તે માટે એક વખત સાદું ભોજન કરે છે.
સચિતપરિહારી – ખાવા પીવા મોજશોખ માટે અનેક દિવસો છેં. આ તીર્થ ભૂમિમાં તો આત્મસાધન કરવા માટે આવેલ છું, માટે વિકાર ઉત્પન્ન કરે તેવો માદક આહાર ન લેતાં, સાદો જલ્દી પાચન થાય તેવો; પ્રમાદ ન થાય પણ જાગૃતિ બની રહે તેવો, અચિત્ત નિર્દોષ આહાર કરું. આ ભાવના હોય છે, બની શકે તો તપશ્ચર્યા કરે છે.
પગચારી—તીર્થ ભૂમિ પગે ચાલી સ્પર્શે છે. ગાડાં અને વિવિધ વાહનોનો આશ્રય તે લેતો નથી, ચાલવાની શક્તિ હોય તો નરવાહન