________________
[ ૧૯૦ ]
ગૃહસ્થ ધર્મ
૨૦ તીર્થયાત્રા
ગૃહસ્થોએ વર્ષમાં એકાદવાર તીર્થયાત્રા કરવી; તીર્થ એટલે જેનાથી તરાય તે તીર્થ. જ્યાં જવાથી મનના પરિણામ નિર્મળ થાય, વિષય કષાય ઓછા થાય, વિવિધ પ્રકારની પૌદ્ગલિક ઇચ્છાઓ નાશ પામે, આત્મા ઉજ્જવળ થાય, સત્ય પ્રાપ્ત થાય તે તીર્થ કહેવાય છે.
સ્થાવર અને જંગમ એમ બે પ્રકારના તીર્થો છે. જે સ્થળે તીર્થંકર દેવના જન્મ, દિક્ષા, કેવળ અને નિર્વાણ કલ્યાણકો થયાં હોય, જ્યાં તે જીવંત પ્રભુનું વિચરવું વિશેષ થયું હોય, જ્યાં કોઈ મહાત્માઓને-જ્ઞાનીઓને કેવળજ્ઞાન થયેલ હોય, જ્યાં તે મહાન પુરુષોએ વિશેષ સ્થિરતા કરી જ્ઞાન ધ્યાન કર્યાં હોય તેવી ભૂમિકાઓ તે સ્થાવર તીર્થ ગણાય છે.
તે તીર્થભૂમિને સ્પર્શવાથી, ત્યાં તેમની યાદગીરીના ચિન્હો, દેવાલયો, પાદુકાઓ, સ્તૂપો વગેરેના દર્શન કરવાથી તે મૂળ મહાન પુરુષોનું સ્મરણ થાય છે, તેમના અદ્ભુત-અલૌકિક-કર્તવ્યો યાદ આવે છે, તેમના અપૂર્વ અને પ્રચંડ પુરુષાર્થનું સ્મરણ થાય છે, તેથી હૃદયમાં અપૂર્વ આહ્લાદ ઉત્પન્ન થાય છે, મન વિકાસ પામે છે, ભાવના વૃદ્ધિ પામે છે, આનંદ ઉલ્લસે છે, પરિણામોની ધારા વિકાસ પામે છે, પરિણામની ઉત્કટતાથી અપૂર્વ વીર્ય-ઉત્સાહ બહાર આવે છે, આવી અપૂર્વ જાગૃતિવાળા શુભ પરિણામે શુદ્ધ ઉપયોગે મહાન કલિષ્ટ કર્મનો નાશ થાય છે; અપૂર્વ પુન્યાનુબંધી પુન્ય બંધાય છે. ગુણાનુરાગ વધે છે, સત્ય સમજાય છે, કર્તવ્ય કરવા પ્રેરણા થાય છે. અને થોડા વખતની પણ તીવ્ર ભાવનાના પરિણામે અપૂર્વ વિચારોની શ્રેણી લંબાય છે. આવી પ્રબળ ભાવનામાં આત્માની વિશુદ્ધિ વૃદ્ધિ પામે છે, અપૂર્વ