________________
સ્વામીવચ્છલ
[ ૧૮૯ ] પણ જમવું એ જ સ્વામીવચ્છલ મનાય તો એના જેવું બીજું ખેદકારક શું હોઈ શકે?
એવા પૈસાથી ગરીબોને ધંધે ચડાવાય, બુદ્ધિમાનોને વિદ્યા અભ્યાસ કરાવાય, નિરાધારોને આધાર અપાય અને ભૂખ્યાને ભોજન કરાવાય આનું નામ આ જમાનામાં સ્વામીવચ્છલ રાખવામાં નહિ આવે તો કોમ પાયમાલ થઈ જશે. કોમની આબાદ સ્થિતિ વખતે જમવા રમવામાં આનંદ માનો તો તમને કોઈ કહેનાર પણ કદાચ ન મળે, પણ વિચારવાનું જમાનામાં કોમની નિર્ધન સ્થિતિ વખતે પેટને માટે ધર્મને વેચવાનો પ્રસંગ આવતો હોય તે વખતે તેવા જમાનામાં પણ જમવામાં આનંદ મનાય તો પછી એ કોમ બુદ્ધિમાન છે એમ કોણ કહેશે? માટે સ્વધર્મનું હિત કરવું એ જ સ્વામીવચ્છલનો ખરો અર્થ છે એ ધ્યાનમાં રાખી અવસર ઉચિત વર્તન રાખવું.