________________
[ ૧૮૮ ]
ગૃહસ્થ ધર્મ
સ્વામીવરછલ
સ્વધર્મી-એક ધર્મ પાળનાર-મનુષ્યોનું હિત કરવું ભલું કરવું, તે સ્વામીવચ્છલ છે. ધનવાન મનુષ્યોએ પોતાના કુટુંબમાં, નાતમાં, સંઘમાં અને એક ધર્મ પાળનાર મનુષ્યોના સમુદાયમાં, કોઈ પણ મનુષ્ય દુઃખી ન રહે તે માટે ઘણી જ સાવચેતી રાખવી, રોગીઓના રોગો મટાડવા, દવા પ્રમુખની મદદ આપવી, નિરાધારોને આધાર આપવો, નિરાશ્રિતને આશ્રય આપવો. દુઃખીઓને દિલાસો આપવો. ગરીબોને મદદ આપવી, ના હિમ્મતને હિમ્મત આપવી, મહેનતુને રસ્તે ચડાવવા, બુદ્ધિમાનોને વ્યાપારાદિ કાર્યમાં યોજવા, ઈત્યાદિ અનેક પ્રકારે મદદ આપી સ્વધર્મીની ભક્તિ કરવારૂપ સ્વામીવચ્છલ કરવો.
હાલ સ્વામીવચ્છલનો અર્થ અમુક ગામના સંઘે એકઠા મળી જમવું એવો સાંકડો એક પક્ષવાળો જે કરવામાં આવે છે એ ખરેખર શોચનીય છે !
કદાચ એકસાથે બેસી જમવાથી એકબીજાની પ્રીતિમાં વધારો થાય એ કારણ કોઈ એક અપેક્ષાએ યોગ્ય હશે.
અથવા સુખી જમાનામાં પૈસા ખર્ચવાનો કે સાથે એકઠા મળી જમવાનો પ્રસંગ ઓછો હશે તે વેળાએ આ જમવાનું નામ સ્વામીવચ્છલ આપવા માટે યોગ્ય ધાર્યું હશે. પણ અત્યારે પોતાની કોમના સ્વધર્મ પાળનાર મનુષ્યો જ્યાં અન્ન વિના કે વેપાર રોજગાર વિના ગરીબાઈમાં સડતા હોય, કાલે ખાવાનું ઠેકાણું જ્યાં ન હોય આવી સ્થિતિમાં આવી પડ્યા હોય ત્યાં પણ તેવા વખતમાં જરા