________________
ભાવપૂજા સંબંધે શ્રી યશોવિજયજી મ.સા.ના વિચારો [ ૧૧૧ ].
ત્રિભુવન માંહી તે વિસ્તરેજી, ટાળી કરમનો ફંદ સુ. ૧૫. ઈણિપરે ભાવના ભાવતાંજી, સાહિબ સુજસ પ્રસન. જનમ સફળ જગ તેહનોજી, તેહપુરુષ ધન ધન. સુ. ૧૬. પરમ પુરુષ પ્રભુ શામળાજી, માનો એ મુજ સેવ. દૂર કરો ભવ આમળાજી, વાચક જશ કહે દેવ. સુહંકર-અવધારો-પ્રભુપાસ
સુ. ૧૭. (શ્રીમાન યશોવિજયજીના કરેલા સ્તવનનો ટૂંકમાં)
અક્ષરાર્થ જેટલો ભાવાર્થ આ પ્રમાણે છે :
પૂજાની વિધિની અંદર જે અંતરંગ ભાવ છે તેની ભાવના કરવી તે સર્વ હે પ્રભુ! સુખકારી ! સાહેબ! સરલ સ્વભાવે તારી આગળ કહું છું. હે પ્રભુ પાર્શ્વ ! તે આપ અવધારો, સાંભળો, તેના તરફ આપ ધ્યાન આપો. મતલબ કે મારું કહેવું બરોબર છે કે કેમ? તે આપ અવધારો ૧.
ગૃહસ્થોએ દાતણ કરતાં એમ ભાવના કરવાની છે કે પ્રભુના ગુણરૂપ જળવડે મુખ શુદ્ધિ કરવી અને પ્રમાદ દશા રૂપ ઉલજીભનો મેલ-ઉતારી નાખવો અને તેમ કરી પ્રભુ આગળ એ પ્રાર્થના કરવાની છે કે પ્રભુ! તેથી મારી બુદ્ધિ નિર્મળ થાઓ. ૨.
કોઈ જીવજંતુને નુકસાન ન થાય તે રૂપ યતના, એ તનાવડે સ્નાન કરીને મિથ્યાત્વરૂપ મેલને કાઢી નાંખો. અને પછી અંગ લુણું જે ટુવાલ કે રૂમાલ લઈ જે શરીર સ્નાન કરવાથી ભીનું થયેલું છે તેને લૂછી નાખવું અને તેમ કરતાં એમ માનવું કે હું કૃતાર્થ થયો છું. ૩.
સ્નાન કર્યા પછી ક્ષીર તથા પાણીના જેવાં ઉજ્જવળ ધોતિયાં અથવા ક્ષીરોદક જાતિના ઉત્તમ-સ્વચ્છ-નિર્મળ ધોતિયાં પહેરવાં. આ