________________
__ગૃહસ્થ ધર્મ
[ ૧૧૨ ] ધોતિયાં તે મનમાં સંતોષ સખવા રૂપ સમજવા-પહેરવા. અને પછી મુખકોશ, જે મોઢા ઉપર નાસીકાથી મોઢા પર્યત સુંદર વસ્ત્ર બાંધવામાં આવે છે તે પ્રભુ પૂજા વખતે પોતાની નાસીકા કે મુખનો શ્વાસ અશુદ્ધ શ્વાસોશ્વાસ પ્રભુ ઉપર પ્રભુ તરફ ન જાય તે માટે અઠપડો આઠ પડવાળો મુખકોશ બાંધવામાં આવે છે તેને સ્થાને આઇ કમને સંવરવા. સંવરવા એટલે પોતામાં આઠ કર્મ ન આવે તેવો ઉત્તમ આત્મઉપયોગ જાગૃત કરવો. તે રૂપ આઠપડો મુખકોશ બાંધવો. ધારણ કરવો. ૪.
- એકાગ્રતા રૂ૫ ઓરસીયા ઉપર ભક્તિના કલ્લોલ વારંવાર ફુરણાઓના તરંગો ઉચ્ચ ભાવનાનાં આંદોલનો તે રૂપ કેસર કાઢીને તે ઓરસીયા ઉપર મૂકીને આત્મશ્રદ્ધા યા પ્રભુ ઉપર શ્રદ્ધા, તે શ્રદ્ધારૂપ ચંદનથી કેસર ઓરસીયા ઉપર ઘસવું. પછી ધ્યાનરૂપ વિવિધ રંગવાળું ઘોળ-કેસર ચંદન મિશ્રિત દ્રવ, પ્રવાહિ ઘટ પદાર્થ તૈયાર કરવો. ૫.
તે કેસર ચંદન મિશ્રિત ઘોળવડે પોતાના કપાળ ઉપર પ્રભુની આજ્ઞા મારા મસ્તક ઉપર ધારણ કરું છું આ ભાવનાપૂર્વક તિલક કરવું. પછી પ્રભુની મૂર્તિ આગળ જઈ આગલા દિવસનું જે પુષ્પાદિ ચડેલું હોય તેને નિર્માલ્ય કહે છે તે વિભાવ આત્મસ્વભાવથી પર હોવાથી વિભાવરૂપ નિર્માલ્ય ઉતારી નાખવા. પોતામાં વિભાવ દશામાં આનંદ માનવારૂપ જે નિર્માલ્ય રહેલ હોય તે કાઢી નાખવાં. ૬.
ત્યાર પછી પ્રભુની પ્રતિમાજી ઉપર જે આભરણો રહેલાં છે તે આભરણોને ઠેકાણે ચિત્તમાં રહેલી ઉપાધિ વિવિધ પ્રકારના વિક્ષેપ પમાડી હેરાન કરનાર લાગણીઓ ને ઉતારી નાખવી અને પછી પ્રભુના શરીર ઉપર પ્રક્ષાલ કરવો, પાણીથી સ્નાન કરાવવું, આ સ્નાન કરાવતા એમ વિચાર કરવો કે મારા મનને હું નિર્મળ-સમાધિવાળું બનાવું છું, આધિ, વ્યાધિ, ઉપાધિથી મુક્ત-રહિત-કરું છું. ૭.