________________
શ્રીમાન યશોવિજયજીના રચેલા સ્તવનનો ભાવાર્થ [ ૧૧૩ ]
પછી ભગવાનના અંગ ઉપર બે અંગાણાં કરી આભરણ પહેરાવવા, આ અંગલુણાં તે બે પ્રકારનો ધર્મ છે. ગૃહસ્થ ધર્મ તથા ત્યાગધર્મ. પહેલું મંગલુણું ગૃહસ્થ ધર્મ દ્વાદશત્રતરૂપ, અને બીજું અંગલુણું તે પાંચ મહાવ્રતરૂપ ત્યાગધર્મ ગ્રહણ કરવારૂપ છે. આ બે અંગલુણાં અંગ ઉપર શરીર ઉપર કરવાં. આત્માનો શુદ્ધ સ્વભાવ તે જ અંગ છે અને તેના ઉપર બે ધર્મરૂપ અંગલુણાં ફેરવવા તથા પોતાનો પવિત્ર સ્વભાવ-જ્ઞાન આનંદરૂપ આત્મસ્વભાવ તે રૂપ આભરણ એ શુદ્ધાત્મારૂપ અંગ ઉપર પહેરાવવાં. ૮.
પછી નવ અંગે પૂજન કરવું અને પંચરંગી પુષ્પો ચડાવવા. આ નવ અંગે પૂજન તે વિશુદ્ધ નવવાડો પાળવી. નવવાડપૂર્વક પવિત્ર બ્રહ્મચર્ય પાળવું તે છે, અને પાંચ રંગના પુષ્પો તે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર તપાચાર અને વર્યાચાર. આ પાંચ પ્રકારના આચારમાં પોતાની શક્તિ ફોરવવી. વિશુદ્ધ પાંચ આચાર પાળવા તે પાંચ પ્રકારના પુષ્પો પ્રભુને ચડાવવા બરોબર છે. ૯.
પછી પ્રભુની આગળ દીપક કરવો, આ દીપક કરતાં એમ વિચાર કરવો કે, તત્ત્વરૂપ પાત્રની અંદર વિવિધ પ્રકારના નયનઅપેક્ષાના ચિંતન કરવા રૂપ ઘી પુરીને, જ્ઞાનરૂપ દીપક પ્રગટ કરવો. મતલબ કે આત્મા એ જ તત્ત્વરૂપ છે. તેને વિવિધ પ્રકારના નયોએ ચિંતવવો. સાતે નયે આત્માનું સ્વરૂપ જુદી જુદી રીતે ચાવી, એવંભૂતનયમાં સ્થિરતા કરવી અને આ તત્ત્વરૂપ પાત્રમાં નયની વિચારણા કરવા વડે આત્મજ્ઞાનરૂપ દીપક પ્રગટ કરવો. ૧૦.
પછી કૃષ્ણાગરુ નામનો મઘમઘાટ કરતો સુગંધી ધૂપ કરવો. આ કૃષ્ણાગરુ તે શરીર યોગ. તેમાં શુદ્ધ વાસના-લાગણી કે ભાવના તે રૂપ મઘમઘાટ કરતો સુગંધવાળો અનુભવ યોગરૂપ ધૂપ કરવો. ૧૧.
પછી અષ્ટમંગળ આલેખીને પ્રભુ આગળ નૈવેદ્ય ધરવું. આ