________________
[ ૧૧૪ ]
ગૃહસ્થ ધર્મ અષ્ટમંગળ તે મદના આઠ સ્થાન-આઠ પ્રકારનો મદ-અહંકાર જે ઉત્પન્ન થાય છે તેનો ત્યાગ કરવો. તે અષ્ટમંગળ સમજવાં. અને મનની જે નિશ્ચલ ટેક. મનના ચોક્કસ વિચારે ઉત્તમ કાર્યમાં પ્રવૃત્તિ કરવા દેઢ કરેલા વિચારો તે રૂપ નૈવેદ્ય પ્રભુની આગળ ધરવું. ૧૨.
પછી લવણ ઉતારી મંગલ દીવો કરવો-ઉતારવો. આ લવણ ઉતારવું એટલે કૃત્રિમ-બનાવટી-મનની કલ્પનાથી ઉપજાવી કાઢેલા ધર્મનો ત્યાગ કરવો તે છે. અને મહાન ઉત્તમ શુદ્ધધર્મ તે રૂપ મંગલ દીવો ઘણો સારો પ્રગટ કરવો. ૧૩.
પછી ગીત, નૃત્ય અને વાજિંત્ર વગાડવાં. આ ગીત અને વાજિંત્ર તે વિવિધ પ્રકારના અનાહત નાદ જે મસ્તકમાં થાય તે સમજવા સ્થિર આસને બેસી સાંભવીમુદ્રાપૂર્વક જમણા કાનની અંદર લક્ષ રાખતાં જે શબ્દ સંભળાય છે તેને અનાહત નાદ કહે છે, કારણ કે અનાહત એટલે કોઈના વગાડયા સિવાય વાગનાર નાદ. તે અનાહત રીતે વાગે છે, અને શમતિ સમભાવમાં પ્રીતિરૂપ સ્ત્રી, જે નાચે છે, શમભાવમાં જે આનંદ થાય છે તે રૂપનાદ તે સાચો થૈર્થંકાર નાચ છે. ૧૪.
આ પ્રમાણે ભાવપૂજાને સાચવીને સત્યનો ઘંટ વગાડો હે પ્રભુ ! તુંજ જગતમાં એક સત્ય છે. અથવા પવિત્ર આત્મા-શુદ્ધસ્વરૂપએજ સત્ય છે. એ સત્યને સૂચવનાર ઘંટ વગાડવો. અને તે એટલા જોરથી વગાડવો કે તેનો નાદ-શબ્દ-પ્રતિધ્વની ત્રણ ભુવનમાં વિસ્તાર પામે. અથવા કર્મના ફંદ-કર્મનું ધાંધલ ટાળીને અથવા ટાળવારૂપ સત્યનો ઘંટ વગાડવો કે જેના ગુણોની ત્રણ ભુવનના લોકોને ખબર પડે કે સત્ય તો દુનિયામાં આ જ છે કે કર્મનો નાશ કરવો અને આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવું. ૧૫.
આ પ્રમાણે ભાવના ભાવતાં ઉત્તમ યશવાન સાહિબ પ્રભુ પ્રસન્ન થાય. આ પ્રમાણે પૂજા કરનાર મનુષ્યનો દુનિયામાં જન્મ થાય