________________
ગૃહસ્થ ધન કમાવવાનો પ્રયત્ન કરવો
[ ૧૨૭ ] ટકા જેટલો ખેતીવાડીના ઉપર છે તે દેશમાં તીક્ષ્ણ બુદ્ધિવાળા સુધરેલ અને દયાની લાગણીવાળા મનુષ્યો ખેતીના ધંધામાં જોડાય તો થોડી મહેનતે પણ સૂક્ષ્મ બુદ્ધિ વડે તેઓ ઘણી સારી પેદાશ કરી શકે, તે સાથે સંતોષવૃત્તિથી જીવન ગુજારતા ધર્મ કાર્યો પણ નિવૃત્તિના વખતમાં સારી રીતે કરી શકે.
વ્યાપાર પ્રસંગમાં બેઠેલ મૂલ્યથી વધારે લાભ મલ્યો હોય તો સંતોષવૃત્તિ રાખી તે માલ વેચી નાંખવો. પણ અધિક અધિક લાભની ઈચ્છા રાખી, ન વેચતાં કોઈ પ્રસંગે મૂળ ધનનો પણ નાશ થવા સંભવ છે.
લાભ વધારે મળતો હોય તોપણ ચિંતા અને ઉપાધી વિનાનું શાંતિવાળું જીવન ઈચ્છનાર મનુષ્યોએ ઉધારે માલ ન આપવો. તેમ જ ઘરેણાં કે જમીન પ્રમુખ રાખ્યા સિવાય વ્યાજે પૈસા પણ ન આપવા. તેમ કરવાથી ઊલટી હાથે કરી ઉપાધિ વહોરી લેવા જેવું થાય છે. કાકા ટળી ભત્રીજા થવા જેવું થાય છે અને ચિંતા તથા આર્તધ્યાનને આમંત્રણ કરવા જેવું બને છે.
બુદ્ધિમાન મનુષ્યોએ રાજ્ય વહીવટ આદિ કાર્યમાં પણ બનતા પ્રયત્ન ભાગ લેવા ચૂકવું નહિ. રાજ્ય સેવાની અને તેમાં પણ ઊંચા પ્રકારના હોદા ભોગવવા કે મેળવવા પ્રયત્ન કરવાની જરૂર છે. કારણ કે તેથી અનેક મનુષ્યોને ઉપકાર કરી શકવા સાથે આજીવિકા મેળવાવી આપવામાં મદદગાર થવાય છે. મોટી વિપત્તિઓ રાજ્યની મદદ વિના ભાંગી શકાતી નથી પરોપકારી કાર્યો હકુમત વિના જોઇએ તેવાં ચોક્કસ થઈ શકતાં નથી. ધર્મનો ઉદ્ધાર પણ રાજ્ય ધર્મ વિના થઈ શકતો નથી. રાજ્યની મદદ વિના એકલા ઉપદેશથી લોકોને સન્માર્ગે ચડાવી શકાતા નથી. લોકોની દરિદ્રતાનો અંત રાજ્યની મદદ વિના થઈ શકતો નથી. અજ્ઞાનતાનો નાશ કરવામાં રાજ્યની હકુમત ઘણી